Pages

સુરેશ દલાલના થોડા વાક્ય




૧-જિંદગી વિષે બહુ વિચાર ન કરવો,પણ જિવાય એટલી જિંદગી જીવી લેવી જોઈએ.

૨ જિદ્દી મનને મનાવવું સહેલું નથી.એ વાતવાતમાં નીરસ થઇ જાય છે અને જીવનને નીરસ કરી મૂકે છે.મન ભરપૂર હોય તો સર્વત્ર રસ છે જ.આપણે પોતે રસાળ શેરડી થઈને અડીખમ ઊભા રહેવાનું છે અને અંદરના રસને સાચવવાનો છે.

૩-આપણાતાર મેળવેલા અને સજ્જ હોય તો સૂર પ્રકટ્યા વિના નહીંરહે.

મૂલ્ય સાચું


કવિતા.---કિરીટ બારોટની લખેલી છે.

૧-સોંપી દીધાંપાનાં બધા,ખેલવા એને પછી,
   એ ફિકર કરશે હવે,એ જીતશે કે હારશે.

૨-એક છે ઉપાય કે બહુ ખેચવું નહીં,
   બહાનું મમતનું આમ પણ ડુબાડનારુ હોય.

૩-મને ચાહો તો રણ વચે ય વાવી દો ,
અને ચાહો તો હીમશૃંગે  લગાવી દો
જીવન છું ખુદ અને હર ક્ષણ જીવું છું હું,
મળ્યા પછી,ભૂલી શકો તો ભલે ભુલાવી દો.

૪-જો મને હો ચાહવો,જેવો છું તેવો ચાહ તું
  પથ્થર છતાં છું કીમતી,એ ભરોસો રાખ તું.
  વાળ ધોળા થઇ ગયાં તો શું થયું,ચિંતા નહીં,
  ચમકતા શ્વેત હીરાનું,મૂલ્ય સાચું આંક તું.

કૂર્ગ-નિસર્ગ



લીલુડી આ ધરતી ઊપર
  ખીલ્યાં બાગ-ઉપવન 
નૃત્યનતા આ નીરની સંગે 
મ્હોરી ઉઠ્યા મન 

                   ઊંચા ઊંચા ડુંગર શોભે 
                     નીચે ઊંડી ખીણ 
                  ક્યહીં ક્યહીં તો તરુવર ડોલે 
                    ક્યહીંક્ ઊછળે નીર!

જુઓ જુઓ આ નદી દોડતી 
    સાગર-મિલનને કાજ 
ખીણ જોઈને કૂદી પડી 
      થઈને એ અધીર  મિલનની માળ 


                       ધોં .. ધોં.. ધોં..ધોધ બનીને 
                         રટે મિલન ની માળ 
                      ખળખળ ઝરણું થઈને 
                          ગાતી એનાં ગાન.

શીખો મનવા,દોડો મનવા 
   રટો હરિ-હર નામ 
સરિતા સંગે સાગરની જેમ 
પામશો હરિ હેતના ધામ!

                           "બેલા"
                         ૧૫-૧-૨૦૧૨ ૭.૩૦.એ.એમ.


મોતની હારોહાર


હાથમાં કારોબાર રાખ્યો તેં,

ને મને બારોબાર રાખ્યો તેં,

એક ડગ છૂટથી ભરી ન શકું,

ખીણની ધારો ધાર રાખ્યો તેં,

કોણ છું કોઈ દી’ કળી ન શકું,

ભેદ પણ ભારોભાર રાખ્યો તેં,

આંખમાં દઈ નિરાંતનું સપનું,

દોડતો મારોમાર રાખ્યો તેં,

શ્વાસની સાથે જ ઉચ્છવાસ દીધા,

મોતની હારોહાર રાખ્યો તેં

મનોજ ખંડેરિયા

કનૈયા


મારા અંતરની વાત તો તમે જાણો છો કનૈયા, 
મારા ધબકારની રીતે ય  તમે જાણો છો કનૈયા 
મારી મિલનની દોટ તમે જાણો છો કનૈયા
અને પગની બેડી ય તમે જાણો છો કનૈયા
શું રે કરું? ને કેમેં  આવું  હું  કનૈયા ?
'બેલાની' ખુશ્બૂ. લેજો તમે  કનૈયા



રેશમી ઋણાનુબંધ -Suresh Dalal


ગમે તેટલું મોડું થાય તો પણ જાગવાની ક્ષણ ક્યારેય મોડી નથી હોતી.જાગવું એટલે આંખ ખોલવી એવું નહિ,પણ અંદરની જાગૃતિ.
જીવનમાં કોઈક સવાર એવી ઊગે કે જયારે તમને એમ લાગે કે આપણામાંથી ઘણી બધી વસ્તુઓ ખંખેરી નાખવાની છે.
અમસ્તા પણ કોઈ દિવસ તમારા ઘરમાં નજર નાખો ઝાઝા ભાગે એમાં કામની કરતાં નક્કામી વસ્તુઓ વધારે હોય છે.આપણા શરીરની ભીતર પણ એક ઘર છે.એ ઘરને તમે આત્મા કહો કે ચૈતન્ય કહો,નામ ગમે તે આપો. આપણી ભીતર કેટલી બધીગ્રંથીઓ છે, કેટલા બધા પૂર્વગ્રહો છે.પાર વિનાના પક્ષપાતો છે.મામકા અને પાંડવોના ભેદ છે.મારું -તારું એમ કહીને ભાગલા પાડ્યા છે.આપણે અધૂરું ને અપૂર્ણ જોઈએ છીએ.આપણે ગઈ કાલના સંદર્ભમાં જ બધાને મુલાવીયે છીએ.ખરે વખતે ગ્રંથ પણ કામ નથી આવતા,કારણ કે આપણી ગ્રંથીઓ પ્રબળ હોય છે. તમે જે વાંચો છો એનો આછો અંશ પણ સમજણમાં અને આચરણમાં ઊતરે તો એનો કોઈક અર્થ છે.

ચોપડીનું નામ :રેશમી ઋણાનુબંધ -Suresh Dalal

મહાભારત



   મહાભારતનાં મંડાણ મંડાયા.

     યુદ્ધ ઘોષિત થયું.

           કારણ?

મૂળ બીજ તો મત્સ્ય-વેધ .

 પછી અંકૂરફૂટ્યો ,

સોગઠાબાજી અને દ્રૌપદીના વસ્ત્રાહરણ રૂપે.

    અંતે વૃક્ષ બની 

સોયની અણી જેટલી ધરા!!!

શું દ્વાપર? શું કલિયુગ?

વિના યુદ્ધ જીવન જ નહિ?!

                               બેલા.
                             ૩/૧/૨૦૧૨/૩.૩૦.પી .એમ .

વેધ



સ્વયંવર ખંડ શોભી રહ્યો 
  દ્રૌપદી વરમાળ ધરે,
શરત મત્સ્ય-વેધની 
  વેધે તેને વરે.

               રાજ-રાજવી બેઠાં હારી
               કર્ણ હવે નીખરે.
              પૂર્ણ બાણાવળી -શૌર્યથી ઊભરે .

     છતાંયે 
"એ સૂતપુત્રને નહીં"
દ્રૌપદી  ઉચ્ચરે .
                હૈયું વિંધાયું-મત્સ્ય જેમ તરફડે .
                રાજા નહીં તેથી બાણાવળી પણ નહિ?


        અંતે થયો વેધ!!!
              શેનો?
કર્ણના સ્વમાનનો? કે મત્સ્યનો?


            રોપાયું બીજ મહાભારતનું!

                                              બેલા
                                               ૩/૧/૨૦૧૨/૩.૦૦ પી.એમ 

श्यामसुन्दर




एक हिन्दि कविता.

                  

हे सुन्दर,मोहन,श्याम! 

   तू है मोहन, तेरा एक यही है काम.

   गोपी-राधा सब है तेरे ध्यानमे गुमनाम.

            छोड़ो व्रज्बसिओको ,तुने तो मोहा देव-काम!

            कामदेव तो खुद मोहन है,न छोड़ा उसका धाम!

 नाम मिला,  'मदनमोहन ', भले रहा तू श्याम.

काले काले फिरभी सुन्दर,मिल गया  "श्यासुन्दर'"नाम.!

                                                                 बेला /२-१-२०१२ /८.२० एम