Pages

હરિને ધામ



      મનજી! હવે હાલો હરિને ધામ.
      છોડો આ માયાવી નગરી 
     છોડો મોહ અને કામ ---હવે હાલો......

  
       કંઠી બાંધો હરિ-નામની 
       જપો માળા હરિ-નામની છોડો છાયા સંબંધોની 
       બાંધો હરિ સંગ ગાંઠ -----હવે હાલો....


   હરિ જ માતા,હરિ જ પિતા 
  હરિ જ હવે છે ભ્રાતા 
  છોડો મનજી!તનુજ-તનયા
 આત્મજ ને કરો રામ રામ---હવે હાલો.....


       વૃંદાવન ને બંસીવટ પર 
       હરિ રચાવે રાસ 
      કુંજવનમાં રાધે સાથે 
      હરિ વસાવે સુખ-ધામ-----હવે હાલો.....

'બેલા'ની માળા ધારી 
મનજી! કરો વિનતી આમ
હરિ! આ જીવને ય આપો 
તમારો એ સુખમય સાથ.
       હવે હાલો હરિને ધામ 

                                બેલા 
                              ૪-૨-૨૦૧૨ /૧૨.૪૫ પી.એમ.

No comments:

Post a Comment