Pages

વિચારધારા


હું તો વિષ્ણુના કૃષ્ણાવતારમાં પ્રીતિ ધરાવનાર અને એને મળવા ઉત્સુકજીવી છું; પરંતુ આ કાવ્યમાં શ્રી રામનો ઉલ્લેખ કર્યો છે એની પાછળ કારણ છે.મારે એમની પાસે પહેલાં  જવું છે.મારા મનમાં જે પ્રશ્નો છે તે પૂછવા છે. શંકાનું નિવારણ કરવું છે.મારે મારા શામળાને સંશયાત્મક ચિત્ત સાથે નથી મળવું। એને તો નિર્ભેળ,નિર્મળ શુદ્ધ પ્રેમ સાથે ભેટવું છે। 
  પ્રશ્નો છે ;શ્રી રામ માટે। શા માટે ? શા માટે ? એમણે  પત્નીની અગ્નિ-પરીક્ષા જાહેરમાં લીધી?--ચારિત્ર્ય  શુદ્ધતાની ખાતરી માટે? કોને ખાત્રી  કરાવવી હતી ? તેઓએ જ તો સીતાને ગુપ્તપણે સૂચવ્યું હતું ! અગ્નિમાં સંતાઈને ,છાયા રૂપે બહાર  આવવા ?! સીતાજીનું હરણ થયું તે પહેલા ?! તો પછી એમ જ ગુપ્ત રીતે શા માટે પાછાં  ન બોલાવ્યા ? શા માટે એમણે   આ ચારિત્ર્ય  શુદ્ધિનું  નાટક કરી; સ્ત્રીત્વનું અપમાન કરી; આને અનુસરી પ્રથા બનાવવાનું કારણ પુરુષોને આપ્યું ?!  કોઈ પણ પુરુષ શ્રી રામની જેમ એક પત્નીવ્રત ધારી નથી, તો પછી પુરુષો , સ્ત્રીઓના એક પતિવ્રત માટે આટલો આગ્રહ રાખે એવું આ ઘૃણિત દ્રષ્ટાન્ત શા માટે ?! આ દુષ્ટ દાખલાના સહારે પુરુષ રાક્ષસોએ ,પત્ની ઉપર જ્યારે ને ત્યારે ચારિત્ર્ય  ખંડનનો આક્ષેપ મૂકી સ્ત્રીને સતાવવાનો ધર્મ બનાવી લીધો છે.! ગમેતેવો વ્યભિચારી પુરુષ પણ પત્ની ઉપર શક  કરી એના સ્ત્રીત્વનું અપમાન કરી શકે ! ! 
     એ જ રીતે ,ધોબીએ ,એ જ જમાનામાં ;પત્નીને  (સત્ય જાણ્યા વિના ) કહી દીધું કે પોતે રામ નથી કે રાત્રી બહાર ગાળીને આવેલી પત્નીને ઘરમાં રાખું ! વાહ ! તો પછી પેલી અગ્નિ પરીક્ષાનું  શું મહત્વ ?!  આમ આરોપ તો શ્રી રામ ઉપર પણ હતો; તો , રામે ,પોતે રાજા થવા યોગ્ય નથી એ વલણ લઈને રાજ્ત્યાગ કેમ ના કર્યો ? એમના રાજ્યધર્મે પત્નીનો ત્યાગ કરવાનું કેમ સૂચવ્યું ? એમણે  એમના ગુરુ સાથે વિમર્શ કર્યો હતો ? ધોબીની વાત સાંભળીને પત્નીને કાઢી  મુકવાના વિચારને પુષ્ટિ આપી ? ! ! સીતાનો અને તે પણ એમને જણાવ્યા સિવાય -અંધારામાં રાખીને -ત્યાગ કર્યો ! ! આમાં પણ પુરુષોને જ સ્વાયત્તતા આપી દીધી ? ! ! શા માટે ? 
       બંન્ને  પ્રસંગોમાં સ્ત્રીનું  જ અપમાન ? ! આને લીધે પુરુષો સ્ત્રી ઉપર અત્યાચાર કરતાં  થઇ ગયા છે. બધું જ એમનું જ ધાર્યું થવું જોઈએ નહીં તો , સ્ત્રીના પિયરસન્યાસ ,શરીર તથા આત્મ સમર્પણ , સાસરીનાં  બધા જ સભ્યોનો સ્વીકાર ,સેવા ,આદર , બધું જ નક્કામું  ! ! ! ? સ્ત્રીએ જીવન વ્હેણ  જ બદલી નાખગ્યું હોય ,પણ કશાની ય કદર નહીં ? ! ! એક માત્ર પોતાની જીદ્દ અને સંદેહ આગળ ? ! આ સબક શીખ્યા, પુરુષો રામાયણમાંથી ! ! !  વાહ !  પોતે રામની જેમ એકપત્નીવ્રત નહીં રાખવું , ન કુટુંબ ભાવના નિભાવવી ,ના પોતાના હક્કનો ત્યાગ કરી વડીલની આજ્ઞા માનવી છતાં , રામે જે બે સિતમ કર્યાં  તે ,પોતે વ્યભિચારી  બનીને પણ ચાલુ રાખ્યા ! ! ! 
         મને લાગે છે કે આ ગ્રંથ લખનાર પણ પુરુષ હતા તેથી જ તેઓને આ લખવામાં પોતે સ્ત્રીત્વનું અને સ્ત્રીનું અપમાન કરે છે તે સમજાયું  પણ નહીં હોય ! ભાગવત લખનારે પણ મહાભારત અને ગીતા લખ્યાછે। એ પણ પુરુષ જ હતા ! ભગવતમાં પણ ઘણી ય જગ્યાએ સ્ત્રીને નીચી દર્શાવી છે। સ્ત્રી સંગનો ત્યાગ કરવા જણાવ્યું છે. કારણ શું?  તો ;;સ્ત્રી પુરુષના ચારિત્ર્યને નબળું પાડે છે ! ! ! વાહ ! વાહ !! પુરુષોના નબળા અને ચંચળ ચિત્તનો દોષ ના દેખાયો ! ? ! પૂરુષ  એવા કેવા નિર્બળ મનવાળા કે સ્ત્રીને જોઈને ચળી  જાય ? હેં ? ! ! સ્ત્રીના દામન  ઉપર હાથ નાખવાની શરૂઆત તો પુરુષો જ કરે છે ! સ્ત્રી કદી પહેલ કરતી નથી. આમન્યા ને લાજ એ સ્ત્રીની આંતર-ગ્રંથિ છે ;એને છોડાવવા નાર  પુરુષો છે ;છતાં આક્ષેપ  સ્ત્રીઓ ઉપર ? ! ! 
       મહાભારતમાં તો સ્ત્રીને જુગારના દાવમાં મૂકી દીધી ! ! જાણે  એ પણ કોઈ વસ્તુ હોય ! એનું ચીર હરણ કરાવ્યું ! પોતાના અપમાનનો બદલો લેવાની આ કઈ જાતની વૃત્તિ ? !  કથાકાર પુરુષ હતા માટે એમણે  આ વિકૃત વૃત્તિ લખી। 
       આ બધા જ પુરુષ પ્રધાન દ્રષ્ટાતો  વિષે મારે પૂછવું છે ,અને એમાં ય ખાસ તો શ્રી રામને જ ; કારણ એમના જ બે દ્રષાન્ટોને કારણે પુરુષ-પશુ આટલો વિફર્યો છે. માટે જ મારે મરીને પહેલા શ્રી રામ પાસે જવું છે। અને પછી મારા પ્રિય શામળા પાસે; જેના સાંનિધ્ય માટે વલખું  છું।  
      હું જાણું છું ;મારું આ દ્રષ્ટિ બિંદુ ઘણાય ને ખોટું લાગશે, અધૂરું જ્ઞાન લાગશે ,  છતાં મેં મારી વિચારધારા અહીં રજૂ કરી છે। મને જે મનમાં વસ્યું તે લખ્યું છે,કોઈક મનોવૈજ્ઞાનિકે સૂચવ્યું છે કે મનમાં આવતાં  વિચારોને તમને યોગ્ય લાગે તે રીતે બહાર કાઢવા ;તેથી મન શાંત થાય છે -વિવહળતા ઘટે છે.
અસ્તુ 
બેલા             8 જાનુરી 2019            11.00 યુ.એસ.એ. 

ઝોંટાની વાટ


 
-----સોનાને પીંજારીયે આતમ ,બોલે,                      રામ રામ 
-----રૂપાને  હિંડોળે  આત્મ ઝૂલે ,                          રામ રામ 
-----એક મોટ્ટો ઝોંટો  આવશે ,ને થાશે,                   રામ રામ 
-----જુએ વાટ  ઝોંટાની ,ક્યારે આવશે,                   રામ રામ 

----- ધીમી શગ બળે ,ને ડોલે,                                રામ રામ 
-----ઘી ખૂટ્યું , ને વાટ  તો ચચડે ,                          રામ રામ 
-----ચચડાટે  ચચડાટે ,કરગે ,વિનવે,                       રામ રામ 
-----જુએ વાટ ,ક્યારે ઝોંટો  આવી,બુઝવશે ;          રામ રામ 

-----ફૂલ સુગંધી પાથર્યાં  "બેલા"એ ,                       રામ રામ 
-----વાગે ઝીણી ઝાંઝરી ,એને ચિતડે ,                   રામ રામ 
-----ખનકે છે ,દૂર ખંજરી, આપેલ ઈશારે ,              રામ રામ 
-----આતુર ઊડવા ,ઝોંટા સંગે, આવે જ્યારે ,          રામ રામ 
                                                             બેલા 8 January 2019
                                                                     8.00 એ.એમ, યુ એસ એ 

પિશાચી તાંડવ




અમાસનાં અજવાળાં


                                                    અ 

-----સખિ !નીરખને ગગનમાં ,અનંત જ્યોતિ-કણો ચમકે !
-----લાગે,જાણે ચમકી ઉઠ્યાં નયન સૂતાં ,ને, વિલસી  રહયાં ,અનંત ચૈતન્યે  !
-----ગગન રહી અંધકારમાં દ્યે છે, જાણે ,અગત્ય તેજપુંજને ! 

-----નિર્લેપ છે સ્વયં ,અવ્યક્ત, છતાં ઝગવે છે ;-
-----જ્યમ ઈશ ,સર્વ તેજ આત્મકને ! 

-----સમીપ સૌની છતાં; અર્પી અનુકૂળતા ,
-----સાર્થક કરે વાણી , "તદ  દૂરે તદ અંન્તિકે !
                                                     બેલા 25 જાન્યુઆરી 2019 
                                                                    3.40.એ.એમ.

                                                   બ 

-----અંતરમાં આત્મજ્યોત જાગી,ઉજાસ-વર્તુળમાં હું રમણી !
-----ટમકે ,દ્રષ્ટિ સમક્ષ તેજપુંજ કણી ;
-----અંતરે થઇ ,શ્યામ સંગ રસભીની !
-----કેસરી રંગોળી ઉજ્જવળ ,પુરે,આનંદની રંગોળી ;
-----અને જાણે  ફાગણમાં ફોરી ,પેલી "બેલા" રંગભીની ! !
                                                           બેલા 27 જાન્યુઆરી 2019
                                                                         3.10.પી.એમ.


                                                   ક

-----ચિદાકાશ ભર્યું  તમસના કાજલથી,ચમકી ત્યાં એક જ્યોત કણી ! 
-----ઉજાસ પથરાયો અંતર મહીં ,ને, ધારે ધારે ઉભરી અન્ય કણી  ! 

-----જ્ઞાન-તારલીના ચમકારે ચમકી ,શ્યામ ગગનની શોભા અનેરી;
-----રચાયું આભામંડળ ત્યાં વળી ,જાણે  તેજકણી  ગરબે ઘૂમી ! 

-----રહ્યું સૌંદર્ય ઝબુક ઝબકી, ચિદાકાશે ઓઢી ,ચૂંદડી, ટમકીલી !
-----કાજળ  લોપાયું તમસનું ,ને, વહી, સ્વાનંદ કેરી ઉજળી લહેરી ! 

-----આહા ! ડોલી "બેલા"તેજ પરખી ,લઇ રહી ,રસાસ્વાદ જ્ઞાન-અમિની ! ! ! 
                                                                            બેલા 28 જાન્યુઆરી 2019
                                                                                       11.00પી.એમ. 

                                                    ડ  

-----ચિદાકાશમાં તમસ બેઠું,ઘેરો ઘાલી  ,
-----ફૂટી ત્યાં ,ઝીણી તેજપુંજ કણી !
-----ધીરે ધીરે એની સંગાથે 
-----નીસરી અનંત તેજ પુંજ કણી  ! 

-----હટાવી તમસને ચમકી રહી ,ઝગી રહી ,
-----ચિદાકાશમાં, દીધું ઓજસને ભરી ! 
-----તમસના પટને ઉજાળી રહી,જ્ઞાન તેજ પુંજ કણી !
-----અંતરમાં આનંદ રહ્યો ઉભરી ,પામીને તેજપુંજ કણી ! ! ! 
                                                         બેલા 28 જાન્યુઆરી 2019 
                                                                      12.00 રાત્રી।

તેજપુંજ કણી  એટલે જ્ઞાનથી આવેલી સમજના  તેજકણનો પ્રકાશ ,
આ કણીકાઓ ચિદાકાશમાં ધીરે ધીરે વધતી ગઈ અને ચિદાકાશનું અંધારું આ તેજ પુંજ કણીઓએ દૂર કરી 
તેને જાણે જ્ઞાનસમજના તેજ તારલાની ચમકથી  મઢી દીધું ! ચમકતી  ઓઢણી ઓઢાડી દીધી !  
હવે શો શોક અને શો હરખ ! બધું જ એની દિવ્યતામાં ને એના તેજમાં ભળી ગયું ! 
ચિદાકાશ તેજપુંજ કણીઓ સાથે ખીલ ખીલ કરતું રહ્યું ! 
     3.10.એ.એમ.28 જાન્યુઆરી 2019 

સંદેશ


-----ઓધાજી રે ! તમે કોનાં  તે સંદેશ આંહીં લાવીયા ?!
-----વાસુદેવ તો  નથી નંદકુમાર, કે નથી એ જશોદાના જાયા ;
-----મથુરામાં માનવી નામ બદલે ને કામના પણ ઓછાયા ? ! 
-----પણ, વૃંદાવનમાં તો બધે વસે છે ;કાનજી કન્હૈયા લાડલા।.

-----કા'ના ને કહેજો; "ભૂલ્યાં  યાદ આવે, આંહી તો સદૈવ મનડામાં વસિયાં ,
-----લ્યો, આ વાંસળી ,સુરે સુરે એનાં  અમે તો બહુ દોડિયા ;
-----કહેજો, નિસાસા ના મેલે હવામાં ,ભરજો, આ વાંસળીનાં  વીંધમાં ,
-----ઘુંટાઇને  ભરશે અંત:કરણ ,ને, દોડી આવશે બાવરી રાધા।

-----રીબાવે જ્યારે એકલતા ,આ વાંસળીને ફૂંકજો ,
-----સુણશો અમને, પાયલોનાં પ્રતિઘોષમાં  ;
-----પામશો શાતા,સુર સંગે,સુણશો  હાલા,મૈયાના 
-----અને સ્વાદશો ગોરસ, મીઠાં વાતાવરણમાં ;
-----વહી જાશે એકલતા, સરી  જાશે ચિંતા ,
-----સતાવે છે ,જે,એ મહાલયમાં। 
-----સુરનું પૂર તાણી આણશે ,મનથી ;
-----તને,"બેલા"થી મ્હેકતા આ વ્રજમાં ! ! ! "
                                       બેલા 21 ડિસેમ્બર 2018 
                                                      3.00એ.એમ.    

Vasant


અંત માં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયા માં ટહુકે વસંત…
આજે તો વનમાં કોનાં વિવાહ
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા…
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત..

આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલી આ કાવ્યપંક્તિઓ સાથે સૌ ને વસંત ના વધામણાં ! વસંત પંચમી અને જ્ઞાન પંચમી નો આ વાસંતી ઉત્સવ આપના જીવનમાં અવિરત માધુર્યસભર અને ઉષ્માપૂર્ણ સાર્વત્રિક સુખોનું કારણ બની રહે તેવી અનેક શુભકામનાઓ !

કેવી અદભુત લીલા છે આ કુદરતની..!  જેણે નયનરમ્ય પ્રકૃતિને માણસની લાગણીઓના તાણાવાણાઓમાં પણ બેખૂબ વણી લીધી છે.

સુખના  ઉન્મુક્ત સ્વપ્નોને મુઠ્ઠીમાં બાંધીને સતત દૌડતા રહેતા માનવીને જ્યારે અવસ્થા કે અસ્વસ્થતાની ઠોકર વાગે ત્યારે ‘જીવનની વસંત’માં કસમયે પાનખર પ્રવેશી જાય છે.!..અને આવી ઘડીએ પોતાના હૃદયના કોઈક ખૂણે કે પોતાના સાથીના હુંફાળ સ્પર્શના અહેસાસે “પાનખર”ના અનેક પર્વતોને તોડી નાંખવાનું પ્રચંડ સાહસ જ, એ પાનખરમાં વસંતનું આગમન બની જાય છે અને જીવનને પણ વાસંતી ખુશ્બુઓથી ભરી દે છે.

કેવું અચરજ છે, નહી..? લાગણીના સંબંધોની વસંતક્યારીમાં શુષ્ક પાનખરને કોઈ સ્થાન જ નથી.! પ્રત્યેક ક્ષણ જાણે નવપલ્લિત વસંતની સુવાસ પ્રસરાવે છે. જ્યારે વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક સંઘર્ષોનો એક સાથે સામનો કરતો હોય, ત્યારે પોતાના સાથીના સહકારથી  યુગલ-સંબંધમાં  જીવનભર “વસંત” મહેકતી હોય છે.

જેનું તન ભલે અસ્વસ્થ થયું  છે, પણ મન ‘વસંત’ છે..!

જેની વાણી ભલે અસ્વસ્થ થઈ છે, પણ લાગણી ‘વસંત’ છે..!

જેનું હૃદય ભલે અસ્વસ્થ થયું છે, પણ પ્રેમ વસંત છે..!

જેનુ હાસ્ય ભલે અસ્વસ્થ થયું છે, પણ હરખ વસંત છે. ..!

..આ વસંત જ જીવન છે..!!
..આ વસંત જ જીવન છે..!!

એડલાઈફ ફાઉન્ડેશનના તમામ સ્નેહીજનો, કેન્સર વિજેતાઓ  - આપ સર્વે “વસંત”ના પ્રતિનિધિ છો. લાઈફમાં આવેલી “પાનખર”ને “વસંત”નો સ્પર્શ કરાવી ખરા અર્થમાં તમે પ્રકૃતિને સન્માની છે.

પચાસ પછીની મારી જિંદગી



પચાસ પછીની  મારી જિંદગી....
...તને સલામ છે....

...ઉંમરની ચાડી ખાતા ચશ્મા
 પણ લેટેસ્ટ ફ્રેમથી 
નવો લુક આપે છે...

...વાળની સફેદીથી 
હું નિરાશ નથી...
બર્ગન્ડી કલરનો ટચ 
નવી આભા ઉપસાવે છે...

....હા, ડાર્કસર્કલ્સ 
થોડા ઘેરા થયા છે ..
પણ એથી 
કાજળનો કૈક ઓર ઉઠાવ આવે છે

....."જવાબદારીમાંથી 
નિવૃત્ત થયા પછી શું કરીશ?"
 આવું વિચારવાનો 
સમય જ તેં ક્યાં આપ્યો?..

....સમજણ પણ 
પરિપક્વ થઈ છે. 
દ્રષ્ટિકોણે પણ જમાના સાથે
 તાલ મેળવ્યો છે...

..... "પંખીને પાંખો આવી 
અને ઉડી ગયા" ના 
અફસોસ ને બદલે ખુશી છે
 એમને ઉડવાને 
આસમાન આપ્યા ની...

...મને સંતોષ છે 
જવાબદારી ખૂબ સારી રીતે નિભાવ્યાનો.

...આજે પણ દર્પણમાં જોઈને
 એટલો જ આનંદ થાય છે જેટલો મુગ્ધાવસ્થા માં થતો...

..... ચંચળતા થી ઠહેરાવ સુધી
 લાવનાર...મારી જીંદગી.

...તને સલામ છે