પિંજરે પુરાઈ આ મેના
એને આવે વનરાવનની યાદ
ખુલ્લું ગગન ઊંચા ઊંચા વાદળ
હિલોળા લેતાં કુંજ વેલીનાં બાગ
ને નદીઓ ના રૂપાળા ઘાટ.-------એને આવે.....
ડાળ ડાળ પર ઉડતી મેના
દેતી સૂરનાં સાથ
માયાવી જાળ ના દીઠી
લહયાં ફળ બેસ્વાદ
હાવાં રોતી તરફડતી
કરે કૃષ્ણ ને યાદ
છૂટી ગયો તુજ સથવારો
ધાજો ગરુડના નાથ.
પિંજર મારું ખોલો પ્રભુજી!
કરો મુજને આઝાદ
'બેલા'ની ડાળીએ ઝૂલી
ભજીશ દ્વારિકાનાથ!
બેલા
બેલા
૭-૨-૨૦૧૨/૧૧.૩૦ એ.એમ.
No comments:
Post a Comment