Pages

રજત -રજ



શરદપૂનમની શીળી રાત ,બંસીવટનો મદમાતો ઘાટ !
ઉપરથી ચાંદની રેલાય ,કદંબની ખુશ્બૂ  ફેલાય  !
જમના તટની વેળુનો ચળકાટ,ઉપજાવે હૈયે ઉન્માદ !
ગગને તારાનો ચમકાર ,કરતી રજ એનો ઉપહાસ !

હું તો બડી ભાગવાન ,મને ખૂંદે ખુદ ભગવાન !
જો,જો,સુણ આ આવી તાન,આવશે ગોપી થઇ ગુલતાન !

ઓ ! આ કન્હાની બંસી વાગી !ગોપીને મિલનની તડપ જાગી !
દોડી દોડી આવી ,સૌ ઘેલી ,ઘર ,વર ,ને છોરાં મેલી !

બંસીવટ પર જામ્યો તાલ ,એક એક ગોપી ને એક એક કાં'ન !
ઉડે રજ ,રજત સમાન ,રજ-પાયલનો ભેદ ન કળાય !

દૂર ખડી "બેલા"મુસકાય ,લેતી ,આ અણમૂલો  લ્હાવ !
વાયુ ઝોંકાએ ડોલે રળિયાત ,વેરી ફૂલોની રજત-બીછાત !
                                       બેલા\૧\૧૨\૨૦૧૪ 
                                        ૪.૩૦.એ.એમ 

બ્રહ્મનાદ



તારાં રટણનો આ વંટોળ ,ને ચિત્ત ચડ્યું ચકડોળ,
ધ્વની ઘૂમરાએ હરિ હરિને  બોલ ;નથી રહ્યો --
ચિદાનંદનો નહી કોઈ તોલ !

સંગે વાયુની ઉઠે ,રેણુંનો કિલ્લોલ ,
તાળી લેતાં .તાળી દેતા ,પોંક્યા ગગનને મો'લ !
ફોરમ પણ ના પાછી પડી ,એય વહી સમતોલ ,
ગગને ગોરંભો જામ્યો ,હરિ-ધૂનનાં ગાજ્યાં ધોળ !

દેખી ,-વાયુ,રેણુ,ફોરમનો સંગમ ,
"બેલા" ખીલી ,બથ ભરી અણમોલ .
મિલન થયું ત્રિમૂર્તિ ,વિના કોઈ તોલ-મોલ ;
બ્રહ્મનાદ ગાજી રહ્યો ,સાથે બંસી-ડમરુનાં છે  બોલ ! ! ! 
                                   બેલા\૨૯\૧૧\૨૦૧૪ 
                                     ૭.૧૫.એ.એમ.

પ્રેમ



એક મૂર્ધન્ય કવિએ લખ્યું છે :
"આ ડોસો હજી ડોસીને પ્રેમ કરે છે "
               કિન્તુ 
પ્રેમ તો શાશ્વત છે ,પ્રેમ હ્રદયમાં સમાયેલો છે ,
પ્રેમ અંતરથી થાય છે ,પ્રેમ શારીરિક સ્તરથી પર છે ;
પ્રેમ દેહ અને દેખાવથી પર છે ,પ્રેમ માનસિક અને ચૈતસિક છે .
પ્રેમ એટલે હ્રદયનું આંદોલન ,પ્રેમ એટલે મનનું મોહન !
પ્રેમ એટલે વ્હાલનો અફાટ દરિયો ,પ્રેમ એટલે અનંત વહેતા તરંગો ! 
પ્રેમ કદી ખૂટતો નથી ,પ્રેમ કદી તુટતો નથી .
હું તમને પ્રેમ કરું છું ,મારાં શ્યામ !
દેહ અને તન લથડી ગયાં ,તેથી ,
પ્રેમ સુકાયો કે સુકાતો નથી શ્યામ ! 
                 હજી યે 
ઝુકેલી,તૂટેલી બેલા પ્રેમથી ડોલે છે ;
ડાળ પાંદડાથી વછુટેલી બેલા ,હજી યે ,
પ્રેમ ભર્યા ફૂલની સુગંધ વેરે છે !
પ્રેમ બેલાને ડોસી બનાવી શક્યો નથી !
શ્યામ ! હજી યે "બેલા" તને પ્રેમથી પોકારે છે ;
હજી યે પ્રેમ ભરી બેલા તારાં ઉપર ન્યોછાવર છે .!
                             બેલા\૨૭\૧૧\૨૦૧૪ 
                                ૭.૧૫ એ.એમ. 

વાયુ ને ફોરમ



વાયુ ને ફોરમ તો એકબીજામાં સમાય ! 
કદીક વાયુ વહી જાય,તો કદિક ફોરમ ફેલાય !
ગગન અને ધરતી ,મહેકાવતા જાય ,
તેઓ તો અલખ જગાવતાં જાય !
ક્યારેક જો ક્યાં ય હરિ મળી જાય ,
તો સાહી હાથ ,ફૂદડી ફરી  જાય ! ! ! 

                      બેલા\૧૯\૧૧\૨૦૧૪ 
                          ૭.૧૦.એ.એમ. 

निकुंज




कुंज -निकुंज में हवा चल रही है ,
मन -मोहन सी महक उठ रही है !

रुनझुन रुनझुन गुंजन भँवरे की ,
तितलियाँ सारी फडफड़ा  रही है !
समा बंध गया रंग रंगी है ,
घटाओं की मर मर सुनाई दे रही है !

हवा की लहरी डाल झूला रही है ,
मद मस्त समा में गुंजन उठी है !
आहा ! मधुरी सी तान आ रही है ,
धड़कन ये दिल की तुममे समा रही है !

मेरे कान्हा ! तू यहीं कहीं है ,
तेरी लुपा-छुपी तडपा रही है ! 
दर्शन प्यासी अखियाँ रो रही है ,
तेरा  आगमन पथ वो धो रही है !

फूल "बेला" के बिछा ,अधीर हों रही है ,
हरी नाम से पलकें झपक रही है ! ! ! 

                    बेला\१९\११\२०१४ 
                       ६.४५ए.एम्. 

ત્રણ લોક



માયાલોકની તોડી જાળ ,
ઊડ્યું મન ,ગગને વિશાળ !
કર્યું ,મર્ત્યલોકથી ઉર્ધ્વગમન ;
જઈ પહોંચ્યું ,સુક્ષ્મલોક ,ધરાર !

શુક્ષ્મ્લોકની ત્રણે પૂરી ,
સરળતાથી કરી પસાર !
બ્રહ્મપુરી,વિષ્ણુપુરી ને શંકરપુરી ;
ઊડી જઈ લીધો ,બસ કરાર !

ધ્યાનસ્થ થયું ,પહોંચી બ્રહ્મલોક ,
ત્રણે લોકનો કર્યો વિહાર !
ત્રીજું લોક અર્પે સુખ અપાર ;
"બેલા" તો જડ ! ,શી રીતે ભરે ઉડાન ? ! 
                     બેલા\૧૫\૧૧\૨૦૧૪
                         ૫.૫૫.પી.એમ.      

કાયાનો --પોપટ



કાયાના પિંજરમાં બોલે ,પોપટ રામ ! રામ !

જુનું પિંજર ,કાટ લાગ્યો ,
પડ્યાં ઢીલાં ,સાંધા ને રેણ !
ક્યારે તૂટશે ,હેડ પિંજરના ;
કોણ કહી શકે છે આમ ?

કાયા લથડી ,તૂટ્યાં ટાંટીયા ,
આંખ ધુંધળી,બહેરા કાન !
ખખડી જાળી ,પડ્યાં છિદ્રો;
તૂટું તૂટું થઇ ઝોલાં ખાય !

તૂટશે પિંજર ,તૂટશે દ્વાર ,
પોપટ ઉડશે ,જપતો રામ !
"બેલા"પટકાશે ,તૂટશે મૂળ તમામ ;
તો ય લહેરાશે ફોરમ ,સરિયામ ! ! 
                  બેલા\૧૫\૧૧\૨૦૧૪ 
                      ૮.૩૦.એ.એમ.

શિયાળુ પ્રભાત



તરુની ઘટામાંથી ,ચળાઈને આવતાં ,
આ શિયાળુ સૂર્ય કિરણો !
કેસરી આભ ,લીલાં પર્ણો ,ને ,
સફેદ રવિ -લીસોટા ! 
સર્જે છે ,અનોખું ,ભવ્ય ધરા દર્શન !

       પડછાયો જુઓ ! 
નારંગી કેન્વાસમાં ચીતરેલો 
ઊભો છે ,એક કાળો ઊંચો ખંભો ,
ફેલાવ્યાં છે હાથના જાળા,ડાળી સરીખા !
જાળા વચ્ચે પાન સરીખા ધાબાં !
એમાંથી ચળાઈને આવે ધવલ રેલા ! ! 

શિયાળુ પ્રભાતનું આ ચિત્ર ;
મોહી લેતું મન ,મારાં મીત્ર !
"બેલા" ફોરતી પ્રફુલ્લ ચિત્ત ,
આની  સામે શી કિમતનું ?વિત્ત ?! ! 
                બેલા\૧૪\૧૧\૨૦૧૪ 
                    ૪.૪૫.પી.એમ.

અળવીતરુ પંખી



એક પંખીએ ગગનને પોતાનું કર્યું ! 
અને ધરતી છોડીને ઊડી ગયું .
પાંખ ફેલાવી ઊંચે ઊંચે ઉડ્યું .
ન ધરા કે તરુ તરફ કરી નજર્યું .! 

ડાળે ડાળે ઝોલાં ખાતું,કેવું મઝાનું ;
કલરવ કરતું ,શાં દુઃખે ઉપવન  છોડ્યું ? ! 
સખા-સહિયારા ,પોતાના છોડીને ;
શાને એ શુન્યાવકાશે મોહ્યું ? ! 

વીજળી સબાકે જલી જશે શું ?
વારિ-ધારે પલળી જશે શું ?
વાયુના ઝંઝોટે ખાશે અડવડિયું ! 
બાળ ! અજાણી રાહેથી વળ પાછું .

નથી ત્યાં કોઈ બગિયાની ઘટાયું ;
નથી ત્યાં કોઈ તરુવરની ડાળ્યું ,
"બેલા"એ ઝૂરી ઝૂરી,ખેરવી ફૂલ ને કળિયું !
હજી યે ના હઠ છોડી ,એ તો સાવ અળવિતરુ .! ! ! 
                        બેલા \૧૪\૧૧\૨૦૧૪ 
                            ૪.૩૦.પી.એમ.

સુખ -ઘડી



આગોશમાં ભરી પવનને ,
લીધો શ્વાસોથી અંતરમાં ઉતારી ;
ઉછળે ,હવે ,લોઢ ,હૈયાં-સાગરમાં ,
ચિત્તને દીધું છે ખળભળાવી !

આનંદના મોજાંની થપાટો ,
દિલને કિનારે પથરાઈ ,પછડાઈ !
ફીણ ફીણ થઇ ,અબરખ બન્યો --
પવન ,હૈયાને હરખાવ્યું ,ચળકાવી  !        
ચાંદા-કિરણે શીત થઇ રજ ,દીલ દરિયાની ;
અને માણી રહી ,સુખ ઘડી મિલનની !
બેલા ,ડોલી ,છેડે સુરાવલી ,
બાંસુરી છે ,એની ,પવન -પર્ણની 
                     બેલા\૧૩\૧૧\૨૦૧૪ 
                          ૭.૦૦.પી.એમ.

શી તારી ખુદાઈ



વાયુનો ઝોંકો અને મહેક સુમનની ,
સમાઈ ગયાં અંદર એકમેકની ! 
કોને  દિસે છે ?આ મસ્તી મિલનની ? ! 
પળેપળ કેવી ઝૂમે છે ,કશ્તી દિલોની .!

ખલક આખું ય વીંટળાઈ વળ્યું છે ,
ફલક પર પણ ફોરમ ગઈ છે ફેલાઈ !
ઉમંગ-સ્પંદનો ઉછળે છે તુફાની ,
થનગનાટ સૌએ ગયાં મહીં સમાઈ !
અરે ઓ ખુદા ! તુજને દઉં સલામી !
કે "બેલા"ને જતાવી તેં તારી ખુદાઈ ! ! ! 
                       બેલા\૧૩\૧૧\૨૦૧૪ 
                            ૫.૫૦.પી.એમ.

ફોરમ



અનિલમાં સમાઈ ફોરમ ,
વહેતી રહી ,અનિલ સંગ હરદમ .

અંકાશે જાય ,રેણું સંગ ઊડતી ! 
નદીઓમાં જાય ,સઢ સંગ સરતી .!
અનિલ ફોરમનો ,ફોરમ અનિલની .! 
મળ્યાં ક્ષિતિજે ,જ્યમ ,આભ ને ધરતી .! 
વાયુ સોડમનો સંગમ અનોખો .!
રાધે -શ્યામ જેવો અનુંઠો .!
જોડાયાં જોડાયાં ,તોયે, બન્ને વિખૂટાં ,!
છતાં બન્ને જઈ ,બ્રહ્મમાં સમાયા .! ! ! 
                        બેલા\૧૩\૧૧\૨૦૧૪ 
                            ૪.૧૦.પી.એમ

ભભૂત દાન



બેલા ને અનિલની અટખેલી ,
ઘૂમરાયે ,વનવને બની નવેલી ;
ફોરમ ફરકે ,સખ્ય સંગીની ,
આલિંગે ,સુમન -સુહાસીની .

બેલાને મન અનિલ અવધૂત ,
આવ્યો ,લઇ ,શ્રી સાંબની ભભૂત ;
આલિંગી બેલાને ,ને કીધી ઉપકૃત ,
સોડમ લઇ ,થયો કૃત કૃત .! ! 
                   બેલા \૧૩\૧૧\૨૦૧૪ 
                        ૩.૩૫.પી.એમ. 

મસ્તી



હવા , વાયુ , પવન ,અનિલ ,
ઝૂમે નિજાનંદે ,અને, એની
લહેરખી લહેરાવે સલિલ .
પર્ણોની સરસરાહટ ઢાળે ;
વનવગડે -ઉપવને વિજન .
કોયલ કૂકે ,મયુર કરે નર્તન ! 
મદિર મદિર ફોરમ ફેલાવે ,--
"બેલા", કરતી મંદ મંદ ડોલન .
અનિલ છવાયો ,ભરી આ ગગન ,
ઊંચે ચડ્યો ,લઇ મસ્તી ,
અને હૈયે આશ્વાસન ,
થશે હવે હરિ-દર્શન ! ! 
             બેલા \૧૨\૧૧\૨૦૧૪ 
                 ૧૧.૧૫ પી.એમ.  

બિરહા




કાન્હા ! તારું દિલ પત્થર થયું ,
આંસુ-વિનતી કશાથી ના રીઝ્યું ! 
ગોકુળને શું અળગું કર્યું ;
"બેલા"કુંજવન શુષ્ક થયું .
પાન પાન રાન રાન થયું ;
ચમન ચીમળાયેલું ઠુંઠું થયું !

તુજ વિણ હવે આ જીવન કેવું ? ! 
તુજ વિણ હવે આ શ્વસન કેવું ?! 
જીવન આ જીવન ના રહ્યું ! 
શ્વસન આ શ્વસન ના રહ્યું ! 
રહ્યું તો એક કફન રહ્યું ;
"કોઈ"ના રડ્યું એનું ચુભન રહ્યું .!
                            બેલા \૭\૧૧ \૨૦૧૪ 
                                        ૭.૪૫ પી.એમ.

ગોરું ગામ



   તન છે ગોકુળિયું ,ને મન છે વૃંદાવન !
   વૃન્દાવનમાં વસે છે ,શ્યામ.! 
   થયું ગોરું ગોકુળિયું ગામ ! 

   વ્હાલપની કુંજ ઘટા છાઈ રે ઘનઘોર ,
   દલડામાં પ્રેમનો થાયે કલશોર ;
   શ્વાસોની વાંસળી છેડે એક તાન ,
  એની સાથે પરોવાયો છે ,શ્યામ !

  હૈયાને હેતથી ઝુલાવે કાનજી ,
  આંખડીથી પાતો મધર રસપાન ;
  મોરપિચ્છ ધારીમાં મોહી ગઈ "બેલા",
  ને ,રટતી રહી , શ્યામ ! શ્યામ ! શ્યામ ! ! 
                      બેલા \૩૦-૧૦-૨૦૧૪ 
                           ૯.૩૦.પી.એમ.