Pages

કાં'નાનું છલ




તેં મને માયામાં લપેટી 'લ્યા શામળા !
તેં મને માયામાં લપેટી રે ;
કાચુ પોચું તે આ કાળજું છે મારું ,
એને ઝંઝોર્યું માયાની વેલથી રે ----તેં મને ......

નટખટ તું  નાનડો ,નજીક ના ઢુંકવા  દે ,
રખે કોઈ ખોલે તારી ઝાંપલી રે ;
હ્રદયે જો પેઠું ને દિલમાં સમાયું ,
તારે એની તે કરવી રખેવાળી રે .!-----તેં મને .....

               માટે 

કાં'ના તુરત તું લોભાવે જીવને ,
સંસારના તાણે વાણે વણી રે ;
ભક્તિ ને રટણથી દૂર કરીને ,
હ્રદયનાં મળેલાં તાર તોડી રે !.---તેં મને .....

             પણ 

"બેલા" છે અડિયલ ,જાણજે 'લ્યા શામળા !
રહેશે એ તારું લોક મહેકાવી રે ;
કલેજે ચોંટશે તારે ,એ એક દિ',
મુશ્કેલ પડશે કરવી અળગી રે .!-તેં મને ....

માયાના વંટોળથી ડોલે ભલે ડાળખી ,
મૂળ તો છે સાબદાં ,ઊંડા ઊતરી રે ;
તારાં કામણથી ઝૂલે ભલે વલ્લરી ,
તૂટશે ના તાર તારો ,લેજે સમજી રે .!

તેં ભલે માયામાં લપેટી 'લ્યા શામળા ! 
તેં ભલે માયામાં લપેટી રે .! ! 
                     બેલા-૧૧\૧૦\૨૦૧૪ 
                        ૫.૩૦. એ.એમ.

जगत-पिता तथा जगत-जननी को वंदन



हे जगत-पिता ! हे जगत जननी !
मेरे मात-पिता आप ही हों |
आजके इस दिन पे 
मै आपको श्रद्धा के साथ 
नमन करती हू |
आपके आशीष हमेशा 
मुझे  मिलते रहें !
आपकी कृपा हमेशा 
मुझ  पर बनी रहें !
मुझे  ज्ञान दीपकी रौशनी दो ,
मुझे  आप के गुण गाने की शक्ति दो |
बस ,इतनी आस है आपसे ,
मेरी ये झोली ,ओ मात-पिता 
      कृपा कर भर दो |
मै "बेला" के फूल से ये जन्म दिन पर 
    आप का सन्मान करती हू | 
    आप को वंदन करती हू . |
                      बेला-२६\९\२०१४\
                              ११.३०.ए.एम्.

વેલેન્ટાઈન ડે


  
    લો , આવી ગયો ,વેલેન્ટાઇન  ડે ! ! 
   કરો વ્હાલાને વ્હાલ, હેત વરસાવો ,
   અને કહો ,"મને સ્વીકારીશ ?"
   પશ્ચિમમાં આ માટે વરસમાં 
         એક દિવસ ઠર્યો .
                અને 
  આપણા ભારતમાં તો ;
  કેટકેટલાં વેલેન્ટાઈન ડેઝ ?! 
   તરણેતરનો મેળો ,દીવાળીનો  મેળો 
   હોળી ,ધુળેટી ,પાટોત્સવ ,નવરાત્રી ,
    આ બધાય વ્હાલના જ ડેઝ ને ?
   ફજેત ફાળકામાં હાથ પકડીને બેઠેલું યૌવન ,;
   પાવા વગાડતાં જુવાનિયાઓ ;
   રાસડા લેતું જોબનિયું ;
    આ સમયમાં જ લળી લળીને ;
    એક બીજાને કહેતા'તા ને ? 
            આંખોથી 
     " મને સ્વીકારીશ ?"
     જીવન-મરણ ના કોલ ! 

  વિસરાયું ,એ ભાવ જગત ,!
   અને આજે : જુવાનો રંગાયાં ;
   ગુલાબી રંગમાં .
   હાથમાં લાલ ,ગુલાબી ગુલાબ ! 
   અને હોઠે નકલી સ્મિત ! 
   સ્વીકાર અસ્વીકારના અસ્થિર વચનો !

મેળામાં ગુફ્તેગોથી આપેલાં-લીધેલાં 
   વચનોની કિંમત ક્યાં ? અને ,
આ રેશમિયા સરી જતાં વચનોની કિંમત ક્યાં ?
                  છતાં યે 
    કેટલો ઉત્પાત ! કેટલો ઉહાપોહ !
    વેસ્ટર્ન મુઝીકનો કેટલો ઘોંઘાટ ! 
      કેટલાં વચનો નભે છે ?
          આ દંભી 
         વેલેન્ટાઇન ડેના ?!??
                        બેલા -૯\૩\૨૦૧૪ 
                     ૯.૦૦.એ.એમ 

મેઘ-ધનુષ



   અવકાશી આ દિશામાં જુઓ ;:
   રંગ  બે રંગી મેઘ ધનુષ !
   અર્પે છે નયણે આનંદ !
   ને હુલાવે હૈયાને એની સંગ !

   સામી દિશમાં નજર કરો ;
   દેખાશે .ડીબાંગ ઘનઘોર ,
   જીવનમાં યે ,અગમ-નિગમમાં 
  આવે છે આવાં પહોર !

   એક તરફ હરખે મનડાં,ને,
   આંખે ચમક આનંદની ;
   બીજી તરફ ઘોર અવસાદ ,ને ,
   ચિત્તડું ભમે . જ્યમ ગતિ ચકડોળની .

   જે શ્વસે સમ્યક ભાવે ,
   ને નીરખે ઈશ્વરની લીલા ;
   "બેલા" જીતે તે ,ને ઘૂમે 
   હરિ સંગ થઈને રસીલા .
                     બેલા-૨૮\૪\૨૦૧૪ 
                          ૭.૪૦.એ.એમ.

મૃત્યુનો અનુભવ ?




   એનેસ્થેસિયાથી ખોટો પડેલો આ પગ !!
   આ મૃત પગ જોઈને વિચારું છું :

   કહે છે , માનવી મૃત્યુનો અનુભવ કહેવા 
         પાછો આવતો નથી ,પરંતુ ,
   હું અનુભવું છું,મૃત્યુ પામેલા આ પગને !
                  વિચારું છું :
   જ્યારે આત્મા દેહ છોડીને વહી જાય ,
   ત્યારે ,શરીર પણ આ જ રીતે ખોટું પડીને  રહેતું હશેને ?
   આ પગને ,ન મારની ખબર પડે છે ,
   ન કાપની ,ન ટાંકાની .
         મૃત દેહને પણ સંસારની 
  કોઈ જ જંજાળ અસર નહી  કરતી હોય .
  સર્વ સુખ:દુઃખથી પર થઇ 
  એનાં ઉપર થતી વિધિઓ ,અનુભવતો હશે !

  આ ઠંડાગાર ઓપરેશન થીએટરમાં ,
હવામાં તરતાં હોવાનો જે અનુભવ થાય છે ,
  તે જ રીતે ,આત્મા હવામાં તરતો થઇ જતો હશે .!;
  ને ઈશ્વરીય તત્વોની સુગંધ ભરતો હશે .!
  નીલા આસમાનમાં હલકો ફૂલ થઇ 
   અહીં થી તહીં ઉડાઉડ કરતો હશે .;
              આનંદમય ! ! ! 
                            બેલા -૧૨\૯\૨૦૧૪ 
                                 ૬.૪૫.એ.એમ.