Pages

પ્રાર્થના


 ૨૦૦૯મા લખેલી એક પ્રાર્થના 
     
 હે કૃષ્ણ,આ જીવ એટલું જ ઈચ્છે છે કે મન ની એક એક વૃત્તિ ,એક એક સંકલ્પ આપનાંચરણ કમલોનો જ આશ્રય કરીને રહે. આપની સેવા કરવા માટે ઉઠે અને તેમાં જ લાગી રહે. વાણી નિરંતર  અપના નામોનું ઉચારણ કરતી રહે અને શરીર આપનેપ્રણામ કરવામાં ,આપની આજ્ઞા નું પાલન કરવામાં અને આપની સેવામાં લાગી રહે. મોક્ષની બિલકુલ એષણા નથી. આપ ભગવાનની મરજી થી અને આ જીવનના કર્મો અનુસાર જે કોઈ યોનીમાં આ જીવનો જન્મ થાય, તે તે જન્મમાં જીવ શુભ આચરણ કરે, દાન કરે અને તેનું ફળ એ જ મળે કે આપનામાં આ જીવની પ્રીતિ ઉત્તરોઉત્તર વધતી જ રહે.

સ્ત્રી માતા છે




 કહેવા માટે તો કહી દીધું ;
               કે


 સ્ત્રી માતા છે -જગત  જનની છે,
 ઘરની લક્ષ્મી છે
        પરંતુ
પગની જુતી પણ ગણી છે સ્ત્રીને!
         અને
નરકની ખાણ પણ કહી છે સ્ત્રીને!

         પગરખા વગર
 કંકર, કાંટાથી કેમ બચાવશો પગને?
ડાયાબીટીશ હશે તો
ગેન્ગરીનથી કેમ છૂટશો ?

          નરકની ખાણ છે
                     તો
             એ ખાણ ને પામવા
         રેડ લાઈટમાં આંટાશા માટે?
 માણ્યા પછી ખાણ ને વગોવવી  શા માટે?

સ્ત્રી સહનશક્તિ છે;
સ્ત્રી સમતાની મૂર્તિ છે ;દેવી છે ;
દેવી એક હદ સુધી -પોતાના અપમાન ની
           ક્ષમા આપે છે-
હદ બહાર જાય તેને આગવા અંદાજમાં
યોગ્ય "સરપાવ" આપે છે
             જે
જિંદગીભર યાદ રહી જાય છે.
                                          

 બેલા
 ૨૦-સપ્ટેમ.૨૦૧૧ રાત્રે ૧૦.૨૫-યુ .એસ.એ .

બેલા મહેકી ઉઠશે

                    


                                                                                                             
 બુદ્ધિના બારણાં ઉઘાડો  
   અને
 મન ની બારીઓ ખોલો ;

 કૃષ્ણ -કૃપાની લ્હેર તમને લહેરાવશે.



   માયાના આવરણ હટાવો 
    આંખોના પડદા (પડળ) ઉઠાવો;
      અને
    જ્ઞાન-દીપના તેજ વધાવો
 .
ઈશ તો ઉભાજ છે,
આશિષની મુદ્રામાં.
નામો સ્વ અર્પણથી
       અને
પામશો, પરમ પવિત્ર શાતા
.
 ફૂલો ખીલી ઉઠશે
  દિલના બાગમાં
   અને
   બેલા મહેકી ઉઠશે
         મધુવનમાં .

              બેલા
    ૧૮\સેપ્ટ .૨૦૧૧
          ૧૦.૪૫ સવારે

બેલા સંગ્રહ -૧


પગથીયું એટલે
આગળ જવાની એક શક્યતા
ને
પાછા ફરવાની એક સંમ્ભાવના
જો,
મારે તને પગથીયું બનાવી
નથી વધવું આગળ _
ભલે,
વીતી જાય આ જન્મારો.
પગથીયું હોઈ છે દીવો
અંધકારમાં મુઝાયેલા માટે
અને હોય છે મદદનો  હાથ
ખુબ દુર પહોચવાની આશા માટે.
અધ્વ્ચેનું પગથીયું તૂટી જાય
ત્યારે,
"ઉપર" માટે જન્મે છે અનાસ્થા
ને
"નીચે"  માટે જન્મે છે નિરાશા.
                                      હર્ષદેવ માધવ

ઝુકેલી ડાળ





તસ્વીર -અનિલ શુક્લ


એક દિવસ હું બહાર બેઠી હતી ત્યારે આ મનમાં આવ્યું.
ઝુકેલી આ ડાળ
ઝૂલી ઝૂલીને સ્વાગત કરે છે.
આવકાર આપે છે,
ડોલી પવનમાં.
              આવો, બેસો અહી,
              શાંતિ માણો
             કુદરતના સાનિધ્યમાં. 
બેલાની સુવાસે 
થાશે તરબતર 
શ્વાસ તમારા. 
             અને, 
અંતરમાં દર્શન થાશે 
                પ્રભુના. 
અને, 
ગણગણશો પદ મધુરાં,
આવો ,આવો,ઝૂમો સંગે અમારા.
                      બેલા 
                ૫-૯ -૨૦૧૧ 
               ૯.૪૫ સવારે.

જીર્ણ પર્ણ

તસ્વીર-અનિલ શુક્લ 


દીઠું મેં એક જીર્ણ પર્ણ
અને સુઝ્યું મને દેખી અને એના વ્રણ

આ જીર્ણ થયેલું પાંદડું
માનવ -જીવન સમ લાગતું

કુપળ ફૂટે -ગુલાબી ;હસતું લાગે પાંદડું
બાળક સમ ગુલાબી હસતું રમતું લાડલું

જુવાનીના મધ્ય કાલે લીલી લીલી જીંદગી
વ્રુક્ષ ફૂલેફાલે એની   લીલી ઘટા ટોપ પલ્લરી

પલ્લવ ની  પણ હાલત બુરી રીતે ખવાયેલી
જરાવસ્થા ,જીર્નાશીરના કાયા કોરાયેલી

અંતે ધરા પર પડી માટીમાં મળવાની 

બંનેની કેવી આ સાયુજ્ય જેવી જિંદગાની!


                             26th  ઓગસ્ટ ૨૦૧૧


                                 બેલા