Pages

મેડિટેશન એન્ડ હિલિંગ

                                          5 એપ્રિલ 2019 

-----મેડિટેશન એટલે ધ્યાન- તપ।  સર્વ સાધારણ આવો અર્થ કરીએ, કિન્તુ, ધ્યાન એટલે શું ? કેવી રીતે થાય ? તો આવું દ્રશ્ય સામે આવે. પલાંઠી વાળી , ધ્યાન મુદ્રામાં હાથ રાખી ,બે ભ્રમર  વચ્ચે "ૐ" કે  સૂર્ય કે ઇષ્ટદેવની કલ્પિત  છબીનું દર્શન કરતાં  મન્ત્ર જાપ કરવો। આ આધ્યાત્મિક ધ્યાનનું વર્ણન થયું। પરંતુ ધ્યાનનાં  બીજા પ્રકાર પણ છે. ધ્યાન એટલે ,જે કાર્ય કરતાં  હોઈએ તેમાં ડૂબી જવું। એકાગ્રતા અને સાધના એ ધ્યાન છે. એક સાવ સામાન્ય દાખલો આપું। :- માતા જ્યારે દુગ્ધપાન કરાવે ત્યારે , જો ,એ , બાળકના માથે હાથ ફેરવતા પ્રેમમાં તરબોળ થઈને કરાવે તો બાળક ખુબ જ શાંતિથી દુગ્ધપાન કરે છે ;પરંતુ જો વાતો કરતા કે દાળ ચોખા વીણતાં કરાવે તો ,બાળક વારે વારે હાથ પગ ઉછાળી દુગ્ધપાન છોડી માતાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. શ્રી કૃષ્ણએ  પણ આનો દાખલો આપ્યો  છે. યશોદામા દુગ્ધપાન કરાવતા હતા અને વચ્ચેથી એમને નીચે મૂકી ચૂલા ઉપરનું ઉભરાતા દૂધને જોવા ગયાં  ,તો કૃષ્ન એ માખણની મટકી ફોડી નાખી ! આ પ્રસંગ સમજાવે છે કે, જે કાર્ય કરો તે ધ્યાન ધરીને કરો, નહીં તો બેધ્યાનપણાનું પરિણામ ભોગવવું પડશે।  પછી એ રસોઈ હોય, ચિત્રકામ હોય, સંગીત હોય , વાઢકાપ હોય ,વિદ્યા ઉપાર્જન હોય કે સોયમાં દોરો પરોવવાનો હોય,આ બધાની સાધના ,એ, જે તે પ્રવૃત્તિનું ધ્યાન ધર્યું કહેવાય।.આપણે ઘણી વખત અગત્યની વાત કરતા હોઈએ અને એમ લાગે કે સામી વ્યક્તિ બરાબર પ્રતિભાવ નથી આપતી ,તો, આપણે એને કહીયે છીએ " તમારું ધ્યાન ક્યાં છે ? હું બોલું છું તે સાંભળો છો કે નહીં? " શાળામાં શિક્ષક પણ બેધ્યાન વિદ્યાર્થીને  પૂછે છે "તારું ધ્યાન ક્યાં છે ?" આ થઇ  ધ્યાનના પ્રકારની વાત. 
-----હવે  આધ્યાત્મિક ધ્યાનની વાત કરીએ, તો, શરૂઆતમાં જણાવ્યું છે એ રીતે ધ્યાન ધરવું એ  ઈશ્વર સાથેના જોડાણ માટે નું છે અને તે ઉત્તમ છે. સાથે સાથે એવો વિશિષ્ઠ સમય અને સ્થળ ન હોય તો માનસિક જાપ પણ ધ્યાનનું જ સ્વરૂપ છે. હું લાંબી મુસાફરીમાં આ રીતે જ જાપ-ધ્યાન કરું છું. 
-----યોગી થવા માટે ધ્યાનની જરૂર પડે. ધ્યાન પરમતત્વના અનુસંધાન માટે છે. આવા ધ્યાન માટે એકાંતની આવશ્યકતા છે. સાથે બીજી પણ આવશ્યકતાઓ છે. સંકલ્પ સાથે સાતત્યની ખાસ જરૂર છે. આરંભે શૂરા થવાને બદલે સંકલ્પ વણતૂટ્યો રહે તેની સાવધાની રાખવી જરૂરી છે. ત્રીજી વસ્તુ છે; આશા, અપેક્ષા અને મહત્વાકાંક્ષા નો ત્યાગ।  આ હોવાને લીધે ચિત્ત દુ:ખી થાય છે અને મનમાં વ્રણ-  ઘા પડે છે।  ઈચ્છા- મનીષા છૂટતાં  જ આ વ્રણ રૂઝાય  છે, આ રીતે ધ્યાન રુઝકનું હીલિંગનું કામ કરે છે. ચોથું છે,અપરિગ્રહ। કપડા, વાસણ, વધુ પડતું ભોજન, ધન એનો સંગ્રહ કે સ્વીકાર ન કરવો જોઈએ। એ બધું સાચવવાની  વ્યથા હોય છે. અપરિગ્રહ પાળીએ તો એ વ્યથામાં થી છૂટી જઇયે। 
-----બીજો એક નિયમ પાળવો  આવશ્યક છે. ધ્યાન માટે એક ચોક્કસ સ્થળ અને સ્વચ્છ આસન। આસન સુખ પૂર્વક બેસાય એવું હોવું જોઈએ। એક જ સ્થળ અને એક જ આસન ઉપર નિયમિત બેસવાથી ત્યાં સકારાત્મક ઉર્જા આવી જાય છે. ઘણી વખત મેં જોયું છે કે ભાગવત કથા સાંભળવા જનારા પોતાનું આસન લઈને જાય છે. અમુક જગ્યા પણ નક્કી કરી રોજ એ જ જગ્યા ઉપર બેસે છે અને એ માટે સમયથી કલાકો વહેલા પહોંચી જાય છે. 
-----વળી , ધ્યાન વખતે "નિષ્પન્દ ભાવ " તાણ રહિત અવસ્થાની તેમ જ ભગવદ ભાવમાં સ્થીરતાની  જરૂર હોય છે. ધ્યાન એ અભ્યાસ અને આયાસ પ્રયાસછે, યોગ સુધી જવાનો। યોગ એ ધ્યાનનું મીઠું ફળ છે. 
-----ધ્યાનમાં ટટ્ટાર બેસવાથી કરોડરજ્જુ મજબૂત થાય છે ,તેથી સ્વાસ્થ્ય સારું રહે છે. રક્ત પ્રવાહ સરળતાથી વહેવાને લીધે નિરોગી રહેવાય છે. વળી એ સમય દરમિયાન શ્વાસોચ્શ્વાસની પ્રક્રિયા તાલબદ્ધ  થવાથી અને ઊંડા શ્વાસ  લેવાથી શરીરમાં ઓક્સિજન પૂર્ણ પ્રમાણમાં જાય છે, તેથી ફેફસાં  મજબૂત બને છે. વિચારો સ્થિર થઈને મગજ શાંત થાય છે.આ રીતે દુન્યવી દુ:ખો દૂર કરી ધ્યાનથી એક જાતનું હિલિંગ પણ થાય છે. 
-----મૂળ વાત, પ્રભુમય બની આત્મ ભાવ કેળવી અહમશૂન્ય થવાની છે. અહં જતાં  બધા જ ઘા રૂઝાઈ જાય છે. ધ્યાન એટલે પ્રતીક્ષા અને પ્રતીતિને જોડતો સેતુ। ધ્યાનયોગ એટલે અંદરની આનંદ-ગંગામાં ઝબકોળાવું ! આટલા સાથે ધ્યાનસ્થ થયા પછી પણ ધ્યાતા અને ધ્યેયનું મિલન થતાં  ઘણો સમય લાગે છે. સુરદાસે કહ્યું છે," સુર શ્યામ મિલને કી આશા, છીન છીન  બીતત  ભારી  ".જેમ જેમ ધ્યાનમગ્ન થઇ  ઈશ્વરમાં લીન થતાં  જવાય તેમ તેમ આત્મભાવ અને સમદ્રષ્ટિ પ્રગટે છે. 
-----હિલિંગનો  સાવ સાદો અર્થ રુઝક થાય. વાગેલ જગ્યાએ રૂઝ આવવવી તે. તેને માટે વૈદકીય ઔષધો તો છે જ; પણ મનનાં  વ્રણનો  શો ઉપાય ? તો આગળ જણાવ્યું તેમ મનીષા -ત્યાગ એ ચિત્તમાં લાગેલી ચોટનો સચોટ ઉપાય છે। અપેક્ષાઓ જ દુ:ખનું  મૂળ છે. ધ્યાનીમાંથી યોગી થઈએ અને યોગી ના પણ હોઈએ તોયે કરુણા અને મમતાને મનમાં વસાવી શકીયે તો એ ના આધારે કોઈ પણ જીવને વાણીથી કે વર્તનથી શાંતિ આપી શકીયે।શ્રી કૃષ્ણે કુબજાને સ્પર્શ કરી તથા તેના ઘરે જઈને , તેના મનને, લોકોના  ઉપાલં ભમાંથી થયેલા વ્રણ રુઝાવ્યા હતા. મહાભારતમાં રોજ રાત્રે ઘોડાઓનાં  વ્રણ  ઘા સાફ કરીને રુઝવ્યા હતાં। 
-----ધ્યાની કે યોગીમાં સકારાત્મક ઉર્જા હોય છે ઉર્જાનું એ વલય  તેમની વાણી, વર્તન કે ક્યારેક  સ્પર્શથી સામી વ્યક્તિના માનસિક પરિતાપના ઘા રૂઝાવી શકે છે. એ કોઈ ચમત્કાર નથી. અવસાદથી ઘેરાયેલી વ્યક્તિને માનસિક ચિકિત્સક વાણીથી તે વ્યક્તિના મનનાં  વ્રણ રૂઝાવવાનો પ્રયત્ન કરે છે ; એ ચિકિત્સક પણ મનોવિજ્ઞાનનો ધ્યાન  યોગી - મેડિટેટર- જ કહેવાય। 
-----આ રીતે ધ્યાનસ્થ વ્યક્તિ, ધ્યાનથી યોગી થાય છે. યોગથી પ્રભુ સાથેનો સંયોગ, સંયોગથી સાયુજ્ય , સાયુજ્યથી સાનિધ્ય ,સાનિધ્યથી  ઐક્ય, ઐક્યથી આનંદ અને આનંદથી પરમાનંદ મળે છે, અને પરમાનંદથી આધિ, વ્યાધિ ઉપાધિના વ્રણથી  છુટકારો.  એ જ છે મેડિટેશન અને હીલિંગની પરિભાષા !  !  
-----આ રીતે ધ્યાનથી પરમાનંદ સુધી પહોંચતા શારીરિક તથા માનસિક પરિતાપના વ્રણો રુઝાતા જાય છે. ધ્યાન અને રુઝક આ રીતે સંકળાયેલા છે. 
---પરમાનંદ પામ્યા પછીની સ્થતિનું વર્ણન મેં આરીતે કાવ્યમાં ઉતારવાનો પ્રયાસ કર્યો છે. 
                                             ઝળાં  ઝળાં   જીવન 
-----બિંદુમાં બિંદુ ભળ્યું,ને બિંબમાં પ્રતિબિંબ ભળ્યું;
-----આઇનો થઇ  ગયો ઊજળો ,રજોટીને "એ" ઉડાડી ગયો ! 
-----હવે તો ના કાંઈ  ધૂંધળું રહ્યું,જ્યોતમાં કોઈ અનોખું તત્વ ભળી ગયું !
-----શું બોલવું? શું વિચારવું? હવે તો બસ, "એ"નું રટણ જ રહ્યું ! 

-----જીવન સંસારી, છતાં ,સાધુ બની ગયું ,
-----"એ"ના સંગે ઝળાં  ઝળાં  થઇ રહ્યું !
-----આનંદ આનંદ છવાઈ ગયો,ને, સૌ સાથે મસ્તીભર્યું બની ગયું !
-----દિલનાં  ઊંડાણમાં વસી ગયો "તે",  હવે હારવા જેવું શું રહ્યું ? ! 

-----જિન્દગી  જીતી લીધી ,સાગર પાર  થયો ,
-----હવે તોફાનોથી ડરવાનું શું રહ્યું? !
-----વૃંદાવનની વેણુની મસ્તીમાં ,કુંજવન, મધુવન બ્હેકી  રહ્યું,
-----વાતાવરણ "બેલા"ની ફોરમનું સમીરથી મહેકી રહ્યું ! ! ! 

અહીં વિરમું છું. 

યમરાજને


-----આવ્યા છો ભાઈ, મને તેડી જાવા ?
-----ચાલો, મને કોઈ દુ:ખ નથી,જગ છોડવામાં !

-----મારું તો તેજ ટમટમે છે ત્યાં, દીકરીઓ છે જ્યા ,
-----જે છે, અમૂલ્ય અને જીવંત અંશ, પરમ ચૈતન્યનાં !
-----ઉલ્લાસ અને ઉત્સવથી ભરી,સીંચશે ,જીવન-સાર્થકયતા--
-----ભાવિમાં, આમ જ , સંગે રાખી , ચીર -જીવી મૃદુતા !

-----કહો યમરાજ ! ધરાવો છો તમે, આ ઢગ  સંપત્તિનાં ? 
-----તમે તો વહાવો છો  જિન્દગી ,એક વિધતામાં, પાશ ખેંચતા ! 
-----અનંત નિષ્ચેતનામા  અને નિરંતર કંટાળામાં ! 
-----ચાલો, એમાં વાટ  નથી જોવડાવવી ,વધારામાં  !

-----રસ્તે દેશું દિલાસો,તમ દિલને હળવું કરવા ,
-----વર્ણવશું ,અમારાં  દીપની ઝળહળતી જ્યોતોના કારનામા ! 
-----એમની બચપણની ધિંગામસ્તી અને કલકલાટ હાસ્યનાં ,
-----યમરાજ ! તમે પણ માણો એ રંગો, સુગંધી "બેલા"ના ! ! ! 
                                                             બેલા 3 એપ્રિલ 2019 
                                                                     10.15 એ.એમ. 

જીવન રથ



-----ચાર અશ્વથી દોડે રથ ,ચારે અશ્વની ચાલ અલગ ;
-----રથી છે, લગામ પણ છે ,રોકે , અશ્વ કરતાં  થનગન ! 

-----પહેલો અશ્વ છે ,માનસિક બળ ,રહે કાબુ, ઈચ્છા-મનીષા પર;
-----લગામ ઢીલી પડી તો,નાચે  અશ્વ ચારે પગ ! 
-----બીજો અશ્વ છે , બુદ્ધિ-વિવેક,ભેદે જે, જૂઠ  ને સત્ય ,
-----વિવેક ખૂટયે તમસ ઘેરાય, દોડતા અટકે, અશ્વ ને રથ.

-----ત્રીજે બાંધ્યા ડાબલા , પેખે રાહ સીધો ને સટ ;
-----જે નાથે, ભોગોને,અને રાખે દૂર લોભ ને લાલચ !
-----ચોથો શીખવે પરોપકાર ,સહકાર, રાખે એ , દૂર સ્વાર્થ ;
-----ચારે એ દોડવું એક ગતિએ ,ને ચાલવી એક સરખી ચાલ;

-----લગામ રથની ગુંથી , સાથે દોરીથી ત્રણ ,
-----ક્ષમા, કૃપા ને સમતા ,જોડે અશ્વ -કાબુના લક્ષણ। 
-----સમજે તેને સમજાવે , આ, ગીતા રથનો અર્થ ગહન ;
-----સારથી જેનો શામળો ,દોડે રથ એનો નિર્વિઘ્ન। ! !
                                                        બેલા 23 માર્ચ 2019 
                                                               11.45.પી.એમ. 

મા સરસ્વતીને

Image result for sarsvati devi

----- ---         હે મા સરસ્વતી ! 
-----તુજ ચરણને આરાધું, ને  મનીષા, તુજ આશિષ પામું ,
-----તુજ પંચ  તત્વમાંથી જે સમજી, તે જણાવું ,કહેજે ,સાચું કે ખોટું ! 

-----તુજ આસન છે ;કમલ-પુષ્પ ; પંકમાં  છે  જે જન્મ્યું ;
-----શીખવે છે મુજને , રહી જગ ભૌતિકમાં , છતાં નિર્લેપ રહેવું।

-----તુજ વાહન રાજ હંસનું , ચયન કરે છે મૌક્તિકનું !
-----વળી કરે છે ભેદ, નીર-ક્ષીરનાં , વિવેક તત્વ છે શીખવ્યું ! 
-----પુસ્તક તમે ગ્રહ્યું હસ્તમાં,જ્ઞાન ઉચ્ચતમ દીધું;
-----જીવનમાં હર ક્ષણ, હરએકથી ,હમેશ શીખતાં રહેવું। 

-----દૂજે  હસ્તે માળ  કહે છે ;આરાધન તારું કરવું ;
-----દરેક મણકે  ત્યજી ગર્વ ,ને નમ્રતા ધરી જીવવું।
-----વીણા વગાડી સુર સાધવો , સત્ય છે તવ તત્વનું ;
-----રહો સૌ સંગ તાલમેલથી ,સંદેશ ગીત વહાવ્યું।! 

-----તુજ આશીષમય હસ્તને નમી ,તમ આશીષ  હું માગું;
-----'બેલા"ના પુષ્પો ચરણે  ધરી, હું અંતરથી વધાવું।  !!
                                                      બેલા 22 માર્ચ 2019
                                                             3.15. પી.એમ. 

અમાસનાં અજવાળાં

અમાસનાં  અજવાળાં ના અનુસંધાનમાં આવી સ્પીચ ગીતા સ્ટડી ગ્રુપના વાર્ષિક સમારંભમાં આપ હતી. 9 માર્ચ 2019 
   Thanks for giving me opportunity to express my feelings about Vision center  and effect of Geeta study .Geeta starts with Vishad yog-sadness and ends with Mokshsanyas yog-freedom from all doubts. It's a journey from darkness to dazzling brightness.
   We can imagine the sky of mind "chidaakaash"--chitt=mind and aakaash== sky of Arjun. It was full of darkness ,because of ignorance of light of real knowledge.Same way when we come to Vision center ;our "chidaakaash" ïs also dark black. As we started the journey with  discussion of shlokaas;which afterwards explained elaborately by Shree Neelbhai,about birth-death, karma-akarma, dharma-adahrm, tri gunaas, bhakti,yog ,etc etc. ;the little little stars of knowledge and understanding started poping up in our "chidaakaash".It started shining.! 
   Arjun and we were bounded with cobweb of ignorance,material feelings.Like Maya,Anger,Jalousy, etc. ,but as "gnan-taarika"-the little star of knwledge twinkled in "chidaakaash", the cobweb started to shatter. At the end of 18th ch., Arjun and our mantle pot filled with Ämrut" -nector of "parmaanand". Because of real knowledge and understanding, we are able to cut the cobweb fully.
   The center is named Vision center is very appropriate, because I feel that attending Geeta Study Group ;we are able to get rid of all our doubts and come out from darkness. We get proper vision of path for going ahead with proper meaning .
   This center is not for grown ups only. It runs BAAL VIHAAR -a school for kids also; where they learn morals of life with help of mythological stories, playing dramas and learn shlokaas with the meaning and full explanation.  The center celebrates Raam janm, Krishna janmn, Shiv ratri, IndianI independence day. It conducts Bhajan sandhyaa. Runs Devi group for ladies;where they read spiritual book and discuss on that. This vision center gives vision of  every thing ,for every one in every field. This is based on the basic principal of Shee Chinmaya Mission, founded by Pujya Swaami Shree Chinmayanandji. 
   At  the end I would like to say that  I am happy to join this center. 
Tahnk you.