Pages

જન્મોત્સવ


              અ 
  મારો કાનુડો આવ્યો છે ,દેવકીની કુંખે ,
  એને  વાસુદેવજી લઇ ચાલ્યાં નંદજીને ઘેરે .
  આણી પેર મથુરા ,ને પેણી પેર ગોકુળિયું ;
  વચમાં છે ,ધસમસતાં કાલિન્દીના નીર !
  કારાગારથી નીકળી ,વટાવી વિટંબણા ,
  ત્યારે આનંદ છાયો રે નંદજીને ઘેરે .

  આજની ઘડી થઇ રળિયામણી ,
  ને આલે સૌ , વ્હાલાની વધામણી .
  ગોપ ગોપી નાચંતા આવે ,
  સનકાદિક ફૂલ વેરે ,શંખ નાદે .
  સુગંધી ફૂલની બિછાત પાથરી 
  "બેલા" ય વધાવે આનંદે .!
                          બેલા-૧૬\૮\૨૦૧૪ 

          બ 

  કારાગારની કિલકારી ,
  કૂજી ઊઠી ગોકુળમાં .
  નંદ જસોદા ,બલરામ રોહિણી ;
  ઝૂમી ઉઠ્યાં આનંદમાં .
  "બેલા"ના ફૂલે સજાવ્યું છે પારણું.
  ગોપ ગોપી નાચે,દઇ દઇ વધામણાં .
                        બેલા-૧૭\૮\૨૦૧૪ 
                             ૫.૦૦.એ.એમ.

વાવડ



  વાયરો લાયો વાવડ વ્હાલમના !
  થરકી ઊઠ્યું રે તન તાલમાં !
  બાર બાર મઈના તાપે વિતાવ્યા ,
  હવે ભીંજવશે ;વ્હાલો રે, વ્હાલમાં !

  બાંધીશ વ્હાલાને પ્રીત કેરે તાંતણે ,
  જકડીને રાખીશ બથમાં -
  જાશો ક્યાં હરિ !હવે છટકીને ;
  કાજળ સંગ આંજ્યાં આંખ્યુંના રતનમાં !

  પાલવે સંતાડ્યા અને ગોરસે રીઝવ્યાં,
  પાછાં ના જાશો,હવે શામળા -
  "બેલા"બળી-ઝળી ઠું ઠું થઇ પડશે ;
  રોડવશે ,રથ તારો , વાટમાં . !


                         બેલા-૧૧\૮\૨૦૧૪
                              ૪.૧૦.પી.એમ.

સ્વ. શ્રી બચુભાઈને શ્રદ્ધાંજલિ



                            અ 

  શું ભાળ્યું એ ગગને ,કે ; 
  આમ અમથી રીસાઈ ચાલ્યાં ?!
  આવજો કહેવાય ના રોકાયા 
                અને 
  પવન-પાવડીએ ઊડી ચાલ્યાં ?! 

  થયો મેળાપ "એ" નટખટનો  ?
                   જે 
  તમને લોભાવી લઇ ચાલ્યાં ! 
                  હશે .
 હવે અમે તો વિનવીએ ;"એ"ને ,
 રાખે તમને ,શાશ્વત શાંતિમાં ;
            અને 
 નિભાવે સાથ,જો,"એ" લઇ જ ગયાં ! ! 
                            બેલા -૬\૮\૨૦૧૪ 
                                 ૫.૧૫.પી.એમ 

--------------------બ -----------
  હાથ ના છોડશો વ્હાલા ;
     હું તો આવ્યો 
  તવ હરિ રસ પીવાને .

  તવ આંગળીએ ,ને તવ પગલે ,
  હું તો ધીરે ધીરે દોરાયો ;
  તમ સંગ રાસે રમ્યો ! 

  તારી દયાથી વૈતરણી તર્યો 
                ને 
  તેં લખ-ચોરાસીથી તાર્યો 
                હવે 
  તારાં "બેલા"ના ઉપવનમાં 
  મેં તો અડ્ડો જમાવ્યો .!
                     બેલા -૬\૮\૨૦૧૪ 
                            ૫.૩૦.પી.એમ.

માગણ



  હું તો જનમ જનમની ભિખારી !
  તારે દ્વારે માંગુ ,આવી .

  અંતરનાં આગળા ઉઘાડો ,
  ને ખોલો બુદ્ધિની બારી ;
  આંખ્યુમાં આંજો દિવ્ય સુરમો ,
  જે દેખે લીલા ,તારી !

  સત્ આપો ,ને આનંદ  આપો ,
  આપો ભક્તિ તમારી ,
  જપમાળાના મણકા ગણતી 
  હું તો ,"બેલા" માગણ તારી . 
                   બેલા-૭\૮\૨૦૧૪ 
                        ૮.૫૫.એ.એમ 

झूला



  सुर के हिडोले पे झूल रही राधिका ;
  और जल के हिलोरे पे डोले घनश्याम !
  जल के तरंग संग बाज रही बांसुरिया ,
  छेड़ के अनेरी इक तान !

  कुंज वन चाहेक उठा ,मधुबन महक उठा ,
  गोप गोपी झुलात रहें ,संग राधे-कहान----सूर के ......

  दादुर ,मोर , पपीहा रे बोले ,
  कोयल गाये म्दुरे साद ;
  आनंद आनंद आज भयो है 
  "बेला"भी झूम रही ,हों के गुलतान ! ! 
                          बेला-७\८\२०१४ 
                               ११.३०.पी.एम्.

વિસ્મય



  ક્યાંથી દોડી આવ્યાં ?!
  આ શુભ્ર અવકાશમાં 
  કાળાં કાળાં ડીબાંગ વાદળાં ?!

  વર્ષાનો ઘુઘવાટ જોઈને લાગે છે ,;
  આ તો તાંડવ , તારો શિવા ! ! 

  બંધ ઘરોમાં પુરાઈને પણ ,
  તારું અસ્તિત્વ વરતાય છે .
  તું ધરતીનો મેલ ધુએ છે -- એમ ,
  મનનો મેલ પણ ધોવાય છે .

  ચીકણી માટી ચોકલેટ સમ ,
  મહેકાવે તન ને મન .:
  ચાંદીના તાર જેવી આ વર્ષા ધારા ,
  સાથ, ઉજાળે અંતર ,વીજળીના સબાકા ! 

  ધુમ્મસિયું આભ ! ને ,આછા અંધારે 
  જલતરંગની સંગ વાયુના તબલાં! 
  ધરું છું ધ્યાન તારું ,ઓ સર્જનહારા ! 
  વિસ્મિત હું છું ,દેખી તારાં બધાં ચાળા ! ! 
                           બેલા-૭\૮\૨૦૧૪ 
                                ૧૨.૧૫. બપોરે 

મેઘધનુષી



  વાયુની લહેરખી આવી,સાથ પતંગિયા રંગ રંગી લાવી .
  જાત જાતનાં ટપકાં ટીલાંની પાંખો એણે ફફડાવી .
  મન-ભ્રમર પણ ગૂંજી ઊઠ્યો ,ને નવી તાન એણે સંભળાવી .
  સુરીલું,મદીલું વાતાવરણ થયું,ને આભે વર્ષા વરસાવી .
  "બેલા"સંગ સૌ તરુવર ઝૂમી ઉઠ્યાં,ધરતીએ મહેક પ્રસરાવી .
  ધરતીની પ્યાસ બુઝી,નદી સરવર છ્લ્યા
  સૌએ સંતોષની છત્રી ઓઢી ! 
  શ્યામ !, તમે ઝૂલો મેઘ ધનુંષે ,ને અમે આંબા ડાળે .
  ઝોલાને હીંચકોળે પકડીશું ,તમને ! 
  ને થાશું અમે યે મેઘ ધનુષી ! ! ! .
                          બેલા-૯\૮\૨૦૧૪ 
                            ૬.૩૦.એ.એમ.

ધન્યતા

 

  ધન્ય થયું એ કારાગાર !
  ધન્ય થયાં વસુ-દેવકી માત !
  ધન્ય છાબડી,જ્યાં સૂતાં બાળ !
  ધન્ય કાલિંદી,જેણે પાડ્યાં પાર !

  ધન્ય ગોકુળિયું,ધન્ય નંદ જસોદા માત !
  ધન્ય ધરા પશુ પંખી રાન !
  ધન્ય ગોપ ગોપી અને  ગાય !
  જે પામ્યાં કાં'નાનો પ્યાર !

  ધન્ય પૂતના,ધન્ય અસુર જાત !
  ધન્ય યમલાર્જુન વૃક્ષ વિશાલ !
  ધન્ય કાલીય,ધન્ય સૌ સખા !
  ધન્ય પરમ સખો સુદામા રળિયાત !

  "બેલા"અભાગી,: ના મ્હેકી "એ"ને દ્વાર ! અને ,
  હજી યે નાપામી,"એ" સુખ અપાર !
  રહે ટળવળતી ,આંખે અશ્રુધાર !
  વિનવે હરિને,દર્શન દ્યોને દયાળ ! ! ! 
                          બેલા-૧૦\૮\૨૦૧૪  
                               ૮.૧૫.એ.એમ.