Pages

રાસ



રાસ જ આનંદ છે. આનંદ જ રાસ છે. સૃષ્ટિ જ રાસની બનેલી છે.
કોઈક કવિએ લખ્યું છે
"સૃષ્ટિ જો રાસ રમે , આનંદે મહાલતી "
"કાનો  રમે છે રંગ રસિયા રે ,એક એક ગોપી ને એક એક કા'ન છે। "
ઉપર લખ્યું તેમ રાસ જ આનંદ છે અને આનંદ જ રાસ છે સૃષ્ટિ જ રાસની બનેલી છે ,

એ જોયું છે ? જોઈને આનંદ અનુભવ્યો છે ?
આપણી આ ભાગ-દોડની જિંદગીમાં સમય છે કે એ નિહાળવાનો કે નોંધવાનો,કે માણવાનો ? !
જયાં  નજર કરશો ત્યાં સૃષ્ટિનો રાસ નજરે પડશે. નભે વાદળ જાત ભાતનાં  આકાર બનાવી દોડે છે ; ટકરાવથી વીજળી ચમકાવી ગગડાટ કરીને રાસ રમે છે.એનો આનંદ કદિ અનુભવ્યો છે ? આ છે નભ ને વાદળ નો રાસ। !
ડુંગરની કરાડોમાંથી  ફૂટતા ઝરણાને ,નદી બની સાગર તરફ કલકલ નાદે સરકતાં  જોયાં  છે ?એનો આનંદ માણ્યો છે ? એ છે નદી ને સાગરનો રાસ !  ફૂલ ઉપર પતંગિયાનો અને  પરાગ રજનો સંગમ જોયો છે ?
ભ્રમરના ગુંજનને માણ્યું છે ? આ છે; ફૂલ,તિતલી,ભ્રમર અને પરાગનો  રાસ!

       આપણી આ રસમય સૃષ્ટિ જ એક રાસ છે। રાસનો અર્થ :-- આનંદમય મિલન ! કૃષ્ણ ગોપીઓનો રાસ બહુ જ ચર્ચીત  છે. આ રાસ ; દરેક પોતાની દ્રષ્ટિ અને મતિથી એને મૂલવે છે।
          કૃષ્ણ પોતે જ આનંદ છે.;આનંદમય છે. ગોપીઓ સાથેનું નૃત્ય એ આનંદનો આનંદ સાથેનો સંગમ --રાસ--છે.આપણી કલ્પનાશક્તિએ હાથમાં દાંડિયા પકડાવી સ્થૂળ રાસ બનાવ્યો. બાકી આનંદમય કૃષ્ણ દરેક ગોપી સાથે કેવી રીતે દેખાય ?!આનંદમય સ્વરૂપ દરેક ગોપી સંગે  જોડાયું તેથી દરેક ગોપીએ અનુભવ્યું કે કૃષ્ણ  મારી જ સાથે છે.કૃષ્ણ ગોપીનો રાસ એ માનવીય નથી. આ પુરુષ અને પ્રકૃતિનો આનંદમય સંગમ છે. અહીં માનવીય વાસનાઓ નથી,રાસનો અર્થ જ આનંદ છે,રાસ અદ્વૈતનો સંકેત છે। રાસનું મૂલ્ય કરવું અશક્ય છે. તે અમૂલ્ય ને અવિનાશી છે। જ્યા સુધી પુરુષ અને પ્રકૃતિ નિરાવરણ છે,શુદ્ધ છે ત્યાં સુધી રાસ કૃષ્ણ -ગોપી જેવો જ રહેશે ,નહીં તો દૈહિક -કામુક થઇ જશે।
          રાસનો એક બીજો અર્થ આ પણ થાય છે.લાખ ચોર્યાસીનાં  જન્મ મરણનાં ફેરા ફરી એ ચક્રને અંતે પ્રભુ-મિલન થાય તે રાસ !આ રાસમાં ગર્વથી છૂટી પડી ગયેલી ગોપી તે રાધા। --આપણો  ગર્વ--અને તેથી કા 'નો સંતાય અને અનેક વિનવણીઓ,આરાધના પછી મિલન થાય તે પણ રાસ.!
           રાસ :-- શરૂઆતમાં બે પંક્તિઓનું અવતરણ કર્યું છે ,તે આ સંદર્ભમાં -કે- સૃષ્ટિ રાસ  રમે છે અને કહાન  રાસ રમાડે છે જયારે અવિનાશી મિલનનો આનંદ હોય છે।
                                                                                        26 માર્ચ 2018
                                                                                             3.30 પી.એમ. યુ.એસ.એ.

क्यों न बुलाये



---कान्हा रे कान्हा तू ने लाखों  रास रचाये 
---फिर भी तू क्युँ  मुझे न बुलाये ? !

---दिल की लगी को दिखाऊं  कैसे ?
---अंसुवन  धारा रोकूँ  कैसे ?
---तुझ बिन जीवन कैसे बिताऊं ?
---राह मुझे दिखला दे। .....तू क्यों। ..

---आस भी अब तो ,तूट  रही है ,
---जान भी अब तो निकल रही है ;
---तेरी दुनिया कितनी दूर है ,
---पाँव मेरे लड़खड़ाए। ..तू ने क्यों...

---तेरी माला रटते रटते
---जिह्वा  मेरी सुख गई है ;
---"बेला" की बगिया सम्हालू कैसे ?
---एमी रस तू छलका दे। ...तू क्यों। ..

                                          २२.अप्रैल २०१८
                                               ३. ३० पी। एम  यु. एस  ए।

उदासी



---आज फिर उदासी छाई है ,
---आज फिर दिल में तन्हाई है ;
---जिंदगी! तू ने कैसी ये दवाई पिलाई है ,
---कैसे हालात में मुझे फसाई है ? !

---लौ दिल की बुझी बुझी सी पाई है ,
---दुनिया से मानो ,ली रुसवाई है ;
---क्या खोया ,किस दर्द ने रुलाई है ?
---सोच, आँखे भर आई है
---हर मौसम में दुनिया बसाई है ,
---हर रंग में उसे रंगवाई है।

---खिली खिली जीवन बगिया बनाई है ,
---कोई कलि  खिली ,तो कोई मुरझाई है ;
---"बेला" को देखो ,वो हर हाल में लहराई है ,
---तू क्यों , क्या सोच , अब हिजराई है ? !
                                                   २८ मार्च २०१८
                                                               २.. पि.एम्. 

મૃત્યુ વિષે


 મૃત્યુ એટલે શું ? 
શરીરની ચેતનાનું વિલીન થવું ? આત્માનું ઉડી જવું ? હૃદય ધબકતું બંધ થવું ? મૃત્યુ આવે છે ,થાય છે શા માટે ? આ કદી વિચાર્યું છે ? ઉંમર થઇ , શારીરિક શક્તિ તથા માનસિક શક્તિ ઘટી એટલે ?

કદાચ હા. આ કારણો હોઈ શકે।
પરંતુ આ બધા સાથે એ વિચાર્યું છે કે સમસ્ત જીવન દરમિયાન આપણે આપણી આજુબાજુ કેટકેટલી જાતનાં  જાળાં  ગૂંથ્યાં છે ? સગાં -સંબંધી તો રિશ્તા થયા. આપણે આપણા રાજસ-તમસ ગુણો  દ્વારા કેટલી આદતો કેળવી-પંપાળી ? કેવાં  કેવા સંસ્કાર  ગ્રહણ કર્યાં --કુટુંબમાંથી તેમ જ  મિત્રો ,સંગાથીઓ અને
વાતાવરણમાંથી ? ! કદી વિચાર્યું છે કે જીવનમાં આ બધાં  કેવાં  ને કેટલા ગુંચવાયાં  છે ?
આ આદતનાં  તાણાવાણા-સંસ્કારનાં  ડૂબકાં વિગેરેથી મુક્તિ કેવી રીતે ?

      ઈશ્વર આ વિચારે છે ,જીવને એણે  દુનિયામાં રમતો મુક્યો ,ઊંચે આવવા. ઈશ્વર પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા,અને એ તો ગૂંથાયો,ગૂંચવાયો ! તેથી ઈશ્વરે ઈચ્છે છે કે જીવ-પ્રાણી આમાંથી છૂટે.ફરી નવી સુ-આદતો અને નવા વિચાર સાથે નવું જીવન ;-ઉતકર્ષ  માટે જીવે  પરંતુ આ દેહ તો ઘડાઈ ચુક્યો છે,ખખડી ય ચુક્યો છે.ફેરફાર સંભવ નથી.

આપણામાં કહેવત છે "પાકે ઘડે કાંઠા ન ચડે "એમ જ આ ખખડી ગયેલા દેહ અને મન -મનની કિતાબ- જેમાં બધું લખાયું છે તે ભૂંસીને હવે નવું લખાણ થઇ શકે એવી શક્યતા જ નથી તેથી ઈશ્વરે મૃત્યુ સર્જ્યું. જુના જીર્ણ  દેહને અને ગન્ધાયેલા  મનને નવા સ્વરૂપમાં ઢાળી દેવાનું નક્કી કર્યું અને મૃત્યુથી આ દેહનો -જીવનનો અંત લાવી મુક્ત કરવાનું વિચાર્યું। પછી નવી ગિલ્લી નવો દાવ !

        નવો દેહ, નવાં  વિચારો,નવી આદતો ,નવાં  સંસ્કારો વડે જીવન-કિતાબના પાનાં ભરો. મૃત્યુ ,જંજાળનો અંત અને નવ જીવનનો આરમ્ભછે.મૃત્યુ રૂપાંતરનો રસ્તો છે.આ રૂપાંતર ભવ્ય ક્યારે બને ?જ્યારે ઈશ કૃપા હોય ત્યારે। રાવણનું મૃત્યુ શ્રી રામને હાથે થયું। રાવણના મૃત્યુ સમયે શ્રી  રામનો આશિષ  હસ્ત રાવણને માથે હતો ;જ્યારે તે રૂપાંતરને રસ્તે સંચર્યો.કંસના શરીરનો અંત પણ શ્રી કૃષ્ણના હાથે થયો. આ ભવ્ય રૂપાંતર છે. માટે જ્યારે આ શરીર છોડી નવા કલેવરમાં જવા પ્રસ્થાન કરીયે ત્યારે ઈશ કૃપા સાથે હોય તો જ સુ-સંસ્કાર અને સુ-વિચારનું ભાથું સાથે આવશે.

બાકી તો સૂક્ષ્મ જીવની સાથે  પ્રસ્થાન સમયે જુના જાળાના  ટુકડા ચીપકીને નવા કલેવરમાં -નવા જીવનમાં દેહ-મનમાં સાથે જ આવશે। જેને આપણે પ્રારબ્ધ જેવું રૂપાળું નામ આપ્યું છે. અથવા પૂર્વ જન્મના ફળ.
જે નવજીવન ઉપર અસર કરે છે. માટે જ જ્યારે અંત સમય નજીક  આવે ત્યારે બને એટલું મનને પ્રભુમાં સંસ્થિત રાખવું જોઈએ; જેથી જાળાના  ટુકડા ચિપકવા અસમર્થ થાય  .

          મૃત્યુ દુ:ખદ નથી,કિન્તુ ઈશ કૃપા વિનાનું મૃત્યુ  ઉતકર્ષ માટે, ઉર્ધ્વ ગમન માટે નિરર્થક છે ; દુ:ખદ   છે.અને તેથી મર્ત્ય લોકના માનવી મૃત્યુનો શોક મનાવે છે.કેટલીક જાતિઓ મૃત્યુને ઉત્સવ તરીકે મનાવે છે અને નિર્જિવ દેહને શણગારીને ભજન ગાતા અંતિમ સંસ્કાર માટે લઇ જાય છે. તેઓ માને છે કે આ  જીવ શિવને મળવા જઈ રહ્યો છે એ તો આનંદની વાત છે તો એને ઈશ્વરના ગુણગાન સાથે વિદાય કરવો જોઈએ.

         કેટલાકના મનમાં પ્રશ્ન ઉઠે છે ;જો નવા સંસ્કાર ;નવા વિચાર માટે ખખડી ગયેલાએ જવાનું હોય તો બાળમરણ કે યુવાનોનું મૃત્યુ  શા માટે ?તેઓ તો આવાં  જાળામાં ગૂંચવાયેલા નથી હોતા !?
મારી સમજણ આ છે.

આપણા શાસ્ત્રો પૂર્વ જન્મ અને પુનર્જન્મ માં માને છે. અને કહે છે કે આપણાં  પૂર્વ જન્મના પુણ્ય કર્મ ફળ નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે. પુરાણો કહે છે કે મૃત્યુ લોકમાં  કર્મફળ ભોગવવાનો સમય પૂરો  થાય એટલે પાછા ફરી જવું પડે છે ,જેટલાં  પુણ્ય ફળ વધારે એટલું આયુષ્ય ઓછું। જે બાળક ગર્ભાધાનમાં જ પાછું વળી જાય છે તે પુયાત્મા છે. એને બહુ જ ઓછા કર્મફળ ભોગવવાના હોઈ એટલો જ સમય આવીને પાછા જાય છે જ્યારે ઘણા જીવો સંચિત કર્મોના ફળ પ્રારબ્ધ રૂપે ભોગવી લાંબી આવરદા વેઠે છેઅને ગૂંચવણના તાણાવાણા વણે છે  તેઓના ઉતકર્ષ માટે ઈશ્વર તેમના સામું જોઈ એમને છોડાવવા મૃત્યુને મોકલે છે.
  અસ્તુ.
                                                                        23 માર્ચ 2018
                                                                          11.15 એ.એમ. યુ.એસ.એ।

સુખ-દુ:ખ ---અનુસંધાન


 દુ:ખ,એ સુખનું ઉદ્દભવસ્થાન,બીજ છે.
જો દુ:ખની અનુભૂતિ ન હોય તો સુખનો આનંદ માણી  શકાતો નથી.
વળી ,આપણે જીવનમાં દુ:ખથી ટેવાઈ ગયાં છીએ.
નાનાં -મોટાં દુ:ખ તો હસતાં  રમતાં  વેઠી લઈએ  છીએ, અને મોટ્ટી આપત્તિ આવી પડે તો ડટીને સામનો કરીયે, અંતે એ દૂર થયા પછી થોડા સમયમાં એને ભૂલી પણ જઇયે છીએ.

ક્યારેક યાદ વાગોળતાં  એને યાદ કરી  લઈએ.આપણે દુઃખની સાથે જ જીવન જીવીયે છીએ
કિન્તુ જો સુખ ,અચાનક આવી પડે તો જીરવવું અઘરું પડે છે.
દા.ત.કોઈકને મોટી રકમ વારસામાં કે લોટરીમાં મળે તો આનંદમાં જ એનું હૃદય બેસી જાય છે.
એ સુખ એ વ્યક્તિ જીરવી નથી શકતી.
ગીતામાં; અર્જુને શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરુપ  જોયું.એ એને માટે અચાનક આવી પડેલો વૈભવ હતો.
ભલે એણે  એ દર્શન માગ્યું હતું છતાં ય અર્જુન એ દર્શન વધુ સમય જીરવી ના શક્યો તેથી થોડી જ ક્ષણોમાં એણે  કહી દીધું ,"બસ, વિરમી જાવ, મારાથી વધુ જોવું સહન નહીં થાય"

"ઘણી વખત ,આપણે ,પરમ આનંદ  મળે ત્યારે ઈશ્વેરને કહીયે છીએ ;" બસ, પ્રભુ , વધારે સુખ ના આપશો, નહીં જીરવાય ; નજર લાગશે"
માટે જ ઈશ્વર સુખ કટકે કટકે જ આપે છે. વચ્ચે વચ્ચે દુ:ખને મોકલે છે.જ્યારે જ્યારે દુ:ખથી કાયર થઈને પ્રભુને  આરાધીયે છીએ ત્યારે થોડુંક સુખ- સુખનો કટકો -આપણને આપે છે જે જીરવાય પણ છે અને એનો આનંદ પણ લેવાય છે. માટે જ મસ્તીથી જીવવું। દુ:ખ તો અપના સાથી હૈ ,દુ:ખ તો આતા જાતા હૈ.
                                                                                                                                                 21 માર્ચ 2018
                                                                                                                                                 10.15 એ.એમ. યુ,એસ.એ.

એક-બે સંગ્રહ
1-----સુખ કદી, કોઈને  આવીને સામું મળતું નથી ,
------દુ:ખ પણ કારણ વગર નકામું મળતું નથી ,
------હું નીકળ્યો સુખની શોધમાં ;-
------રસ્તે ઊભાં  દુ:ખો  બોલ્યા ,
------"અમને સાથે  લીધા વગર,કોઈને ,
-----સુખનું સરનામું મળતું નથી ,"
2-----દુઃખમાં તમારી એક આંગળી આંસુ લૂછે છે
                               અને
------સુખમાં દસે આંગળીઓ  તાળી વગાડે છે।
------જયારે  પોતાનું શરીર જ આવું કરે છે ;
                               તો
-----દુનિયાથી અપેક્ષા કેમ ?

યાત્રા


શાને આ કોલાહલ? શાને આ દોડધામ?
કરવું શું છે? પામવું શું છે? કરીને આ દોડધામ?
યાત્રા કરો છો -પુરી ક્યાં થશે;ના જાણો ધામ !
ક્યારે પતશે કામકાજ, ક્યારે કરશો આરામ ?

આરામ તો હે જીવ ! પામશો;જ્યારે છોડશો આ ધામ !
જીવો,જીવનને,ઉત્સવ-મહોત્સવ બનાવીને ;
હવા,ચાંદ તારાની જેમ,મુકો પછવાડે કામ
પલ પલ ઉજવે છે,ઉત્સવ,હવા,ચાંદ ,તારા,ફૂલ
એ ય નથી નિષ્ક્રિય,ખીલવા,વહેવાની પ્રક્રિયામાંથી !
કિન્તુ,ચમકારે,ટમકારે,લ્હેરાવે ,ગૌણ બને છે એ કામ।
છોડો,ભાગ-દોડ અને સંગ્રહખોરી
વછૂટશે અધવચ્ચે યાત્રા,અને નહિ પામો ધારેલો આરામ !
કરો કલ્લોલ,ઉજવો ઉત્સવ આજ,માણો આરામ,
સિકંદરની મનીષા હતી, બનું વિશ્વ્ જીત ,પછી
કરીશ ઘેર જઈને આરામ ! 
કિન્તુ
યુદ્ધ યાત્રામાં જ મરણાસન્ન થયો ,ને
ક્યારે ય ન પામ્યો વાંછિત આરામ।

તો, આનંદો ,જીવનને ,લઈ કૃષ્ણનું નામ !
અંતે ખુશી ખુશી પામશો ;"એ" અનંત વિશ્રામ ધામ ! 

19 માર્ચ 2018 2.30 પી.એમ.
યુ એસ એ


આજ વાત લેખમાં પણ મૂકી છે;આ પ્રમાણે ---

યાત્રા

જીવ, જીવન યાત્રાની ગાડીમાં જન્મ લઈને બેસે છે અને માતા-પિતા મેળવે છે ત્યારે તો જાણે તેઓ જીવનભરનાં સંગાથી છે એમ લાગે છે। પછીથી એ યાત્રામાં જોડાય છે;સંબંધીઓ -જેવાં કે ભાઈ,બહેન,કાકા,મામા ,માસી,ફોઈ,વિગેરે -અને જીવનની રેલયાત્રા સભર સભર થઇ જાય છે।
પરંતુ સમય વિતતાં આમાંથી સર્વે પોતપોતાનાં સ્થાનક આવતાં ઉતરી જાય છે ;અને બીજા યાત્રીઓ,જેવા કે મિત્રો,પત્ની,બાળકો,યાત્રામાં જોડાય છે.કેટલાંક એવાં ય આવે છે અને જાય છે ;જેની આવન -જાવન ક્ષણિક સથવારા સાથે પુરી થાય છે. જે ધ્યાનમાં પણ રખાતું નથી.કેટલીક એવી બેઠકો ખાલી જ થઇ જાય છે.

તો, આ યાત્રા આનંદમય ,ઉલ્લાસભરી,સૌને માટે બની. રહે એ ઈશ્વરને પણ માન્ય છે.આ યાત્રામાં આપણું- જીવનું- અંતિમ સ્ટેશન ક્યારે આવશે અને યાત્રાનું પૂર્ણવિરામ ક્યારે થશે એની ખબર નથી
તો પછી
શાને આ કોલાહલ ? ! શાને આ દોડધામ ? ! .......અલબત્ત નિષ્ક્રિય નથી રહેવું પરંતુ આ ભાગદોડ ,આ સંગ્રહખોરી છોડો,છોડો કોઈએ આપેલા ઘાવની યાદ,મુસાફરો તો આવે ને જાય કોઈ મીઠું બોલે ;કોઈ તીખું તો કોઈ કડવું ! જીવની યાત્રા તો ઈશ્વરના સંધાન સાથે છે। "એ"નું સખ્ય ક્યારે ય છૂટતું નથી અને "એ"ને મળવા જ યાત્રામાં આવતાં દરેક પ્રસંગો,અને સહયાત્રીઓને ભૂલી જગતની યાત્રા માટે ખપ પૂરતી જરૂરિયાત સિવાયનું બધું છોડો। ક્યારે જીવનું આખરી સ્ટેશન આવશે એ ખબર નથી તો શા માટે આ દોડધામ ? કરો કલ્લોલ ઉજવો ઉત્સવ આજ ને માણો યાત્રા ; માનસિક શાંતિ અને કુદરતી કરિશ્માને સરાહીને,ઈશ્વરને ચિત્તમાં રાખીને ,કોઈને ય નુકસાન કે દુઃખ ન થાય એ રીતે....

21 માર્ચ 2018
10.15 એ.એમ
યુ એસ એ