Pages

બેલા સંગ્રહ-૬


         મીરાં થવાની જીદ છોડો
                 કે મન મારાં
             આવાં તે ઓરતા રખાય નહીં.
  લોકોમાં રહેવાનું:માધવને મળવાનું
 મોરપીંછને મોરલીની રટણામાં રમવાનું :
            આવું તે કેમ કરી થાય
              અરે ,મન્ન મારાં
માધવ આમ ઝાલ્યો ઝલાય નહીં .--
   આવાં તે ઓરતા રખાય નહીં.
                         
                      મેવાડી મહેલમાં -લોખંડી ઈટ છે :
                      મારી તો મોહનની મુરલી પર મીટ છે,
                     સોનાંનાં સ્તંભો અને વૃક્ષો કદમ્બના
                     બંનેની વચ્ચે રહેવાય નહીં
                          કે મંન મારાં
                 ગોકુળના ગીતો ગવાય નહીં
                 આવાં તે ઓરતા રખાય નહીં.

                                             શ્રી વિપિન પરીખ

બેલા સંગ્રહ-૫


મળ્યાં તોયે શું ,
નહીં મળ્યાં તોયે શું?

આજ તો આ આંખને સમજાવી લીધી એકવાર
સ્વપ્નો હવે જો નહીં ફળ્યાં તોયે શું?

       અહી સ્મૃતિના કયાંય પણ રે! સળ નથી .
     ચરણો હવે માની ગયા છે:
    ઘર જેવું કોઈ સુંદર સ્થળ નથી.
સાંજ આ સંબંધની એવી પડી 
તેજ સૂરજનાં  ઢળ્યાં ન ઢળ્યાં તોયે શું?

              નામ સાંભળતાં કશું નહીં થાય :હવે એ દંતકથા
              ફૂલમાં દેખાય  નહીં ચહેરો -નથી એની વ્યથા
             કોયલ તણો અહી કયાંય પણ ટહુકો નથી
             વન હવે સળગ્યાં ન સળગ્યાં તોય શું.

                                                     કદાચ સુરેશ દલાલનું છે.
બેલા સંગ્રહ-૫ 

મારગ બતાવ


          
         
          ભવ-જગતમાંથી 
                     તારા 
               ભાવ-જગતમાં 
         આવ વાનો મારગ બતાવ 

                   હે કૃષ્ણ !

        તમરાંના  તમ્કારાથી 
                   તારી 
          વાંસળીના સૂરમાં
     વહેવાનો મારગ બતાવ 

             હે મુરલીધર!

           સંસારની વાડીમાંથી
                     તારા
             મધુવનના બાગમાં
             સૌરભ માણવાનો
              મારગ બતાવ

             હે કુંજ-વિહારી!

        ફૂલોની માળા સંગે
        તારા હ્રદય ઉપર રમવાનો
        'બેલા'ને મારગ બતાવ

               હે મનહારી!

               બેલા/૨૨-octo .૨૦૧૧
             ૮.૩૦.સવારે.યુ .એસ .એ

બેલા સંગ્રહ -૪


                ના હતી તૃષ્ણા ,

               પણ જોયાં ઝરણાં ને

               મારું મન લલચાયું.

  કે, ચાલોને ,થોડી તૃપ્તિ કરી લઈએ!!

        પણ ,ત્યાં તો નહોતું ઝરણું

           હતાં ફક્ત ઝાંઝવા 

                મન મારું રડ્યું

કે, ચાલોને થોડી નફરત સહી લઈએ !!

                               સંગીતા જસાણી

બેલા સંગ્રહ -૩


મારાં ઉદાસ મનનો પડદો હટાવો

ખોલી દિયો મુલક સૌમ્ય પ્રસન્નતાનો ...

હું અંધકાર, પણ તેજ થવાની હોંશ

હું છુ અસત્ય,પણ સત્ય થવા માથું છુ.

માયાનું આ જગત લોપી ,અહી, તમારી-

-આ લોકની ધરતી સ્થાપી જવા મથું છુ.

                                      હરીન્દ્ર દવે.

બેલા સંગ્રહ -૨


કાળ-ઝાળ સુરજના તાપ અમને દીધા
      ને રુદિયા દીધા છે સાવ મીણના!

આટ આટલા માણસ  ને તોય અહી
      આપણુ ના એકેય જણ!

કાગળની હોડીઓ કરવાના પાર
      ધોમ સૂસવતી રેતીના રણ !

જાળીમાં ફેરવાતું જાય લીલું પાન
      અને કાળા એકાંતના વ્રણ ;

મુઠ્ઠીભર હાડકાના પિંજરને દઈ દીધા
      ખાલીપા જોજન ના ખીણના -કાળ-ઝાળ -----
ચાપવુંક લીલપનો અમથો આભાસ
      અને એવું લાગે કે વન જોયા;

ઝાંઝવાના કારાછમ દારિયાઓ જોઈ જોઈ
      આંસુ વિનાના અમે રોયાં.

જીવતર -બીવતર તો બધું ઠીક મારાં ભાઈ
      અમે મરવાની વાત પર મો'યાં

ચરણોને ચાલવાનું દીધું સરિયામ
       અને રસ્તાઓ દઈ દીધા ફીણના !!

                                        ચન્દ્રકાન્ત દત્તાણી

પારકાને પોતાના


ક્યાંક વાંચ્યું હતું ;

        તરછોડાયેલા સંબંધો સંભાળવાનું તપ ઘણું મોટું છે. 
        અઘરામાં અઘરી છે એ વાત
.
        જેને આપણે તિરસ્કાર્યા
,     જેઓ આપણને તિરસ્કાર, દુ:ખ કે કલેશ ના જે નિમિત્તો બન્યા
     એ સહુ ભૂલીને એકબીજાને હૈયાના હેત થી ગળે
      લગાવવાની વાત, કપરી છે એ વાત.

      'હું'ને ઓગાળી નાખવો પડે. 'તું'ને આવકારવો પડે .'તમે'ને 'આપણા' કરવા પડે.
    ભૂલી જવાનું કામ અઘરું છે .

     જે બનાવોએ આપણ ને આપણા જીવનમાં અતિશય કષ્ટ આપ્યા હોય 
     એમને ભૂલીને પોતાના હૃદયમાં સ્થાપિત કરવાનું કામ ખરેખર અઘરું છે.

           ભૂલ્યાનું સ્મરણ કરીએ,
          ઉપેક્ષિતોને આવકારીએ ,
         પારકાને પોતાના કરીએ,
        હૃદયને શુદ્ધ લાગણીઓના ભાવથી નવડાવી દઈએ   

        ત્યારે પરમેશ્વર આપણો બને છે.



   
        આના જેવું જ એક બીજું વાક્ય છે;      

       કેટલાક સંબંધોનું મૂલ્ય એ સંબધો જાળવવા માટે કરવા પડતા સમાધાનો જેટલું નથી હોતું.

      આ વાક્ય "હ્યું પ્રેથર"નું લખેલું છે.

આપણે હોઈશું જ નહિ.




કોણ ઝગડે ને, કોણ ક્રોધ કરે,
કોણ એકબીજા પર તૂટી પડશે,
એકબીજા પર દાદાગીરી કરવા,
આપણે બે હોઈશું જ નહિ.
જે કહેવું તે અત્યારેજ કહીદે,
જે કરવું હોય તે હાલ કરી લે,
એક બીજાને વહાલ કરી લઈએ,
ચોકઠાં શા માટે શોધવાં?
એક બીજાની ખબર પૂછવા,
આપણે બે હોઈશું જ નહિ.
કોણ રીસાશે,કોણ મનાશે,
રીસાવા કે મનાવવા,
કે પછી એક બીજાને લાડ લડાવવા,
આપણે બે હોઈશું જ નહિ.
આંખો ઝાંખી થાય,
કે યાદશક્તિ પાંખી થાય,
તે પહેલાં હૃદય માં ભરી લઇ એકમેકને,
મને કે તને જોવા કે રોવા,
આપણે બે હોઈશું જ નહિ.
સાથ છૂટી જશે જયારે,
વિદાયની ઘડીને ટાણે,
આપણે ક્યાંથી હોઈશું,
એકબીજા ને માફ કરવા,                  
કારણ આપણે હોઈશું જ નહિ.
                   “સોમ”
                  તા.૧૪-૧૦-૨૦૧૧.      

હું તો હારી.


ક્યાં ક્યાં હું શોધું તુને શામળિયા
છુપાછુપીથી હું તો હારી!
એક વાર જરા ઝલક બતાવી દે
તો થઇ જાઉં આખીયે તારી!--શામળિયા છુપા છુપીથી હું તો હારી
     વ્રજમાં રાધાને રમાડીને કાન તે તો
    કાયમની અળગી કીધી !,
   મીરાંની મો'બતમાં એવો લોભાણો
 કે કાળજામાં પૂરી દીધી!--શામળિયા છુપછુપીથી હું તો હારી
     'તુલસી'નો રામ અને 'નરસી'નો શ્યામ બની
    'દયા'ને પ્રીતમે તાળી દીધી
  'બેલાને ' ભવની ભવાટવીના ગુચવાડે
મઝધારે મેલી દીધી!?-------શામળિયા છુપછુપીથી હું તો હારી.
                                                                 બેલા
                                                                ૧૮-૯ -૯૦ /૪.૨૦.સાંજે

બેલાની વલ્લરી



   
હવાના ઝોંકા એ ઝુલાવ્યા પાંદડા 
                      ને 
   હસી ઊઠી છે આ પલ્લરી
  ઝીણી ઝીણી એની ઝાંઝરીઓ ઝમકે 
 ને નાચી ઊઠી છે સંગે કિન્નરી .
         ભમરાએ ગુંજાવ્યા તાર તમ્બુરાના
        ને ચકલીએ બજાવી ખંજરી
પુષ્પોની વાડી આ ખીલી ઊઠી
ને સાથે ડોલી રહી  બેલાની વલ્લરી .
                                       બેલા
                                    ૧૫ -૧૦ ૨૦૧૧,૨.૧૫ બપોરે

ગોપી અને વાસળી ની વાત


પૂજ્ય ડોંગરે મહારાજની કથા વાચતા પ્રેણના મળતા લખ્યું છે.

      
ગોપી:કહેને અલી વાંસળી!શાં શાં ને કેવાં રે તપ તે કર્યાં !?
         કે કાના ના અધરામૃતના પાન તે દિન-રાત કર્યાં? !
       
        અલી વાંસળી! કાના ના હોઠ તારા તકિયા થયા, 
        ને હાથ તો  વળી ગાદલા, આંખોએ દાસી થઇ પાંપણના પંખા ઢાળ્યા!
        નાકની વાળીએ અલી બંસરી !તને તડકામાં છત્ર તો ધર્યા ,
        જમતાં ને રમતાં ,સૂતાં ને જાગતાં  કૃષ્ણ ને પોતાના કર્યાં !?
        કહેને અલી વાંસળી ! શાં શાં ને કેવાં રે તપ તે કર્યાં? 
વાંસળી; કહું શું તુજને રે ગોપી! કહ્યેથી તપ જાય ચિરાઈ,
           તેમ છતાં તું છે અધિકારી ,તો સંતોષું ,વાત કાને ધરાવ.
          ષષ્ટ ઋતુઓના માર સહ્યા ને વળી મારાં બદન કોરાયા ,
           બહુ ગમ ખાધાં ને વેર  ના કીધાં ,પેટ મારાં રાખ્યાં પોલાં
          મારાં પ્રભુને ગમતું હું બોલું ,ના બોલાવે મૌન મેં ધાર્યા 
          કટી એ બાંધી તો યે ના કાંઈ ,ને ફૂંક મારી તો સૂરને વહાવ્યાં.
           ધીરજ ધરીને સમતા રાખી ,ને વેર-ઝેરને જે કોઈ ભૂલ્યાં ,
          મારાં કાનાએ બેલાની માળ પહેરી  તે સૌને અપનાવ્યાં.
                                                                  બેલા
                                                                 ૫-૫-૨૦૧૦/૧.૧૫ બપોરે

કુંતી પુત્ર કર્ણ ?


કુંતી પુત્ર કર્ણ ?
       કે
સુતપુત્ર કર્ણ ?

   આ કર્ણ
જન્મતાની સાથે જ
પુરાયો પેટીમાં !

 સૂર્ય-તેજનો અંશ
જેને મળ્યો અંધકાર!

પોતાના અસ્તિત્વને
    ફંગોળ્યું,
અપમાન -સાગરમાં.
જીંદગી વિતાવી

કંઈ એક વેદનાઓમાં.
એ અપમાન, શાપ,કપટ,
          બધુંય
 મૌન ની માંન્જુશામાં પૂરી

  ખુમારીથી ,લાચારીને
  લાત મારતો ,
પૌરુષથી  ભરી ભરી
 જીંદગી જીવી ગયો .
એ કર્ણ!
  ધન્ય તું કર્ણ!!

      બેલા
૧૯-૯-૧૯૯૮
  ૫.૦૦.સાંજે.

સ્વર્ગને ચણી લો .


  યાદોની ફોરમને શ્વાસમાં ભરી લો
    જીવનની ખુશ્બુને યાદમાં ભરી લો
   આયખાની વાડી ને મહેકતી કરી લો
  ને, થઇ શકે તો ઉપવનમાં સ્વર્ગને ચણી લો .
                                                       બેલા
                                               ૧-૪-૧૯૯૭
                                                ૧૧.૪૫ એ.મ

ટેરવા ટહુક્યા




તારા આંગળાના   ટેરવા ટહુક્યા ને ,
કહાન 
મારા અંતરના આગળા ઉઘડ્યા ! 


શ્વાસમાં પરોવાએલી  પ્રીતના  પમરાટે
પાયલ આ    મત્ત બની ડોલ્યા. 

રણકારે ,ઝણકારે,ઝૂમ્યા બદન આ 
ને અમે આષાઢી મેઘ થઇ છલક્યા!

તારા અગોચર આ સાથના સથવારે (સધીયારે)
તમ્બુરાના   તાર અમે ખેચ્યાં

રાગ મિલનનો આરાધી કહાન,
અમે બેલાના ફૂલ આહી વેર્યા.
બેલા

૩૧-૧૨-૮૭
૯.૩૦ સવારે

કવિતાઓ-અનિલ



ભોળી ભરવાડણ,મારા ભોળા લાલાને કેવી તો ભોળવી નાખે,
માખણ નહિ,પણ વાટકો છાસ આપીને,લાલાને  થૈ-થૈ નચાવે.

નસીબ તો જુઓ,આ ભરવાડનાં,કાન્હાને કેવાં ટાંપાં કરાવે,
કદી,વજનદાર પાટલો ઉપાડતાં,કાન્હાનું પીતાંબર છૂટી જાયે.

ધન્ય છે,ગોપી તને,જ્ઞાનીઓ જે બ્રહ્મના દર્શન માટે મથે જાયે,
તે અનાવરણ-નિર્ગુણ-શૂન્ય બ્રહ્મનાં,તું અદભૂત દર્શન પાયે!!

અનિલ
ફેબ્રુઆરી-૧૪-૨૦૨૦
(રસખાનના કાવ્ય પરથી પ્રેરિત )
-------
સ્વીકારી જ્યાં શરણાગતિ,તો શરણાગતની કૃપા જ થઇ,
જ્યાં થઇ ગતિ પવનની બંધ,ને ગતિ તેનામાં શું મળી ગઈ?

બંધન છૂટ્યું જ્યાં શ્વાસનું,તો શૂન્યતા જ સર્વ પ્રસરી રહી,
શૂન્ય મળ્યું જ્યાં શૂન્યમાં તો કોઈ અજબ સ્થિતિ બની રહી.

નથી આવતું કશું એ યાદ,બસ જાણે આનંદની મસ્તી રહી, 
યાદ રાખવા જ આ સ્થિતિને, થોડીક પંક્તિઓ લખાઈ ગઈ.

અનિલ

ફેબ્રુઆરી-૧૨-૨૦૨૦

-------------
શું અકળાઈ ગયા હતા? પ્રભુ,તમે પણ એકલા એકલા કે?
ખરું કર્યું ! માયા-સંગ રમી,ચપટીમાં બનાવી દીધી સૃષ્ટિને.

પતિ થયા માયાના,ત્યાં સુધી તો જાણે વાંધો નહોતો કોઈ,
પણ થયા જ્યાં માયાને વશ તમે,તો પ્રભુ દેહમાં ગયા પુરાઈ.

અખંડ એવા તમે,વિભાજીત થયા,અનેક ખંડમાં,કેવી નવાઈ!
તમે દૃષ્ટા,તમે દૃશ્ય,તમે જ દર્શન,વાહ,કેવી થઇ ગઈ ભવાઈ !

અનિલ

ફેબ્રુઆરી-૬-૨૦૨૦
------------------------
હર્ષના અશ્રુ વરસે છે અનરાધાર,ગમે તેટલી મોટી,છત્રી અહીં શું કરે?
અહંકારની ગર્જના સામે અડગ ઉભેલાને,સામે સિંહની ગર્જના શું કરે?
વાત કોઈ પણ,મનમાં જેના ન ખટકે,તેને પગનો કાંટો ક્યાંથી ખટકે?
વેદનાઓથી પર થઈ ગયો છે જે,તેને વેદનાની ગોળી તે શું અસર કરે?
ચોતરફ,સર્વ રસ્તે ઉભો છે તું હરિ,તો હરિ,તું કયે રસ્તે તે મને ન મળે?

અનિલ

ફેબ્રુઆરી-4-૨૦૨૦
----------------
અચાનક જ આવી,નજરમાં વસી ગયા,તમે જ્યારથી,
ને ચૂપચાપ હૃદયમાં પણ પૂરાઈ ગયા, તમે,પ્યારથી.

કોઈ અજબ નશો કહું તો ચાલશે? ના,કહી જ નાખું,
અજબ-ગજબ,નશીલી મસ્તી જ છાયી રહી ત્યારથી.

પૂછ્યું તો નથી જગતે કે કેમ છો? છતાં કહી દઉં છું,
મસ્તીના સમંદરો જ ઉછળી રહે છે,પ્રભુના પ્યારથી !

અનિલ

જાન્યુઆરી,૩૧,૨૦૨૦
-----------------------
ધરતીમાએ,આજ બરફની શ્વેત ચાદર ઓઢી,
ને જાણે,જ્ઞાનની ચાદર આજ,ભક્તિએ ઓઢી.

નથી કમાવું પુણ્ય કે નથી કરવું કોઈ પાપ પણ હવે,
ને નથી માગવી ભુક્તિ કે નથી માગવી કોઈ મુક્તિ,

ઓઢી લીધી છે,ચાદર જયારે ભક્તિની,તો હવે,
માગું,હરપળ તને ને તને જ,બીજું કંઈ નહિ ખપે.

અનિલ
ડીસેમ્બર-૧૧-૨૦૧૯
----------------------------
રામ-રામ કરી આરામમાં રહું છું,ને થોડુક કંઈ લખી કામમાં રહું છું!
ચેન તો દિલને છે જ,ને નથી પણ,પ્રારબ્ધને જ જાણે ભોગવતો ફરું છું.

ચારેય વેદ ખંખોળી,આખર તો રામનું નામ-તુલસી એમ કહે છે,
રામના નામનું કામ કરું,તો કદીક,શાસ્ત્રો પણ ફંગોળતો રહું છું !!

ભલે તેને બેચેની કહો તમે,પણ બેચેનીનો જ કોઈ અજબ આનંદ છે,
સતત નામમાં કે તેના કામમાં ડુબાવી,પરમાનંદ દેતો રહ્યો છે તે મને!!

અનિલ

ડીસેમ્બર-૧૩-૨૦૧૯
------------------------
કોણ જાણે કેમ 'એ' લાગી રહ્યો છે દૂર દૂર દુનિયાને?
ને જાણે અભિમાની પણ શું લાગી રહ્યો તે દુનિયાને?

નથી 'એ' મતલબી,પણ સમજી સર્વને કરે સહુની કદર,
ન સમજે દુનિયા 'તે'ને,નથી કરતી તેની જ કોઈ કદર !

દરેક વાતનો જવાબ,શબ્દથી શું નથી રહ્યો 'તે'ની પાસે?
કિંમત રહે શું શબ્દની,રાખે નહિ કોઈ સંબંધ તેની સાથે !

અનિલ શુક્લ 
નવેંબર,10,૨૦૧૯
-------------------------
સહુની એ સરખી સવાર પાડતો નથી શું એ પ્રભુ?
પણ પોતપોતાની રીતે સાંજ પાડી દેતા જ લોકો.

દોષ એનો તો ક્યાંથી હોઈ શકે,એ પ્રભુનો પછી?
પણ,સુખ-દુઃખનો દોષ 'એ'ની પર ઢાળી દેતા લોકો.

સમાઈ રહ્યો છે એ કણકણમાં 'આકાશ'ની પેઠે,
પણ શું મૂર્તિઓમાં કેદ 'એ'ને નથી કરી દેતા લોકો?

'જય શ્રી કૃષ્ણ' એમ બોલી,લખવાની ફુરસદ નથી,
તો,'જે.એસ.કે.' લખીને 'એ'ને પટાવી દેતા લોકો !

અનિલ

સપ્ટેબર-૧૧-૧૯૧૯
---------------
નથી પ્રયત્નથી મેળવી,કે નથી કદી ભેગી કરી,
એ તો એમ ને એમ જ ક્યાંથી આવી ગઈ મસ્તી.

રોકી શકે નહિ કોઈ ફૂલની સુગંધને,સુગંધથી,
સુગંધી બન્યું છે ફૂલ,તો હવામાં સુગંધની મસ્તી.

વાંસળી બન્યું શરીર,ને ફૂંક બન્યો છે પવન,
તો સૂરમયી સુરાવલીની છાઈ રહી મસ્તી.

હવે તો ના હાલે કે ચાલે બન્યો છે સ્થિર પવન,
તો,સ્થિર મૌનની છવાઈ રહી અજબ મસ્તી.

અનિલ

જુલાઈ,૨૨.૨૦૧૯
------------------------
એ જ હૃદય ને એ જ લાગણીઓના પૂર છે,
કલમ ઉપડતી નથી,કવિતા જાણે દૂર દૂર છે.

અસ્તિત્વ મસ્ત સુગંધનું હતું તે હવામાં અહીં,
વહી ગઈ હવા તો તે સુગંધ જાણે દૂર દૂર છે.

ચિંતા મૂકી ચેનથી ચિતા પર સૂતો રહ્યો છું,
આગને બુઝાવો નહિ હવા,જાવું દૂર દૂર છે.

આ પણ કેમ લખાઈ ગયું તે ખબર પડતી નથી,
ધીમેથી પાસ આવીને કોઈ અટકચાળો કરી ગયું.

અનિલ 

એપ્રિલ ૫,૨૦૧૯
---------------------------------
તબક્કો એક એવો પણ છે,જ્યાં બુદ્ધિ માર્ગદર્શન ના કરી શકે,
કસરતો બુદ્ધિની પૂરી થાય તો,જ બુદ્ધિ પારનું 'તત્વ' મળી શકે.

શાંત,સ્થિર મનથી થાય અંતરદૃષ્ટિ,તો તે જ બુદ્ધિ પ્રજ્ઞા બને,
આ શુદ્ધ પ્રજ્ઞા જ માર્ગદર્શક બને,તો સર્વ સ્પષ્ટ સમજાઈ શકે.

પ્રજ્ઞાથી દર્શન આત્મનું થયું,જ્યાં સ્પષ્ટ,સંપૂર્ણ અને સમગ્રતાથી,
'અનુભવ' થયો ને તે અનુભવ જ અનંતનો માર્ગદર્શક બની શકે.

અનિલ

ફેબ્રુઆરી-૨૮-૨૦૧૯
-----
ભૂલોકમાંથી નીપજ્યું ગાન કાવ્યનું ને પ્રસરી રહ્યું આકાશમાં,
છૂપી રહી ના શકે હવામાં,ફૂલોની સુગંધ કદી,આ આકાશમાં.

કોણ ઉપજાવી રહ્યું અજબનું સંગીત ખુલ્લા આ આસમાનમાં,
લાગે કે મુરલીધરની મુરલીમાં વહી રહી સુગંધી હવા આકાશમાં.

શું કોઈ શબ્દ-બ્રહ્મનું બાણ તો વાગી નથી ગયું સૂતેલા સિંહને,
અહમ-શિવોહમ થયું,મધુર કાવ્ય-વીણા વાગી રહી આકાશમાં.

અનિલ

ફેબ્રુઆરી-૨૩,૨૦૧૯

-----------
ધર્મશાળા કહો કે કેદખાનું- તે ઘરને,સ્થાયી થઇ ત્યાં કોઈ રહી ના શકે,
કરવટો બદલો ગમે તેટલી પણ શાંતિની નીંદ ત્યાં કેમે કરી મળી શકે?

રણમાં બનાવી ઘર કે જંગલોમાં જઈ-જેને ખોળવાની તમન્નાઓ હતી,
એક દિ' છોડવું પડશે-વિચાર્યું એમ  -તો 'એ' પાસમાં જ બેઠેલો હતો.

ખોળતા હતા જે નયન,'તે'ને ચોતરફ,તે જ નયનોમાં જ 'તે' બેઠેલો હતો.
વિચાર કરીને 'તે' ને કહેવો કેવી  રીતે? નિર્વિચાર અવસ્થામાં 'તે' મળ્યો હતો.

અનિલ

ફેબ્રુઆરી,૨,૨૦૧૯
----------
ઝુકાવી દીધું શિર તો પછી તેને પાછું ઉઠાવવું શું? મળી બેહોશી પરમપ્રેમની તો હોશમાં આવવું શું? ડૂબ્યા પ્રાર્થનામાં તો પછી કરવી હવે પ્રાર્થના શું? આશકી પરમપ્રેમની મળી તો બીજી વાતો શું? જીવનની ઉપર ઉઠી ગયા પછી નીચા જવાનું શું? અમર્યાદ થયું જીવન તો જીવનની મર્યાદાઓનું શું? સરનામું છે,ખબર પણ છે તો પછી તેને ખોળવો શું? જ્યાં છે 'તે' ત્યાં ખોળે નહિ તો 'તે' મળી જાય શું? સ્તબ્ધતા છે,બંધ વાણી છે,અજબ આલમ થઇ ગયું, રામ,આત્મારામ થયો,જિંદગી રહે ના રહે, ફેર શું? અનિલ ડીસેમ્બર-૨૧-૨૦૧૮
-----------
'એ' ને ખોળવો,એય ભ્રાંતિ નથી શું ભલા?
સમજાય છે એ 'એ' ખુદમાં મળી ગયા બાદ.

પ્રભુ,તેમનું દિલ બદલ કે પછી મારી વાણી,
હજાર કહું પણ ના સમજી શકે તે મારી વાત.

સર્વસ્થાને જે, તે રહે કેમ કોઈ એક સ્થાને?
સર્વનામ જેના તેનું ક્યાંથી હોય એક નામ?

બિંબ-પ્રતિબિંબ થયું,માયાની આ માયાજાળ,
હદ નહોતી,પણ સરહદ બની,બન્યું માયાધામ.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮
-------------
જનમ્યું હજી જે નથી તેને દેખું છું,
હજુ ખીલ્યું નથી ફુલ તેને દેખું છું.

ઉત્કંઠિત થયેલા કાનનું શું કહેવું?
સ્વરો હજી જે સાજમાં છે,સાંભળું છું.

વિના માગ્યે મળી ગયું જ બધું,
જે ગીત ગવાયું નથી,તે સાંભળું છું.

મૂંગો છું પણ જે સ્વાદને સમજુ છું,
વાણી નથી પાસ તો લખીને કહું છું.

અનિલ
ડીસેમ્બર-૧૭-૨૦૧૮
------------
સમાઈ ગઈ છે જે બુંદ સાગરમાં,તે બીજી બુંદને શું સમજાવે?
આકાશમાં મુક્ત ફરતું પંખી.પિંજરાના પંખીને શું સમજાવે?

મૌન માફક આવી ગયું,હવે વાણીનો વિલાસ બાકી ના રહ્યો,
વર્ણવી ન શકાય તેને વર્ણવવાની ચેષ્ઠા કરી પણ શકાય કેમ?

મદહોશી કહો,મદમસ્ત કહો,દીવાનગી કહો,કે કહો પાગલતા,
ઉન્મતતા જ કામ આવી ગઈ,ના વતાવું કોઈને,કોઈ ના વતાવે !

અનિલ

ડીસેમ્બર-૬-૨૦૧૮
------
રણમાં ઘર બનાવવાની ઈચ્છા નથી રહી હવે,
જે ઘરમાં રહું છું તે ઘર જ રણ-સમ બની ગયું.

જે આંખોથી ખોળતો રહ્યો હતો 'તે'ને,પણ,
મળ્યો 'તે' તો આંખમાં જ સમાયો બેઠો હતો.

રગરગમાં 'તે' ફેલાઈને તે વહી રહ્યો છે,તો
તેનું સરનામું કઈ રીતે આપું ?તે તમે જ કહો.

પથ 'તે'નો કોણે બતાવ્યો? તે ના પૂછશો તમે,
પ્રેમથી હૃદય થયું વ્યાકુળ,ને રાહ મળી ગઈ !

અનિલ
નવેમ્બર,૨૯,૨૦૧૮
--------
હોશ આવી ગયો અંદર,પણ બહાર જાણે છે બેહોશી લાગે છે દિવાનગીની,
ભૂલ્યો ખુદને,ભળ્યો 'તે'માં,તો સમજાય છે બેહોશી,હોશમાં આવ્યા પછી.

વાગી રહી છે વીણા ગજબ અંદર ને અજબ સુગંધમય આ શ્વાસ લાગે છે,
ફુલો ખીલી ઉઠયાં છે અંદર,પણ બહારથી જગતને કાંટા જ કેમ દેખાય છે?

આપી દીધો સર્વ ભાર જ્યાં 'તે'ને,તો ભારહીન આ શરીર થઇ ગયું લાગે,
માથે રાખી ભારને ફરતા સંસારને,આ અજબ ભારહીનતા ક્યાં દેખાય છે?

દિલ દીધું,પ્રેમાનંદ દીધો,દર્દ પણ દીધું ને દર્દની મસ્ત નજાકત બેહોશી દીધી,
મારા પ્રભુની કૃપા તો જુઓ,પાત્રતાથી વધુ દઈ દીધું હોય એવું જ જણાય છે.

અનિલ
નવેમ્બર,૨૭,૨૦૧૮
---------------
કોણ જાણે કેમ 'એ' લાગી રહ્યો છે દૂર દૂર દુનિયાને?
ને જાણે અભિમાની પણ શું લાગી રહ્યો તે દુનિયાને?

નથી 'એ' મતલબી,પણ સમજી સર્વને કરે સહુની કદર,
ન સમજે દુનિયા 'તે'ને,નથી કરતી તેની જ કોઈ કદર !

દરેક વાતનો જવાબ,શબ્દથી શું નથી રહ્યો 'તે'ની પાસે?
કિંમત રહે શું શબ્દની,રાખે નહિ કોઈ સંબંધ તેની સાથે !

અનિલ
નવેંબર,10,૨૦૧૯
-----------
લઈને સુગંધ,હવે હવાને વહેવું શું? કે તે વિશે વધુ કહેવું શું?
અંતર્ધાન થઇ ગયું જ્યાં દૃશ્ય છે,તો તે વિશે વધુ કહેવું શું?


મુઠ્ઠીમાં ભરી ના શકો આકાશને તો બંધન વિશે કહેવું શું?
નથી નાદ કે નથી ગંધ,તો આકાશ-પવન વિશે વધુ કહેવું શું?


આકાશને ભરી રહ્યો પવન,તો તેના વતન વિશે વધુ કહેવું શું?
સ્થિરતા પવનની થઇ કે ના થઇ મશહૂર,તે વિશે વધુ કહેવું શું?


આનંદ છે,પરમાનંદ છે,તો ચાહ-ચિંતા વિશે વધુ હવે કહેવું શું?
થયું સર્વ જ્યાં ચિદાકાશ તો દેહ કે ભભૂતિનું હવે રહ્યું કામ શું?


અનિલ

સપ્ટેબર,૨૭,૨૦૧૮
---------------------
હવા વિના જ સુગંધ વહી રહી છે હવે,
જ્યાં દેહ માટીનો કમળ થઇ ગયો.


સુક્કી નદી પૂરથી ભરાઈ ગઈ છે હવે,
ને તપ્ત થઇ પૂર્ણ મહાસાગર થઇ ગયો.


કંઇક એવો ચમત્કાર થઇ ગયો કે શું?
કે અનામ કાચનો ટુકડો હીરો બની ગયો.


પ્રાણને પીવડાવી દીધો આસવ એવો તમે,
ચુર થઇ દેહ અજબ સુગંધમય થઇ ગયો.


નિર્ધન નજર અચાનક જ અમીર થઇ ગઈ,
ને પ્રેમ તમારો કણકણમાં મશહૂર થઇ ગયો.


અનિલ


સપ્ટેબર-૨૪-૨૦૧૮
-------------------------
અનુભવું,ધન્યતા,કરી દર્શન,જે વસી રહ્યો,તમારામાં,
એવું બને છે કદીક,કે તે-જ-તમે જુઓ છો મારામાં.

શું,પરિસ્થિતિનો ફરક જ હશે ને? બીજું તો નહિ કશું?
તમે,વિચારો છો,કે કંઇક તો -ફરક તો કેમ રહી ગયો?

નથી જોતા તમારામાં,તમે,જે જોઉં છું હું તમારામાં,
બંને જગાએ ને સર્વે,"એ" ને જોઈ,પવન પરવારી ગયો !

અનિલ શુક્લ
ઓક્ટોબર-૨૮-૨૦૧૬
-----------------------------------------
નથી પડતી ખબર એની,કે યાદ હું કરું છું કે તમે?
સંદેશ કોઈ ગજબથી અહીં તહીં કેમ અથડાય છે?

બાદબાકી કેમ થતી નથી હોતી-એ ગજબ યાદની,
જયારે જૂઓ,તેનો તો સરવાળો જ થતો દેખાય છે.

વિસારું હું નહિ પ્રભુ,તમને,તમે પણ ના વિસારશો,
શ્વાસની સુગંધ બન્યો પવન,સતત તમારો સાથ છે.

અનિલ

૧૪ ઓક્ટોબર-૨૦૧૫
----------------------------------------------------
અનુભવ્યાં દૃશ્યો અનેક,ને જોયા રંગ પણ જગતના અનેક,
સમયનાં પડ ચડી ગયા હતા  ને રંગ પણ જામ્યા 'તા અનેક.


હસ્યું હતું હૃદય,એ સુખની પળે ને રડ્યું યે હતું દુઃખની પળે,
ખીલી હતી લતા કુસુમથી,સુકાઈ ને તે હવે દેખાય ના,ખરે.


ના જાણે કેટલા અવતાર ધરી લીધા એક હૃદયે,હૃદય ધરી,
વિચારતાં તે વિચારની,શું કહું? શરમ હવે આવે છે ઘણી.


પડી શિલા વિવેકની,તૂટ્યા સમયના પડો ને રંગ ના થરો,
ખીલી ઉઠ્યું છે ચમન,થયો સુગંધિત,પવન,હવે,ખરે ખરો.


શાંત,શુદ્ધ,નાદ-મય,થયું હૃદય,તો શાને મરણથી ડરવું?
વરવું પરમ-પદને જ છે,તો જગતનું ધ્યાન હવે શું કરવું?


અનિલ

૨૩ જુલાઈ,૨૦૧૬
-------------------------------------------------
ગણગણાટ,જગતનો,તરંગો બની વહી જતો હતો,
પાસ આવી કહે ઘણું,ને,ભાષણે ય બહુ દીધુ હતું.


પણ,ચુપકીથી પાસે આવી,એ,કાનમાં કહી ગયો,
શું કહ્યું તેણે ? તો શું કહું? મૌન અપનાવી લીધું.


હવે ઝાલીને હાથ,તે લખાવે છે કંઇક,લખી લીધું,
આવશે એને કહેલું,હાલ,અક્ષરો શણગારી લખું.


અનિલ
૧૬ જુલાઈ ૨૦૧૬
-----------------------------------------------
ભીની મહેંક ને લઈને,જે વહી જતો હતો,
આવી બારણે, જે ખટખટાવી જતો હતો,

ખોલી બારણું, જોઉં છું તો નિશાન છે ભીનાં,
એ જ નિશાન ભીનાં ચરણનાં,મૂકી જાતો હતો.

સૂંઘી વળ્યો,શોધતો હતો તેની હાજરીને,તો,
બારીની તિરાડે,સિસકારી નાદ-તે કરી જાતો.

દેખાય નહિ,પણ તેની મહેંક છે અને નાદ છે,
હાજર થઈને  તે હૃદયને ગદગદિત કરી જાતો.

અનિલ

૧૫ જુલાઈ,૨૦૧૬

---------------------------------------------
ખબર નહોતી કે તે જવાબ દિલનો નહોતો,
છતાં શ્રદ્ધા એ તે કબુલ કરી લીધો હતો.


ફરી દિલ નો જવાબ મંજુર કરી લઉં છું,
આશિષ ને ફરી ફરી હું શિરે ધરી લઉં છું.


જો કે નથી રહી કોઈ શિકવા,પણ કશુક છે,
સતત રહું સાનિધ્ય માં,કદાચ એ જ કૈંક હશે?


અનિલ શુક્લ -૨૩ એપ્રિલ ૨૦૧૬
-----------------------------------------------
હળવો હતો એ સાદ,ને,સ્પર્શ પણ હળવો હતો,
હળવા એ તરંગ નો ઉમંગ,અનિર્વણીય હતો.


સમયના તે-આપું તો આપી શકું શું ખુલાસો?
ખુશ્બુ લઇ 'તે'ની,પવન મંદમંદ મલકતો હતો.


કોણ ખૂંપી ગયું,આવીને દૃષ્ટિની મધ્યમાં?
થંભી ગયો પવન,આદતથી જે,વહેતો હતો.


નથી ચિંતા,ના કોઇ દહેશત,ભય કે સંશય.
ખુદ ગયો વિસરાઈ,"હું" ને ભરી જે ફરતો હતો.


અનિલ શુક્લ-એપ્રિલ-૧૮-૨૦૧૬
-----------------------------
દુઃખોના વખ અમે અમારે જ હાથે ઘોળ્યા,
પ્રભુજી,આપને જયારે અમે હતા છોડ્યા


આમ તો ચીતર્યા કર્યું હતું એ ભીંત પર ધોળી,
ધોળીને જ ચોખ્ખી કરું હું એ ભીંત ને ધોળી


અવનવી દુર્ગંધ થી દુષિત કર્યો પવન દુનિયાએ,
મહેકતો કરી એને,આપે દુઃખો ના ડુંગરો છે તોડ્યા.


અનિલ શુક્લ -એપ્રિલ 2016
-----------------------------------------------------------
ભલે ને મથે,આ જગત,ભેળવવા રંગોને હવામાં,પણ,
નજાકત રંગની ભળે ના હવામાં-તેમાં હવાનો દોષ શું?

ક્ષણિક થયું દિલ બંધ,અને શ્વાસો કરી બેઠા દગાબાજી,
વાંક દિલનો કે શ્વાસનો હશે-પણ તેમાં હવાને દોષ શું?

મહેંક ફૂલોની લઇ ઉડી રહ્યું પતંગિયું,પણ ફૂલ ના ઉડી શકે,
છોડી ના શકે છોડને તો ના ઉડી શકે-તેમાં હવાને દોષ શું?

વિશ્વાસ હશે જો વસંતમાં,તો લઇ આવશે ફૂલો નવાં,
ફૂલો જમીન પરનાં જો ઉડે પવનથી-તેમાં હવાને દોષ શું?

લગાડી નથી હોઠ પર બંસી,નથી ફૂંક પણ તેમાં મારી,
ના સર્જાય સુરાવલી સંગીતની-તેમાં હવાને દોષ શું?

કાગળ પર નહિ,પણ લખો છો  રેત પર નામ મારું,
ભુસાઈ ગયું પવનના ઝપાટાથી-તેમાં હવાને દોષ શું?

નથી ઉડાડયા તે શબ્દોને હવાએ,છતાં લહરાઈ ઉઠીને,
બની જાય જો કોઈ કવિતા-તેમાં હવાનો દોષ શું ?

અનિલ શુક્લ -માર્ચ-૨૦૧૬

-----------------------------------------------------------
આંગણે આવી,વ્હાલને વાવી,છૂપાઈ ક્યાં ગયા છો તમે?
ભીનાં ભીનાં ચરણ ની છાપ છોડીને સંતાયા ક્યાં તમે?

ખટખટાવીને કમાડ,ચાલી ગયો,લાગે છે,એ તોફાની પવન,
ગમે સંગ તેનો તમને તો,સંગ તેની શું ચાલ્યા ગયા તમે?

સુકાઈ રહ્યાં,ધીરે ધીરે ભીના ચરણોનો નિશાનો પવનથી,
ફૂટે છે કૂંપળો વ્હાલની કેટલી? આવીને તપાસી જજો તમે.

મુલાકાત,થવી અઘરી તમારી,રાહ જોવી એ તકદીર અમારી,
ફોરમ બની આવો પવન સંગ તો દિલમાં સમાઈ જશો તમે?

અનિલ શુક્લ -March-2016
----------------------------------------------------


છોડો-શું યાદ કરવી તે યાદોને? કહી ભુલાવી દીધી હતી જે-
શું થયું આજ એંવું? કે પુરાની યાદ પાછી આવી ગઈ?


અઘરું અઘરું કેમ લાગે છે આજે બધું?
હતું તો સહેલું,તે અઘરું બની ગયું લાગે?


વાસવું જે કમાડને -તો અઘરું જરાય નહોતું,
પવન નું જોર આજ કંઈ વધાર છે-એમ લાગે


ઘણા જોરથી વસાઈ ગયેલાં દ્વાર છે,એમ લાગે,
ના કવિતા ના "ક" ને પણ પ્રવેશ મળતો લાગે,


હેત ગયું -કે મળી ગયું-શું બીજા જ કોઈ હેતમાં
(કવિતાના)વહાલ નું વાવેતર હવે અઘરું થયું -લાગે
------------------------------------------------
પંગુલતા,પ્રવાસની,હવે સમજાય છે,
લથડાઈ જતા શ્વાસ પણ સમજાય છે.


જરા કહો,પવનને કે બહુ જોર ના કરે,
બુઝાતો દીપક ઝબુક ઝબુક થાય છે.

અનિલ શુક્લ -માર્ચ-2016

---------------------------------------------------------------------------------

બસ -અમારે પણ એમ ને એમ ચાલ્યે જાય છે.
મળું કદીક એને તો કદી-એ મને મળી જાય છે.

બની,ફૂંક,બાંસુરીની,એ લાલ ની,વહેતો રહે પવન,
સુગંધિત બની,તે,અહીં-તહીં,પણ વહેતો જાય છે.

નિત્ય  નવા ચમકારા છે,વીજળીના હવે,કહું વધુ શું?
ઘડી-ઘડી આવે ને એ લાલ  ઘડીકમાં ચાલ્યો જાય છે.

લગાવેલી ભભૂતિ,ફળી હોય,એવું અનુભવાતું લાગે,
પરમાનંદની મસ્તીમાં જ બધો સમય વહ્યો જાય છે.

અનિલ 


માર્ચ-2016
----------------------------------------------------------
ખોળ્યો હતો તને,કદીક આયનામાં  કે કદીક પડછાયામાં,
સમીપમાં જ તું હતો,પણ શાને બનાવ્યું હતું જીવન ખારું ?


બની ગયો જ્યાં હું ખુદ જ આયનો,કરી નજર જ્યાં "હું" મહી,
સોહે છે,દીપે છે,ઝગઝગાટ પ્રતિબિંબ તારું,નથી શું તે ન્યારું?


વચ્ચે  ઉભો રહી પ્રકાશની,હું જ બનાવતો,મારો જ પડછાયો,
મીટી ગયો "હું" તો પડછાયો હવે ક્યાંથી? સર્વ-રૂપ છે તારું


ખીલે છે નિત્ય એક ફૂલ નવું,ને મહેંક ની તેની તો શું કહેવું?
મહેંકી છે હવા,સંગ થી તારા,ને સર્વ જગ થઇ ગયું ખારું !


અનિલ શુક્લ
6,જાન્યુઆરી-2016
------------------------------------------------------
કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
નહિ કહેલી,વાત આજ થઇ ગઈ લાગે.

લખાઈ શું ગયું? તેની ખબર રહી નહિ,
પડેલા શબ્દો જમીનમાંથી ઉગતા લાગે.

પ્રવાસ તો હતો નહિ બહુ  લાંબો -પણ,
અધ-વચ્ચે જ મંઝિલ મળી ગઈ લાગે.

છૂટા-છવાયા વાદળો ને ભેગા કર્યા પવને,
તે આજ ઝરમર ઝરમર વરસતાં લાગે.

અનિલ શુક્લ 
જુલાઈ-૨૦૧૫
-------------------------------------------------------------------
નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.


રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.


વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ પવન,બની સુગંધી,સુણી અનહત નાદથી


દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું  કોઈ તો, પરમાનંદી બદન,કલમ થી કંઈ કહેતું લાગે.


અનિલ


જુલાઈ,૧૭,૨૦૧૫


-------------------------------------------------------------------------
અંગે લગાવી થરો ભભૂતના જુઓને દેખાવ કર્યા  છે કેવા?
અંતરમાં થોડીક પણ ભભૂત લગાવવાની હિંમત કરે છે કોણ?

અવળી અવળી જ વાતો છે,ને એ જ સાચી છે એવી કરે ઠાવકાઈ,
સત્ય ખુલ્લું જ  છે,પણ તે સત્યને ખોળવાની  દરકાર કરે છે કોણ?

ફુરસદ નથી પવન થી બનેલા એ સંગીત ને સાંભળવાની કોઈને,
તો નાદ અનહત નો તો ક્યાંથી સંભળાય ,પડી છે પણ તેની કોને?

જરૂર છે શું કહેવાની કે? છેડાં ના કરે એ પવન સાથે,નહિતર ચેતજો,
ખોટી ભભૂતિ એ તન પરની ઉડાવી,ખુલ્લા કરી દેશે,તમને ઓ,લોકો

અનિલ

30 એપ્રિલ,2015

--------------------------------------------------------------------
વાયરો દખણ નો એવો તો વાઈ ગયો,
કે સ્થિર આકાશમાં અનહત જગાવી ગયો,

ઝૂમ્યું ચમન ને ઝૂમી ઉઠ્યા છે એ ફૂલો,
ચો તરફ,અનંત ની ફોરમ પ્રસરાવી ગયો.

હશે કૃપા "એ"ની કે તોફાન છે એ પવનનું?
જે હોય તે ભલે,મસ્ત ને મસ્તી કરાવી ગયો.

કહે કોને પવન,મસ્તી ની દશા નો પ્રસંગ?
આમતેમ શબ્દો ભેગા કરી,કૈંક લખાવી ગયો.

અનિલ-એપ્રિલ-16-2015
-----------------------------------------------------------------------
ના સમજાય હરિ,કે વળગી હતી માયા તને કે પછી વળગ્યો તું માયાને?
કે એકલો ગયો હતો અકળાઈ? બનાવી દીધી ન સમજાય તેવી કાયાને


ક્યાંથી લગાવું હું ભભૂતિ,તું તો પુરાઈ ગયો લગાવી ભભૂત એ કાયામાં,
મૂંઝાય છે તું?તે તો ખબર નથી,મૂંઝાઇ ગયા છે બધા તારી એ માયામાં


પતિ છે તું તો માયાનો,વશ હશે તને એ,અમારે વશ તો કેમે થાય માયા?
અખંડ એવા તેં બનાવ્યા ખંડો-બ્રહ્માંડો,ખોળું તને અદ્ભુત એવી કાયામાં  


કહે છે,સમાયો છે, તું ઘટઘટ માં,ખોળું તને,ઘડી ત્યાં તો કદી આ કાયામાં,
દયા,હોય થોડી તો,લગાવી દે ને ભભૂત થોડી,ના જાઉં લપટાઉં માયામાં

અનિલ-માર્ચ-30-2015

----------------------------------------------------------------
લાગ્યું હતું,કે શાલ ભભૂતિ ની ઓઢીને,શાંત બન્યો હતો પવન,પણ,
ખંખેરાઈ,રાખ,ને નાદ અનંતનો જગાવી ગયો,બની વસંતી વાયરો

અચાનક,શાંત આકાશમાં,ક્યાંથી સંભળાય છે,પંખીઓ નો કલશોર?
લાગે,કે,કોઈ સૂરમય સંગીત ને નિપજાવી ગયો,એ વસંતી વાયરો

લહેરાઈ ને,મંદ મંદ વહેતો પવન બની ગયો છે "માઈ" નો વાયરો,
ફૂટું ફૂટું થતી એ કળીને સ્પર્શ અજબનો કરાવી ગયો વસંતી વાયરો

અનિલ-3-19-2015
-----------------------------------------------------------
કહેવાનું બધું શું કહેવાઈ નથી ગયું? તો હવે શું કહેવું?
ખુદે જ ઉપજાવેલા દુઃખને સહેવું તો કેમ કરીને સહેવું?

પુરાણો છે,હરિ મંદિરોમાં ને ઓળખાય છે એ ટીલાંથી,
જાણે નહિ માનવ, ક્યાં છે હરિ તે-તો તેને શું કહેવું?  

પૂજાય હરિ,પૂજાય ગુરુઓ,વિલાસિતા શું ધન ની નથી?
ઝાંપે મંદિરના હરિનો જ માનવી ભૂખે મરે,તે કોને કહેવું?

જોઈ મંદિરો લાગે છે પવન વધી ગયો છે ભક્તિનો,
સૂરાવલી દયાની જો છેડી ના શકે તો એને શું કહેવું?

અનિલ-3-18-15
----------------------------------------------------------
નહોતું હાલતું કે નહોતું ચાલતું,એ આકાશ,તો પછી,
અચાનક જ આકાશમાં વીંઝણો કોણ નાખી ગયું?

શું ભરાયેલો એ વાયુ આકાશમાં બની ગયો પવન?
સ્તબ્ધ આ આકાશમાં સુરાવલી કોણ છેડી ગયું?

સમજીને ખુદ ને તાકતવર,ફુલાઈ,ફરે,ભલે પવન,
પણ,તાકાત -માત્ર "બ્રહ્મ"ની,આજ એ સમજાઈ ગયું



અનિલ-3-17-15
------------------------------------------------------
ઝુલાવે ડાળ પવન ને ?કે પવન ઝુલાવે ડાળ ને?
થયી ઘડીક સ્થિરતા,તો નાદ અલખ નો લાગી ગયો.


છોડી તો દીધા હતા -વાદ.વિવાદ ને વિખવાદ ને ,
લઇ સુગંધ ચમનની પવને,ને સુગંધમય બની ગયો.


સફર તો લાંબી ક્યાં હતી? શરુ શૂન્યથી જવું શૂન્યમાં,
ઘડીક તો લાગે છે એમ કે તે પવન શૂન્ય બની ગયો !!


પણ,ના નથી એવું,નાદ તો ઉદ્ભવે પવનના ઘસાવાથી,
સ્થિર,શૂન્ય કે ભલે વહે,અનુભવ અલખનો કરાવી ગયો


અનિલ -3-12-15

-----------------------------------------------------------------


મલાજો શબ નો રાખી,રડે છે રાગ તાણી ને,આ દુનિયા,
એકના છૂટી ગયા તો,ભર્યા છે શ્વાસ,રડવાને,એ દુનિયા એ.

હતો શ્વાસ નો જ એ સંબંધ,જો,પાછી વળી ગઈ છે -એ દુનિયા,

પરોવાઈ દુનિયાઈ વ્યવહારોમાં,ભૂલી ગઈ છે એ શ્વાસ પોતાના
સમજાઈ તો ત્યારેજ ગઈ હતી,દુનિયા,લથડતા હતા,જયારે શ્વાસો,
છોડી દીધા 'તા,સાથ,અને પન્ગુલ બની ગયા હતા જ્યાં પ્રવાસો

આરામ છે,આનંદ છે,હવે,જ્યાં,રહ્યો નથી "હું" જ અહી દુનિયામાં,

મટકું જ હતું માર્યું,તો સમજાઈ ગયા,સંબંધો સ્વાર્થ ના દુનિયાના
અનિલ
માર્ચ-3-2015

--------------------------------------------------------------------------

હવા છું,સંગ છું,ભૂલી ગયા કે શું? સુગંધ હવાની ,ભૂલી ગયા કે શું?
ફોરમ ના મળે તો ભલે તેમ,પણ વાંસળી ની ફૂંક ને ભૂલી ગયા શું?

હરદમ સાથ છે-તે પવન ,ભલે સ્થિર બને કે વહી જાય એ પાસથી,
ક્યાંથી કે કોનાથી એ છુપાઈ શકે? છૂપાવ્યો તમે એને અપને આપથી,


અનિલ -ફેબ્રુઆરી-2015
-----------------------------------------------------------------------------
ભરી લીધું છે આકાશ,એ પવને,આમ તો જુદો જ હતો ક્યાં?
નજર ભલે ઝીણી કરો ઘણી,પણ કદી એ,જોવા ના મળે ત્યાં,


સર્જ્યું હતું  સંગીત એને હવા બની ,ને ડાળીએ ડાળીએ ચઢી ,
ફડફડાવી એ પર્ણોને ખુદ પણ સંગીતમય બન્યો હતો ત્યાં,


વ્હાલો લાગે છે એ ફૂલ ને ને ફૂલ પણ તેને  વ્હાલાં લાગે,
એટલે જ ભરી સુગંધી એ ફૂલ ની સુગંધમય બન્યો હતો ત્યાં,


સુગંધ ને સંગીત ની ભભૂતિ લગાવી ને વિચરતો હતો,પણ,
"નાદ" બની "બ્રહ્મ" માં સમાઈ ગયો,દેખાઈ શકે હવે એ ક્યાં?


મથે ભલે માનવ,પણ પોટલામાં બાંધી ક્યાંથી શકે એ પવન?
કામ પણ  શું છે? સંગીત ને સુગંધે એ સદા પાસમાં જ છે જ્યાં,


અનિલ 11 નવેમ્બર-2014

------------------------------------------------------------


વસંત ખિલી છે,જુઓ જરા,નજાકત ખિલી છે એ ફૂલોની,
નજીક જઈ નજર મિલાવી,તો નજર ઉંચી થઇ છે ફૂલોની.


હિમવર્ષાથી બનેલી,રંગવિહીન, ધરતી પર રંગ ભર્યા ફૂલોએ,
ગમગીન કરુણામય બનેલ પવન માં સુગંધ ભરી એ ફૂલોએ.

થોડા આછા,તો થોડા ઘાટા,ને વિવિધ રંગ આવતા હશે, ક્યાંથી?
પણ અહીં રૂપ ને રંગ ની મસ્તી,કરી ને બન્યાં છે મસ્ત ફૂલો-"એ".

અનિલ શુક્લ
એપ્રિલ-૧૨-૨૦૧૪

-------------------------------------------------------

નજર ના નજારા કંઈક ઓછા પડ્યા.
ને તસ્વીર ના ખજાના ઓછા પડ્યા,

બાગ તો કળીઓ ને ફૂલો થી ભરાઈ પડ્યા,
લાગે છે,વસંત ના વધામણાં ઓછા પડ્યા.

હટતી નથી ફૂલોથી નજર,બની ગઈ માયા અજર,
લાગે છે,ભણેલા પાઠ એ વિરાગ ના ઓછા પડ્યા.

અનિલ શુક્લ
મે,૪,૨૦૧૪


-------------------------------------------------------



આ લાલ કળીમાંથી એક ફુલ બનતાં,વહી ગયો સમય,
સમયને આવવા દો-કહી કહી,એમ વહી જાય છે સમય.

આયનો તો હજુ ત્યાં ને ત્યાંજ પડી રહ્યો,જોયું નજર કરી જરા,
પણ યુવાની માંથી દેહને ઘડપણ ભણી લઇ જાય છે સમય.

રોફ એ જોબન નો ક્યાં ગયો તેની ખબર પણ રહી નહિ,ને,
વરસો વીત્યા ભજન વગર,પાછો ક્યાંથી આવશે તે સમય?

પેટે બાંધીને પાટા,મહેનત કરી કમાયા સિક્કા ચાર ચાંદીના,
હવે નથી ખવાતું ખાવાનું,વિચારવાનો આ હતો ક્યાં સમય?

તૂટે છે કમર ને પગ ના વળી શકે,થયું કઠિન આસને બેસવાનું,
ક્યાંથી થાય ભજન,ભલે રહ્યો પાસમાં હવે છે,સમય જ સમય.

અનિલ શુક્લ
મે,૯,૨૦૧૪

---------------------------------------------------------------


સ્વભાવ થી કે આદતથી,સ્થિરતા નથી એની,
કોક દિ ક્ષણો સ્થિરતાની માણી રહ્યો પવન.

નથી કંઈ કહેવું ,નથી હવે વહેવું,વિચારીને તેમ,
અનંતતા ને બાથમાં ભરી ને બેસી ગયો પવન

હટવુ હવે ગમતું નથી,ભમવું હવે ગમતું નથી,
નવી આદત સ્થિરતા ની ગમી ગઈ તને પવન.

અનિલ શુક્લ
મે,૫,૨૦૧૪

-------------------------------------------------------------


થઇ ગઈ છે સર્વ ની ફૂલો પર નજર,
ફૂલોએ પણ ઉઠાવી સર્વ ને આપી દીધી નજર,

કોઈ સુંદર ફુલ ને શું લાગી ગઈ નજર?
લાલ કળી હસી રહી,નથી ખોલી તેણે હજુ નજર,

તસ્વીર તો પહેલાં અને આજે લીધી
ને હસતી કળી પર જઈશ ફરી કરવા એક વધુ નજર.



અનિલ શુક્લ
મે,૪,૨૦૧૪





------------------------------------------------------------------------


વીતી ગઈ,છે,અને આવી રહી છે,વિવિધ મસ્તી ની જે ક્ષણો,
જુદી હતી કાલ,જુદી છે આજ,મસ્ત,માણી રહ્યો મસ્તી ની ક્ષણો.

શું હવા બની,રહી સંગે તેના,મસ્તી માં બને મસ્ત એ ક્ષણો?
કે હવાને ય રંગીન બનાવી,ઘુમાવે તેને અહીં તહીં એ ક્ષણો?

મસ્તી "એ"જામ ની થતી હતી ખાલી ને જામ પણ હતો ખાલી,
નશો કંઇક અલગ છે આ,સદા અખંડ રહે છે મસ્તી ની એ ક્ષણો.

નથી પડવાનું,આખડવાનું કે નથી અભાન થવાતું અહી કદી,
અડગ,ઉભા કરી,જગાડી ને સભાન બનાવે મસ્તી ની આ ક્ષણો.

ભૂલાય કેમ? ભૂલું કેમ?લગાવી હતી ભભૂતિ જે દિન અને જે ક્ષણે,
લાગી ગયો છે સંગ મસ્ત નો,ને હવા સંગ વહી રહી,મસ્તી ની ક્ષણો.


અનિલ શુક્લ
એપ્રિલ,૨૪,૨૦૧૪

------------------------------------------------------------


વસંત ખિલી છે,જુઓ જરા,નજાકત ખિલી છે એ ફૂલોની,
નજીક જઈ નજર મિલાવી,તો નજર ઉંચી થઇ છે ફૂલોની.
હિમવર્ષાથી બનેલી,રંગવિહીન, ધરતી પર રંગ ભર્યા ફૂલોએ,
ગમગીન કરુણામય બનેલ પવન માં સુગંધ ભરી એ ફૂલોએ.


થોડા આછા,તો થોડા ઘાટા,ને વિવિધ રંગ આવતા હશે, ક્યાંથી?
પણ અહીં રૂપ ને રંગ ની મસ્તી,કરી ને બન્યાં છે મસ્ત ફૂલો-"એ".

અનિલ શુક્લ
એપ્રિલ-૧૨-૨૦૧૪
--------------------------------------------------------------


વલ્કલ ને જટાધારી,બની ત્રણ ભુવન નો નાથ વનમાં વિચરે,
આપવાનું નથી કશું પાસમાં, કેવટ ને વાત એ માલિક ને ખૂંચે.

જગત પર ઉપકાર કરનારા,પર ઉપકાર થયો છે જયારે આજે,
તો પ્રતિ ઉપકાર હું શું કરું? એ ઊંડા વિચારમાં માલિક ખૂંચે.

ઈશ્વર ના ઉપકાર તળે તો સદા રહી છે માનવી ની નજર નીચે,
ધન્ય,કેવટ ના ઉપકાર ને કે માલિક ની નજર થઇ છે આજ નીચે.

અનિલ શુક્લ
એપ્રિલ-૨-૨૦૧૪
---------------------------------------------------------

સ્થિર બનીગયો પવન વાયુ બની,પુરાઈ ને ગુફામાં,
ના ઘૂમી શકે એ અહીં તહીં,એ હવે કેમેય હાલશે નહિ.

રસ્તા પુરા થઇ ગયા, પવન ના,વતન ની તલાશ માં,
શૂન્યતામાં જાણે વતન મળ્યું,રસ્તે હવે કદી ચાલશે નહિ.

રસ્તો જ નથી રહ્યો હવે મંઝીલે જ્યાં પહોંચી ગયો પવન,
જરૂર નથી રહી જ્યાં રસ્તાની, રસ્તા પર ફરી ચાલશે નહિ

હતું નામ પવન,એટલે જ કદાચ બની ગયો હતો પવન,
બન્યો છે જો હવે વાયુ જ તો તે હવે કદી ફાલશે નહિ

જીદ ના કર ઓ,પ્રવાસી,રસ્તો અલગ થયો છે, આપણો,
ભલે ખેંચી ને મરી જઈશ પણ પવન કદી આવશે નહિ


અનિલ
માર્ચ,૧૮,૨૦૧૪

--------------------------------------------------------


રહસ્યો ના શૂન્યાવકાશ ની ગુફા ભણી દોડી ગયો પવન,
ને પહેલાં હતો તેવો ને તેવો પાછો વાયુ બની ગયો પવન.

વાયુ થી પવન બનવાના,કોઈ રસ્તે સંગ હતો,ઘડીક,નસીબ થી,
નથી રસ્તો જ હવે જો રહ્યો,તો નથી બદલાઈ ગયો એ પવન.

ધસવું આગળ શૂન્ય ભણી,અને બનાવવો રસ્તો,આદત પડી હતી તેને,
પણ,ગુફાના બંધ બારણા ની પાછળ વાયુ બની સંતાઈ ગયો પવન,

ધસમસતો કે લથડતો હતો,કદીક,પણ હવે નથી એવું કઈ થતું પવન,
સ્વરપેટી,સુધી આવી ને વાયુ,અટકી ગયો,ને મૌન બની ગયો પવન.


અનિલ
૧૪,માર્ચ,૨૦૧૪


-----------------------------------------


'વા છે,વહી જવું,રખડવું કે ના થવું સ્થિર,આદત છે એની,
પેલા વાદળોને પણ અહીંતહીં ખસેડવા આદત છે એની.

બની સ્થિર રહી ના શકે જગા કોઈ,તો સંગ તો રહે એ કેની?
વતન જ એનું નથી તો ફરે,જ ને? સ્થળ ની હૂંફ એને શેની?

કરે ભેગાં વાદળોને ને વાદળ જાય જો ભલે ને વરસી.પણ
કોક 'દિ સંગ ના છોડે,ફૂંકી વરસાદ ને બનાવે છે હિમ,દેખો ની!!

અનિલ શુક્લ
ફેબ્રુઆરી.૩,૨૦૧૪

------------------------------------------------
ફેબ્રુઆરી-૨-૨૦૧૪

મળવાનું ક્યાં બાકી હવે,જે મળવાનું છે તે મારી જ કને
ખોજ નથી રહી,હવે ને સંગ માં સુગંધી મલયાનિલ વહે..

ખોળી હતી શૂન્યતા ,નહોતી ત્યારે જ મળી
બની શૂન્ય હવે ફરું ક્યાં? સદા જે શૂન્ય હતું મારી કને.

----------------------------------------------


તને બહુ હેરાનગી કરવાની મારી દિવાનગી,
ને,લાગે નહિ હેરાનગી એ તારી છે દિવાનગી.
અનિલ શુક્લ ..જાન્યુઆરી ૨૦૧૪
-------------------------------
હાર માન્યા વગર વાર સહુ સહી લીધા,
ભભૂતિ નો ભાર એને ક્યાંથી લાગે?

ધાર અનંત ની સહી લીધી છે જેને,
એને જગતના વાર માં શું સાર લાગે?

મૌન નો સાર જાણી લીધો જગતમાં જેને
એને વાણી ની વિલાસિતા ક્યાં સારી લાગે?

મંદ મલયાનિલ ની સુગંધિતા શ્વાસે રહી,
ઘૂઘવતો વાયરો હવે ક્યાંથી સારો લાગે.

અનિલ-જાન્યુઆરી-૭-2014
-------------------------------------------------------


ભાર આભાર નો હવે ક્યાં સુધી?
ભાર બરફ નો ઝાડ ને ક્યાં સુધી?

વૈશ્વાનર વ્યાપી રહ્યો ક્યાં નથી?
ઉતારે એ ભાર સર્વ નો,તે બહુ દુર નથી.

નિમિત્ત હું બન્યો હોઈશ કે પછી?
અંગુલી નિર્દેશ હશે એ અનંત નો?

બાકી આમ તો મારામાં માનો આભાર
એવું છે એમ મને લાગતું નથી.

પણ માન્યો....તો કહી દઉં ...ધન્યવાદ....

અનિલ-જાનુઆરી-૨૦૧૪


----------------------------------------------------------


કરુણાનિધિ ની કરુણા નું શું કહેવું?
છોડો એ-ને- તો છોડી ને ક્યાં રહેવું?

ભાગી ને ભલે જાય પણ દોડી ને આવે,
એવા લાલા વગર શાને હવે જીવવું ?

રહે છે કૃપા અનંત ને વરસે અનરાધાર
પરમાનંદ ની વાત સહેવાય તો સહેવું!!

Anil Shukla
December.2013
----------------------------------------------------------------------


નરસૈયા ની ઓલી ભોળી ભરવાડણ ને કહેવું તો શું કહેવું ?
મારા હરિને વેચવા નીકળી છે,એનું દુઃખ કેમ કરી સહેવું?

એ આહિર ની છોકરીઓ લાલા ની પાસે સઘળું કામ કરાવે,
વાટકી છાસ ને થોડા માખણ માટે મારા લાલાને નાચ નચાવે

કદી ગુસ્સો આવે તો કદી થોડી થોડી ઈર્ષા પણ આવે,કે,
નસીબ કેવાં કે એ ભરવાડણનાં,માટે ભલું ચુપ થઇ રહેવું

અનિલ શુક્લ
ડીસેમ્બર,2013
-------------------

કહેવાઈ ગયું અનેકવાર ને વારંવાર કહેવાતું પણ નથી શું?
કે,ના આવ્યું સાથમાં જીવ ના કંઈ કે ના સાથમાં કંઈ જાય છે.

રમત માં વાંચી આવું બધું ક્ષણમાં જીવ ભૂલી નથી જતો શું?
વ્યવહારો નું પોટલું ઉપાડી માથે,અને જગતમાં ફર્યે જાય છે.

મસ્તાન બની,નથી,ખુદ થી જ ભૂલી ગયો એ માનવી ખુદાને શું?
ને કારણ કે વિચાર્યા વગર એ રામ ને જગતમાં ખોળ્યે જાય છે.

બહાર ક્યાં?ઘરમાં જ બેઠેલો રામ છે,હશે ખોળવો પડતો એને શું?
નથી આવવું ઘેરે,ને દેશ વિદેશ માં,આ જીવ ભટકે જાય છે.

અનિલ શુક્લ
28,ડિસેમ્બર 2013

--------------
લખ લખ કરતી આંગળી અટકી જતી લાગે,
દોડ દોડ કરતો પગ કદી છટકી જતો લાગે,

બડ બડ કરતી આ જીભ ને કહેવું તો શું કહેવું?
બેઅદબી વાણી ની પણ કદી અટકી જતી લાગે

બન્યો પવન પ્રવાસી ભૂલાવી ખુદ ને,અનંતતા માટે,
ધબ ધબ કરતુ હૃદય પણ હવે અટકી જતું લાગે
અનિલ
25,ડિસેમ્બર 2013
------------------------------------

તસ્વીર પવન ની મળે ક્યાંથી?
ચીતરી શકો કાગળ પર એને ક્યાંથી ?

યત્ન કરું કે ભરું હાથમાં,પણ ભરાય તે ક્યાંથી ?
રહે છે શૂન્યાવકાશમાં ,તે કદી સમજાય ક્યાંથી ?

આવે વંટોળ થઇ ને ચક્રવાત બની કદી.
પણ પકડાતો નથી તો હાથ માં આવે ક્યાંથી ?

સમાઈ આકાશમાં,બની શક્તિ એની ફરે એ અહીં તહીં,
રહે સંતાઈ દેહમાં,પ્રગટે કદી અનાહત -ઘંટારવ બની.

કદી શ્વાસ,કદી ફૂંક,તો કદી આવે છે એ સુગંધ બની,
લાવે અને લઇ જાયે,બની સુગંધ એક બીજા ના દેહની.

ખોળ્યો હતો જયારે ત્યારે જ તે મળ્યો નહોતો પવન,
બન્યો પવન તો હવે અણસાર પણ એનો મળે ક્યાંથી?

અનિલ શુક્લ

નવેમ્બર,૧૧.૨૦૧૩


----------------------------------------------------------------------------------------

ઉદ્ધવ નું આગમન ગોકુલ માં થવાનું છે,
યશોદાજી રોજ ની જેમ લાલ ની રાહ જોતાં આંગણ માં બેઠાં છે,
ત્યાં આવી ને કાગડો બોલે છે,યશોદાજી માને છે આજ કદાચ લાલો આવે....


તિરછી તિરછી લાગે છે,વાણી તારી મને ઓ કાગ,(પણ)
આજ મારો લાલો આવે તો,સોને મઢાવું તારી ચાંચ.

જાતે ખાવાનું ભાન નહિ,લાલ ને ને હતો જરા શરમાળ.
કોળિયો લઈને મોં મોં મુકું ત્યારે જમતો હતો લગાર,
લાલ ની મારા વાટ જોઉં રોજ ને બનાવું હું રસથાળ.....આજ મારો..


આંખમાં આંસુ મારા આવે તો એને ગમતું નહિ લગાર,
પીતાંબરથી આંસુ લુછી ને,લાલો,કરતો હતો મને વ્હાલ,
ગયો છે ત્યારથી ખૂટ્યા નથી આંસુ,શું,જાણે છે એ લગાર?...આજ મારો.


પડી આદત ચોરી કરવાની,તેથી બાંધ્યો હતો થોડીવાર,
ગમ્યું તો મને ય હતું પણ લાલાને પ્રેમે બાંધ્યો,હતો,લગાર,
માફી એ માગી,મા,ક્યાં હું એની? વિનવ્યો લાલને વારંવાર...આજ મારો

અનિલ
૩,ઓક્ટોબર,૨૦૧૩

-----------------------------------

આકાશ માં રહેલા,ઓલા પવન ને,
આકાશ ને આંબવાની,નેમ હશે ક્યાંથી?

વૈભવતા ત્યાગી,મળેલી છે નિર્ધનતા,
તો,નિર્ધનતા ને ત્યાગવાની નેમ હશે ક્યાંથી?

વાંસળીની ફૂંક બની છેડાયું છે મસ્ત સંગીત,
તો,બેસૂરાપનમાંથી નીકળવાની નેમ હશે ક્યાંથી?

નિહાળી લીધી જેણે સુંદરતા અંતર ની,
આયના સામે ખુદ નિહાળવાની નેમ હશે ક્યાંથી?

જરાય કમી નથી,માખણની ખુદ ના ઘરમાં,
પણ આદત ચોરવાની કાન્હા ને પડી હશે ક્યાંથી?

અનિલ
ઓક્ટોબર-૨,૨૦૧૩
-----------------------------------------------

લખતો હતો અને તમે યાદ આવ્યા,
લખાવે છે જે મને, તે યાદ આવ્યા.

ચાલતી હતી જ્યાં ગણત્રી શ્વાસની,
શ્વાસ ને શક્તિ આપનાર,યાદ આવ્યા.

કદી ક અહીં તો કદી તહીં,ભટકી ને,
શ્વાસે ભુલાયેલા તમે યાદ આવ્યા.

મલયાનિલ ને શાંત વાયુ બનાવીને,
પરમાનંદ નું દાન દેનાર,યાદ આવ્યા.

ભૂલું કદી પણ મને ના ભૂલનાર,અને,એ,
સૂતેલા ને જગાડનાર,મને યાદ આવ્યા.

અનિલ
૯-૨૧-૨૦૧૩
---------------------------------------------------------------------

ચાંદી ના ચાર સિક્કા માટે મહામુલી આ જિંદગી વેડફી નાખું છું,
લગાવી ભભૂતિ પણ કદી લાગે છે કે આ ભભૂતિ વેડફી નાખું છું.

ચાલુ છું કદાચ રસ્તે સાચા પણ ચાલવાનું જ વેડફાઈ જાય છે,
જાણે અહેસાન કરું છું સમય પર પણ સમય વેડફાઈ જાય છે.

કરમ ની કે નસીબ ની આ ગતિ માં વહ્યા વગર કરું પણ શું ?
સુગંધિત થયેલો આ પવન જાણે વગડામાં થી વહી જાય છે.

અનિલ
જુલાઈ-૨૦૧૩

-------------------------------------------------------------

હમણાં તો સંગે હતો,ને એ ક્યાં વહી ગયો ?
દિશા જુદી હતી,એ પવનની,રહી હું ગયો.

મનમાં ભરી રાખી છે સુંગંધ પવન તારી,
થોડી સુગંધ મારી યે લઇને તું વહી ગયો.

હવા ની સંગે તો રહે સહુ અને હું એ રહું,
નથી વતન ક્યાંયે,તો ક્યાં વહી ગયો ?

અસર સુગંધની.તારી, છુટે નહિ કદી અનિલ,
ભભૂતિ થોડી લગાવી ને ક્યાં વહી ગયો ?

અનિલ .માર્ચ-૨૦૧૩

-------------------------------------------------------------------------


બનાવી છે, રમત પવને બરફની,ને બરફ ને ઉડાડે અહીં તહીં,
કદાચ બરફ હેરાન થતો હશે,તો પવન ને તેની ખબર નથી.

છીનવવી સુંદરતા શા માટે ? સ્વર્ગ ના જેવું દેખાય છે,વાતાવરણ,
રહેવા દે,બરફ ને એ પાઈન ના વૃક્ષ પર,વિચારી શાંત થયો પવન.

ઘરમાં જ બેઠા છીએ તો બરફ ના તોફાન ની કોઈ અસર નથી,
હેરાન પવન શાથી ? ઠંડો થયો,બીજી તો કશી ખબર તેને નથી.


તોફાનો નું કારણ તો તે ખુદ જ છે,ભૂલી ગયો હતો તે મલયાનિલ,
તરંગો ને છોડી હલતો નથી હવે,ને બન્યો સમાધિ માં મસ્તાનિલ.

અનિલ.
ફેબ્રુઆરી,૯,૨૦૧૩.
..............................................................

બેઠો છે પવન સંઘરી રહસ્યો યુગોના ,
ઉત્સુક બની ખટ ખટાવે એ દ્વાર ઘરોના.

કદાચ મળી જાય એ વિના દ્વારની ગુફાઓ માં,
દોષ એનો ક્યાંથી?રહે સહુ બંધ બારણા માં.

બને કે કદાચ બીક હોય એ સહુને,પવન ની
કદાચ ઘેર ઘેર જઈ કહી દે એ રહસ્યો પોતાના.

ફુરસદ મળે કદી તો રહી સંગ એના સાથે,
સામસામું હૈયું ઠાલવીને તો દેખો ના?

હાટડી માંડી બેઠા સર્વે,વેચવાને રહસ્યો પોતાના,
ખરીદે એ શાથી?ભંડાર છે,કને એની,એવાજ રહસ્યોના.


અનિલ શુક્લ

૧૪,મેં ૨૦૧૨


------------------------


ખોળ્યો ‘એ’ને બહુ આ,લોક ને ગોલોક માં
કદી,આયનામાં જરા નજર કરી ને તો જો .

અહમથી,ઝાંખો લાગે જો એ આયનો ,તો,
અજ્ઞાન ની ધૂળ ને જરા હટાવી તો જો.

ભટકવાની અહીં-તહીં આદત બનાવી છે,
બેસીને જરા જે શ્વાસ ચાલે છે,એને, તો જો.

ઝૂરવું જ છે,પણ ,જ્યાં છે,’એ’,ત્યાં નથી ખોળવું,
ભભૂતિ ‘એ’ની જરા,તન પર લગાવી તો જો.

અનિલ શુક્લ
૪,મે,૨૦૧૨

-----------------------------------------------------------


જરાક જ કઠિન હતો માર્ગ મજા સુધીનો.....
મળી મજા ,લુટી મજા,પહોચી ગયા આનંદ સુધી....

ઘણું યે ન સમજાતું સમજાઈ ગયું જયારે ...
આનંદ થી પહોચી ગયા આનંદ સુધી......

લાગે છે કે સરળ માર્ગ છે આ , હવે આનંદ નો.
થાય કૃપા તો પહોચી જવાય પરમાનંદ સુધી....

ગમતો પવન આનંદ નો સાથ સાથ થઇ ગયો,
છોડું હવે ક્યાંથી?વહીશ સંગ સંગ,અંત સુધી........

અનિલ
૨૦ ફેબ્રુઆરી ૨૦૧૨
--------------------------------

મજા ય લુંટાય છે અહી ,અને મજા લુટી ને બનેલો,
કોઈ મજાનો માનવી એ લુંટાય છે અહી,

રહે છે બાકી કોઈ?

જો મળે કોઈ મજાનો માનવી,તો મજા લુંટવા,
મેળાવશો
 મને ?
એને ખોળવામાં જ મજા લુંટાઈ ગઈ છે મારી .......

અનિલ
૧૪ માર્ચ ૨૦૧૨
-----------------------------------------------------

હવા છું,શ્વાસ પણ બનું,ને સંગે પણ રહું,
કદીક અંદર તો કદીક બહાર,સંતાકુકડી રમું.

બની બાંસરી ની ફૂંક,કદી સુરમાં ય રહું,
તો વાયરો બની કદી સંતાકુકડી ય રમું.

ખેંચે છે ખુશ્બુ આપની તેથી જ સંગે રહું,
સુગંધિત બની,ચાલ હવે સંતાકુકડી રમું.

અનિલ
ફેબ્રુઆરી,૨૬,૨૦૧૨

---------------------------------------------------------


અડપલું સહેજે પણ 'એ' ખુશ્બુ ને ન કરો પવન
થકી એમના તો ચોતરફ સુગંધમય બન્યો ચમન
ખેર નથી જો બધી ખુશ્બુ ભરી લીધી જો 'તે'મની,
કલ્પના જ કર ,એ ભાર થી 'સ્થિર'થવું પડશે પવન.

અનિલ
૨૫,ફેબ્રુઆરી,૨૦૧૨
-----------------------------------------------

ધીમે ધીમે અહીની ચક્કી માં આવી જઈશ.
કદીક અહી તો કદીક તહી ,વચ્ચે આવી જઈશ.

સમય પર આપણે અહેસાન નથી કરતા શું ?
દિવસ આવ્યો જ છે તો સાંજ પાડી દઈશ.

કસોટીઓ કરતા રહો કાન્હા તમે,ટેવ છે તમારી,
ધીરે ધીરે ભલે,પણ બધું ય પાર પાડી દઈશ.

અનિલ
ફેબ્રુઆરી-૨૦૧૨
-------------------------------------------------------------------

પોટલું કેમ કરી બાંધુ પવન નું? હજુ મારું એક ગાંઠ,
એ પહેલા તો 'એ' છટકી જાય છે.......

કદીક નાકે,કદીક આંખે તો કદીક કાને ,આ રહ્યો 'તે',
છટકતા પહેલા તો 'એ' અટકી જાય છે......

રમત આને ગણો તો દોષ તો 'એ' નો નથી,જુઓ જરા
રમત તો ક્યારનીયે અટકી જાય છે........

નથી ફાટતો કે નથી સંધાતો પોટલા નો આ છેડો,
ખોટાં વિચારે સમય સરકી જાય છે.........

અજબ ગજબ ,માયાભરી રીતભાત આ પવન તણી,
શાણા 'એ' શાન માં સમજી જાય છે..........

શિકાયત હવે ક્યાંથી? સંગ સદા રહું છું પવનની,પણ
કદીક આ મન પોટલું બાંધવા લાગી જાય છે.........

અનિલ
ફેબ્રુઆરી ૨૦૧૨
-----------------------------------------------------------------------

ભભૂતિ લગાવી તો દીધી પણ નથી કરવી મારે આ શરીર ની ભભૂતિ,
એક એક ને છુટા પાડી મીરાની જેમ જ સમાઈ જઈશ ,કાન્હા મહી.

યત્ન કરીશ ને પ્રયત્ન પણ કરીશ ,સદા સંગે ચાલી,રહી ,તારા મહી,
જિંદગીની સરહદે લાવી ના કરાવશો,દુશ્મની તમે જ તમારા થકી.

ચાલશે નહી કોઈ ચાલાકી હવે,ના કોઈ બાંધ છોડ કરીશ હું હવે અહી,
ઝૂરવાના જમાના ગયા કાન્હા હવે, થોડી 'સમાવા'ની જ વાત કરો અહી ......

અનિલ
ફેબ્રુઆરી ૨૦૧૨

----------------------------------------------------------

માની હાર ,બની સુદામો ,ગયો તો
મળ્યો ફૂલદસ્તો,ફૂલો હતા અનેક,

પાછો આવી ખોળું છું,ક્યાં ગયું?
વળતા મળેલું એ ગુલાબ નું ફૂલ એક.

હેસિયત- એટલી જ -મારી અને તમારી,
લો કે વહેચો પ્રેમના ફૂલો એક કે અનેક

અનિલ

ફેબ્રુઆરી ૨૦૧૨

-------------------------------------------------------------------


આમ પણ ક્યાંથી જીતી શકાય તમને હરિ?
જીદ છૂટી ,હાર્યા ,તમારી તો જીત જ ખરી.

ખોટો ભીડાવી દીધો તમે,હસો નહિ ,હરિ,
મોરલી ને બદલે ,તલવાર ક્યાંથી ધરી?

'મદ' માં મસ્ત હતો જ્ઞાન ની મટકી ભરી.
કરું ભક્તિ ફરીફરી ,ના ભૂલીશ તમને હરિ.

અનિલ
ફેબ્રુઆરી ૩,2012
--------------------------------------------------------

ક્ષણે આવે ,ક્ષણે ભાગે,વિધ વિધ કળા વાળો,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.

ઈશારા ની ક્ષણે સમજી,બીજી ક્ષણે નાસમજ ,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો. 

ક્ષણે બનું અનાડી અને ક્ષણે ચાલુ સીધોદોર ,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.

સુખની યે ક્ષણો હતી,દુઃખની ય ક્ષણો અનેક
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.

લગાવી તો ભભૂતિ યે કોઈ ક્ષણે ,કાઢી યે ક્ષણે,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.

વિતી જીવન ની ક્ષણો ,ક્ષણ મય આ જિંદગી,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.

ક્ષણે વિચારી જિંદગી વિષે ,ભૂલી ગયાની ક્ષણો,
કરું તો શું કરું?પણ કરું છું ક્ષણો નો સરવાળો.

સરહદે પહોચી ગયા ની ક્ષણો હવે પવન તમારી,
બાદબાકી જ બાદબાકી હવે,ક્યાંથી કરો સરવાળો ??

અનિલ
૨, ફેબ્રુઆરી ,૨૦૧૨

----------------------------------------------------------------------

તુટ્યો તો ક્યારનો ય હતો રાફડો પટારા પરથી,
નજર કરો,તળિયું દેખાય છે,ના જાઓ તમે થાકી.

વરસો ના વરસ લાગી ગયા હતા જેમાં
ક્ષણો માં ખુલી ગયા,કશું રહ્યું નથી બાકી.

છૂપો ક્યાં 'સંગ્રહ' હવે?જાહેર થઇ ગયો હવે જગમાં,
નથી કશું એ છુપાવ્યું કે નથી કશું રહ્યું હવે બાકી.

ખાલી થયો છે જામ અને નશો ય છે અમલ માં,
ખમૈયા કરો તો સારું ,વધુ ભરો નહિ તમે સાકી.


અનિલ
જાન્યુઆરી ૨૫,૨૦૧૨

----------------------------------------------------------------------------------

હવે તો જેમ જેમ જિંદગી
સામે આવે તેમ જીવે જવાનું.......
અને પ્રવાહ ને સાથે વહેતા જવાનું...
સામે તો કેમ થાઉં હું અનિલ ની??
'એટલે જ વહુ છું સાથ અનિલ ની.....
કદી વાયરો બને અને ગુમરે એ દિલ મહી,
તો સહી લઉં અને આદત પાડી દઉં અનિલ ની......
સરહદે છું હવે અને હવે હામે ય નથી કે,
દુશ્મની કરું એ અનિલ ની.....

અનિલ
જાન્યુઆરી -૨૦૧૨
--------------------------------------------------------
જિંદગી માં શું કરું શિકવા?
અને વહી જવાનું તો છે જ ને?
આવો વહીએ એ પવન ની સંગે....
કે પછી ખળ ખળ થઇ ને વહેતા
એ ઝરણા ની સંગે....
કદી ઘુમરે એ પવન કે ઝરણું....
તો આદત પડી લઈએ
એ પવન ની......

જો કવિતા નીકળે ત્યાં થી
તો લખી લઈએ એ પવન ની.....

અનિલ
------------------------------------------------------


ખુશ્બુ તો લીધી ,અને ભાર થયો પવન ને
વહેતો હતો,પણ સ્થિર થવું પડ્યું પવન ને,

હજુ ઓસરી એ નથી ચમન માં એ સુગંધ
કદી ક વહી જાય પવન મહી તે પહેલા ,

આવતા પવન સાથે આવી વધારો એ સુગંધ.
બેડી ભલે રહે,તરી હવામાં,આવો, વધારો એ સુગંધ.

અનિલ
--------------------------------------------------------------------


આ કાનો આંગણે આવે તો જ હવે ઝગડો મટે... 

આ રોજ રોજ ની વાતો,આ રોજ રોજ મળવાનું,
યાદો ને વાગોળવાનું,અને રાતો માં ય ઝૂરવાનું,

થતો નથી ફરિયાદો નો અંત,થાય પણ ક્યાંથી?
મથું છું,અને હુંએ 'એ' ને છોડી શકીશ ક્યાંથી?

છટક બારી આ તારી તો રોજ ની થઇ છે,ને હવે
પણ કાન્હા,તમે આંગણે આવો તો ઝગડો મટે .

અડધા આવો કે અડધા થી ઓછા આવો ,પણ,
કાન્હા,હવે આંગણે આવો તો ઝગડો -તો- મટે?

દિલમાં તો તમને સમાવ્યા છે પૂરે પુરા ,પણ
તમારા- દિલમાં સમાવો તો ઝઘડો તો મટે ,

બાકી છે ઝગડવાનું તારા સાથે,રોજ ઝગડું જાત સાથે,
મારા ઘરની માખણ ની મટકી હજુ તૂટી નહિ ,શા માટે?

મેણા લોકોના ક્યાં સુધી સાંભળવાના મારે? હજુ?
માટે,કાન્હા,હવે આંગણે આવો તો ઝગડો -તો- મટે?

અનિલ
ડીસેમ્બર-૨૦૧૧

--------------------------------------------------
કેમે કરું ફરિયાદ,યશોદાને હું કેમ કરું ફરિયાદ,
પથ્થર મુકીને દિલ પર આપ્યો હતો ,એ લાલ

‘દિલ’ માં સંઘરેલા ‘એ’ ને કૃપા કરી ને આવી,
રૂમ ઝુમ ચાલે ‘એ' મારી પકડીને આંગળી,
જગત નો ધણી ‘એ' જયારે આંગળીએ હોય ત્યારે
ભાન રહે ક્યાંથી ,ને ગર્વ થયો મન માંય .

આંગળી બીજાની ‘એ’ને ભળાવી દીધી ,મને,
ભૂલી જરા જ્યાં શાન ભાન,
નટખટ કનૈયો એ છટકી ગયો
જેવો ગર્વ થયો મન માંય,

દૂર તો ગયા ‘એ’ નથી ને દિલ માં રહો છો સાથે,
ચડાવી આપ્યું હતું કાલે બેડલું ય મારે માથે,

દિલ માંથી ક્યાંથી છટકો ,
છટકો તો તો જાણું ખરા ,
ગર્વ માં નથી ને જરા ભાન માં ય હું છું,
છોડી ને જીદ હવે રહો તમે શામળા .

અનિલ
ડિસેમ્બર,૮,૨૦૧૧
-------------------------------------------------------------------------------------

કોઈ તો મને જડે

દશા કોને કહું?લખું છું,ભલે કોઈ દિવાનો કહે,
ખબર ક્યાં હતી ?કૃપા આવી અનરાધાર પડે.

લાગે છે એવું કે અશ્રુ ઓ દુઃખના ઓછા હતા .
ભીજાઈ ગયો પૂરો,સુખના તો અનરાધાર પડે.

જીરવી લઈશ હું ,આદત પડી જાય ત્યાં સુધી,
ભાગી ના શકો હવે (તમે) ,જશો તો જશો ક્યાં સુધી?

વહેચ્યું તો દુઃખ ને ય ક્યાં હતું?મળ્યું એ કોણ હતું?
વિચારું,ખોળું,સુખ ને વહેંચવા,કોઈ તો મને જડે??!!

અનિલ
૧૬,નવેમ્બર ૨૦૧૧
------------------------------------------------------------------------

ભૂલી ગયો સરનામું

થયા આછા ટકોરા ,આથમતે સમયે,આથમતે બારણે,
ડર્યો,થયું કે અત્યારે,અહી વળી કોણ હશે આ બારણે ?


'એ' તો ક્યાંથી હોય? પણ લાવ જોવા તો દે જરાક,
રોજ બોલાવું,કરગરું તો આવ્યા પણ'એ' હોય કદાચ ,


દોડ્યો,રાહ તેમને કેમ જોવડાવાય?મેં તો ઘણી જોઈ,
સાચે,'તે' જ છે,પધારો,પરમાનંદ થયો ,આપને જોઈ,


ભૂલી ગયો છું હું બધું,થયો અભાન,આપને જોઈ,
રહેતો હતો ખોળતો,હવે ઠેકાણું યાદ કયો રહે સાઈ,


બદ કિસ્મતી હતીને ! બારણું અને સરનામું તો હતું- મારું,
યાદ કરું,મથું ઘણું , પણ,હવે ભૂલી ગયો સરનામું જ- મારું.


અનિલ
૧૪ નવેમ્બર ,૨૦૧૧

---------------------------------------------
કોણ?



ઝાલીને હાથ મારો -લખાવે છે કોણ?
આવડતે ય નહોતી કે નહોતો ય વિચાર,
પેન પણ નહોતી કે મળ્યો ય નહિ કાગળ ,
આંગળીને 'કી-બોર્ડ' પર ધક્કા મારે છે કોણ?

ખોળ્યું-મળ્યું જ્યાં ઠેકાણું આ 'કોણ' નું
હવે મારું જ ઠેકાણું -બોલો ,ખોળશે કોણ?

અનિલ
નવેમ્બર ૧૪-૨૦૧૧
--------------------------------------------------------------------

આ જુલમ ઓછો કેમ ?
થોડી મીઠાસ હજી બાકી છે ......

ઉફ.. પણ નાં કરશું અમે
થોડી જિંદગી તો હજી બાકી છે ......

અનિલ
-------------------------------------------------------------------------------

હોય કોઈ સરહદ જીવન ની તો
આ જીર્ણતા તેની નજીક છે ......

પાછું તો વળવું જ રહ્યું 
પ્રવાસ ની પૂર્ણતા હવે નજીક છે .....

અટવાતા જમીને પવન ની સંગે
નથી દૂર મિલન જમીન ની સંગે ...

ઘણું થયું , લથડાસો હવે ક્યાં સુધી ?
ઝંઝાવાત ની રાહ હવે ક્યાં સુધી ?

અનિલ શુક્લ
-----------------------------------------------------------------

નશો

ભોગવવી-ત્યાગવી કે ત્યાગીને ભોગવવી
સરળ હશે એ તમને વૈભવતાની સાથે ......
કહો કેમ કરું આવું હું મારી નિર્ધનતા સાથે ?

ઘર નજીક છે તમારું -છો પ્રવાસ ની અંતે ,
સરળ છે -લેવી exit તમને રાજમાર્ગ ની ,
સામે જુઓ મેં entry લીધી રાજમાર્ગની

"નહી માગવાનું "એમ આસાની થી કહો તમે
સરળ છે -સાકી- ભંડાર પાસે છે-તેથી તમે
હજી નશો ય થયો નથી-અને ખાલી જામ છે .

ના માંગી શકુ-ના પામી શકુ એ નશાને -
ખાલી જામ ફેકું છું -ભૂલું છું એ નશા ને
શોધું રસ્તો-પામવાના "એ તમારા" નશાને.......


અનિલ શુક્લ
જુલાઈ ૨૮, ૨૦૧૧

----------------------------------------------------------------------------------------------

ડર લાગે છે મને- સ્પર્શ ફૂલો નો કરતાં,
સજા- સુંદરતા ના સ્પર્શ ની યાદ છે ,

રહી દૂર-નજીક નજાકત ની તસ્વીર લેતા
ડરું-રુઝાયેલા ઝખ્મો હજુ મને યાદ છે .

આમ જ ગયો હતો સુંદરતા ની નજીક
ભીતરની એ ક્ષણો આનંદ ની યાદ છે .

આમ જ હાસ્ય ને મીઠી નજર દેજો મને
તસ્વીર જ દૂર થી લઈશ-નાં ડરશો તમે

ચાલ્યા ગયા હતા તમે -મને હજુ યાદ છે

અનિલ શુક્લ
૧૬ ઓગસ્ટ ૨૦૧૧

----------------------------------------------------------------------------------------


હવે એવુ તો શુ લખુ કે એવુ તો શુ કહુ
વિચારો ને વ્યક્ત કરવા કે ના કરુ
રઝળ્તા અને ઘસાયેલા શબ્દો ને
કોમ્પ્યુટર ની કલમે લખુ કે ના લખુ


વરષો પહેલા તો લખતા પહેલા કાગળ્
પર મારુ નામ છૅક ભુસ કર્યા કરતો ને
ક્યોંક ટપ દઇને ખબર પડ્યા વિના
શબ્દો જાણે ઉગતા કાગળ્ મહી


અનિલ શુક્લ
જુન-૨૩-૨૦૦૯

-----------------------------------------------------------------------

થયું અંતર નું અજવાળું ,કે બંધ આંખે નિહાળું

અંધ થયો તો ખુલી આંખે
મોહ થયો તો દુનિયા સાથે ,,,
સરનાગત થી કૃપા થઇ ને
એવું થયું અજવાળું ,કે બંધ આંખે નિહાળું ........


અનિલ
જુલાઈ ૨૦૧૧