Pages

ગરૂડાધીશ




    તારે દેશ આવવા 
    મારો પાસપોર્ટ તો તૈયાર જ છે 
    મારા શામળા !
    તારા વિસાની વાટ જોઉં છું:
    તારો દૂત થાપો મારે એટલીવાર !
    તું ગરુડે ચડીને લેવા આવીશને ;
    મારા શામળા ?
    વિમાન વિના તો કેમ અવાશે ?
    તારા ગરુડની મજબુત પીઠ ઉપર 
    હું સહેલાઈથી સમાઈ જઈશ ;
    તારો હાથ થામીને  !

    એંધાણીઓ  આપી આપી આમ તડપાવીશ માં ;
    મારા શામળા !
    મારે તો રુમઝુમતા ,"બેલા"નાં ફૂલથી તારી સાથે રમતા રમતા 
    તારે દેશ આવવું છે ;
    માટે તો પાસપોર્ટ,પેટી ,બધું ય તૈયાર રાખ્યું છે;
    મારા શામળા!
    બસ ,ગરુડની પાંખોના ફફડાટની વાર છે .
                                       બેલા\૨૧\૪\૧૩\૧૧.૫૫પિ.એમ. .

તેડાં





   તારા વિમાનની ઘરઘરાટી મને સંભળાય છે 
                 મારા શામળા !
   લેવા આવે છેને ?
   હું તો તૈયાર જ છું;
  "બેલા"ની માલા સાહી હાથમાં :
   તને વધાવવા .

  ચાલી નીકળીશ તારી સાથે 
  તારા હાથમાં હાથ પરોવીને :
  એક પલ પણ તને ખોટી નહી કરું ;
            મારા શામળા !
                         બેલા \૧૯\૪\૧૩\૪.૪૫.પી.એમ.

યુગ્મ રંગ



       વસંત આજ મ્હોરી મ્હોરી રે 
       કેસુડાં સંગ ફોરી ફોરી રે .

      વન-ઉપવન સજ્યા ઓઢી ,
      રંગ બે રંગી ફૂલ ચુનરી રે .
      ભમરા ગુંજ્યા ,ને ,ફરી વળી ,
      ફૂલવેલ સમી આ તીતલિ રે .

      સંદેશ આવ્યા ,પિયુ-મિલનનાં 
      લઇ ગુલાલ, સજી ગોરી રે ,
      વ્હાલાના આગમના એંધાણે
      ભરી કેસરિયા કુંડી રે .

     ગોપી-કાન્હા સંગે રાચી 
     લલીતા-સખી ,રાધા ગોરી રે .
     નીરખી રંગ-રસિયા જોડી 
     "બેલા" ડોલી ,ઝૂમી રે .
                       બેલા\૨૪\૩\૧૩\૮.૪૫.એ.એમ.

ચોસર \ ચોપાટ



      ચોસર એટલે ચારે બાજુથી સ્રરો !
      ચોપાટ એટલે ,ચારે બાજુથી પડો.!

      ચોસર રમવા ,શકુની જેવી 
      કપટી બુદ્ધિ અને આંગળાની કરામત જોઈએ .
      અધર્મ જોઈએ 
      ધર્મ ચોસરમાં હારે છે .
      સત્ય અને શાલીનતા શરમાય છે .

      જીવનમાં ચોસરની બાજી ખેલવી 
      એટલે જિંદગી હારવી .
      આનંદ ,ઉલ્લાસ ,શાંતિ હણવી .

      ખેલ ખેલવો જ હોય  
               તો 
      સંતાકુકડી-થપ્પો ખેલો,; શામળા સાથે :
      "એ" પાવરધો છે એમાં !!
      "એ"ના હાથે પકડાઈને 
      થપ્પો લેશો બરડામાં ,
                તો 
      ઉદ્ધાર થઇ જશે આતમનો !

       પાસા અને સોગઠાં 
      અવળાં-સવળા કરવાને બદલે 
      તુલસી-રુદ્રાક્ષના મણકા ફેરવો 
                    અને 
      અનુભવો, પરમશાંતિ જીવનમાં .!
                                     બેલા\૨૨\૩\૧૩\૩.૪૫.પી.એમ 

શીવ



    શીવ ભોલેનાથ,શીવ રુદ્રહાક .
    શીવ સ્મશાનવાસી 
    શીવ ભસ્માંગધારી 
    જટાધારી જોગી શીવ .

           એ શીવ 
     શોભાવે ,સૌન્દર્ય-શિરમોર બીજ ચંદ્રને 
     ધરી મસ્તકે ,મુકુટ રૂપે .
     વહાવતા ગંગા શાશ્વતી ,શીવ 
     કાલસર્પ વિજયી શીવ.
     ઈડા,પિંગલા સુષુમ્ણા,અને,
     સત્વ,રજસ,તમસના વિજેતા શીવ. 
     અજન્મા ,અનાદિ-અનંત શીવ .
     ભુત-પ્રેત સંગે વિહરતા 
                પણ 
     વામાંગે સ્થિત ઉમાને 
     હર્ષાવતા શીવ 
     અઘોર તપસ્વી, છતાં 
     નૃત્યના આદ્ય દેવ શીવ .
     લાસ્ય-તાંડવ વચ્ચે 
     હાસ્ય-રુદ્ર્તા વચ્ચે 
    સમતુલા ધરાવતા શીવ .
               એથી જ 
     દેવાધિદેવ -મહાદેવ છે 
                  શીવ .
                        બેલા\૧૦\૩\૧૩\૪.૦૦ પી.એમ 

તારે દૂર દેશ



    મારી આંખ્યુંની દાબડીનાં રટન ખોવાણાં 
   મારગ સૂઝે ના ને પગ જોને અટવાણા .

   માયાના જંગલ ને મોહના તમરાં
   ક્યાં યે ના ગનાનનાં આગિયા ઝબકાણા 
   મને દોરે કુણ તારે દેશ અંતરાળા ?
   વ્હાલા ભાંગજે ભીડ ને દેજે હામ ધારણા .

  ઝાલ હાથ મારો ,ને પગ દંડીએ ચડાવ મારાં વ્હાલા 
 મેળાપે તુજને ધરીશ મારાં શામળા ,
 હાથે ગુંથેલ આ "બેલા"ની માળા .
                             બેલા\૮\૩\૧૩\૧.૨૦પિ.એમ