Pages

સાખી



-----હે ......કાનજી  કાળા મોરલીવાળા ,વ્રજવાસી મતવાલા ,
-----હે ઘેલી ગોપીનાં  મન હરનારા ,ગોકુલના ગોવાળા ,
-----હે.......મટકી ફોડે ને માખણ ચોરે ,ઘરોને ધમરોળનારા ,
-----હે નંદકુંવર ,ઓ છેલછોગાળા હરખું લઇ  ઓવારા !

-----હે......બંસીવટે  રાસ રચનારા ,કાલીનાગને નાથનારા 
----હે વૃંદાવનના કુંજવનમાં ,રાધા સાથે રમનારા 
-----હે......કંસને માર્યો ને કુબજાને તારી ,
----- સુદામાના પાય  ધોયા ,
-----હે ઘન  ધન ધરતી , તુજને પામી ,
-----જેમાં "બેલા" ય આવી સમાણી  ! 
-----ફૂલથી સજાવી ,સુગંધે મહેકાવી ;
-----આરતી તારી કરતી .........
-----હે પામવા તુજને ,છટપટતી 
-----ને , ખેરવે આંસુના મોતી  ! 
-----કા'ના ખેરવે આંસુના મોતી ! ! ! 
                                        19\4\2020 
                                            5.00 એ.એમ.  

એક ચતુષ્પદી



-----આકંઠ તુજ ગાન ગાયું ,સુ-કંઠ સ્વરે ,
-----હજી સુધી હું છું અધીર ,ઉત્કંઠિત નયને ! 
-----તુજ નયનપથગામી , ઉદ્દગ્રીવ ડોકે ,
-----હે જગન્નાથ ! વિનવું તુજને નમ્ર યાચીકે ! 
                                              10\4\2020 
                                                   1.20. પી.એમ. 

મનનો મોરલો



-----મારો મનનો માનેલો  મોરલો 
-----ખેલે કેવાં તું ખેલ ખેલંદો ! 

-----મારી જીવન વાડીનો ક્યારો ,એમાં તું ફૂલ બનીને ફાલ્યો ,
-----જીવન સાથે વણાઈ ગયો ને ,અંતર સાથે સંધાયો; 
-----------------મારો બીજી ઉઠ્યો એકતારો ! 

-----ક્યારે છુપાય ને ક્યારે દીસંતો  ,સંતાકૂકડી તું રમતો ,
-----તાળી  દઈને દોડાવતો, ને, થપ્પો દઈ છુપાતો ;
------------------મને કેવાં  નાચ નચવતો  ! 

-----"બેલા"એ લંબાવી ડાળીઓ ને,એની સાંકળે તુજને બાંધ્યો,
-----જોઉં હવે કેવો છટકીને ભાગે ,ચારેકોરથી અંટાણો ;
-------------------હવે છૂટે ના આ સથવારો ! 

-------મારો મનનો માણેલો મોરલો 
-------ખેલે કેવાં  તું ખેલ ખેલંદો ! 
                                                 12\4\2020 
                                                      4.30. પી.એમ. 

प्रेमरस



-----मैं  तो पीऊं  मीठो मधुर प्रेमरस ,
-----और दूजो न भाये कोई ! 
-----नौ रस तो है नीम से ,
-----लागे अद्भुत प्रेमरस मधुर | 

-----मिला संयोग कृष्ण का ,बनी मैं  कृष्णमय ,
-----"बेला"ડો  लन में झूमी  , जब हुआ बह्म से सम्बन्ध ! ! ! 
                                                         १\४\२०२० 
                                                               11. 20.  पि.एम्. 

મહારોગ-યુદ્ધ વિષે

જે ઘટના નિર્માઈ હોય તે ઘટવાની જ।  તે ટાળી શકાતી નથી; પછી તે મહાભારતનું યુદ્ધ હોય ,કે ત્યાર પછીના બે વિશ્વ યુદ્ધ।. આમ તો મહાભારતને પહેલું વિશ્વ યુદ્ધ કહી શકાય . તેને ટાળવાના કૃષ્ણના પ્રયત્નો સફળ નહોતા થયા. તે યુદ્ધ પણ નિર્મિત રૂપે થયું જ। એ જમાનામાં જેટલાં  દેશ હતાં તે બધાં  જ એનાથી અસર પામ્યાં  હતાં .ત્યાર પછી જે બે વિશ્વ યુદ્ધ થયાં  તેમાં પણ બધાં  જ દેશોને અસર થઇ .જાપાન ઉપર પડેલા બોમ્બની અસર હજી પણ પ્રજા ઉપર છે।    આજનું , આ, શસ્ત્રો વિનાનું , જીવાણુ યુદ્ધ,  એ ત્રીજું વિશ્વ યુદ્ધ જ કહી શકાય . આ  યુદ્ધ, અદ્રશ્ય અને અજાણ સૈન્ય સામે બધાં  દેશોએ એક થઈને લડવાનું છે।  આ સૈન્યએ  સર્વને લપેટમાં લીધાં  છે. 
      આ સમયે, જે , એનો નાશ કરવા અથવા અસર ઓછી કરવા ભગીરથ પ્રયત્ન કરે તે જ સાચો સુકાની।   એ સુકાનીની સુઝબુઝ અને હિંમ્મ્તથી  લીધેલાં  પગલાં , કોઈ પણ પ્રકારની કચ કચ કર્યા વિના ,  , સામી રાજનીતિની રમતો રમ્યા વિના, સર્વ અગવડો વેઠી લઇ ,લાંબા સમય સુધી સહકાર આપવો એ પ્રજાની અને નેતાઓની ફરજ બની રહે છે। 
       અર્થતંત્ર નબળું થશે. માનવ હશે તો એને ફરી સબળ કરી શકાશે। પણ જો માનવ જ નહીં હોય તો ઉદ્યોગ અને અર્થતંત્ર કોણ ઊંચા લાવશે ? ! અત્યારે એકજુટ થઇ લડી લઈશું તો ભવિષ્ય ઉજ્જવળ રહેશે; બાકી , ન તો માનવ , ન તો ઉદ્યોગ કે અર્થતંત્ર , કશાયનું અસ્તિત્વ નહીં રહે . માટે જે નિયમો ઘડવામાં આવ્યા  છે તેનું પાલન ચુસ્તપણે કરવું તે આપણા સૌની અને નેતાઓની ફરજ છે. 
       આ જે  બંધી  છે , તે સમાપ્ત થયા પછી પણ આપણે પાર્ટી, સંમેલનો , ફેમિલી ગેધરિંગ કે મિત્રો સાથે ભેગા મળી સેર સપાટા  કરવાના નથી. ત્યારે પણ ,જે સૈન્યને પીછેહઠ કરાવી છે ,તેને સંપૂર્ણ હરાવી ,નસાડી દેવા માટે , સ્વેચ્છાએ ,એકબીજાથી દૂર અંતર રાખી, બાકીની બીજી સાવચેતીઓ પણ રાખવી જરૂરી રહેશે।  ; નહીં તો સૈન્ય ફરી ત્રાટકશે અને ત્યારે બહુ જ તારાજી થશે. 
    અસ્તુ। 

----------------------

Whatever is going to be, is destiny. Nobody can avoid it . Even Mahabharat battle could not be avoided, though Krushna tried ! After that Two (2) World war took place. In one way we can say ,Mahabharat was the 1st. world war, as all the countries at that time affected. After those two wars took place . it kept effects on whole world. The bomb on Japan is an example. !  
          This war is without weapon. ! It's an unknown ,  Invisible, Mystic attack ; which spreads through human to human without touch and even touching the surfaces ,where the virus affected person had touched. The effect of that virus remains on surface for long time ; so we are not able to know where to touch or where not !  This can be called 3rd world war This virus started in China ,so the rumer is, that country has started the war. (i do not agree ) Whatever is reason, it found in China in the  beginning ;and then in other countries. This is world war against virus. We all have to fight against this invisible army . T he whole world has to be one . 
          At this time , whoever tries to take extremely difficult decision and action to finish it, or, to throw back with less harmful effects; IS THE real Helmsman- leader . Due to his courage and understanding , that person , suggest some  discipline  and rules ,all has to  accept it without cribbing  . There should not be any political games against that person. Everybody has to bare all difficulties, let it be for longer time . All have to co operate . It's duty of public and all party leaders.
         We know , Economy will go down,but if man-power finishes; how the economy can be uplifted ? !  I f there is no person alive ;for that ,who will bring the economy and business up again ? ! The future will be luminus only ,when man power lives ! S o , Follow the rules and suggestions with dedication and devotion. 
         This is very important ; After lock down is over ; we SHOULD NOT  START PARTIES, SOCIAL GATHERING,  FAMILY GATHERINGS,  WEEKLY GATHERING , OR MEETING FRIENDS FOR HULAA GULLA . This lock down is to help to throw back the army , put it on back-foot only. It will not finish or destroyed . To defeat thoroughly completely we  will have continue safe distance and other safeguards ; otherwise ,it will come back with disaster ! ! So, please follow the restriction  even after the  lock down also  for at least 3 months. 


દૂરી



-----તારી ને મારી વચ્ચે  આ દૂરી ,ક્યાંથી આવી ગઈ ફરી ? ! 
-----કાં ના મને સુણાય ,તારી બંસરી ? ! કાં મને નાખી આ ચક્કરમાં ફરી ? ! 

-----તેં  જ નીમી  છે ,આ નિયતિ મારી ! તેં  જ સોંપી છે ,આ કર્મની ક્યારી ! 
-----સમય તો છે , છતાં ,કાં ન શકું તને સ્મરી ? તું તો જોતો નથી ,બરકયા  વિના પાછું ફરી ! 

-----"બેલા" તો ચહે , ફેલાવવા ફોરમ , ફૂલને ફોરવી ,
-----ચકરાય, ચડી ચકરાવે ,કર્મ-ચકડોળના ચક્કરે ફરી ! .
                                                         8\4\2020 
                                                            12.30. પી.એમ. ! 

પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ



-----પ્રીતિમ પાર્થેન શાશ્વતીમ
-----શું  વિસર્યાં  હરિ , આ માગેલ વરને  ? ! 
-----ખાંડવવન  દહને  મેળવેલ જે , ઇન્દ્ર કને ? !  

-----હરેક પાર્થ   આજ ટળવળે ,જો ને ,
-----મથે ,હરાવવા ,જૈવિકયુદ્ધના આ વિષાણુ સૈન્યને ! 
-----શું પ્રીતિ શાશ્વતી ના રહી હરિ ! ? કહે ને ;
-----શેં  રચ્યું છે આ , અવનવા રણમેદાનને ? ! ! 

-----કોણ સમજી શક્યું છે , તુજ નિગુઢ કર્મને ! ? 
-----તારી પ્રીતિ , તારી સહાય , કે તારા અકળ  ધર્મને ! ? 
-----"બેલા" બેઠી ,હાથ અને ઝોળી ફેલાવીને ,
-----ઝીલવા , તારી ,પાર્થ વિશેની શાશ્વતી પ્રીતિને ! 

--------પાર્થ =પૃથ પુત્ર 
--------પૃથા =પૃથ્વી , તેથી દરેક પૃથ્વીબાળ  છે પાર્થ। 

                                                         7\4\2020 
                                                           5.25 પી.એમ. 

તવ ચરણે



----- સુમન ધર્યાં  મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----સુમન સાથે કર્યું ,સુ-મન મારા મનને 
-----નમન કર્યાં  ,મેં પ્રભુ  ! તવ ચરણે ,
-----પૂર્ણ ભાવે ન-મન કર્યું મારા મનને .

-----કૃતાંજલિ ભરી, વંદન કર્યાં મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----નિભાવવા વફાદારીથી ,આ જીવને .
----મસ્તક ઝુકાવ્યું મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----જ્ઞાન સમાવી પામું ,પરમ સિદ્ધિને .

-----પ્રણામ કર્યાં  મેં , પ્રભુ ! તવ ચરણે ,
-----પ્રામાણિક રહી કરીશ, હર  કર્મને .
-----ભક્તિ ભર્યું હૃદય ધર્યું પ્રભુ ! તવ ચરણે ,
-----પામીશ તુજ આશિષ ,આ ધર્મ નિભાવીને। 

-----ધર  ,તુજ કુસુમ સુગંધી, પ્રભુ ચરણે ,
-----"બેલા" ! સમજી ,આ , આંતર-તત્વને। 
-----કર વંદન સુ-મન ,ન-મન ધરી ,પ્રભુ ચરણે ,
-----રાખી સંગ ,કર્મ, જ્ઞાન અને ભક્તિને .
                                           30\3\2020 
                                               4.40.પી.એમ.