Pages

અનહદ આનંદ



-----અતિ આનંદ આનંદ હ્ર્દયે 
-----નિત આનંદી ભોર અને 
-----નિત રજની આનંદી સ્મરણે ;
-----શ્વસુ આનંદે,પલકું  આનંદે 
-----પળ પળ વીતે આનંદી રમણે ;
-----જગ ઘેલું ,! ઘેલાં  ગણે અમને ! 
-----              કિન્તુ 
-----તુજ ખુશ્બુ ભર્યો અનિલ મહેકાવે, બહેકાવે અમને ! ! 
                                      બેલા 28 નવેમ્બર 8.30.એ.એમ.
                                                              યુ.એસ.એ. 

તારો સથવારો



-----તારા આ અદ્ભૂત  સથવારાથી તો ,
-----ખેવી  જીવન નાવ મેં તો ,
-----કેટલી આંધી ! કેટલાં  તુફાન ! 
-----સર્વ સામે હામ ભીડી મેં તો ! 
-----તુજ વરદ હસ્ત વિના ,
-----ક્યાં ય ફંગોળાઈ હોત  હું તો ! 
-----આનંદ છે તુજ આ સાથનો ,
-----ભર્યો તુજ પ્રેમ હૃદયમાં મેં તો ! 

-----રખે માનતો ,વિસરી છું તને ,
-----ઘણું ય ઈચ્છું,ચાલી આવું હું તો ,
-----કિન્તુ આડા હાથ દીધા છે ,
-----દરવાજે , તે જ તો પ્રીતો ! 
-----વિનવું છું ,ભર્યો છે "બેલા" થાળ મેં તો ,
-----આરતી ને આરત સંગ ,બેઠી જોઉં વાટ  હું તો ! 
                                                 બેલા 28 નવેમ્બર 2018 3.30.એ.એમ. યુ.એસ.એ 

કેદી શ્યામ


-----મેં તો કાજળ બનાવીને શ્યામ  ! તને આંખ્યુંમાં આંજી લીધો !
-----મેં તો ચાટલુ  બનાવીને શ્યામ ! તને ચિત્તમાં ચોડી  દીધો ! 
-----મેં તો  ગહેક બનાવીને શ્યામ !  તને ગળામાં ગૂંથી  લીધો ! 
-----મેં તો  કંકણ બનાવીને શ્યામ !તને  મારા કાંડામાં કોરી લીધો !
----મેં તો પાયલ બનાવીને શ્યામ ! તને રણઝણ રણકાવી  દીધો ! 

-----મેં તો  "બેલા"ના ફૂલોથી શ્યામ !તને  તરબતર મહેકાવી દીધો ! 
-----મારા કેદી  બનેલા ,ઓ શ્યામ ! મને છોડીને જાવા  સમરથ  રહ્યો ? ! ! 
                                                                  બેલા 2 નવેમ્બર 2018 
                                                                              7.30 એ.એમ યુ,એસ. એ 

એક અંગ્રેજીમાં લખેલ તુકબંદી



-----LALA ,I love you, I love you very much ! 
-----LALA I miss you, I miss you very much 1
-----LALA, call me ,I am waiting very much ! 
-----LALA ,I am restless ,I am restless very much ! 
-----LALA,I request you, I request you very much ! 
-----LALA, now don't delay,don't delay very much ! 
-----LALA, before the flower of "bela" dry very much very much ! ! 
                                                                        bela 28 nov.2018 
                                                                            10.15.a.am.u.s.a. 

તારી સુગંધ



-----હે મારા શામળા !
-----શાને ફરી સંસારની માયામાં ફસાવી છે ?!
-----શાને ફરી આ ચોપાટમાં નાખેલ છે ?! 

-----તમે 86 વર્ષે મહાભારતમાં સારથી બન્યાં ,
-----અને અર્જુનની જિન્દગી  ઉગારી, અને ,
-----મને 81 વર્ષે આ ચોપાટમાં ઉતારી ?!
-----જીવનની સોગઠાં બાજીમાં હું ક્યાં કયારે ય ફાવી છું ?

-----ભવસાગરમાં તરતાં તરતાં ,જિંદગીને ,
-----આંધી,તુફાનનાં ચકરાવે,સઢ થામી સાંભળી છે ;
-----કૂવાથંભને મહેનતે ફેરવી,નાવડી કિનારે આણી છે ,
-----હવે શાને શામળા  !ફરી એ સાગરમાં તાણી છે ?!

-----અર્જુન સરીખી સખા નથી, છતાં ય 
-----ત્તારી આરાધ મનમાં ઉતારી છે। 
-----સપન્દન થીરકાવે છે , આસપાસ જ છે ક્યાંક તું,
-----આ ચિત્તે તરબરતી  તારી સુગંધ માણી  છે। 
                            -----હાથ ઝાલીને ખેંચી લે તુજ ભણી ,
-----આસ ,એ જ હવે,રહી છે મારી ;
-----"બેલા"ની માળા  ગૂંથી ,સહીને ,બસ ,
-----હવે વાટ  તારી જ તાકી છે ! ! 
                          બેલા 29 ઓક્ટોબર 2018
                                4.45 એ.એમ.

ગુજરાતી વડીલ મિત્ર મંડળી-વિષય--મન

  8 ઓક્ટોબર 2018 

    આજનો વિષય એક રીતે રસમય છે ને બીજી રીતે ઘણો અઘરો।મન શું છે ?આપણે  અનુભવી શકીએ  છીએ। એનાં  વિચારો, લાગણીઓ, ઈચ્છાઓ વિગેરે સમજી શકીએ  છીએ અને એ પ્રમાણેનું વર્તન પણ કરીએ છીએ. વર્તન એ મનની જ ઉપજ છે.કેટલીક વખત આપણે કહીએ છીએ કે "આત્મા ના પાડે છે";અથવા "મારાં  અંત: કરણથી અવાજ આવે છે "તો શું મન એ જ આત્મા ?, અંત:કારણ ? કે પછી બુદ્ધિશક્તિ ,વિચાર શક્તિ કે નિર્ણય શક્તિ ? મન આપણા શરીરનાં ક્યા  ભાગમાં છે? હૃદયમાં કે મગજમાં ?
    ઘણી વખત આપણે કહીએ છીએ કે મને અમુક જગ્યાએ જવાની બહુ જ ઈચ્છા છે અથવા મન છે, અમુક ખાવાની કે કરવાની ઈચ્છા છે.કલાકારોને અમુક ચોક્કસ સ્થળે પોતાની કલા દર્શાવવાની ઈચ્છા હોય છે।  ગાયકને ગાયકીની, વાદકને  વગાડવાની, નાટ્યકાર કે રંગ કર્મીને મંચનની કે ચિત્રકારને ચિત્રકારી બતાવવાની પ્રબળ ઈચ્છા હોય છે। પણ , મન ,આ ખેવના, ઈચ્છાના સંદેશા ,અંદેશા સિગ્નલ ક્યાંથી આપણને મોકલે છે ?આ જ વસ્તુ છે મન માટે સમજવાની;જે અઘરું છે.
    મન ક્યારેક કોઈ પ્રસંગથી બહુ આનંદમાં આવી જાય ,ક્યારેક નજીવા કારણસર દુ:ખની ખીણમાં ગબડી પડે.મન ઘણી માયાજાળ રચે છે.સુખ -દુ:ખ ,રાગ-દ્વેષ ભય ક્રોધ ઇત્યાદિ।  ક્યારે કેવી લાગણીઓમાં ઘેરાશે તે અકલ્પ્ય છે.અમુક પ્રસંગથી કે મિલનથી મન રાજી થશે કે ક્રોધિત કે દુ:ખી  એ ધારી શકાતું નથી. કલ્પી શકાતું નથી.જેમ હવામાં ઉઠતાં વંટોળમાં   ઉડતાં  પાંદડા કે રજ ,વાયુની એ શક્તિથી એમને જ્યા લઇ જાય કે ફંગોળે એવી જ રીતે મન -ચિત્તમાં ઉઠેલી ;પ્રેમ,ક્રોધ, ઈર્ષ્યા ,અભિમાન, વિગેરે લાગણીઓ આપણી બુદ્ધિ કે વર્તનને ફંગોળે છે.આપણું વર્તન એને આધીન અનુસરે છે;વિવશ,પરવશ,બેકાબુ ! મને હમેશાં  આ પ્રશ્ન રહ્યો છે; આ મન શું છે ?ક્યાં છે ?અને શા માટે આપણે એને વિષે કાંઈ જ ધારી શકતા નથી ? ! 
    વિચારો તો ઘણા આવે છે ,અને પછી વધુ ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન  કરું છું તો ,છેવટે આધ્યાત્મિક વલણ આવી જાય છે.અને એ વિષય ઘણો ઊંડો અને ગહન થઇ જાય છે। " મનઃ એવ મનુષ્યાણામ કારણમ  બંધ મોક્ષયો"  વિષય છૂટે ત્યાં મોક્ષ। પરંતુ એમ કહી છટકવું  નથી. ચાલો, વિશ્લેષણનો પ્રયત્ન કરું। મન હૃદયમાં છે એવું વિચારીએ તો એવી વ્યક્તિ સાલસ હોઈ શકે ;કારણ હૃદય ઈશ્વર સાથે જોડાયેલું છે.હૃદયસ્થ મનવાળી  વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાવાન ,ભક્તિવાન હોઈ શકે. હમેશા પ્રસન્ન ચિત્તવાળી,બીજાનું ભલું ઇચ્છનારી ને કરનારી,ક્ષમાવાન, ઉદાત્ત ભાવનાવાળી હોઈ શકે. આવી વ્યક્તિ ઉદાસ થાય ત્યારે તેનું કારણ ,બીજાનું દુ:ખ કે બીજાના જીવનમાં આવી પડેલી મુશ્કેલી પોતે દૂર નથી કરી શકતી એ હોય અથવા પોતાનો કોઈ નિયમ તૂટ્યો  હોય.તે હોય. 
    જો એમ વિચારીએ કે, મન બુદ્ધિમાં છે ,તો, એવી વ્યક્તિમાં થોડો ગર્વ,અભિમાન જોઈ શકાય છે। "હું કાંઈક છું-ઉચ્ચ છું" એવી ભાવના ,એમનાં  વર્તન-વાણીમાં દેખાય। પોતે જે વિચારે છે ;માને છે ,તે જ સાચું,એવી માન્યતા સાથે બીજામાં એ જ ઠસાવવાનો પ્રયત્ન કરતી હોય. આવી વ્યક્તિ ઉદાસ થાય એનું કારણ ;એણે  જે પ્રાપ્ત કરવા ધાર્યું હોય તે પ્રાપ્ત ન કરી શકે ,એની પીછેહઠ હોય। પ્રાપ્તિ માટે યેન કેન પ્રકારેણ વાળા પ્રયત્ન છતાં ય નાસીપાસ થાય એ હોય. આવી વ્યક્તિ ક્રોધિત થાય અને નિષ્ફળતા માટે બીજી વ્યક્તિને એટલી હદે પીંખે કે પેલી વ્યક્તિ દોષ ભાવ અનુભવવા લાગે।  બુદ્ધિ સ્થિત મનવાળી  વ્યક્તિ  વૈર વૃત્તિ ધરાવે ( વેર અને વૈર આ શબ્દોના અર્થ જુદા થાય છે. વેરમાં બદલાની ભાવના હોય છે જ્યારે વૈર વૃત્તિમાં સામી વ્યક્તિને નીચી પાડવાની કે દેખાડવાની વૃત્તિ હોય છે. બાકી તો સાહિત્યને સૂક્ષ્મ રીતે જાણનાર જ વધુ પ્રકાશ પાડી શકે। )
    કેટલીક વખત મન ઝૂલે છે। ક્યારેક હૃદયમાં પેસે તો ક્યારેક મગજમાં ! ક્યારેક મુક્ત થઇ કેશવ સંગ મ્હાલે અને મોર બની થનગનાટ કરે ! તો ક્યારેક બુદ્ધિમાં પેસી ,અભિપ્સા થી ઘેરાઈ અપમાન ,અવગણના કરે અને કોઈ પણ પ્રકારે એને પ્રાપ્તિ ના પ્રયત્નો કરે. ! મન ને આટલા માટે જ મર્કટ કહ્યું છે. ! એ બુદ્ધિમાં સ્થિત હોય ત્યારે વિચારોના તરંગ ઉપર ઝૂલે છે। એને જો કાબુમાં લઈને હૃદયમાં બેસાડવામાં સફળ થવાય તો વ્યક્તિ ઉર્ધ્વગમનના પંથે પગલાં પાડી શકે નહીં તો કર્મ બંધને બંધાય। અસ્તુ। 
     ( આ રજૂ કર્યા  પછી મેં એક પુસ્તક વાંચવા લીધું છે।  શ્રી પુષ્કર ગોકાણીએ લખ્યું  છે. શરૂમાં જ એમણે  લખ્યું છે ;"આપણી મનગંગા આપણને આપણી ભાવના પ્રમાણે સંસારના ભોગ અને મોક્ષ આપે છે. આપણે મનનાં  સ્વામી બનવું છે કે ગુલામ તે આપણે નક્કી કરવાનું છે "
       મન શું છે ? મારા આ સવાલનો જવાબ પણ મને મળ્યો છે.આ પુસ્તકમાંથી। એમાંથી થોડું અહીં લીધું છે. --"સ્વબચાવ પરાવર્તી  તંત્ર આપણામાં સમગ્ર શરીરમાં જ્ઞાનતંતુઓનાં જાળાં  દ્વારા કોષેકોશ સુધી વકસ્યું છે.નિદ્રામાં એ સજાગ રહે છે.નિદ્રામાં મચ્છર કરડે તો અજાણ જ આપણે તેની ઉપર થાપાટ  મારી તેને ઉડાડી મૂકીએ છીએ। આપણી આંખમાં પવનથી ઉડી રજકણ પડે તે પહેલાં  જ આપણી આંખ સહેજ મીચાઈ જાય છે। આ પ્રવર્તી સહજ પ્રક્રિયા જીવનધારા ચાલુ રરખવા માટે પૂરતી નહોતી। એટલે મગજમાં આપણા અનુભવોનો સંગ્રહ થાય તેવું સ્મૃતિ તંત્ર વિકસ્યું। જેના દ્વારા એકવાર હુમલાના અનુભવ પછી બીજી વખત થતા હુમલામાં સ્મૃતિના આધારે બચાવ કરી શકાય। પછી તો આ સ્મૃતિમાંથી બુદ્ધિ વકસી ,તર્કનો વિકાસ થયો આમ "મન" થયું "મન" સર્જાયું।મન સર્જાયુ શરીર સાચવવા માટે।પણ પછી તો તે શરીરનો સ્વામી બની ગયું। "    આગળ ઘણું છે, પરંતુ " મન શું છે ? નો જવાબ આમથી મને મળ્યો છે. આ પુસ્તક " મનગંગોત્રી " ઘણું ઘણું સમજાવે છે.  )

અમીધાર


ખરેખર તો અશબ્દ રહીને જ,
વરસાવે હેતની હેલીને 'તે ',
દુનિયાની સમજણ ખોટી છે ;
નાહક વગોવી અમીધારને 'તે'

હૃદય ભીંજાયું નહીં,ને,ફક્ત કર્ણ --
અધિર,ચહે સુણવાને ,શું ઊચ્ચરે 'તે ',
વર્ષા-ધારનો નિનાદ રણઝણાવે ,'તે ' ,
ગર્જન અંબુજનું ,શબ્દ તે જ,સુણાવે 'તે '.

સમજાય તે સમજે ,શબ્દ એ ,
નહીં તો નિરર્થક ગરજી-વરસી રહ્યો 'તે '.
                                 બેલા 10 નવેમ્બર 2018 
                                       12.30. પી.એમ. યુ.એસ.એ. 

ભાવાગ્નિ



-----કુંઠિત સ્વરે આરાધું ,કવથી ,તુજને !
-----ઓ પ્રભુ ! જરા ધ્યાન દઈ શ્રવણ કરને ! 
-----મુજ રંક ,પતિત ,આ મન્દબુધ્ધ જીવ પરે ,
-----દયા આણી ,જરા કૃપા દ્રષ્ટિ કર ને !

-----તુજ હીણો આ ,તૃષિત જીવ તો ,
-----તડપે ભાવાગ્નિ મહીં ;--જરી -----
-----અમી બિંદુનાં  છાંટણાં વરસાવને !
-----જેનાં  કુંભ  છે પડયાં ,તુજ કને !

-----ફૂલથી કોમળ આ હૈયું અમારું,
-----કુઠારાઘાતથી બચાવો ,તેને;
-----ઓ ઈશ્વર ! શું નિષ્ઠુર થયો તું !?
----કે, દવલાં  કીધાં ,તારાં જ આત્મજને ?! ! 

-----સૂણી  ના ,એકે ય આરાધના ,
-----શેં  ઉવેખી ,આ "બેલા"ની માલણને ? ! 
-----ફૂલ અર્પી અર્પી થઇ ઠુંઠી ,સુક્કી ;
-----સળગાવી રહી ,દુઃખઅગ્નિમાં ,ખુદને ,
-----(તો યે  બેઠી ,તુજ દર્શનની આશ ધરીને। )
                                               બેલા 26 ઓક્ટોબર 2018
                                                     3.15.પી.એમ. યુ.એસ.એ.