Pages

ઉર્મિલાની વ્યથા



      સીતે!તું  ધરતીની પુત્રી !
      એ ધરતીની પુત્રી :
      જે પોતાની છાતી પર 
      માનવને ખેલવા દે ,પશુને દોડવા દે ,
      યુદ્ધમાં તો પડ ચિરાઈ જાય-
      યુદ્ધ-વીરોના અશ્વો-ગજોની દોડાદોડીથી .
                   અને 
      તો યે ધરતી બધું ય ખમે ;ધીરતાથી .
                   એ ધરતી 
      એ ધીરતા તારામાં ઉતારી,સીતે ! 
      
      તેં વનવાસ સહ્યો,તારાં આર્યપુત્ર સંગે ;
      તેં વિયોગ સહ્યો અશોક વનમાં ;
      તેં અગ્નિ-પરીક્ષા આપી ;
                     છતાં ય 
      રજક્ના મહેણાંથી સહ્યો વનવાસ ફરી !
                     અને 
      અંતે , પુત્રોએ રણવાસની જાજમ પાથરી ,
                     ત્યારે 
      પતિની હ્ઠ સામે નિરુપાય થઇ 
       પાછી ધરતી માં સમાઈ !.
                   પરંતુ 
      હું અને બહેન શ્રુતિ તો 
      ધરતીની પુત્રીઓ નહોતાં
                 તો યે 
     અમે પણ શાને ધખ્યાં ?
     તપ્યાં?ચિરાયા ?અમારાં આર્યપુત્રોથી?
    અમને શાને એકાંત-વાસ ?!!
    અમને પૂછ્યા કે જણાવ્યા વગર જ 
    વનવાસ કે કુટિર-વાસનો નિર્ણય?!
   બંધુપ્રેમ અને રાજ્ય-ધર્મ સામે 
     પતિ ધર્મ શાને વિસરાયો ?!!
     રાજ-કુળમાં પત્નીનું અસ્તિત્વ,-મહત્વ શું ?
      સીતે ! કહો મને .
                                        બેલા\૧૮\૯\૨૦૧૩.
                                                 ૮.૧૫.એ.એમ.
  

ગણેશ-વંદન






    સિદ્ધિ વિનાયક ગણનાયક ,
    રદ્ધી-સિદ્ધિ ,શુભ-લાભ પાલક ,
    એક દંત હે વિઘ્ન વિનાશક ,
    વંદન તુજને લંબોદર ગજ કર્ણક.
                                 બેલા\૮\૯\૨૦૧૩ 
                                    ૧૦.૩૦પિ.એમ.

શ્રી કૃષ્ણ જન્મ વિષે એક તર્ક




     









શ્રી કૃષ્ણનું જન્મ-સ્થળ કારાગાર !
     શ્રી કૃષ્ણનો જન્મ સમય મધ્ય રાત્રી !

 આ બન્ને વસ્તુ શું સૂચવે છે ?
 એમાં ગંભીર અર્થ સમાયેલો છે.

 જીવ આ ભૌતિક ભૂમિ પર આવે છે,અવતરે છે,તે ભૂમિ જીવ માટે કારાગાર છે.જીવે તો પરમ-તત્વને પામવા ઊંચા,બૌધિક અને આધ્યાત્મિક રીતે ઉડવાનું છે.જીવ આ ભૌતિક જીવનમાં સગાં-સંબંધીઓની સાંકળની બેડીથી બંધાયેલો થઇ જાય છે.દુનિયા કારાગાર અને માં-બાપ,ભાઈ-બહેન ,પત્ની-બાળકો વિગેરેના સંબંધોની સાંકળથી બનેલી બેડી વડે જીવ બંધાય છે .

   મધ્ય રાત્રી એ ભવ-સાગરની મઝધાર છે.અંધારાથી વીંટળાયેલી-અજ્ઞાનના અંધારાથી વીંટળાયેલી એ રાત્રીમાંથી પસાર થઇ જ્ઞાનનાં તેજ તરફ જવા સંબંધોની બેડી તોડી કારાગાર માંથી  બહાર આવવાનું છે .

    આ પછી યમુના પાર કરતાં સમજાવે છે.:માયાથી પર બની યમુનારુપી ભવ-સાગર (મધ્ય-રાત્રીનો અંધકાર )પાર કરવા પ્રયત્ન કરશો તો શેષ-શાયી  શેષને-  ફણીધરને-  મદદ માટે મોકલશે અને એ .વિટંબણાઓમા છત્ર ધરશે.

   નદી,ભવસાગર પાર કરી ગોકુળમાં, પરમ આનંદમાં જીવશો.
  જે જીવ આ સમજ્યો તે જીવનો ઉદ્ધાર નક્કી જ છે .

અસ્તુ .                                            


 બેલા\૭\૯\૨૦૧૩ 
  ૧૨.૩૦.પી.એમ. 

હું અને તું




   





મારી આંખોમાં વસ્યો છે તું .
   હવે સરવા ન દઉં તને હું .
   પાંપણો બીડીને બાંધી દઉં હું ,(પછી)
   જોઉં કેવી રીતે છટકે છે તું !?

   હૈયાની દાબડીમાં છૂપ્યો છે તું .
   ફેફસાની બારીઓમાં શ્વસ્યો છે તું .
   પાંસળીના પિંજરામાં પૂરાયો તું .(હવે)
   કેવી રીતે છટકી શકે છે તું !?

   મારી રસના પર રમ્યો છે તું .
   તારી નામ-જપની માળામાં ગૂંથાયો તું 
   તારી ભક્તિના રસનું પાન કરું હું .
   હવે કેવી રીતે છટકી શકીશ તું !?

  તારાં ચરણો પકડી બેઠી છું હું .
  પાલવ પાથરીને રાચું છું હું .
  તને "બેલા"ની ખુશ્બુમાં ભરી લઉં હું .
  ને મારો કાં'નો પૂછે :
 "હવે  શું કરું હું ?!"
                                બેલા\૧૬\૯\૨૦૧૩ 
                                           ૧૧.૪૫.પી.એમ. 

पुकार
















  ठगनी तेरी मया प्रभुजी 
   फंस के हुई बे हाल 
   अब तो नाथ तेरो ही सहारो 
   तू ही लगावे पार |

   जनम जनम की बंधी ये डोरी 
   करम की पड़ी है गाँठ ,
   कैसे तोडू इस जंजीर को 
   तू ही बता दे पाथ ||

   बहेती जाऊ भवसागर में 
   काम-वासना के मगर खींचे  पाँव 
   गजेन्द्र के रखवाले 
   मुझे भी दे आधार .|

   भक्ति तेरी मुक्ति देगी 
   जानू इतना सार .
   जाने कब सुनेगा मेरे अंतर की पुकार ?!
                                      बेला\३\९\२०१३\८.३०.ए.म.

ઋતુ


  







ગોકુળમાં હવે એક જ ઋતુ,
          પાનખરની !
  શ્યામ સિધાવ્યા મથુરા   ,ને,
  ગોકુલ ગામ થયું ભેંકાર .

વર્ષોનાં વા'ણા વાયા   ,    ને ,
એક દિ' ઓધાજી આવ્યાં .
પાન ખરી કુંજમાં 
 સુક્કા ભંઠ મનડા સાથે 
 રાધાજી મગ્ન ચિતરવામાં .
 જોઈ ,ઓધાજી ઓચર્યા;
 "ચરણ ક્યાં કૃષણનાં?"
પીતમુખી રાધાજી વદ્યા :-
"ચરણ હોય તો મારો કાં'ન 
      વહ્યો જાય.
નાં હોય તો સામેથી હટે  જ નહી ને ?!"
"સામે તે કાંઠે ઊભો તારો કાનુડો "
સુણી દોડી રાધા ઘેલી.
           પણ 
બે કિનારા કદિ ય મળે છે ?
             કે 
રાધાનું મિલન થાય કાં'ન સંગે ?
ફરી ખરેલા પાનનો કચુડાટ.
ફરી વળ્યો ગોકુળમાં .
                        બેલા\૧૯\૭\૨૦૧૩.
                        ૧૧.૨૫ \થાઈલેન્ડ \૧૦૨૫ ઈન્ડીયા