Pages

શ્રવણમાંથી લેખન

 મેં સાંભળ્યું અને ગમવાથી અહીં લખ્યું. 

   વરસાદથી થતી ધારામાં પાન , ફૂલ, ઘાસ બધું એક સાથે વ્હેતાં  જાય છે અને તેમાં જ્યારે ફાંટો પડે છે ,કે , બીજી ધારા જોડાય છે , ત્યારે , પેલાં પાન , ફૂલ ઘાસ  વિગેરે છૂટાં પડી જાય છે . એ જ રીતે  આ સંસારની ધારામાં સર્વ સગાં -સંબંધી જોડાય છે અને બીજી ધારા આવતાં વિખૂટાં પડી જાય છે . બુદ્ધિમાન યુક્તિ મૃત્યુ સમયે ગભરાતી નથી. એણે  જીવનમાં પરિવર્તન જોયાં છે . બાળપણથી બુઢાપા સુધીના દેહ પરિવર્તન થાય છે પ્રત્યેક દિન આ દેહ મરતો જાય છે આ સંસારને ગીતામાં મૃતસંસાર સાગર કહ્યો છે . મૃત્યુ એ દેહાન્તર છે. આને પર કરવાની કલા શીખવી જોઈએ . સ્મશાનમાં આવતા વૈરાગ્યને કુંજર-સ્નાન કહે છે . હાથી સ્નાન કરી પાણીમાંથી નીકળી ,તરત જ ફરી પોતાની ઉપર ધૂળ ઉડાડે છે , તે રીતે સ્મશાનમાંથી બહાર આવી માનવી સંસારમાં લપેટાય  છે . 

હલો , કેમ છો ? (વાચિક્મમાં આપેલું વક્તવ્ય )




ટ્રીન ટ્રીન ટ્રીન ,ફોન રણક્યો , ને રીસીવર કાને ધરાણું  ,
સામેથી આવ્યો ટહુકો , " હલો , કેમ છો ? " પૂછાણું .
"ઘણા દિ ' થ્યાં , કાં નવ કોઈ બા'રે ડોકાણુ ? 
થ્યું , હાલને પૂછું , હાજા-નરવાનું ઠેકાણું ." 
 અને લો , વાતો થઇ શરૂ . થોડી ઘર-ગૃહસ્થીની , 
થોડી વીટમ્બણાઓની ,વળી થોડી વ્યાવહારિક સંતાપોની . 
"આ અમારે તો તૈણ ચાર જણા વયાં  ગ્યાં ,આ મહામારીમાં ! 
હું કરવું ?બોલો . ઈશ્વરેચ્છા બલિયસી ," થઇ વાતો ,
પરબ્રહ્મના અકળ વલણની .સુરક્ષા અને સ્વરક્ષાના .સભાનતાની .
થયાં વાતોના વડા ને ફોનની લાઈન કપાણી ; ચિત્તને ચકરાવે ચડાવી .

વિલ્સયુ, વિચારી વાત મિત્રતાની ,-ભાગ્યશાળી જીવ પામે , ની:સ્વાર્થ, પ્રેમભાવી ,સુહૃદ મિત્રતાની લાહણી .
રહે , સુખ દુ:ખમાં સધિયારા ને સહિયારા બની ,
તરસે કાન  સુણવા , "હલો , કેમ છો ? " ની સુમધુર વાણી .
ક્યારેક હું પણ નીકળું હાલી , એ ,"હલો, કેમ છો"ની લઇ રસ વાણી .
આ બે શબ્દ, કેવાં દે , હૃદયોર્મિ છલકાવી ? 
વહી આવે આનંદની સરવાણી .
ધરપત દે હૈયે , કો'કે છે , જેને મારું શકું હું માની ,
અને ઈચ્છા થાય , તેને ભેટમાં "બેલા"ની ગુલછડી આપવાની .

તો , આ વાત છે , "હલો, કેમ છો "જેવા શબ્દના જાદુની .
ઉઠાવે વલયચકરી હૃદયમાં , લાગણીઓનાં  તરંગોની , અને લહેરાય હવા અનોખા સંગમના સુગંધની ! 

ક્યારેક થાય છે , ચાલને , શામળાને ય પૂછી લઉં ;"હલો, કેમ છો ?,
સુણતાં  કાં નથી , જાપ-રટણાના  ધ્વનિ ?
લ્યોને , ફુરસદ, આ લોકના અવલોકનની !
સાંભળ્યું હરિ ? હલો, કેમ છો ? ક્યાં છો ? રમતાં શેં  સંતાકૂકડી ?" 
                                                           8\6\2021 
                                                              11.45.એ.એમ.