Pages

ગીતાના એક અંશ ઉપર વક્તવ્ય

 સહપાઠીઓ સાથે સમાલોચના કરતાં મારી મતિ પ્રમાણે જે અને જેવું સમજાયું તે અહીં રજૂ કર્યું છે . ગીતાનો  4થા અધ્યાય , જેનું નામ અહીં છે , "જ્ઞાન કર્મ સંન્યાસ  યોગ ". કોઈક ગીતા-પુસ્તકમાં "કર્મબ્રહ્માર્પણ   યોગ " એવું નામ આપ્યું છે .આપણે આજે આ અધ્યાયના 20,21, અને 22માં શ્લોકની વાત કરવાના છીએ , પરંતુ ,તે પહેલાં આ શીર્ષક વિષે થોડું , જે સમજાયું છે , તે , વહેંચવાની ઈચ્છા છે . બન્નેમાં કર્મ તો છે જ . કર્મ,પ્રાણી માત્ર માટે નિશ્ચિત છે. કર્મ કેવાં અને કેવી રીતે કરવાં તેનું જ્ઞાન 3જા  અને 4થા  અધ્યાયમાં  છે . 3જામાં  કર્મ વિષે અને 4થામાં એ કર્મનું જ્ઞાન કેમ પચાવીને  કર્મ કરવા તે સમજાવવામાં આવ્યું છે . સાથે સાથે 4થા અધ્યાયમાં એ કર્મના બન્ધન શી રીતે  ન  આવે તે પણ સમજાવ્યું છે ;જેને સંન્યાસ  અથવા બ્રહ્માર્પણ કહયાં છે . સન્યાસ વિષે વિસ્તાર પુર્વક 5માં અધ્યાયમાં સમજાવ્યું છે . અહીં , જ્ઞાન સાથે કરેલાં કર્મોને બ્રહ્મને  અર્પણ કરવાથી- એટલે કે " હું કર્તા  છું" એવો ભાવ છોડી , સર્વ કર્મોના કર્તા  બ્રહ્મા છે એવો ભાવ રાખવો . તેમણે  આ શરીર દ્વારા -આ શરીરને નિમિત્ત બનાવીને કર્મો કરાવ્યા છે ; માટે બદ્ધાં જ કર્મ તેમને અર્પણ કરવાથી એ બન્ધનકર્તા  બનતા નથી . કર્મના પ્રકાર વિષે પછીથી જણાવીશ, અને તેથી અર્પણ કરવા લાયક કર્મો ક્યાં છે જેનાથી બન્ધન નથી અને કેવાંથી બન્ધન આવે છે તે સમજી શકાશે . 

   20 શ્લોક :- ત્યક્તવા કર્મફલાસંગં  નિત્યતૃપ્તો નિરાશ્રય :
                 કર્મણ્યભિપ્રવૃતોપિ  નૈવ કિંચિત કરોતિ સ: 
   પહેલો શબ્દ છે , ત્યક્તવા એટલે જેણે  છોડી દીધું છે . ત્યાગ શબ્દ ઉપરથી આ શબ્દ આવેલો છે . ત્યાગ -છોડવું .એનું ભૂતકાળ ત્યક્ત -છોડી દીધું ત્યાગ કર્યો છે નું આ ટૂંકું સ્વારૂપ છે ત્યક્ત. અને "વા" એટલે "જેણે " . શું છોડી દીધું છે ? તો , બીજો શબ્દ આવે છે ; "કર્મફળ આસંગ " આસંગ એટલે આસક્તિ . -એટટેચમેન્ટ - લાલચ શબ્દ પણ સાદી  ભાષામાં કહી શકાય . શેની આસક્તિ છોડી છે ? તો કહે છે ; કર્મફળની . અહીં એક ચરણ પૂરું થયું . બીજામાં કહે છે ,"નિત્યતૃપ્તો "નિત્ય એટલે હંમેશા , રોજરોજ , આપણે બોલીયે છીએ ને "નિત નિત નવાં રૂપ ધરે છે . પછી આવ્યું ; " તૃપ્તો " એટલે સંતોષી . તરસ લાગી; પાણી પીધું; તૃપ્તિ થઇ,-સંતોષ થયો . હમેશા સંતોષી રહે છે  એટલે કે કોઈ પણ સંજોગોમાં સંતોષી રહે છે . ત્યાર પછી શબ્દ છે; "નિરાશ્રય :" નિ :+આશ્રય આમ નિ : નો  વિસર્ગ "આ "સાથે જોડાયો તેથી અર્ધ"ર " (અહીં લખી શકતો નથી ) થઇ "રા" બની ગયો . અને શબ્દ બન્યો "નિરાશ્રય " નિ  "એટલે નહીં અને આશ્રય એટલે આધાર , શરણું , જે ઈશ્વર સિવાય બીજા કોઈને આધારે કે શરણે રહેતો  નથી . ભોગ ઉપભોગની માંગણીઓના આશ્રયે કે શરણે જતો નથી. 
  હવે 3જા ચરણમાં કહે છે , "કર્મણિ  અભિ  પ્રવૃત્ત: અપિ " આ 4 શબ્દ સમૂહનો એક શબ્દ બન્યો છે . આપણે "અપિ "થી શરૂ કરીએ . અપિ  એટલે " છતાં પણ " . ઉપલી લીટીમાં જણાવ્યા અનુસાર રહેતો હોવા છતાં પણ જે " પ્રવૃત્ત: " પ્રવૃત્તિ કરે છે  . કેવી રીતે ? તો, " અભિ " એટલે કે ઊંડાણ પૂર્વક , નિષ્ઠાપૂર્વક , વફાદારી પૂર્વક, ખંતપૂર્વક . પછી આવે છે ; "કર્મણિ "એટલે કર્મ કરે છે . અને હવે 4થું ચરણ . "નૈવ" ન+ઇવ ઇવ એટલે કાંઈ જ અને ન એટલે નથી , "કિંચિત = જરા પણ ,જરા જેટલું ય ."કરોતિ " કરે છે ."સ:" ==તે 
        આખ્ખા શ્લોકનું સળંગ વાક્ય આમ બનશે . " જે , કર્મફળની આસક્તિ (ઈચ્છા, લાલસા ) રાખ્યા વગર , ;જે હંમેશા  કોઈ પણ સંજોગોમાં સંતોષી રહે છે ; જે ભૌતિક ઇન્દ્રિયોથી આનંદ મેળવતો નથી કે ઇન્દ્રિયોના આશરે નથી ; જેણે  ઇન્દ્રિયોને વશ કરી છે અને ભગવાનના આશ્રયે રહે છે ; છતાં પણ કર્મના ઊંડાણમાં જઈ  ખંત પૂર્વક , નિષ્ઠાથી , વફાદારીથી કર્મ કરે છે ; - તે કર્મ કરતો હોવા છતાં જરા પણ કર્મ કરતો નથી , અકર્મી છે ." અહીં અકર્મ કોને કહેવાય તે સમજાવ્યું છે . અકર્મ એટલે આળસુ બનીને " ઝાડ પરથી ફળ પાકીને આપમેળે મારા મોંમાં આવી પડશે અને હું ખાઈશ " એવું વિચારી ઝાડ નીચે પડયા રહેવું એમ થતો નથી .  અહીં 20મો  શ્લોક પૂરો થયો . 21માં ઉપર જતાં પહેલાં થોડું કર્મના પ્રકાર વિષે . 
        કર્મ 3 વિભાગમાં વહેંચી શકાય . 1- નિત્ય કર્મ , 2- નૈમિત્તિક કર્મ , 3 - કામ્ય કર્મ . 
     નિત્ય કર્મ એટલે , જીવન જીવવા માટે અને શરીર માટે ,રોજ જે કાર્યો  કરવા પડે અને કરીએ તે . સાવ સાદો અર્થ લઈએ તો , ઉઠવું , નહાવું , ખાવું , ઘરખર્ચ માટે કમાવું રાત્રે સુઈ જવું .આ બદ્ધાં અનિવાર્ય કર્યો છે ; અને આ કર્મ કોઈ ફળ માટે  નથી  ; જરૂરી છે માટે કરીએ છીએ . માટે ,આ કર્મો બન્ધનકર્તા નથી ,પણ, હા, જો ઘરખર્ચ માટે કમાણી કરતાં કોઈને છેતરીએ અથવા ચોરી લુંટફાટ  કરીએ ,તો , એ કર્મનું બન્ધન થાય અને તે ભોગવવું પણ પડે. 
   બીજું કર્મ છે " નૈમિત્તિક કર્મ " કોઈક કારણસર- કશાક નિમિત્તે કરેલું કાર્ય . દા.ત. આપણે રસ્તે ચાલતાં કોઈ વૃદ્ધને કે અશ્ક્તને વજન ઉપાડીને જતાં જોઈએ અને એની મદદે જઈને વજન ઊંચકી  લઈને એ વક્તિને એના ગંતવ્ય સ્થાને પહોંચાડીએ તો એ આપણી ભાવના નિમિત્ત બની  અને એ કર્મ નૈમિત્તિક બન્યું. ધરતીકંપ, પૂર, સ્ખલન -હોનારત ,આ સમયે તન મન કે ધન થી જે મદદની પ્રવૃત્તિ કરીએ તે નૈમિત્તિક કર્મ બને .કર્મ કરવાનું નિમિત્ત મળ્યું . 
     3જુ છે , " કામ્ય કર્મ " આમાં આપણે આપણી પોતાની કામનાની, ઈચ્છાની  પૂર્તિ અર્થે કર્મ કરીએ . હું અહીં મારો જ દાખલો આપું. હું કાંઈક ઠીક ગાઈ શકું છું એવા ભાવ સાથે મને ઈચ્છા થઇ કે હું મારું ગાયેલું ગીત બીજાઓને સંભળાવું. અને મેં મારું ગીત વહેતુ મૂક્યું તો  એ મારું કામ્ય કર્મ થયું . મારી કામનાના ફળ સ્વરૂપે એ કર્મ થયું. એ જ રીતે કોઈને પોતાના ઘરે કોઈ પ્રસંગ હોય અને તે માટે વાહ વાહ મેળવવાની ઈચ્છા થાય તો એ વક્તિ પ્રસંગને ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરે તો એ કામ્યકર્મ થયું . મનોરંજનના કાર્યક્રમ કે મોટા યજ્ઞ કે કોઈક પ્રકારના ફાયદા માટે  પ્રસંગ ઉભો કરીને કર્મ કરે તે કામ્યકર્મ . 
     આમાં બીજા બે પ્રકારના કર્મ પણ  આવે છે . "નિષિદ્ધ કર્મ " અને "પ્રાયશ્ચિત કર્મ " નિષિદ્ધ કર્મ એટલે જે ન કરવા જેવાં કર્મો હોય તે . ચોરી , જુગાર , અસત્ય , વ્યભિચાર , ખૂન ,વિગેરે નિષિદ્ધ કર્મો છે . 
આગળ ઉપર મેં જણાવ્યું કે બદ્ધાં જ કર્મો અર્પણ કરીને કર્મબન્ધન થી બન્ધાતા  નથી, પણ એવું નથી   આવાં નિષિદ્ધ કર્મ  ,( શાસ્ત્રોમાં આને ન કરવા જેવા કર્મો કહયાં છે  )  " બ્રહ્માએ મને નિમિત્ત બનાવીને મારા થકી કરાવ્યા છે માટે તેમને અર્પણ. હું બન્ધમાંથી મુક્ત " એવું નથી . આ  તો માનવી પોતાની ક્ષુબ્દ્ધ   બુદ્ધિને આશ્રયે  અને અજ્ઞાનતાથી કરે છે .અને તે બન્ધન ને પાત્ર જ હોય છે જેના ફળ ભોગવવા જ પડે છે .  આ નિષિદ્ધ કર્મ માટે બીજો શબ્દ છે " વિકર્મ   " વિનોબા ભાવે ના મત પ્રમાણે  "વિકર્મ "એટલે વિશેષ કર્મ .કોઈ વ્યક્તિ હૃદયથી , પૂર્ણ પ્રેમભાવથી ઈશ્વરને અર્પણ કરવાના ભાવથી કોઈક સતકર્મ (નિત્ય, નૈમિત્તિક કે કામ્ય )કરે તો તે વિશેષ - વિકર્મ બને છે . 
    પ્રાયશ્ચિત કર્મ . વ્યક્તિને જ્યારે એમ લાગે કે પોતે કાંઈક ખોટું કર્યું છે , અને એનો પસ્તાવો થાય અને પસ્તાવાના ભાવ સાથે ક્ષમા માંગે તો એ પ્રાયશ્ચિત કર્મ થયું .આપણા વર્તનથી કે વાણીથી કોઈને હાનિ પહોંચી હોય કે મનદુ :ખ થયું હોય એવું  આપણને લાગે અને પ્રાયશ્ચિત રૂપે એ સામી વ્યક્તિ પાસે જઈ  ક્ષમા માંગીએ તો એ પ્રાયશ્ચિચિત કર્મ કર્યું કહેવાય . કેટલાંક પ્રાયશ્ચિત રૂપે ઉપવાસ કરે છે ,કેટલાંક મન્દીરમાં કે મનમાં ઈશ્વર પાસે ક્ષમા માગીને પણ પ્રાયશ્ચિત કરે છે .આટલું કર્મ ના પ્રકાર વિષે જણાવ્યા પછી 21માં શ્લોક તરફ વળીએ . 
     21માં શ્લોક,માં અકર્મ કે અકર્તાભાવની વાત જુદા શબ્દોમાં કહે છે . 3જ અધ્યાયમાં પણ એમણે કર્મ શબ્દ સમજાવ્યો છે અહીં ફરીથી કહે છે . 
    નિરાશીર્યતચિત્તાત્મા  ત્યક્તસર્વપરિગ્રહઃ 
    શારીરં  કેવલં કર્મ કુરુવન્નપ્નોતિ કિલ્બિષં ।
      પહેલો નિ : આશી  : યદ્દ  ચિત્ત આત્મા . નિ : એટલે નહીં , આશી એટલે ફળની ઈચ્છા અથવા કાંઈક મેળવવાની આશા , ત્યાર પછી 3 શબ્દોનો સમૂહ છે . યદ્દ = જે , ચિત્ત = મન અને આત્મા =એટલે -અહીં બુદ્ધિનો અર્થ લેવાય છે . (ગીતામાં "આત્મા" શબ્દ ઘણી જગ્યાએ વપરાયો છે. દરેક વખતે શ્લોકના સંદર્ભમાં જુદા અર્થ લેવાય છે )એટલે કે મન અને બુદ્ધિને વશમાં રાખે છે .ત્યાર પછી શબ્દ છે ; "ત્યક્ત " = છોડીને  "સર્વ"= બધું જ , "પરિગ્રહઃ "= સંગ્રહ . આમાં પૈસા, વાસણ , કપડાં , અનાજ ,અરે ! પેન, પેન્સિલ , ઘડિયાળ જેવી વસ્તુઓ, આ બધાના સંગ્રહની સાથે સાથે સમજવાનું છે કે , મનની ગાંઠો, દ્વેષ, કોઈ સાથેના સમ્બન્ધમાં રહેલો મોહ, વિષાદ  ક્રોધ, તિરસ્કાર,વિગે સારા ખોટા ભાવોનો સંગ્રહ -પરિગ્રહ કરવાનો નથી . ટૂંકમાં , ભૌતિક અને માનસિક રીતે કશું એ સંઘરવાનું નથી .મનની ગાંઠ કે ગઠરી  કાંઈ સંઘરવાનું  નથી . " શારીરં  કેવલં " = માત્ર શરીરથી જ અને શરીર માટે જ કર્મ કરે છે . "ન આપ્નોતિ " = નથી અને આપ્નોતિ =લેપાતો .શેનાથી નથી લેપાતો ? તો કહે છે ," કિલ્બિષં "થી = પાપથી . 
  આ શ્લોકનું આખું વાક્ય આમ બને :- "જે આશા રહિત છે , મન બુદ્ધિને વશમાં રાખે છે ,જેણે  સર્વનો સંગ્રહ છોડી દીધો છે ,( પ્રોપ્રાઇટરશિપ ઓવર પઝેશન ), જે માત્ર શરીરથી શરીર માટે જ જરૂરી કર્મ કરે છે ; તે , કર્મ કરવા છતાં કોઈ પાપથી  લેપાતો નથી , એટલે કે કર્મબન્ધનમા પડતો નથી . " 

   22માં શ્લોક
  યદૃછાલાભસંતુષ્ટો દ્વન્દ્વાતીતો વિમત્સર: 
 સમ:સિદ્ધાવસિધ્ધો  ચ કૃત્વાપિ  ન નિબધ્યતે । 
    આમ " શારીરં કેવલં  કર્મ " શું છે તે સમજાવે છે ." યદ્દ  યચ્છ"= સહજ રીતે સ્વાભાવિક રીતે " " લાભ " =મળેલાથી " સંતુષ્ટો , "= સંતોષી . "દ્વંદ્વ અતીતો " =મનના ઘર્ષણથી પર . રાગ-દ્વેષ, માયા- તિરસ્કાર , ગમો-અણગમો ,વિગેરે મનની ગડમથલથી પર ; "વિમત્સર " = ઈર્ષ્યા વિગેરેથી વિમુખ છે .ત્યાર પછી આવે છે ; "સમ: સિદ્ધવસિદ્ધો " = જે બધામાં સમત્વ- સમભાવ ધરાવે છે . લાભ-ખોટ , સુખ-દુ:ખ  , અમીરી-ગરીબી , સફળતા-નિષ્ફ્ળતા બધું જ સરખેભાવે સ્વીકારે છે . આ રીતે  જીવીને કર્મ કરવા થી કર્મબન્ધનથી બઁધાતો નથી . આખા શ્લોકને આ રીતે  મુકાય .  " જે વ્યક્તિ અનાયાસે , સહજ રીતે મળેલા લાભથી શરીરના પોષણ માટે કરેલાં કાર્યથી  સંતુષ્ટ રહે છે , જે દ્વન્દ્વ એટલે કે વિરોધાભાસી માનસથી -વિચારોથી ઉપર ઉઠી ચુક્યો છે, જે સ્થિર છે, જેને સફળતા કે નિષ્ફ્ળતામાં સમભાવ છે - બન્નેને એક જ દ્રષ્ટિથી સ્વીકારે છે , ; તે , કર્મ કરવા છતાં કર્મબન્ધનથી બઁધાતો નથી ."
  આ રીતે પણ લખાય .
જેમને કોઈ જાતની આશા નથી .જેમણે સર્વ સંગ્રહનો  ત્યાગ કર્યો છે -અપરિગ્રહવ્રત રહે છે ,જેમને અનાયાસે જ જે મળે તેમાં સંતોષ છે . જેમના મનમાં દ્વંદ્વ -મારું-તારું , સુખ-દુ:ખ કશું જ નથી . જેમને , શરૂ કરેલું કાર્ય પૂર્ણ થાય એટલે કે સિદ્ધિ મળે કે અપૂર્ણ રહયાથી અસિદ્ધિ મળે ; અથવાતો બહુજ નીષ્ઠાપૂર્વક કાર્ય કરવા છતાં અસિદ્ધિ મળે ,તેનો કોઈ હર્ષ -શોક નથી; સમભાવ છે . ;આવી વ્યક્તિ શરીરના નિર્વાહ માટે જે કઈ કર્મ કરે તે બન્ધન કર્તા  નથી . 
      માટે કર્મ અકર્તાભાવથી  કરવું . આમ આ ત્રણ શ્લોકમાં કૃષ્ણ અર્જુનને કર્મ, અકર્મ અને અ કર્તાભાવ સમજાવે છે .સમતા કેળવવી ઘણી અઘરી છે; તેની સાધના જરૂરી છે .
 છેલ્લે કહીશ  કે " જો આત્મભાવ સ્થિર હોય તો કોઈ કર્મ,બન્ધન કર્તા  નથી . આત્મભાવ એ ,  એ રાઈકોટ  છે ,જે , કર્મબન્ધનનો વરસાદ આપણા ઉપર પડવા દેતો નથી ."
 અસ્તુ .                                                                                                                                                           14\02\2021 

ઝાકળ




-----ઝાકળના બિંદુ સુકોમલ , -ઝીલે , રવિ-કિરણ , રંગરંગીન ,
-----સૂણે પંખીઓનાં સુમધુર ગાન ,પ્રાણ પૂરતાં, કરી કલગાન ;
-----રે માનવી ! શું સમજાવે ઝાકળ ? ચળકી -ઝળકી લ્યો એમાં -
-----જે મળ્યું અલ્પ જીવન ,ઝૂલી ,"બેલા"ડાળને સુમન .
                                                    28\1\2021 
                                                        11.05.એ.એમ. 

માછીડા



-----માછીડા હોડી  હલકાર , તારે જાવું પેલે પાર ,

-----દરિયે તો માછલાં અપાર ,

-----પૂંછડેથી  કરતાં કૈઈ  કેટલાય ઘાવ ! 
-----રહેજે તરતો તું ,ધરી ધીરજ-ધાર ,
-----શ્રદ્ધા-ભક્તિ ને કર્મના હલેસે કર તું વાર .
-----ફડફડશે, શઢ  આકાશે ; ફેંકાશે , માછલાં-મગરનાં ધાડ .

-----દીવાદાંડી જ્ઞાનની ,દોરે , સીધે મારગને વાટ ,
-----પહોંચાડશે તને ,"બેલા" ના શામળાને દ્વાર .
                                         26\1\2021 
                                                10.45 એ.એમ. 

નસીબ



-----એક અગ્નિ બાળે , લાક્ષગૃહને  ,
-----બીજો અગ્નિ બાળે  , પરવર્ષણ પર્વતને ! 
-----એકમાં કૃષ્ણનાં  ફોઈ અને બંધુઓ ,
-----બીજામાં ,પાંડવનાં મામાના પુત્રો ! 

-----કૃષ્ણએ  લીધો ,મથુરામાંથી દેશવટો ,
-----તો, પાંડવોને મળ્યો , હસ્તિનાપુરથી દેશવટો ! 
-----કેવો સમ્બન્ધ ; મામા-ફોઈના ભાગ્યનો  ! ? ! 
-----"બેલા"ગૂંથાય ,વિચાર-ઝોલે , ખેલ કેવો નસીબનો ! ! ! 
                                                 18\11\2020 
                                                      11.50 પી.એમ. 

પરિવર્તન

 પરિવર્તન તરફનું પ્રથમ પગલું જાગૃતિ છે ,બિજુન પગલું એ સ્વીકૃતિ છે .


     વાચિક્મનાં સર્વે સભ્યોને રીચમન્ડ, વર્જિનિયાથી વિરબાળાના નમસ્કાર . આપણી બેઠકમાં પણ પરિવર્તનની જાગૃતિ આવી, તેનો સ્વીકાર પણ થયો ,અને એ દિશામાં પગલાં પણ માંડવા શરૂ કર્યા ! પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે . તે વિના વિકાસ નથી . પૃથ્વી પોતાની ધરી ઉપર અને સૂર્યની આસપાસ ફરે છે , તેથી દરરોજ સવારથી રાત્રી  સુધીમાં વાતાવરણમાં નિરંતર પરિવર્તન થયા કરે છે અને એને સ્વીકારીને     માનવે જીવનની ઘટમાળ ઘડી વિકાસ સાધ્યો છે. બાળકમાંથી પુખ્ત શરીર ,એ પણ પરિવર્તનનું જ પરિણામ છે . શારીરિક વિકાસઅને માનસિક વિકાસ . 
     આદિ માનવ શિકાર કરી કાચા માંસનું  ભક્ષણ કરતાં. ચકમક પથ્થરથી અનાયાસે તણખો ઝર્યો ,અગ્નિ મળ્યો . એનો સ્વીકાર કરી  માનવના ખાદ્યમાં પરિવર્તન આવ્યું. એ સમયે માનવે જો , અગ્નિની સ્વીકૃતિ ના કરી હોત  ,તો , અગ્નિ વડે ચાલતી રેલગાડી સુધીનો વિકાસ ના થયો હોત . બીજો દાખલો લઇએ .સતીપ્રથાનો . બ્રહ્મોસમાજે એ વિષે જાગૃતિ લાવવા પ્રયત્નો કર્યાં, અને ભલે વિરોધોનો સામનો કરવો પડ્યો છતાં , અંતે ,એ જાગૃતિના સ્વીકારથી નારી જાતિ  તરફના દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું ;અને પતિ વિહોણી સ્ત્રીઓ  થોડો ઘણો - અલબત્ત ,તે સમયના હિસાબે - વિકાસ સાધી શકી . એ જ રીતે કન્યા કેળવણીની જાગૃતિથી અને એની સ્વીકૃતિએ આપણને સ્ત્રી શક્તિના વિકાસ રૂપે , કેટલી પ્રભાવશાળી સ્ત્રીઓ આપી છે ! કવયિત્રી તરીકે , નૃત્યાંગના સ્વરૂપે, ગાયિકા સ્વરૂપે ; રાષ્ટ્રના સર્વોચ્ચ પદ શોભાવનાર સ્વરૂપે ઉભરી આવીને ,નારીના અને દેશના ગૌરવ અને ગરિમા વધારી દીધાં છે ? ! 
     અરે ! પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે એ શોધની સ્વીકૃતિથી વિજ્ઞાન અને ખગોળ બન્નેમાં કેટલું પરિવર્તન આવ્યું અને વિકાસ થયો ! ? ભલે એ શોધ કરનારનું અકાળે મૃત્યુ થયું; ત્યારે એ શોધના અસ્વીકારના પરિણામે . કિન્તુ , અંતે જાગૃતિ અને સ્વીકૃતિથી વિકાસ સધાયો . અવકાશમાં યાનો અને ઉપગ્રહો મોકલવાનું કાર્ય ,એ પરિભ્રમણની કક્ષા અને સમયની શોધને અનુલક્ષીને જ છે . 
     રાજકારણમાં જોઈએ ,તો , હર સમયે સત્તાપલટાથી રાજ્યના નિયમોમાં પરિવર્તન આવે છે ; જે ક્યારેક વિકાસ તો ક્યારેક વિનાશ તરફ પણ ઢળી જાય છે . અને , ત્યારે , પરિવર્તન અનિચ્છનીય બની જાય છે ; છતાં યે  જીવનમાં વિકાસ માટે , પરિવર્તન વિષે  યોગ્ય  રીતે વિચારવું અને પછી યોગ્ય રીતે સ્વીકારી એને અમલમાં મૂકવું જરૂરી બને છે.યોગ્ય રીતે અમલમાં મૂકવું જોઈએ ; તો જ સમાજ કે દુનિયા માટે હિતકારી બની રહે છે . માટે યોગ્ય લાભદાયી પરિવર્તન વિષે વિચારવું, જાગૃતિ લાવવી ,એને સ્વીકારી અને  એને અમલમાં મૂકવું જરૂરી બને છે . જો પરિવર્તન માટેની સોચ ક્ષમતાવાળી જ ન હોય ,તો તેની સ્વીકૃતિ અને અમલ શક્ય ન બને . જાગૃતિવાળી સોચ એ પરિવર્તનનું અને પ્રગતિનું પહેલું પગથિયું છે . 
અસ્તુ .                                                                                                                                                 4\1\2021 

કળા

     રીચમન્ડ વર્જિનિયાથી સર્વેને વિરબાળાના નમસ્કાર . "કળા " શબ્દ સાંભળતાં જ સૌ પ્રથમ નજર સામે મોરલાની મનમોહક કળા  જ તરવરે ! આટલાં ભારે પીંછા, આવી સરસ રીતે ઊંચા કરી , ગોળાકારમાં ફેલાવવવાની શી મોહક કળા  છે મોરની ! ! આ આવડત એનું નામ જ "કળા " . બીજી કળા  યાદ આવે , ચન્દ્રની ! પુનમથી અમાસ અને અમાસથી ફરી પૂનમ સુધીનાં ચન્દ્રનાં વિવિધ રૂપને આપણે "ચંદ્ર -કળા " કહીયે છીએ . દરેક કળાની  પોતાની આગવી સુંદરતા હોય છે . 

     આજ પ્રમાણે , માનવીઓમાં પણ કેટલાં પ્રકારની કળાઓ  ! ઓહોહો ! કહેવાય છે કે , શ્રી કૃષ્ણ જ્યારે આશ્રમમાં વિદ્યાર્થી તરીકે ગયાં  હતાં ત્યારે 14 વિદ્યા અને 64 કળાઓ  એક જ અઠવાડિયામાં શીખી ગયાં હતાં  !  માટે કળાના  64 પ્રકારો તો હશે જ . કળા  એટલે આવડત કે કોઈ પણ કાર્યમાં નિપુણતા . કેટલીક વ્યક્તિ રસોઈ એટલે કે પાકશાસ્ત્રની કળામાં  નિપુણ હોય , તો કેટલીક ગાયકીમાં ;કોઈક વાદનમાં તો કોઈક નૃત્યમાં. અભિનય પણ કળા  છે ,તો , એ માટેના મંચની  રંગ-મંચ સજજા પણ કાળા છે . કેટલીક વ્યક્તિઓ વસ્ત્રાલંકાર નવી નવી રીતે તૈયાર કરવામાં નિપુણ હોય તો કોઈક વ્યક્તિ એવી પણ હોય , જે , સામી વ્યક્તિનાં હ્રદભાવ સમજવાની નિપુણતા સાથ સાથે ઉદ્વીગ્ન મનને શાંતિ મળે ,એવાં વચનો બોલવાની નિપુણતાથી , સામી વ્યક્તિને ,ફરી ઉલ્લાસિત કરી શકવાની કળા  ધરાવતી હોય . આવી જ રીતે , આંતરસૂઝથી દરેક પ્રકારનાં ,પ્રોબ્લેમ- કૂટપ્રશ્નોનો ,ઉકેલ લાવનાર વ્યક્તિને આપણે "કોઠાસૂઝવાળી " કળા  ધરાવનાર તરીકે ઓળખીએ છીએ .રાજકારણની રમતની કળા , સામી વ્યક્તિને અજાણ રાખી , શઠતાની પરાકાષ્ઠાએ પહોંચનારા કાળાધારીઓ પણ હોય છે . સ્નિગ્ધ કળામાં ,ગદ્ય -પદ્ય ના રચનાકારો આવી શકે .કેટલીક કળાઓ  કમનીય , કેટલીક આકર્ષક ,કેટલીક શાંતિ પ્રવર્તક તો કેટલીક ચિત્તાકર્ષક નયનરમ્ય હોય છે . મીઠી વાણી એ પણ કળા  છે . સત્ય હમેશાં કડવું ગણાય છે ; પરંતુ એને મધુરવાણીમાં રસમય રીતે કહેવાની પણ એક કળા  છે. " કાણાંને  કાંણો નવ કહીયે ,કડવાં લાગે વેણ ; ધીરે રહીને પૂછીએ , શેણે  ખોયાં  નેણ  " ? આ બહુ જ જાણીતી કહેવત છે . બાકી તો , "સૂતપુત્ર " અને "અન્ધનો પુત્ર અંધ " જેવાં શબ્દોએ મહાભારત રચ્યું ! ! ખેર ! 
     સમ્બન્ધો જાણવવા , મૈત્રી મીઠી રાખવી ,એ પણ કળા  છે .દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ અનુસાર કળામાં  નિપુણતા મેળવે છે . જોવા જઈએ તો , આ કળાઓ  જીવન વ્યવહાર ચલાવવા માટે પણ ઉપયોગી છે . આ પ્રકૃતિદત્ત કળા  સાથે પેલી , 14 વિદ્યામાંથી , આપણી કળાને  અનુરૂપ એકાદી વિદ્યાનું જ્ઞાન ભળે  , તો તો , એ કળા  સાધના બની જાય છે ; અને એ સાધના સિદ્ધિના શિખરે પહોંચાડે છે . જ્ઞાન સાથેની સિદ્ધિ પરમપદ અપાવી , પરમેશ્વરનું દર્શન કરાવે છે . કળા  પરમેશ્વરને પામવાનું  પ્રથમ પગથિયું છે . 
અસ્તુ .                                                                            24\1\2021 

બ્રહ્મનાદ




-----ભીતરની યાત્રામાં , અંતરનાં જંતર વાગે ,
-----શિવોહમ શિવોહમનો ,અનાહત બ્રહ્મનાદ ગાજે ! 
                                         15\1\2021 
                                             10.50. એ.એમ. 

ગરુડનો સાથ




-----આ પ્રેમનો અર્ઘ્ય  સ્વીકારો ,મારા નાથ ! 
-----ચિર વિરહીનો આર્ત , કાને ધરો મારા નાથ ! 
-----ચાલો ,આતમપંખીડા  ! કરો ગરુડનો સાથ ; 
-----ઊડો  વેગથી ,ફેંકો ,ચાંચેથી કર્મ તણો આ  ભાર ! 
-----શ્યામ શ્યામની રટણમાં ,બજાવો અંતરતાર ,
-----શ્યામ શ્યામના નામથી ,ગુંજે આ અંબાર ! 

-----નવા જન્મે, નવા સ્વરૂપે ,રાખજે   તારી પાસ .
-----ઝંખનાનાં ઝાંઝવામાં ,ના ઝૂરે ,મારી પ્યાસ ;
-----વિરહ-મિલનનાં ઝૂલામાં, ના ઝૂલે મારી ખાટ  ! 
-----"બેલા" ફૉરે , ભવ-ચમનમાં ,લઈને હૈયે આસ ! 
                                           15\1\2021 2.30.એ.એમ. 

તારે ચરણે



-----અંતકાળે શ્યામ ! દલડે ટકોરા તું મારે છે ,
-----વેણુનાદ કરીને શ્યામ ! મુજને તું તેડાવે છે ;
-----આ આવી , શ્યામ ! શાને મારાં ચરણ ધ્રુજાવે છે ? 
-----હાથ તારો , દઈ દે શ્યામ ! શાને આમ તડપાવે છે ? 
-----જો , જો , "બેલા" થાળ ,છટકી જાય છે ! 
-----ભવોભવની સુગંધ તારે ચરણે વેરાઈ જાય છે ! 
                                        15\1\2021 
                                           2.10.એ.એમ. 

કર્તવ્ય




-----"હે કૃષ્ણ ! સરખાવો આપણા જીવનને " 
-----ઉચરે કર્ણ , -"પાંડવ છે તું " જાણીને . 
-----" તમે ક્ષત્રિય, હું પણ ક્ષત્રિય, ઉછર્યાં ,
-----ગોવાળ અને સૂતપુત્ર થઈને ! 
-----યશોદાના કાળા "કા'ના " થઈને ,અને રાધામા ના વ્હાલા "વસુ "થઈને ! 
                             વિસાર્યાં તમે , ! 
-----ગોપબાળ, વ્રજને ,ગોકુળને ,અને રાધિકાને ! 

                             કિન્તુ કૃષ્ણ ! 
-----હું સૂતપુત્ર રહીશ, આપથી જુદો બનીને ! 
-----જીવીશ, રાધેય રહીને જ , ન "પાંડુપુત્ર થઈને . 
-----માત , સ્ત્રી, મિત્રોનો સારથી થઈને . 
-----હું કર્ણ છું , માધવ ! ના રહું , "સ્નેહદ્રોહી " થઈને .
-----કર્તવ્ય આપણાં  જુદાં, ઉછર્યાં ભલે, નમી વિધિને ; 
-----ભાવના ન આવે આડે , એક ક્ષત્રિયને ! 
-----તમે " ધર્મ " નિભાવ્યો, તમારું કર્તવ્યપાલન કરીને ;
-----હું "ધર્મ " નિભાવીશ મારું કર્તવ્યપાલન કરીને .
                                              14\1\2021 
                                                  1.50 પી. એમ .

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ




-----ખેતર ખેડીને ભાઈ , ઢેફાં રે ભાંગો ,
-----એ ધૂળમાં  ષડરિપુને  રે રગદોળો ;
-----માંહ્યલો હીરો ખોળીને  , એને રે તરાશો ,
-----એને ખેતરના ખેતરપાળને  ચરણે ધરાવો .
                                    13\1\2021 
                                        3.44. પી. એમ 

ચતુષ્પદી 50મી વર્ષગાંઠ નિમિત્તે




-----સોનેરી પ્રભાત દેખી , સુવર્ણી "દર્શના  "------
-----હરખાયે , હર "પાર્થ "સંગ ,"નિધિ " "વન"માં ;
-----"બેલા" સુમન ધરે ,પ્રભુ ચરણમાં ,
-----રાધા-રમણ રીઝી રહે , આ "ધવલ" પ્રાંગણમાં .
                                        8\1\2021 
                                           1પી .એમ. 

મન

-----વાચિક્મના સર્વે સભ્યોને રીચમન્ડ, વર્જિનિયાથી વિરબાળાની નવા વર્ષની શુભેચ્છા . આ શુભેચ્છા અર્પવાની ઈચ્છા કોણે  ઉત્પ્ન્ન કરી ? "મને". મન , આજનો આ વિષય એક રીતે રસમય છે ; તો , બીજી રીતે ઘણો અઘરો . એક આડ વાત . સાલ 2018માં અમારા એક નાના સમૂહમાં આ વિષય  ઉપર હું બોલી હતી , તે જ અહીં પણ રજૂ કરું છું . તો , મન શું છે ? આપણે તેને અનુભવી શકીયે છીએ અને તેને આધીન વર્તન પણ કરીયે છીએ . એનાં વિચારો, લાગણીઓ ,ઈચ્છાઓ વિગેરે આપણા વર્તન ઉપર સવાર થાય છે . વર્તન એ મનની જ ઉપજ છે . પણ , મન આપણા શરીરમાં રહે છે ક્યાં ? કેટલીક વખત આપણે કહીએ છીએ કે ," મારો આત્મા ના પાડે છે " અથવા " મારાં અંત:કરણમાંથી  અવાજ આવે છે " " મારી બુદ્ધિ સ્વીકારતી નથી " . તો શું આત્મા એ જ મન ? અંત:કરણ  મન છે ? કે પછી , બુદ્ધિશક્તિ, વિચાર શક્તિ કે નિર્ણય શક્તિ મન છે ? ! મન મગજમાં છે કે હ્દયમાં ? આપણને થતી પ્રબળ ઈચ્છાઓના સિગ્નલ -અંદેશા સંદેશા , આપણને ક્યાંથી મળે છે ? હૃદયમાંથી કે મગજ માંથી ?   ખેર ! પણ મન છે અને તેની અનુભતી  આપણે સૌ અનુભવીએ છીએ  એ હકીકત છે . 

-----મન ક્યારેક કોઈ પ્રસંગથી બહુ જ આનંદમાં આવી જાય ,તો, ક્યારે સાવ નજીવા કારણસર દુ:ખની ખીણમાં ગબડી પડે ! મન ઘણી માયાજાળ રચે છે . સુખ-દુ:ખ , રાગ-દ્વેષ , ભય , ક્રોધ ઇત્યાદિ . ક્યારે ,કેવી લાગણીઓમાં ઘેરાશે ,તે , અકલ્પ્ય - અનપ્રેડીકટેબલ -છે . અમુક પ્રસંગથી કે મિલનથી , રાજી થશે કે દુ:ખી ,એ ધારી શકાતું નથી . જેમ હવામાં  ઊઠતાં  વંટોળમાં ઊડતાં  પાંદડાં કે રજ ; વાયુની શક્તિ એમને લઇ જાય કે ફંગોળે , એ જ રીતે , મનમાં ઊઠેલી  પ્રેમ  ક્રોધ,આનંદ, ઈર્ષ્યા વિગેરે લાગણીઓ આપણા વર્તનને ફંગોળે છે . આપણું વર્તન એને જ આધીન, વિવશ ,પરવશ થઈને અનુસરે છે . 
-----મને હમેશાં આ પ્રશ્ન રહ્યો છે કે , આ મન શું છે ? ક્યાં છે? શા માટે આપણે તેના વિષે ધારી શકતાં નથી ?! ! પછી, ઊંડાણમાં ઉતરવાનો પ્રયાસ કરું છું ,તો , છેવટે , આધ્યાત્મિક વલણ આવી જાય છે . ! છતાં એ ચાલો એક વિશ્લેષણ કરું .  મન હૃદયમાં   સ્થિત છે એવું વિચારીએ , તો , એવી વ્યક્તિ ,સાલસ હોઈ શકે ; કારણ, હૃદય ઇશ્વર સાથે જોડાયેલું છે . પ્રાણ-આત્મા ,  ચૈતન્ય  - જે કહો તે , પરબ્રહ્મનો અંશ છે ; અને એક માન્યતા પ્રમાણે પ્રાણ હૃદય સાથે જોડાયેલો છે . ધબકારા બંધ, તો , આત્મા ઉડંત .!" હૃદયસ્થ મન "વાળી વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શ્રધ્ધાવાન, ભક્તિવાન, હમેશાં પ્રસન્ન હોઈ શકે . અન્યનું ભલું ઇચ્છનારી અને કરનારી, ક્ષમાવાન ઉદાત્ત ભાવનાવાળી હોઈ શકે . આવી વ્યક્તિ ઉદાસ થાય ત્યારે , તેનું કારણ , પોતે ; અન્યનાં જીવનમાં આવેલી મુશ્કેલી દૂર નથી કરી શકતી તે હોય . 
-----હવે ,જો , એમ વિચારીએ કે મન બુધ્ધીસ્થીત છે ; તો , એવી વ્યક્તિમાં થોડો ગર્વ, અભિમાન જોઈ શકાય છે .  " હું કાંઈક છું "  "ઉચ્ચ  છું "  એવી ભાવના એમનાં વર્તન-વાણીમાં જણાય . પોતે જે વિચારે છે તે જ સાચું, એવી માન્યતા સાથે ,બીજામાં એ વિચાર ઠસાવવાનો પ્રયત્ન કરતી હોય. આવી વ્યક્તિ ઉદાસ કે ક્રોધિત થાય તો , એનું કારણ ,એને ,ક્યાંક પીછેહઠ કરવી પડી હોય. અને તેથી વૈરવૃત્તિ ઉદ્દભવે . વેર અને વૈર - આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે . વેરમાં બદલાની ભાવના હોય છે , જ્યારે વૈરમાં, સામી વ્યક્તિને નીચી પાડવાની, એની પ્રગતિમાં હાનિ પહોંચાડવાની વૃત્તિ હોય છે . બાકી તો સાહિત્યને સૂક્ષ્મ રીતે જાણનાર જ વધુ પ્રકાશ પાડી શકે . 
-----કેટલીક વખત મન ઝૂલે છે . ક્યારેક હૃદયમાં પેસે તો ,ક્યારેક મગજમાં ! ક્યારે મુક્ત થઇ કેશવ સંગ મ્હાલે અને મોર બની થનગનાટ કરે; તો , ક્યારેક બુદ્ધિમાં પેસી, અભિપ્સાથી દોરાઈ, અપમાન,અવગણના કરે; કે , ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ માટે હનુમાન કુદકા મારે ! માટે જ મનને મર્કટ કહ્યું છે . એ બુદ્ધિમાં સ્થિત હોય ત્યારે વિચારોના તરંગ ઉપર અવિરત ઝૂલે છે ; એને જો કાબુમાં લઈને હૃદયમાં બેસાડવામાં સફળ થવાય ,તો , વ્યક્તિ ઉર્ધ્વગમનનાં  પંથે પગલાં માંડી શકે ; નહીં તો , કર્મબંધને બંધાય . ગીતાના છઠ્ઠા અધ્યાયમાં 34 અને 35માં શ્લોકમાં કૃષ્ણ અર્જુનના સંવાદમાંસંસારનાં  ભોગ અને  આજ વર્ણવ્યું છે . અહીં, હું , શ્રી વિજયશંકર મુનશીએ ગુજરાતીમાં કરેલો અનુવાદ રજૂ કરું છું .    " ચિત્ત ચંચળ,તોફાની,જબરું મજબૂત છે ,મનને વાયુની જેમ , બાંધવું અઘરું છે " આના જવાબમાં કૃષ્ણ બોલે છે ,  " મન ચંચળ છે ને એને બાંધવું અઘરું , છતાં ,એ ખંત-વૈરાગ્યે નક્કી એકાગ્ર થાય છે "    તો , શ્રી પુષ્કર ગોકાણીના શબ્દોમાં કહું તો , " આપણી મનગંગા આપણને આપણી ભાવના પ્રમાણે સંસારનાં ભોગ અને મોક્ષ આપે છે . આપણે મનનાં  સ્વામિ  બનવું છે કે ગુલામ તે આપણે નક્કી કરવાનું છે "           અસ્તુ . 

માતૃભાષા

     વાચિક્મનાં  સર્વે કુટુંબીજનોને રિચમોન્ડ, વર્જિનિયાથી વિરબાળાના સ્નેહ-સ્મરણ ."માતૃભાષા" ! શબ્દ સાંભળતાં કે બોલતાં જ હૈયું હરખાઈ જાય ! પણ , અત્યારે મને પ્રશ્ન થાય છે કે , આપણે માતૃભાષા કોને કહીશું ? મારા મત પ્રમાણે , ધરતીને આપણે માતા માનિયે છીએ . જે ધરતી ઉપર જન્મ થયો તે ધરતીની જે ભાષા, તે આપણી માતૃભાષા . ધરતી એટલે ધરતીનો પ્રદેશ . ધરતીના જુદાં જુદાં પ્રદેશોમાં જુદી જુદી ભાષાઓના પ્રયોગો છે . ભારતની વાત કરીએ  તો , ગુજરાતની ધરતીનાં ધાવણાઓની  માતૃભાષા ગુજરાતી, તો , મહારાષ્ટ્રનાં સંતાનોની મરાઠી , બંગાળનાં છબીલાઓની બંગાળી. આમ દરેક પ્રદેશની આગવી ભાષા છે ; અને તે જ ભાષા, ત્યાંના વતનીઓની માતૃભાષા બને.  વિશાળ પરિપ્રેક્ષ્યમાં, જે તે દેશની ભાષા ,અને ત્યાંના પ્રદેશ પ્રમાણેની વિભાગીય ભાષા , ત્યાંના જન્મેલાં માનવોની માતૃભાષા બને છે .  દા.ત. ડેન્માર્કની ભાષા "ડચ" મુખ્ય ;પણ તેના ગામડાઓમાં ભારતની જેમ બોલી બદલાતી જ હશે; તો , એ ,ત્યાંની માતૃભાષા . ફ્રાન્સ, આફ્રિકા વિગેરે- આ બધાની આ રીતે જ આગવી માતૃભાષા બને . 

     બીજો વિચાર છે કે , માતા અને બાળક જે ભાષામાં સરળતાથી  સંવાદ કરી શકે તે ભાષા બાળકની માતૃભાષા .બાળકનો સૌ પ્રથમ સંવાદ માતા સાથે શરુ થાય છે , પિતા સાથે લાંબી લાંબી વાતો તો થોડા સમય પછી જ કરે છે .આમ બાળક અને માતા જે ભાષા બોલે તે બાળકની માતૃભાષા બની  શકે . હાલના સમયમાં જુદા જુદા પ્રદેશ - પ્રદેશ જ શું કામ ?; દેશ-વિદેશની વ્યક્તિઓ લગ્ન સંબંધથી જોડાય છે . તેઓની ભાષા અલગ અલગ હોય છે . તેમનાં બાળકો સાથે માતા-પિતા જે સંકલિત ભાષામાં વાતચીત કરે , તે ભાષા બાળકોની માતૃભાષા બને .
    હજી એક ત્રીજો વિચાર આવે છે . માતૃભાષા આપણી ઓળખ છે . આપણી બોલી આપણા પ્રદેશની કે જન્મસ્થળની ઓળખ આપે છે . આમ તો , ભારત માટે જોઈએ તો , સંસ્કૃત ભાષા એ ભારતની ઘણી ભાષાઓનું થડ  છે . એ ભારતનાં વેદ-પુરાણોની માતૃભાષા છે . ગુજરાતી , મરાઠી , બંગાળી, હિન્દી , રાજસ્થાની વિ .વિ . બધી જ સંસ્કૃતથડની શાખાઓ છે . પરંતુ સમય જતાં સંસ્કૃતભાષા દબાઈ ગઈ , છતાં એની  આ,  શાખાઓ વાળી  વ્યક્તિઓ , બીજી બધી જ શાખાઓ સાથે સહેલાઈથી જોડાઈને એ ભાષાઓ શીખી જાય છે . 
      જે બાળકો , ભારતીય દંપતીના હોય પણ ભારત બહાર જન્મીને ઉછર્યા હોય , તેઓ ભારતીય મૂળના ભલે કહેવાય ; કિન્તુ ,તેઓ જ્યાં જન્મ્યાં ત્યાંની જ ભાષા તેઓ શીખશે અને તે જ તેઓની માતૃભાષા બનશે . ઘરમાં કદાચ ભારતીય ભાષાનો વપરાશ થતો હોય , છતાં    ય    બાળક જન્મસ્થળની ભાષા જ સરળતાથી બોલશે;અને એ ફૂળની  ,એટલે કે અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ વિગેરે ભાષાઓ સહેલાઈથી શીખી શકશે . 
        આમ , માતૃભાષાનું એક અનોખું સ્થાન છે. માતૃભાષા વંદનીય ભાષા છે ; માતાની જેમ જ . જન્મદાત્રી માની કે ધરતીમાની ભાષા , એની લાજ અને ગૌરવ જળવાય તો જ માતૃભાષાનો ધ્વજ લહેરાય . અસ્તુ .