Pages

ઉત્સવ





 કોણે શોધ્યાં ઉત્સવોને ?
કેવાં ફૂર્તીલાં અને આનંદિત હશે એ જીવો ?!

ઉત્સવ એટલે ઉત્સાહ,સ્ફૂર્તિ 
ઉત્સવ એટલે આનંદમય સંમેલન ,
ઉત્સવ એટલે પ્રેમનું પ્રગટીકરણ ,
ફૂલૂ ધજા પતાકા  નૃત્ય,
સંગીત,ગાન સાથે 
ઉત્સવ એટલે હ્રદયોર્મિનું  આદાન -પ્રદાન .
આ ,ઉત્સવ શોધનાર અને ઉજવનારને  
સહ્રદય ,સાનંદ અભ્નંદન !
                        બેલા \૧૪\૧૨\૧૨ 
                          ૧૧.૪૫ એ.એમ 

ચાડિયો



 વરસોથી ઊભો છું અહીં ,
 પંખીઓને ડરાવતો .
કંઈ કેટલાંય વ્હાણા અને દાણા 
 વહી ગયાં મારાં સામેથી .
 થાકી ગયો ,કંટાળી ગયો 
એક જ જગ્યાએ ખોડાઇને !
ક્યારેક તો મને પંખીની જેમ ફરવા મળે !
                    અને 
 ચાડિયો ચાલ્યો નિજ ખેતર છોડીને .
 મળ્યા ,ગાય ,માછલી ,મધમાખી 
 પૂછ્યું રમવા ભમવા ,કિન્તુ ;
 કામગરા સૌ ,છોડી ચાલ્યાં ,એને .

થાકીને છતાં ,ખુશ ચાડિયો ,હરી -ફરી 
આવ્યો પાછો નિજ ખેતરે .- જોયું તો ;! 
ખેતર  તો લડાઈના મેદાન સમ !

ડુંડા પડ્યાં જમીન પર ,અને 
દાણા ગયેલાં ચૂંથાઈ વેરાઈ .
       બિચારો ચાડિયો ! 
રોતો ઊભો રહ્યો ,નવા વર્ષની રાહ જોતો .

ફરી પાક લહેરાયો ;ડુંડા હરખાયાં .
ચાડિયો થયો રાજી રાજી .
              બોલ્યો 
"દાણા ,કણસલાં તમે 
લ્હેરાઓ છો જ્યારે ,જ્યારે ,ટમટમતા તારામાં 
અને ,રીમ ઝીમ નાં તારાનામાં ;
મેઘધનુષી આકાશ નીચે ,
            ત્યારે 
હું રહું છું રાજી રાજી .
મારાં બાળ ! 
હવે તો નાં હટું આહીંથી .
તમે તો મારાં જીવન-સાથી .!
                    બેલા\૮\૧૨\૧૨ 
                      ૪.૦૦  પી એમ.

યુદ્ધ



માનવ જાતે યુદ્ધ અને બુદ્ધ વચ્ચે પસંદગી કરવાની છે .
 ક્ષુલલક જમીનનાંટુકડા ;
 અને આગ લગાડતા તેલના 
          બદલામાં 
 વૃક્ષો,પાણી અને શાંતિ નષ્ટ કરવાનો શો અર્થ છે ? 
 આજે માનવી 
મનની સાચી  શાંતિ ખોઈને 
કોકેન.હેરોઈન અને દારૂમાં 
 શાંતિ ખોળે છે .

વિચાર બીજ શ્રી ગુણવંત શાહની કતારમાંથી મળ્યું છે .