Pages

કાનો કાળો શાને ?



મનમાં ઉભરી એક શંકા ,
નંદ-યશોદા ગોરા,કા'નો કાળો કાં ?

મા  પૂછે લાલને , આવું બન્યું કાં ?
લાલો બોલે ," જનમ ટાણે તું સૂતી રહી કાં ?
અંધારું ફરી વળ્યું , અંધારે હું આળોટ્યો, હાં ,
અંધાર-કાળખ  ચોંટી ગયું ને બન્યું તન કાળું હાં .

પણ, એકનાથજી કહે ના ના , 
માનવ હૈયું છે કાળું ,પણ,  સ્મરણ કરે જે રૂપાળું ,
કાનજી ખેંચે કાળખ  હૈયાની, 
થાય તેથી એનું રૂપ કાળું ! 

ગોપી વિચારે, રાખીયે અમ નયનમાં ,
આંજીએ કાજલ કાળું અમ  નયનમાં ,
કાળાશ લાગી એને, રમી ગયા આમ નયનમાં ! 

                         પણ 
શું બોલ્યો હૃદયેશ્વર  ક્ન્હૈયો ?
રાધે , તારું રૂપ વધારવા ,
શોભા તારી ને માન વધારવા;
હું થયો કાળો.  સૌને ભરમાવવા !
                               તો 
કૌરવ-સભામાં વદે  છે , કૃષ્ણરાય,
બનીને આવ્યો છું, તમ સૌનો કાળ;
તે કાળ-સ્વરૂપ છે ,આ મારો શ્યામ રંગ હે રાય ! 
                         હું કહું 
મારો શામળો ,કાળો કે ગોરો,
સ્મરણે રમ્યો, ને રગે છે દોડ્યો  ;
"બેલા" વલ્લરી ઝાલીને ઝૂલ્યો,
ફેલાવે ફોરી આનંદી લહેરો !   
                         18 મે  2023
                              10.50.એ એમ 

No comments:

Post a Comment