Pages

સ્વ. શ્રી વિનોદભાઈને


      

   હાથ થામવા તૈયાર હતાં અમે ,
   છતાં ય તરછોડ્યા અમને ? ખરા છો તમે !!

   એટલી શી ઉતાવળ હતી ? કે ;
   "આવજો" કહ્યા વગર જતાં રહ્યાં ? ખરા છો તમે !!

    ખબર છે ,વિષ્ણુ-વાહન ઉભું હશે ;
    પણ ,અમે ય ઉભાં જ હતાં ને? ખરા છો તમે !!

    ન આંખ મિલાવી, ન હાથ ,આમ જ ;
    હૈયાને હાથ-તાળી દઇ દીધી ?ખરા છો તમે !!

                                    બેલા 
                               ૧૧\૧૦\૨૦૧૩ \૬.૩૦.પી.એમ.

ધૂન




     જય જય શ્રી રાધે ,જય જય શ્રી રાધે 
     રાધે રાધે જપો જય જય શ્રી રાધે .

     વૃષભાન સુતા લાડલી રાધે 
     કૃષ્ણ-પ્રિયા જપો સાંવરી રાધે ,
     જપો નામ જય જય શ્રી રાધે રાધે 
     પાઓ શ્રી કૃષ્ણ જપી રાધે રાધે.-----જય જય શ્રી ...

     દીએ શાંતિ ,જાપ રાધે રાધે ,
     દીએ આનંદ, જાપ રાધે રાધે ,
     જપો નામ જય જય શ્રી રાધે રાધે ,
     "બેલા"ના ફૂલે વધાવો શ્રી રાધે ----જય જય શ્રી .....
                                     બેલા \૧૨\૧૦\૨૦૧૩\૭.૧૦.એ.એમ.

પીડા



     દ્વારિકાધીશ  બેઠા છે,મહેલના  ઝરુખે .
     દૂર દૂર  સૂની  નજરો  ઢુંઢે  છે ;:
     બચપણની સુવર્ણ ઘડીઓ .

     એ વૃંદાવન !એ કુંજગલી !
     એ જમના અને એ ,
     ગોપીઓ સાથેની અટખેલી  !

     કહે છે બધાં  ય સુનાપનમાં -
      --યંત્રવત  જીવે છે .
     સહુથી વધુ સ્તબ્ધ જીવન છે ;
               રાધાનું .!
               પરંતુ :
      મારી વ્યથા કોઈ જાણે  છે ?
      મારો પ્રેમ ,મારો આનંદ ;
      મારો રાધા સાથેનો સ્નેહ ;
      શી રીતે એ બધું ત્યજ્યું મેં ?

      મારી પ્રિય વાંસળી ય  
      આપી દીધી રાધાને ,
      એ આશાએ કે એની ફૂંકથી 
      મારા શ્વાસમાં રાધાનો શ્વાસ ભળી જશે .!


     વર્ષોનાં  વ્હાણાં  વાયાં ,
     કર્મ -ધર્મને સમર્પિત ,એવો હું ,
     મનની પીડા છુપાવીને જીવ્યો હું .

     હવે સમય આવી ગયો છે ,રાધાને મળવાનો ;
     આ પીડા શમાવવાનો .

      "મહારાજ ! સભાનો સમય થઇ ગયો છે ""
                 કહેણ  આવ્યું;
      અને કૃષ્ણ કન્હૈયામાથી  ફરી 
      દ્વારિકાધીશ બની ગયા .!!!

બેલા
૩-ઓક્ટોબર, ૨૦૧૩

વિનાશક વારિધારા


        ઘનઘોર ઘેરાયેલું ગગન ગગન !
        લીલી ઓઢણી  ઓઢી હરખાતી ધરતી !
        એનું મિલન કરાવે ;વરસતી વારિ ધારા .!

        જુઓ ,જુઓ , ચાતક નાચે ,અમી-બિંદુના પાન થકી હરખી ;:
        મોર ગહેકે  ,પપીહા કૂજે  ,વીજળી આ નૃત્યન્તી !
        હરખાવે સૌને આ અમી વારિધારા !

          અરે !! આ  શું ?ચમકી વીજળી  ને 
          અંજાયું આકાશ !
          ધરતી  ચિરાઈ  તેજથી 
          અને થઇ સાંબેલા ધાર !! 

        પુર ઉમટયા ,નદી -પર્વતે ,
         ભેખડ -ગામ તણાયા !
         સુદર સુંદર મનમોહક 
         આલ્હાદક ---બની વિનાશક :!
         અરે ,! આ વારિ ધારા .!!! 
                                 બેલા \24\9\2013.

મારો પ્રેમ



     હું તને પ્રેમ કરું છું કાન્હા .!
     એવો પ્રેમ ;જેમાં આપવા કે 
     મેળવવાનું કશું નથી .

     તારા માટેનો  મારો પ્રેમ 
     મારા હ્રદયમાં છે ;
     મારા મનમાં છે :
    એ પ્રેમ રક્ત બની 
    મારી   નસોમાં  નસોમાં વહે છે 
    મારા શ્વાસમાં શ્વસે છે શ્યામ !

   આ પ્રેમથી હું મુક્તિ કે મોક્ષ 
    બેમાંથી એકે ય ઝંખતી નથી ,
   તું મારાથી દૂર  રહે કે નજીક 
   હરઘડી તારી યાદ કે તારા જાપ 
   હું કરું કે નહી ;----પણ ---
   જે ક્ષણે હું ઘોંઘાટથી અલિપ્ત હોઈશ ,
   તે દરેક ક્ષણે તું ,
    મારી આંખોના પોપચા પર 
    અને મારા હ્રદયના ધબકારમાં 
    તારી અનુભૂતિ પામીશ હું .
    આ મારો શાશ્વતી પ્રેમ છે શ્યામ !
    મારી દરેક ક્ષણ દુન્યવી ઘોંઘાટથી અલિપ્ત જ છે ,શ્યામ .!
                                                બેલા 24 \9\ 2013 

છત્રીની વ્યથા



       






મારી  છત્રી ટુરીસ્ટ  બસમાં રહી ગઈ રાતભર ,
      ત્યારની એની વ્યથા 

      મેરા છાતા  મુઝસે બિછડ  ગયા 
      ઔર  રાતભર રોતા રહા :
      ઉસકે આંસુ દેખકે 
      આસમાં ભી રો પડા !

             રાતભર જોરદાર વરસાદ આવ્યો હતો . 

     "હાયે, કયું એ દૂરિયાં  ?"બોલે મેરા 
     "મુઝે મેરા દિલબર મિલા દો  "કહે મેરા છાતા .
                    ઔર લો !!
     સુબહ કી કિરણે ,લઈ ઉમ્મીદ  મનમેં ,
     "અબ મેરા દિલબર મિલેગા 
      અબ નાં વો ભીગ જાયેગા "
     હર્ષાશ્રુ બહાવે ઔર નાચે મેરા છતાં .!!
                                   બેલા \23\9\2013 

મનીષા




    શ્યામ ! 
   તારો મેઘઘટા જેવો રંગ .!
   વીજળીની ચમક જેવું હાસ્ય !
   વારિધારા  જેવી કૃપાધારા !
   બની રમમાણ તુજ ભજનમાં ,
   પામીશ આશિષ તારાં  !
   ઉરની એ એક જ મનીષા !!
                    બેલા\4\9\2013