Pages

કાળની ઝપ્પી




      ભૂતકાળ !! 

ભૂતકાળ એટલે વીતી ગયેલો સમય !એ ગત સમયમાં કેટકેટલાંસંસ્મરણો છુપાયેલાં હોય છે ?!કેટલાંક કડવા,કેટલાંક મીઠાં .!
  મારું માનવું છે કે ;કાળની ગર્તામાં સમાઈ ગયેલા અનુભવોને વાગોળીને ખોતરવા ન જોઈએ 
હા ,સુખદ સંસ્મરણો જરૂરથી યાદ કરી એ સુખદ પળોને ફરી માણી લેવી જોઈએ ;પરંતુ દુ:ખદ સ્મરણો તો ભૂલી જવા જ બહેતર છે.એ દુ:ખદ ભૂતકાળ વાગોળીએ તો ભૂત વળગે .!દુ:ખનું ભૂત ,વૈરાગ્નીનું ભૂત ,ખુન્નસનું  ભૂત ,બદલાનું ભૂત ,અને પછી,અબોલા ,કાંવતરાઓની  શૃંખલાનું ભૂત.! ભૂત ,ભૂત અને ભૂત .જિંદગીને કડવી અને શુષ્ક કરી એને જ માત્ર જીવવાનું લખ્ય બનાવી દે ,આ બધાં ભૂત .!માટે ભૂતકાળ કદી વાગોળવો નહીં .ભૂતથી બચવું હોય તો સુખદ સંભારણા યાદ કરી મનને ખુશીથી ભરી લેવું .
           દ્યો ધકેલી પીડા દુ:ખની ,સુખને દ્યો પ્યારી ઝપ્પી ,
           પળેપળ જીવનની રહેશે ,ખીલખીલતી ,મઘમઘતી .
                                                 ૬-૧૨-૨૦૧૩ 
                                                      ૯.૩૦.પી.એમ.

અંધારા--અજવાળાં



     જીવન સરિતા જાય સરતી,
     તટ પર બેઠો જટાળો જોગી ;
     મંત્ર-જાપથી ગુંજે તન-દેરી ,
     ઝગવી અંતર-જ્યોત ધ્યાન ધરી.

     છૂટી ગાંઠ ,જોગી-જટાની ,
     તમસ તૂટ્યું,જ્ઞાન-દીપથી ;
     આતમ રાચે, ઈશ સાયુજ્યથી ,
     વધાવે,શ્યામ-કૃપાને,"બેલા"થી .
                        બેલા\૧૪\૧૧\૨૦૧૩.
                              ૯.૧૫પિ.એમ. 

પાઘ કેસરી



                ખળ ખળ વહેતી નદી ,
           તટ પર નાની શી દેરી ;
           આંગણિયામાં "બેલા"ની વાડી ,
           તુલસી ક્યારે ઝગે શગ દીવાની .

            ઘંટનાદ પડઘાય વાયુથી ,
            મંદિર ટોચે ધજા ફરફરતી ;
            ઝૂમે, ઘૂમે,હવાના સંગથી ,
            સદા રહો અનુકૂળ -સંદેશ એ દેતી .

            રમ્ય તટ ,શાંત દેરી ,
            શીત પવનની લહેરી ;
            શોભે આ સંધ્યા સલૂણી ,
            ત્યારે, બજાવે શ્યામ બસરી ,
            પહેરી પાઘ કેસરી !

                          બેલા\૧૧\૧૧\૨૦૧૩ 
                               ૮.૧૦.એ.એમ . 

ચીંથરેહાલ

 

       હું તો કાગળીયા લખી લખી થાકી !
       હું તો કહેણ મોકલીને ય થાકી !
       હું તો વાટડી જોઈને ય થાકી !
          થાકી!    થાકી !     થાકી !

       હવે આ "બેલા" ન ડોલે છે ,
       હવે આ "બેલા" ન ઝૂલે છે ;
       હવે અનિલ સંગે ન ફોરે છે ,
       હવે ન સ્પંદન ,હવે ન ક્રંદન ,
       હું તો જડવત ઊભી !
          ઊભી !      ઊભી !     ઊભી !

      અણિયાળા પ્રશ્નો ચૂભે છે ,
      વક્ર વાણી જગની ભેદે છે ;
      પ્રેમની પ્યાસી પર લોક હસે છે ,
      ચીંથરેહાલ હું ઘૂમું છું :
      અંતર નાખ્યું ફાડી !
           ફાડી !     ફાડી !     ફાડી !
                           બેલા \૧૧\૧૧\૨૦૧૩ 
                                    ૧.૩૦.એ.એમ.

પ્યાસા નયણાં




  નયણાં તવ દર્શનનાં પ્યાસા,
  વાટ જોઈ જોઈ થાક્યાં.

  અનિલની લહેરખી આવે ,
  તુજ બદનની ખુશ્બૂ લાવે ;
  હૈયામાં એક આશ જગાવે,
  મારાં પુણ્ય હવે આ ફળ્યાં.......નયણાં..

 મેઘધનુમાં તુજને નીરખું ,
 વીજ -ઝબકારે હું યે સબકુ ;
 વર્ષાનાં ફોરાથી થરકું ,
 પુરાશે ટમટમતી  મુજ આશા ....નયણાં..

 ઋતુ ચક્રનાં ચકરાવે ચઢી ગઈ ,
 દિન-માસ ને વરસો ગયાં વહી ;
 ભૂલ્યાં તમે મુને મિલન વેણ દઇ !
 આવી પહોંચી જીવન-સંધ્યા ....નયણાં ....

 આવો હરિ ! હવે આવો હરિ !
 પાંપણમાં વસી જાઓ હરિ !
 "બેલા"નાં ફૂલની સુવાસ યે ગઈ ;
 જીવનનાં સુક્કાં ઉપવનમાં.નયણાં ..
                       બેલા \૧૦\૧૧\૨૦૧૩ 
                            ૮,૦૦ એ.એમ. 

સ્વ. શ્રી વિનોદભાઈને


      

   હાથ થામવા તૈયાર હતાં અમે ,
   છતાં ય તરછોડ્યા અમને ? ખરા છો તમે !!

   એટલી શી ઉતાવળ હતી ? કે ;
   "આવજો" કહ્યા વગર જતાં રહ્યાં ? ખરા છો તમે !!

    ખબર છે ,વિષ્ણુ-વાહન ઉભું હશે ;
    પણ ,અમે ય ઉભાં જ હતાં ને? ખરા છો તમે !!

    ન આંખ મિલાવી, ન હાથ ,આમ જ ;
    હૈયાને હાથ-તાળી દઇ દીધી ?ખરા છો તમે !!

                                    બેલા 
                               ૧૧\૧૦\૨૦૧૩ \૬.૩૦.પી.એમ.

ધૂન




     જય જય શ્રી રાધે ,જય જય શ્રી રાધે 
     રાધે રાધે જપો જય જય શ્રી રાધે .

     વૃષભાન સુતા લાડલી રાધે 
     કૃષ્ણ-પ્રિયા જપો સાંવરી રાધે ,
     જપો નામ જય જય શ્રી રાધે રાધે 
     પાઓ શ્રી કૃષ્ણ જપી રાધે રાધે.-----જય જય શ્રી ...

     દીએ શાંતિ ,જાપ રાધે રાધે ,
     દીએ આનંદ, જાપ રાધે રાધે ,
     જપો નામ જય જય શ્રી રાધે રાધે ,
     "બેલા"ના ફૂલે વધાવો શ્રી રાધે ----જય જય શ્રી .....
                                     બેલા \૧૨\૧૦\૨૦૧૩\૭.૧૦.એ.એમ.

પીડા



     દ્વારિકાધીશ  બેઠા છે,મહેલના  ઝરુખે .
     દૂર દૂર  સૂની  નજરો  ઢુંઢે  છે ;:
     બચપણની સુવર્ણ ઘડીઓ .

     એ વૃંદાવન !એ કુંજગલી !
     એ જમના અને એ ,
     ગોપીઓ સાથેની અટખેલી  !

     કહે છે બધાં  ય સુનાપનમાં -
      --યંત્રવત  જીવે છે .
     સહુથી વધુ સ્તબ્ધ જીવન છે ;
               રાધાનું .!
               પરંતુ :
      મારી વ્યથા કોઈ જાણે  છે ?
      મારો પ્રેમ ,મારો આનંદ ;
      મારો રાધા સાથેનો સ્નેહ ;
      શી રીતે એ બધું ત્યજ્યું મેં ?

      મારી પ્રિય વાંસળી ય  
      આપી દીધી રાધાને ,
      એ આશાએ કે એની ફૂંકથી 
      મારા શ્વાસમાં રાધાનો શ્વાસ ભળી જશે .!


     વર્ષોનાં  વ્હાણાં  વાયાં ,
     કર્મ -ધર્મને સમર્પિત ,એવો હું ,
     મનની પીડા છુપાવીને જીવ્યો હું .

     હવે સમય આવી ગયો છે ,રાધાને મળવાનો ;
     આ પીડા શમાવવાનો .

      "મહારાજ ! સભાનો સમય થઇ ગયો છે ""
                 કહેણ  આવ્યું;
      અને કૃષ્ણ કન્હૈયામાથી  ફરી 
      દ્વારિકાધીશ બની ગયા .!!!

બેલા
૩-ઓક્ટોબર, ૨૦૧૩

વિનાશક વારિધારા


        ઘનઘોર ઘેરાયેલું ગગન ગગન !
        લીલી ઓઢણી  ઓઢી હરખાતી ધરતી !
        એનું મિલન કરાવે ;વરસતી વારિ ધારા .!

        જુઓ ,જુઓ , ચાતક નાચે ,અમી-બિંદુના પાન થકી હરખી ;:
        મોર ગહેકે  ,પપીહા કૂજે  ,વીજળી આ નૃત્યન્તી !
        હરખાવે સૌને આ અમી વારિધારા !

          અરે !! આ  શું ?ચમકી વીજળી  ને 
          અંજાયું આકાશ !
          ધરતી  ચિરાઈ  તેજથી 
          અને થઇ સાંબેલા ધાર !! 

        પુર ઉમટયા ,નદી -પર્વતે ,
         ભેખડ -ગામ તણાયા !
         સુદર સુંદર મનમોહક 
         આલ્હાદક ---બની વિનાશક :!
         અરે ,! આ વારિ ધારા .!!! 
                                 બેલા \24\9\2013.

મારો પ્રેમ



     હું તને પ્રેમ કરું છું કાન્હા .!
     એવો પ્રેમ ;જેમાં આપવા કે 
     મેળવવાનું કશું નથી .

     તારા માટેનો  મારો પ્રેમ 
     મારા હ્રદયમાં છે ;
     મારા મનમાં છે :
    એ પ્રેમ રક્ત બની 
    મારી   નસોમાં  નસોમાં વહે છે 
    મારા શ્વાસમાં શ્વસે છે શ્યામ !

   આ પ્રેમથી હું મુક્તિ કે મોક્ષ 
    બેમાંથી એકે ય ઝંખતી નથી ,
   તું મારાથી દૂર  રહે કે નજીક 
   હરઘડી તારી યાદ કે તારા જાપ 
   હું કરું કે નહી ;----પણ ---
   જે ક્ષણે હું ઘોંઘાટથી અલિપ્ત હોઈશ ,
   તે દરેક ક્ષણે તું ,
    મારી આંખોના પોપચા પર 
    અને મારા હ્રદયના ધબકારમાં 
    તારી અનુભૂતિ પામીશ હું .
    આ મારો શાશ્વતી પ્રેમ છે શ્યામ !
    મારી દરેક ક્ષણ દુન્યવી ઘોંઘાટથી અલિપ્ત જ છે ,શ્યામ .!
                                                બેલા 24 \9\ 2013 

છત્રીની વ્યથા



       






મારી  છત્રી ટુરીસ્ટ  બસમાં રહી ગઈ રાતભર ,
      ત્યારની એની વ્યથા 

      મેરા છાતા  મુઝસે બિછડ  ગયા 
      ઔર  રાતભર રોતા રહા :
      ઉસકે આંસુ દેખકે 
      આસમાં ભી રો પડા !

             રાતભર જોરદાર વરસાદ આવ્યો હતો . 

     "હાયે, કયું એ દૂરિયાં  ?"બોલે મેરા 
     "મુઝે મેરા દિલબર મિલા દો  "કહે મેરા છાતા .
                    ઔર લો !!
     સુબહ કી કિરણે ,લઈ ઉમ્મીદ  મનમેં ,
     "અબ મેરા દિલબર મિલેગા 
      અબ નાં વો ભીગ જાયેગા "
     હર્ષાશ્રુ બહાવે ઔર નાચે મેરા છતાં .!!
                                   બેલા \23\9\2013 

મનીષા




    શ્યામ ! 
   તારો મેઘઘટા જેવો રંગ .!
   વીજળીની ચમક જેવું હાસ્ય !
   વારિધારા  જેવી કૃપાધારા !
   બની રમમાણ તુજ ભજનમાં ,
   પામીશ આશિષ તારાં  !
   ઉરની એ એક જ મનીષા !!
                    બેલા\4\9\2013 

ઉર્મિલાની વ્યથા



      સીતે!તું  ધરતીની પુત્રી !
      એ ધરતીની પુત્રી :
      જે પોતાની છાતી પર 
      માનવને ખેલવા દે ,પશુને દોડવા દે ,
      યુદ્ધમાં તો પડ ચિરાઈ જાય-
      યુદ્ધ-વીરોના અશ્વો-ગજોની દોડાદોડીથી .
                   અને 
      તો યે ધરતી બધું ય ખમે ;ધીરતાથી .
                   એ ધરતી 
      એ ધીરતા તારામાં ઉતારી,સીતે ! 
      
      તેં વનવાસ સહ્યો,તારાં આર્યપુત્ર સંગે ;
      તેં વિયોગ સહ્યો અશોક વનમાં ;
      તેં અગ્નિ-પરીક્ષા આપી ;
                     છતાં ય 
      રજક્ના મહેણાંથી સહ્યો વનવાસ ફરી !
                     અને 
      અંતે , પુત્રોએ રણવાસની જાજમ પાથરી ,
                     ત્યારે 
      પતિની હ્ઠ સામે નિરુપાય થઇ 
       પાછી ધરતી માં સમાઈ !.
                   પરંતુ 
      હું અને બહેન શ્રુતિ તો 
      ધરતીની પુત્રીઓ નહોતાં
                 તો યે 
     અમે પણ શાને ધખ્યાં ?
     તપ્યાં?ચિરાયા ?અમારાં આર્યપુત્રોથી?
    અમને શાને એકાંત-વાસ ?!!
    અમને પૂછ્યા કે જણાવ્યા વગર જ 
    વનવાસ કે કુટિર-વાસનો નિર્ણય?!
   બંધુપ્રેમ અને રાજ્ય-ધર્મ સામે 
     પતિ ધર્મ શાને વિસરાયો ?!!
     રાજ-કુળમાં પત્નીનું અસ્તિત્વ,-મહત્વ શું ?
      સીતે ! કહો મને .
                                        બેલા\૧૮\૯\૨૦૧૩.
                                                 ૮.૧૫.એ.એમ.
  

ગણેશ-વંદન






    સિદ્ધિ વિનાયક ગણનાયક ,
    રદ્ધી-સિદ્ધિ ,શુભ-લાભ પાલક ,
    એક દંત હે વિઘ્ન વિનાશક ,
    વંદન તુજને લંબોદર ગજ કર્ણક.
                                 બેલા\૮\૯\૨૦૧૩ 
                                    ૧૦.૩૦પિ.એમ.

શ્રી કૃષ્ણ જન્મ વિષે એક તર્ક




     









શ્રી કૃષ્ણનું જન્મ-સ્થળ કારાગાર !
     શ્રી કૃષ્ણનો જન્મ સમય મધ્ય રાત્રી !

 આ બન્ને વસ્તુ શું સૂચવે છે ?
 એમાં ગંભીર અર્થ સમાયેલો છે.

 જીવ આ ભૌતિક ભૂમિ પર આવે છે,અવતરે છે,તે ભૂમિ જીવ માટે કારાગાર છે.જીવે તો પરમ-તત્વને પામવા ઊંચા,બૌધિક અને આધ્યાત્મિક રીતે ઉડવાનું છે.જીવ આ ભૌતિક જીવનમાં સગાં-સંબંધીઓની સાંકળની બેડીથી બંધાયેલો થઇ જાય છે.દુનિયા કારાગાર અને માં-બાપ,ભાઈ-બહેન ,પત્ની-બાળકો વિગેરેના સંબંધોની સાંકળથી બનેલી બેડી વડે જીવ બંધાય છે .

   મધ્ય રાત્રી એ ભવ-સાગરની મઝધાર છે.અંધારાથી વીંટળાયેલી-અજ્ઞાનના અંધારાથી વીંટળાયેલી એ રાત્રીમાંથી પસાર થઇ જ્ઞાનનાં તેજ તરફ જવા સંબંધોની બેડી તોડી કારાગાર માંથી  બહાર આવવાનું છે .

    આ પછી યમુના પાર કરતાં સમજાવે છે.:માયાથી પર બની યમુનારુપી ભવ-સાગર (મધ્ય-રાત્રીનો અંધકાર )પાર કરવા પ્રયત્ન કરશો તો શેષ-શાયી  શેષને-  ફણીધરને-  મદદ માટે મોકલશે અને એ .વિટંબણાઓમા છત્ર ધરશે.

   નદી,ભવસાગર પાર કરી ગોકુળમાં, પરમ આનંદમાં જીવશો.
  જે જીવ આ સમજ્યો તે જીવનો ઉદ્ધાર નક્કી જ છે .

અસ્તુ .                                            


 બેલા\૭\૯\૨૦૧૩ 
  ૧૨.૩૦.પી.એમ. 

હું અને તું




   





મારી આંખોમાં વસ્યો છે તું .
   હવે સરવા ન દઉં તને હું .
   પાંપણો બીડીને બાંધી દઉં હું ,(પછી)
   જોઉં કેવી રીતે છટકે છે તું !?

   હૈયાની દાબડીમાં છૂપ્યો છે તું .
   ફેફસાની બારીઓમાં શ્વસ્યો છે તું .
   પાંસળીના પિંજરામાં પૂરાયો તું .(હવે)
   કેવી રીતે છટકી શકે છે તું !?

   મારી રસના પર રમ્યો છે તું .
   તારી નામ-જપની માળામાં ગૂંથાયો તું 
   તારી ભક્તિના રસનું પાન કરું હું .
   હવે કેવી રીતે છટકી શકીશ તું !?

  તારાં ચરણો પકડી બેઠી છું હું .
  પાલવ પાથરીને રાચું છું હું .
  તને "બેલા"ની ખુશ્બુમાં ભરી લઉં હું .
  ને મારો કાં'નો પૂછે :
 "હવે  શું કરું હું ?!"
                                બેલા\૧૬\૯\૨૦૧૩ 
                                           ૧૧.૪૫.પી.એમ. 

पुकार
















  ठगनी तेरी मया प्रभुजी 
   फंस के हुई बे हाल 
   अब तो नाथ तेरो ही सहारो 
   तू ही लगावे पार |

   जनम जनम की बंधी ये डोरी 
   करम की पड़ी है गाँठ ,
   कैसे तोडू इस जंजीर को 
   तू ही बता दे पाथ ||

   बहेती जाऊ भवसागर में 
   काम-वासना के मगर खींचे  पाँव 
   गजेन्द्र के रखवाले 
   मुझे भी दे आधार .|

   भक्ति तेरी मुक्ति देगी 
   जानू इतना सार .
   जाने कब सुनेगा मेरे अंतर की पुकार ?!
                                      बेला\३\९\२०१३\८.३०.ए.म.

ઋતુ


  







ગોકુળમાં હવે એક જ ઋતુ,
          પાનખરની !
  શ્યામ સિધાવ્યા મથુરા   ,ને,
  ગોકુલ ગામ થયું ભેંકાર .

વર્ષોનાં વા'ણા વાયા   ,    ને ,
એક દિ' ઓધાજી આવ્યાં .
પાન ખરી કુંજમાં 
 સુક્કા ભંઠ મનડા સાથે 
 રાધાજી મગ્ન ચિતરવામાં .
 જોઈ ,ઓધાજી ઓચર્યા;
 "ચરણ ક્યાં કૃષણનાં?"
પીતમુખી રાધાજી વદ્યા :-
"ચરણ હોય તો મારો કાં'ન 
      વહ્યો જાય.
નાં હોય તો સામેથી હટે  જ નહી ને ?!"
"સામે તે કાંઠે ઊભો તારો કાનુડો "
સુણી દોડી રાધા ઘેલી.
           પણ 
બે કિનારા કદિ ય મળે છે ?
             કે 
રાધાનું મિલન થાય કાં'ન સંગે ?
ફરી ખરેલા પાનનો કચુડાટ.
ફરી વળ્યો ગોકુળમાં .
                        બેલા\૧૯\૭\૨૦૧૩.
                        ૧૧.૨૫ \થાઈલેન્ડ \૧૦૨૫ ઈન્ડીયા 

બેલા સંગ્રહ















૧----ચૈતન્યમ પૂર્ણ આનંદમ 
        સ્મરામિ શ્યામ એકોત્વામ 
        નમામી ત્વામ ચૈતન્યમ 
        મોક્ષ આનંદ સાગરમ .

૨-----ધરતી અને આકાશ 
         એક થતાં જોયાં
         સાગર અને આકાશ 
         ભેટી જતાં જોયાં 
                ક્ષિતિજે 
          કોણ કોનામાં ભળ્યું ,ના સુઝ્યું ;
          દૂર રહી જાણે ;બે આત્મા 
                 એક થયા !
           કેટલું અગમ્ય સત્ય!!
           છતાંય અસત્યનો ભાસ થતો  
                     જુદાઈનો .
           એથી જ જાણે અસત્યમાં 
           સત્ય છુપાઈ બેસી રહ્યું :
            દેહમાં આત્મા સમું !!


૩----હું આકાશ અને તું ધરતી,મને યુગ યુગથી તું ગમતી 
       હું ઝૂરતો રહું વિરહમાં ,ને રડતો રહું ,તું ઝીલતી 
       હું ગગન બન્યો તું રેતી ,મને કણ કણથી તું ગમતી 
       હું ઊંચે રહું અનંતે ,તું  ચરણો રહી પખાળી 
       હું હળવે રહી ઉતરતો. મને ક્ષિતિજ પર તું મળતી 
       હું એકોહમ જ્યાં તુજમાં ,તું ગંગા થઈને વહેતી .


૪-----ઘણી આવી વસંત,પતઝડ પણ વહી જશે, 
         પ્રિયે પ્રણય મારો,અચલિત એમ જ રહેશે .

         નદી બની વહી રહે ,પૂર બને , સુકાઈ સાગર જશે;
         પ્રિયે પ્રણય કિનારો બની ,અચલ એમ જ રહેશે .

         આ શરીર ,યૌવને કે વૃદ્ધ થઇ, રહે કે નહી રહે ;
         પ્રણયી આત્મા તો પ્રભુમય બની ,અચલ એમ જ હશે .
----------------------------------------------------------------------------------

આ મેં ક્યારેક વાંચ્યું હશે અને ઉતારી લીધું છે. :કોનું લખેલું છે તે ખબર નથી 

મા શારદાને




   શ્વેત કમળમાં સ્થિત 
   શ્વેત વસ્ત્રોમાં શોભિત 
   જેના હસ્તે વીણા સ્થિત 
    બ્રહ્માદિ દેવના વંદિત 
   તે મા શારદાને ચરણે 
   હું આશ્રિત આશ્રિત !

             બેલા\૨જુન્\૨૦૧૩\૧.૩૦\પી\એમ 

મનીષા




   કૃષ્ણ ! ચરણે તવ નમું નિરંતર ,
   મદનમોહન !હે ગિરિધારી !
   તુજ દર્શન પર વારિ જાઉં ,
   હે મુરલીધર,!બનવારી !

   વંકાયેલા મુખ પર શોભે ,
   મુકુટ ,મોરપિચ્છ-ધારી !
   હાથો માં સોહે છે કંકણ ,
   મનમોહન હે ત્રિપુરારી !

   વૃદાવનમાં બંસીબટ પર .
   બંસરીમાં એક ફૂંક મારી !
   ગોપ-ગોપી સંગ રાસ રચાવ્યો ,
   વચમાં સોહે રાધા દુલારી !

   "બેલા" મુગ્ધ બનીને નીરખે ,
    ઓ કાન્હા ! લીલા તારી !
    બની રમમાણ તુજ ભજનમાં ,
    પામીશ કૃપા ,ઓ મનહારી !

                     બેલા\૩૧\૫\૨૦૧૩\૩.૪૫.પી.એમ.

ગરૂડાધીશ




    તારે દેશ આવવા 
    મારો પાસપોર્ટ તો તૈયાર જ છે 
    મારા શામળા !
    તારા વિસાની વાટ જોઉં છું:
    તારો દૂત થાપો મારે એટલીવાર !
    તું ગરુડે ચડીને લેવા આવીશને ;
    મારા શામળા ?
    વિમાન વિના તો કેમ અવાશે ?
    તારા ગરુડની મજબુત પીઠ ઉપર 
    હું સહેલાઈથી સમાઈ જઈશ ;
    તારો હાથ થામીને  !

    એંધાણીઓ  આપી આપી આમ તડપાવીશ માં ;
    મારા શામળા !
    મારે તો રુમઝુમતા ,"બેલા"નાં ફૂલથી તારી સાથે રમતા રમતા 
    તારે દેશ આવવું છે ;
    માટે તો પાસપોર્ટ,પેટી ,બધું ય તૈયાર રાખ્યું છે;
    મારા શામળા!
    બસ ,ગરુડની પાંખોના ફફડાટની વાર છે .
                                       બેલા\૨૧\૪\૧૩\૧૧.૫૫પિ.એમ. .