Pages

માયાવી શામ



હે શ્યામ !
તું ક્યાં છે ?બતાવી દે જરી ;
આ મદભરી રાત ,જાય છે વહી .!

ચાંદ-તારાને મેં પૂછ્યું ,
નશીલી હવાને મેં પૂછ્યું ,
સહુએ હોઠ મલકાવી 
દઇ દીધી એકમેકને તાળી !

દિલમાં વિરહની આગ લાગી ,
આંસુડે આંખ્યું આ રાતી ;
ક્યાં છે ઓ વનનાં વિહારી !
તારી રાધા બની રહી બાવરી .

કુંજવનની ઉજડી વાડી ;
મયુર કોકિલની બંધ થઇ વાણી ,
સહુ તાકે ;:
ક્યાં છે અમારાં ગિરિવરધારી ?!

"બેલા"એ ફોરમ ફેલાવી, કહ્યું ::
"ઉઘાડો ભીતરની તમ બારી .
છૂપ્યો હશે હ્રદયમાં એ ખિલાડી ,
છે બડો પક્કો એ માયાવી .!"

બેલા \૨૭ સપ્ટે.૨૦૧૨ \૧૧.૩૦પિ.એમ.
યુ.એસ.એ.

હીરક દિન



    જિંદગીનાં પંચોતેર પગલાં
         પાર         પાડ્યાં .
    હસતાં,રમતાં,ભણતાં અને રડતાં .
    હવે ,આ છોંતેરમું  ડગલું !
           કેવું         હશે ?
   ભવ-ભૂગોળનાં નકશામાં ,
   શું દોરાયું હશે ?


   એક વાત બની ,આ ,
   પંચોતેરમાં પગલામાં .
   આ મન -માંકડાની ઈચ્છા પૂર્તિની .
   મન હંમેશ ઊછળતું -વિચારતું ;
   ક્યારેક દુનિયાના કોઈક ખૂણે 
   કોઈક તો મને સાંભળે !
   કોઈક તો મને વાંચે !
   મારુંય જરાક અમસ્તું નામ થાય!

          અને લો !
   મારો શામળો ,અનિલ બનીને ,
   લહેરાયો .અને ,
   મારી -બેલાની -સુવાસ 
   જગત ભરમાં ફેલાવી .!

         હે ઈશ !
   હવે સહુનાં કલ્યાણ સિવાય 
   કાંઈ જ ઈચ્છા નથી .
   હવે તો જે કાંઈ દેહ ધર્મ-કર્મ 
   બાકી હોય તે ,
   તારાં ધ્યાનમાં મગ્ન રહી 
   પૂરાં કરું .અને 
   તારી સમીપે -તને ભેટવા ,
   મારગ સાફ સુથરો કર્યે જાઉં ;
         મારા    શ્યામ !
  બેલા \૨૫સપ્ટે.૨૦૧૨ \૭.૪૫.એ.એમ. યુ.એસ.એ .


Bela ni Vadi (Volume 1) (Gujarati Edition)b

આત્મા



   અનિલ ઝૂમ્યો ,ઝૂક્યો 
   અને પૂછ્યું :
   લોકો આત્માની વાતો કરે છે ,
   તો એ આત્મા શું છે ?ક્યાં છે ?

   બેલાની વલ્લરી ડોલી ,ને બોલી ,:
   તારામાં લહેરાવાની શક્તિ છે ,
   એનું નિયમન કરનાર ,  આત્મા છે .
   મારામાં સુવાસ છે ,
   એ મારામાં મુકનાર ,આત્મા છે .
   લોકોમાં ચૈતન્ય છે ,કાર્ય શક્તિ આપનાર 
   આત્મા છે .
   આત્મા પીન્ડથી  જોડાયેલો છે 

  તને કોઈ જોઈ શકે છે ?
  મારી સુવાસને કોઈ જોઈ શકે છે ? 
  ન્ તને ,ન્ મને ,કોઈ અડી શકે છે ;
  ફક્ત અનુભવે છે .!

  એ જ રીતે મનુષ્ય પણ 
  આત્માને જોઈ કે અડી શકતો નથી .
  ફક્ત અનુભવે છે .
  આત્મા અનુભૂતિ છે .
  નિયમન કરનાર શક્તિ છે .
  એની મદદ -શક્તિ વડે ,
  જીવે કાર્ય કરવાનું.-નિષ્ઠા પૂર્વક.
  અને એની  શક્તિમાં ધ્યાન મગ્ન રહી 
  અંતે ,એ ઈશ્વર -
  જેને જોયો પણ નથી ,જાણ્યો પણ નથી ;
  ફક્ત માણ્યો છે ;
  - સાથે ભળી જવાનું .!

બેલા \૨૫ સપ્ટે. ૨૦૧૨ \૭ ૩૦ એ.એમ. \યુ.એસ.એ .



આત્મા સો પરમાત્મા "બોલવું જેટલું સહેલું છે એટલું એ પ્રમાણે આત્માએ પરમાત્મા સાથે સંલગ્ન થઈને દેહ ધર્મ નિભાવવો અઘરું છે .આત્મા જ્યારે દેહ ધર્મ નિભાવવાના કર્મો કરે છે ,ત્યારે એમાંથી ક્યારે માયાની લપસણી સીડીથી સરકતો જાય છે એ ખબર પણ પડતી નથી ;અને ક્યારેક તો આત્મા પરમાત્માની સમીપ પહોંચીને માયાના જરાક જેટલા પલકારાની લપેટમાં આવી પોતાની ઉચ્ચતર સ્થિતિ ગુમાવી બેસે છે.જે આત્મા ,પરમાત્મા સાથે જોડાઈને,માયાથી સાવચેત રહીને દેહ ધર્મ અને કર્મ ધર્મ નિભાવે તે જ સાચો સંત-આત્મા બની પરમાતાનું સાયુજ્ય પામી શકે ;અને ત્યારે જ "આત્મા સો પરમાત્મા "બોલી શકાય . બાકી બધા દંભ .

આત્માનો શરીરમાં પીન પોઈન્ટ નથી. શ્વાસ લેવા છોડવાનું જે નિયમન છે તે કદાચ આત્મા હોઈ શકે અને એ કરનારને પરમાત્મા કહેવાતું હશે .ચેતના -પ્રાણ તત્વ કદાચ એણે જ કહેવાય છે અને એ નિયમન-પ્રાણ તત્વ જાય ત્યારે મનુષ્ય મરે . બાળક જન્મે ત્યારે થપ થાપાવે છે  તે પ્રાણ તત્વને -બંધ કળને -ચાલુ કરવા માટે હશે,અને એમ કર્યા પછી પણ બાળકમાં ચેતન ના આવે તો મૃત ગણાતું હશે.:


આત્માને ખોળવો છે તો ઈશ્વરને પણ ખોળવો પડે .ઈશ્વર ક્યાં છે ?એની  પીન પોઈન્ટ છે ?એ કેવાં છે ?ખબર છે?
  હવા ક્યાં છે ?એ દેખાય છે ?એની  કોઈ ચોક્કસ જગ્યા છે ?એ જ રીતે આત્મા પણ અનુભૂતિ છે .તે અનુભવાય છે .તે દેખાતો નથી .તેનું કોઈ ચોક્કસ સ્થાન નથી .માટે જ આત્મા કે પ્રાણ તત્વ કે ચેતા-ચે તના ,જે નામ આપવું હોય તે આપો પણ એ જ જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે .એ ના હોય તો જીવન નથી .
   તેથી જ આગલા પત્રમાં મેં કહ્યું તેમ હું માનું છું કે ઈશ્વરે જે કાર્યો સોંપ્યાં છે તે ,ઈશ્વરમાં ધ્યાન મગ્ન રહીને નિષ્ઠા પૂર્વક પૂરાં કરવા ;અને સમય પૂરો થયે -એ પણ એ જ ઈશ્વરે નક્કી કર્યું હોય છે -ચાલ્યાં જવું . આવવું -જવું આપણી મરજી મુજબ નથી થતું .એનું નિયમન કરનારને આપણે ઈશ્વર કહીયે છીએ .;જેને અનુભવીએ છીએ .દેખી કે અડી શકતા નથી .
   એ જ રીતે જીવન શક્તિ -ચેતના -પ્રાણ તત્વ ,એ જ આત્મા !જે જોઈ કે અડી શકાતો નથી પરંતુ ફક્ત અનુભવાય છે .માટે તે શરીરમાં ક્યાં છે તે ખોળવાને બદલે બ્રહ્માંડમાં તે ક્યાં હશે અને આપણા ઉપર નિયમન કેવી રીતે કરે છે તે ખોળવામાં કદાચ ઈશ્વર પણ મળી જાય !અને તેને ખોળ વામાં ફક્ત ધ્યાન જ ઉપયોગી થાય .ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા અને તેનું ધારેલું એક રૂપ અથવા જ્યોતિનું ધ્યાન કરવું એ જ આપણી ખોળનું પગથિયું;જે અનંતમાં રહેલ નિયમન કરનાર શક્તિ પાસે પહોંચવામાં મદદ કરશે .

અહં બનશે બ્રહ્મન્



     આત્માના અહંને ઓગાળો 
     "હું"ને "અમે"માં ઓગાળો 
    "અમે"ને "આપણે"માં ઓગાળો 
    "આપણે"ને દુનિયાનાં સર્વ જીવોમાં ઓગાળો 
                          અને 
    "હું" છે છતાં નથી થઇ જશે .
     અહં સ્વયં બની જશે બ્રહ્મન્  !

બેલા \૧૬સપ્તે. ૨૦૧૨ ૧૦.૩૦ એ.એમ. 

રસ-લ્હાણ



    મુઠ્ઠી જેવડા હ્રદયમાં 
    આભલા જેટલું વ્હાલ .
    આવને મારા કાનુડા !
   તારાં પર રેલાવું રસ-લ્હાણ .

   વાદળે વાદળે પ્રેમનાં મોતી ,
   એને વરસાવું ચોધાર .
   પ્યારનો દરિયો ડોલાવું 
   ને નાવ લઇ આવું પાર .

   તટ પર ઊભી રાધિકાસખી,
   જોતી વનરાવનની વાટ ,
   "બેલા"ડાળે હિંચકો બાંધી 
   ઝૂલે રાધા નાથ !

બેલા \૧૬ સપ્ટે. ૨૦૧૨ \૮.૧૫.એ.એમ 

અણજાણી દોર



    એક અણજાણી દોર 
    મને ખેંચે તારી કોર .

   હું તો પ્રેમમાં પાગલ,
   ખેંચાઉં ઝૂમતી તારી કોઈ .

  મને દેખાય છે તારો ગો-લોક ,
  ને દેખાય વાંસળી ને મોર .

  શ્યામ!તારી પ્રીતનાં ગીત ગાતી ,
  ચાલી આવું એણી કોર .

  સજાવ્યો મેં પૂજા થાળ ,ને ,
  શોભાવશે "બેલા"ની માળ 
          તારી ડોક .

એક અણજાણી દોર 
મને ખેંચે તારી કોર .

બેલા \૧૪ સપ્ટે.૨૦૧૨ \૮.૦૦ એ.એમ.

કાગડા



   કૌભાંડ જ કૌભાંડ !
   ભારત દેશ કે દુનિયા ,
   જ્યાં જુઓ ત્યાં 
   વગ વસીલો અને કૌભાંડથી સૌ ઘેરાયાં.

   ક્યાંક તોપનો ફૂટે પરપોટો ;
   તો ક્યાંક બળે કોલસો કાળો ,
   ક્યાંક ક્રિકેટમાં ફિક્સિંગનું કૌભાંડ 
   તો ક્યારેક ગોલ્ફમાં સેક્સી કૌભાંડ !
   ક્યાંક તેલની ધારે યુદ્ધનાં કૌભાંડ ,
   તો ક્યાંક આતંકવાદી પોષવાનું કૌભાંડ .
        શું રશિયા કે ચીન-જાપાન ;
        શું ઈરાક કે શું ઈરાન ,
  પાકિસ્તાન કે અફઘાનિસ્તાન 
               બધે ય 
  કાગડા કાળા  તે કાળા .!!

બેલા \૧૧ સપ્ટે.૨૦૧૨ \૧૧.૧૫.એ.એમ.

જવનિકા



   જવનિકા આ ઊતરે છે નીચે .
   પ્રેક્ષકો તાળીઓ પાડે છે .
              પણ 
   હું -નાયિકા નાટકની 
   કરું,વિવેચના(આલોચના)
   શું ભજવ્યું?જીવન નાટકમાં?
   ભવાઈ?ફારસ?કરુણાંતિકા?
         કે મેલો-ડ્રામા?
   હતાં કોઈ નાયક કે ખલનાયક?
   વિદુષક?કે પ્રેમી?સ્નેહી જન?

  પણ હવે શા માટે 
  એ બધું વિચારવું?
  નાટક અડધે છોડીને 
  સહુ વહી ગયાં.
  અવ તો ગયેલાંને અર્પું અંજલિ 
              ને 
  મને રહું આશ્વસી;
  બે ઘડી મૌન ધરી .

પંચોતેર ટકા પડદો પડી ગયો છે 
  ને હું ઊભી છું 
  મારી એક્ઝીટના સમયની 
  રાહ જોતી .!!
બેલા\સપ્ટે.૨૦૧૨ \૮.૪૫.પી.એમ.યુ.એસ.એ.

प्यास




  भोर भई है अब तो आजा ,
 कब से रही पुकार 
 निस दिन नैना बरस रहें है 
 जब से गया सिधार |

 माखन चोर वो काला कन्हैया ,
 मटुकी दियो बिसार 
 ग्वाल बाल सब भूल गयो रे,
 भुला जमुना घाट 

 रास रचा था ,नाग दमा था ,
 असुरन कियो उद्धार ,
 कब देखूंगी प्यारे मोहन 
 जियरा करे पुकार |

लाला तैंने बहोत नचाया 
जनम की प्यास बूझा ,
"बेला" बोले रोते रोते 
कबर मिलोगे श्याम ?

बेला ३०-४-१९८५  ,

लोरी




   चंदना मंगाओ री ,पलना सजाओ री ,
   आज मेरे लल्ला को लोरी सुनाओ री |

  चन्दन के पलने में रेशम की डोरी ,
  गाजी की गद्दी और सोने की टोकरी 
  लल्ला सोये ,तुम साज बजाओ री |चंदना.......

 लल्ला मेरा जाए चन्दा के देस में ,
 तारों के संग खेले ;खेले बादलों में 
 चांदी के रथ को ,कोई सँवारो री |चंदना....

बेला २३-८-१९८४ 


सोचिये




    गुझरती है क्या इस दिल पर 
    खुद आप ही सोचिये 

   चल दिए बेहया की तरह ,कैसे 
   खुद आप ही सोचिए |

  देती याद ये पुरवाइया 
  बीती "बेला"पे कैसी 
  खुद आप ही सोचिये |

  बेला १-१-१९८४ 

राखन हारा





   मै तो तेरी शरनमें पड़ी नंदलाला . |
   चाहे मारे या  तारे ,तू ही है रखवाला |

       माया मोह के चक्कर में ,और दुनिया के जूठे बन्धन में
       तुझे भूल गई एक बाला ------मै तो तेरी ...

 तेरी बातें बिसराई,और बनी महफ़िल की माला 
 ले ले अपनी बांहों में तू ,;तू है राखन हारा |

  बेला १०-२-१९८४ 

વહી જાય છે




   સમયને પાંખો નથી ,
   છતાં યે એ ઊડી જાય છે .
   
  ચિત્ત તો ચંચળ બનીને
 વિચારો સાથે ઊડી જાય છે.

 કાયા પાસે કામ કરાવો ,
 નહી તો કાટ લાગી જાય છે .

માનવ !સમજ !કુદરતની કરામતને ;
નહીં તો જીવન વૃથા વહી જાય છે .

નામ-સ્મરણ ને સત્-આચાર 
ભવ સાગર પાર કરી લઇ જાય છે.

ગો લોકમાં રાધા-રમણના 
રાસમાં "બેલા"લીન બની જાય છે .

બેલા ૯ સપ્ટે.૨૦૧૨ 
૨.૦૦.એ.એમ. યુ.એસ.એ. 

બસ,હવે બહુ થયું


  
   હવે બસ,કાન્હા!
   મારી પાસે હવે શબ્દો ય નથી રહ્યાં!
   શી રીતે વિનવું ?તને .
   કેટલી અરજ ,કેટલી વિનવણી ;
   કેટલી આજીજી કરી મેં તને ?,
   કેટલા ય શબ્દોમાં !

 હવે તો શબ્દો ય ખૂટી પડ્યાં,ને 
 આંસુ ય ખૂટી પડ્યાં .
 આંખો જેઠ-વૈશાખ જેવી 
 કોરી ધાકોર થઇ ગઈ ;
ને હ્રદયમાં ધરતી જેવાં જ 
ચીરા પડ્યાં છે .

કેટલી કસોટી કરીશ ?
મારા શામળા !?
"બેલા"ની વાડી  તો સુકાઈ 
ને રહી ગયું છે ,હવે ,
          ઠુંઠું !!

બસ ,હવે  બસ .કાન્હા !
કૃપા કર મારા શ્યામ !
તારાં હેતની હેલી વરસાવી 
તારાં આલિંગનથી 
મારા દિલને અમી પિવડાવ .
      મારા વિઠ્ઠલા !!

બેલા ૭ સપ્ટે.૨૦૧૨
૫.૨૦.એ.એમ.\યુ.એસ.એ.

સખીને



મારા શબ્દોના સહભાગીઓ,આજે જીન્દગીમાં સૌ પ્રથમ જે કાવ્ય લખ્યું હતું તે આમાં લખું છું. 
શાળામાં ગુજરાતી વિષયમાં સ્વ.કવિ -જે અમારાં ગુજરાતીના શિક્ષક હતાં-; શ્રી પ્રહલ્લાદ પારેખે 
કવિતાનો એક પ્રકાર "છંદ" શીખવ્યો.ત્યાર પછી આ કાવ્ય લખ્યું.

                          સખીને (હરિગીત )

 ઓ ! આમ આ મારી સખી 
 મુજથી જતી દૂરે રહી ;
 આ પ્રેમ-સિંધુમાં મને 
 અટવાતી એ મૂકી ગઈ .

હા !કેમ હું જીવી શકું તારાં વિના મ્ધુભાષીણી ?
મારું નથી આ જગ મહીં ;કોઈ ,સખી તું ક્યાં ગઈ ?

તુજમાં રહી મારી સખી ,આ જીવનને હું ગાળતી ,
તારાં જતાં ,એ જીવનને ,આજે રહી હું બાળતી !

ના આવશો કોઈ ,મને એ આગથી રક્ષવા ,
મારે નકી જ જાવું રહ્યું ,મારી સખીની સંગમાં !

      *   *    *   *   *   *   *   *   *   *   *
તારી સમીપ આવી ગઈ છું,પ્રાણ પ્યારી ઓ સખી !
આ પ્રેમ દોર લાવી ઊભી ,મુજને અહીં એ છે નક્કી .

તુજ સાથ જીવી અહીં રહું ,એ ભાગ્ય મારું માનતી,
આ મિલનથી થઇ મુક્ત ,ક્યાંયે સખી તું ના જતી .
  
બેલા \૧૯૫૨ 

ઈંધણ



મારાં આયખામાં ઈંધણ ઓછાં પડ્યાં 
કે મારાં ચિત્તડાની આગ ગઈ ઠરી .
ચક્મકિયો પત્થરઘસી નાખ્યો તોયે ,
તિખારા એક માટે રડી !

આથમણી દશ્ય હવે આવી પુગી ,
મને મળી સંધ્યાની એંધાણી .
ચોમેર અંધકાર વળશે ઘેરી,
ને રાત વીતશે ચાંદ-તારાં વિનાની !

અંધારે અંધારે ઠેલાતી, અથડાતી ,
પૂગીશ તારે દ્વારે કેમ કરી ?
મને ઝગમગિયું દીવડું એક આલી-
કિરપા કરને વનમાળી !!

બેલા -૧૯-ઓગસ્ત૨૦૧૨૪.૨૫.એ.એમ યુ.એસ.એ.

સ્વર્ગ..ડોક્ટર.સુરેશ દલાલ ને.




આવડીક અમથી આંગળી ને 
છોડી ચાલ્યાં તમે.
શી રીતે લખાય હવે ?
પેન હાથેથી સરે !

તમારું વાક્ય ને તમારું ઓજસ ,
અઢળક  હામ દેતું અમને .
કેમ કરી ટકાવશું ?
વડીલ?,સખા?,આત્મીય ?
તમ વિના આ "કવિતા"
ને આ "ઈમેજ"પ્રકાશનને?

મન તો હતું,તમને મળવાનું ;
યુ.એસ.થી આવુંને.
       પણ 
ગોઝારો કાળ લઇ ગયો 
મુજ અભિલાષા તમ સંગે !


કૃષ્ણનાં સાનિધ્યમાં 
એનાં મોરપીંછની 
સુંવાળપ, તમને મળે 
એ જ અભ્યર્થના .

બેલા.૧૫-ઓગસ્ટ.૨૦૧૨ 
૧૨.૩૦.પી.એમ. યુ.એસ.એ.