Pages

વર્ષા દ્રશ્ય


વર્ષા-વારિથી સદ્ય-સ્નાત વૃક્ષો ,ખંખેરી ઉનાળુ આળસ-રેત -
ઉભાં ,લીલાં પાન લહેરાવી ,લઈને મીઠો મલકાટ  !
કોકિલ કૂજન ધીરાં થયાં ,ને,બપૈયાના શોરનો રઘવાટ  !
ચાતક ચાંચ ખોલીને બેઠું ,પિયુના પ્રેમ બિન્દુની જોતું વાટ .
મયુરનું કલાયુક્ત નર્તન,જે ,કરતાં કિર્તન ,મે આવ,મે આવ.
"બેલા"હરખી ,ઝૂલાવતી પાન ,ને સ્મરે ,સ્વપ્ન સમ બની ,જે યાદ . ! 

બેલા\૮\૬\૨૦૧૫ 
૧૨.૦૦.મધરાત 

મેઘનું આગમન

Image result for rain

પેલ્લા વરસાદનો છાંટો મુને લાગ્યો ,
ને ,વા'લા !તારી યાદનો સણકો -
મારાં ચિત્તડામાં ઊઠ્યો  !

જોને વા'લા ! આ તરુવર ડોલ્યાં !
એણે લીલાં ઓઢણ ઓઢ્યા !
પુલકિત પુલકિત ,ડાળ-પાન,જોને ,મલક્યાં !
અને ,ગગડાટે ,વીજ-ઝબકારને તાલ પૂર્યાં !

ગગને ગોરંભો ,વા'લા  ! જામ્યો ,તારા રંગનો !
વાયુના સુસવાટે ,વા'લા !
તારી બંસરીનો નાદ મેં સૂણ્યો !
વર્ષાની ઝાંઝરીનો લીધો ,સથવારો ;
ને,"બેલા"ય નાચી ઊઠી 
કરી ફોરમનો ફેલાવો ! ! 
બેલા\૭\૬\૨૦૧૫ 
૮.૪૫ પી.એમ.

કૈકેઇ ---કુમાતા કે દક્ષા ?


રાજરાણી કૈકેઇ,
સહુએ જોયું ,એનું,કુમાતા તરીકેનું રૂપ ;
એનાં માંગેલાં વરદાનનું,વરવું,દુ:ખ દેતું રૂપ .
એની પાછળ રહેલો માતૃધર્મ ને રાજધર્મ ;
ન દીઠો ,કોઈએ ,ન સમજ્યો કોઈએ .

શ્રી રામે જન્મ લીધો ,
શાં માટે ?
યુગધર્મ નિભાવવા,ધરતીને રાક્ષશોથી મુક્ત કરવા ;
સર્વ સમાનની ભાવના પ્રસરાવવા.

રા જા દશરથે અચાનક ,જાહેર કર્યો ,
રામનો રાજ્યાભિષેક !
કૈકેઇ પાસે સમય જ નહોતો !
રાજાને સમજાવવાનો !
પુત્ર-મોહમાં કથળેલ રાજ્ય વ્યવસ્થા,
અને વનમાં ,ઋષિઓને રાક્ષશોથી મળતી વ્યથા ;
રામનો ધર્મ સમજાવવાનો સમય જ નહોતો !
ત્યારે 
બુદ્ધિમાન મન્થરાએ,કૈકેઈને 
વરદાનની યાદ અપાવી .વરદાન માંગી દ્વિધામાંથી બહાર આવવાની . ! 

રામને જ વનવાસ ,કારણ ?
રામ વનથી,રાક્ષશોથી પરિચિત હતાં.
ચૌદ વર્ષનો સમય તો લાગવાનો જ હતો ;
રાક્ષશોના સુપડા સાફ કરવામાં !
અને લક્ષ્મણ તો રામનો પડછાયો ! 
શત્રુઘ્ન નાનો,રાજકાજમાં અણસમજ .
માટે ,;
ભારતને ગાદી, એ જ હતો ,જે ,
પરિતાપને લીધે થનાર દશરથની ડામાડોળ 
પરિસ્થિતિને અને રાજ્યને સંભાળી શકે .
પુત્ર પ્રેમ નહી ,ફક્ત રાજ્યનું હીત .

રાણી કૈકેઈએ રાજધર્મ નિભાવ્યો.
રામને યુગધર્મ અને જ્ન્મકાર્ય 
નિભાવવા માર્ગ કરી આપ્યો .

પોતે અને મંથરાએ ,બદનામી વહોરી .
ભારતના કટુ વચનના બાણ સહ્યાં !
વૈધવ્યની તબાહી અને પ્રજાના ફિટકાર સહ્યાં . !
એક વ્હાલસોઈ માતા અને એક 
પરમ નિષ્ઠાવાન સ્ત્રીના હ્રદયને ,દુ:ખને 
કોઈએ ન જોયું . ! ! 

આ કૈકેઈને કુમાતા કે ઈર્ષાળુ રાણી કહેવાય ?
ના , એ તો હતી ,;
હૈયે રાજ હીત ધારી ,એક દક્ષ ,સ્ત્રી . ! ! 

બેલા\૫\૬\૨૦૧૫ 
૧૧.૦૦ પી.એમ. 

અવિનાશનો વિનાશ


વિક્ષ્પ્ત માનવ 
"સાંભળ્યું છે ,કાન્હા ! કે ,
તારી ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી !
તો ,તને આવી ક્રૂર ઈચ્છા કેમ થઇ ?
તું તો દયાનો સાગર ,મનમોહન કહેવાય છે ,
છતાં ;
તારાં દિલમાં આવી ભયાનક ઈચ્છા ?! ! 

ભુ-કંપથી કેટલું બધું થયું ? !
ઘર તૂટ્યાં ,રસ્તા ફાટ્યાં ,ડુંગર તૂટ્યાં !
કેટલાંય માનવ યમ-સદન ગયાં !
એ તો જાણે ચાલો ,આ જન્મમાંથી છૂટ્યાં ;
પણ,જે ખંડિત થઇ જીવી રહ્યાં છે ,
રીબાઈ રહ્યાં છે,તેમનું શું ?
આટલાં બધાંના કર્મ-ફલ એક સરખાં જ ? ! ! 
અને બધાંએ જ સાથે જ ભોગવવાનું ? ! ! 
નવાઈ લાગે છે ! ; દર થોડા વર્ષે 
તને આ પાશવી ઈચ્છા કેમ ઉદ્ ભવે છે ? ! ! "
ભગવાન 
"વત્સ, તારે જવાબ જોઈએ છે ને ?
તો , સાંભળ .
આ દુનિયા મે બનાવી ,
માનવ,નદી,પહાડ,પશુ-પંખી,બધું જ .
માનવને મે બુદ્ધિ આપી,સૌથી ઊંચું પદ આપ્યું .
માનવે શું કર્યું ?મારી સૃષ્ટિ સાથે;-
ચેડાં ! ! ! 
પહાડો કોતરી ખોખલાં બનાવ્યાં,-
ઉછળતી ,કુદતી, વ્હેતી નદીઓને 
બંધ બાંધી, બાંધી દીધી .
દરિયાનાં પેટાળમાં અણુ-પ્રયોગો  કર્યાં !
ગ્રહો અને ઉપગ્રહો મોકલી આકાશને અભડાવ્યું ! ! 
ધરતી ઘાથી ઘાયલ થઇ ,
આકાશ રૂંધાયું ,દરિયો ડોલ્યો ,
હું શું કરું ? ભોગવો .


એક પાપી દુર્યોધન,એક પાપી રાવણ .
આ બે દુર્જનના કારણે ;
કુરુક્ષેત્ર માં કેટલાં નિર્દોષ હણાયાં ? !
કેટલાં ઘાયલ, અપંગ થયાં ? !
લંકા-દહન થયું કેટલાં બળી ગયાં ? ! 
એ યુદ્ધોમાં કેટલાં સૈનિક મૃત્યુ પામ્યાં ? !

આજે વૈજ્ઞાનિક શોધ,
માનવનો સ્વાર્થ,સત્તાની ભુખ,
બધા એ જ આ વિનાશ સર્જ્યો છે .
વત્સ .,મને દોષ ન દે .
હાથનાં કર્યાં નિર્દોષનો ભોગ લે છે .

હા,ધરતીના પેટાળમાં અને ,
આકાશના વાયુમાં ,થતાં  ફેરફાર કારણ ભૂત છે ;
જરૂર માનું છું,
પરંતુ 
એને હલબલાવવા જવાબદાર કોણ ?
હું શું કરું ?ભોગવો ."

સંવાદ સુણી ,"બેલા" ન હાલી ,ન .ડોલી ,
ઊભી સ્તબ્ધ બની .!
ઊભી સ્તબ્ધ બની !

બેલા\૪\૬\૨૦૧૫\
૯.૧૫.એ.એમ.

ખંડિયેર


ખખડી ગયેલ આ દેહ-ખાંન્જરું , !   
ખંડેરને રંગ -રોગાન કરાવ્યા જી .

આંખે મણી બેસાડિયા 
હાથમાં સળીયા ઘાલ્યા જી ;
ગોઠણમાં સ્ક્રુ ભરાવિયા ,
અને રંગે -ચંગે મહાલ્યા જી .

લો ,ખંડેર દિસે રૂડું રોપાળું ,
કોઈ ના જાણે ખોટ જી ;
"વાહ ! વાહ ! ઉમર વધી ,તો યે ,
તમે તો ઘણાં સ્ફ્રુર્તિલા જી .!"

"બેલા "હસે ,સુણી વધામણી ,
ને ,ઝુલાવે ,પીળાં પાંદડા જી .

બેલા\૨૦\૫\૨૦૧૫ 
૧૦.૦૦ એ. એમ.

રહી જા કાન્હા


મારા દિલમાં રહી જા  કાન્હા !
મને  છોડી , ન જા  ,કાન્હા !
મારાં હૈયામાં તારું આસન બનાવ્યું છે ;
રહી જા ,બેસી જા ,એ  આસન પર ,કાન્હા !

તને માખણ-- મીસરીના ભોગ ધરાવું ,
તને ફૂલ -હિંડોળે હેતે ઝુલાવું ;
તારી બંસીના નાદે ,મનનું ગોકુળિયું -
ને ,તનનું વનરાવન ,ઝૂમી ઊઠ્યું ,કાન્હા !

ફર ફર વ્હેતી અનિલ લહેરી ,
ઉડાવે ફોરમ ,મસ્ત, ભીની ;
"બેલા" હરખે ,ડોલે ,દેખી ,કે -
તારું હ્રદય ,પુલકિત થાયે ,એથી .કાન્હા !
બેલા \૧૨\૫\૨૦૧૫ 
૧.૦૦.પી.એમ.