Pages

તલાશ

  

ઘાટના ઘડવૈયા, તારી, હૈયે તલાશ છે ,કાયાના આ કુંભમાં  શું ભરવું?, એની તલાશ છે .
જપનું અમૃત ? કે કાંકરથી  ફૂટવું? તલાશ છે ,મિલનની ઘટના માટે રટણાની તલાશ છે .
મીરાં  નરસિંહ,પ્રહ્લલાદ જેવી રટની  તલાશ છે. તલાશ છે ,તલાશ છે ,તલાશ છે .
"બેલા" તો ઉગી જાણે  ,
એને તુજ મહેકની તલાશ છે ,અનિલ સંગે વહી , ઉડી , તુજ મહેલની તલાશ છે .
                                                                          25 એપ્રિલ 2022
                                                                              7.20 એ એમ 

No comments:

Post a Comment