Pages

પ્રવાહ



શિવ મસ્તકેથી નીસરી, બની કલ્યાણમય    પ્રવાહ .
મલિનમનને ધોવા, ધર્યું નામ, ગંગાનો  પ્રેમ   પ્રવાહ.
તન ભીતર પણ વહે , એક, અણદીઠો પ્રેમ  પ્રવાહ .
રગ મહીં દોડે, રક્ત બની એ પ્રભુનો પ્રેમ     પ્રવાહ .
અટકે તનમન કરતાં કર્મ,જો ખૂટે ખટકે એ   પ્રવાહ .

રસના રટે રામ નામ, રસ અર્પે એ જ પ્રેમ   પ્રવાહ .
આ જ છે ગંગાતીર્થ, બનું કૃતજ્ઞ ,પામી  પ્રેમ પ્રવાહ.
"બેલા" પામે સ્નાન, મેળવી ઝાકળ બિંદુસમ પ્રવાહ . 
                                                   19\4\2023 
                                                        2.50 પી.એમ.

બંધન



નિયમ બંધનથી સૂગ શાને ? 
જરા નજર ફેરવો , તો એ નિહાળે .

દેખો વૃક્ષને , ટકે  ગ્રહી ઊંડા મૂળબંધને ,
નદી ,વીંટળાઈ વહે , ના છોડે કિનારાને ;
વીણા  તો સૂરમાં રણકે , બંધાઈ સંગ તારને ,
કુદરતે રચ્યાં આ બંધનો, સમજાવવાને .

જીવનરથ દોડે,લગામે બંધાઈને,
"બેલા"ઝૂલી વળગી ,યમનિયમની વલ્લરીને .
                                       18\4\2023 
                                           10.40 એ. એમ .

અણબુઝી કુદરત

   

વાસંતી વાયરા ને વરસાદી માહોલ,
વચમાં ઊઠે  કાંઈ ઉનાળુ બપોર ! 
કુદરતને ફેરવી ! શી વૈજ્ઞાનિક શોધ ! ! 
સ્પુટનીકો   ગાયે આકાશે ,કાંઈ ધોળ  ! 
બિચારાં વૃક્ષ ! ના સમજી શક્યાં આ તોલ ! 
ખીલવું કે નહીં ?! ના રહયાં સમતોલ. 
ક્યાંક પર્ણો  ને ક્યાંક સુકાં  ઝોલ ! 
"બેલા" વિમાસે , ક્યાં લઇ જાશે માનવીની આ અવિરત ખોળ  ? ! ! 
                                                          12\4\2023 
                                                                2.40 પી.એમ. 

नमो नमो (पायोलिया झनकारी )

 


---नमो नमो गिरिधारी प्या---रे---
श्याम सुंदर , नयन मतवारे --- नमो नमो --

बंसी--वट पेनसी बजा-वे---
गोपियन के/ संग रा--स रचावे 
जसोदानंदन के---दुलारे ----
नमो नमो गिरिधारी प्या--रे---
                                   १५\४\२०२३ 
                                       ११. ४० पि.एम 

खो गई


---तेरी गली कहीं पे खो गई ! 

---मोरे श्याम! मै  रास्ता भटक गई ! 
---कहाँ तो रोज़ रोज़ तुझ से बात करती थी , 
---कब कैसे रास्ता चूक गई ? ! 
---बातें  अब भूतकाल हो गई ,
---लहराते वो दिन खो चुकी। 
---तेरी से लहरी से जो थी महकती ,
---वो "बेला" अब अरे ! सुखी हो गई ! ! 
                                          ७\४\२०२३ 
                                            १. पि.एम्. 

નવનીત



---પ્રભુ ! આરોગો આ નવનીત ,
---વલોણા વલોવ્યા ,કરી કેટલાં યે  કર્મ ;
---અંતે ઉભરી આવ્યું આ નવનીત ! 
---સ્વીકારો પ્રભુ ! થઇ આનંદિત ! 
                                    3\4\2023 
                                       10.30. એ.એમ. 

રે! મન !


---રે ! મન ! આ શું દુ:ખ?! આ શો કચવાટ ?! 
---સુખ દુ:ખ તો દેહના લેખ, એનાં તે શાં આ વલખ ?! 
---માટીના શાં નિભાવવા સંગ ? રંગાને આતમને રંગ ! 
---એ અનંત અવિનાશી સંત, પામવા એને રાખીને ખંત ! 
---કડવા મીઠા ડાકલા રણંત ,છોને વગાડે જગના જંત ! 
---નટ તો નાચે નિજાનંદ, મેલી આઘે સઘળાં  તંત ! 

---તારે બાગ  "બેલા"વેલ ઝૂલંત, ફોરમ  ફેલાવ એની ચતુરંગ ! 
---મીઠાં મધુર નામ રટન્ત , વળોટી જા બની ખમીરવંત !
                                                  10\04\2023 
                                                       8.45 એ.એમ

સાથ હરિનો

 



---હરિ ! તને શું કહું ? તારે હાથ મારું જીવન ,
---મોહથી કરે તું દૂર , નિરાશાથી ભગાવે મન .
---થાય અંધારું તારા થકી દૂર, પરમ-પ્રકાશે ઉજળે ઘન ,
---તુજ કૃપાએ મારું નૂર , વીણ   તારે હું છું હીણ ! 
---સંપત્તિ  કરે તુજથી દૂર,વિપત્તિ લાવે ભીતર ,
---ગણું સંપત્તિને  વિપત્તિ, વિપત્તિ લાવે મનનું હુર ! 
---પ્રેમથી મારે ચાબુક, થયે ભૂલ, ખેંચી લગામ, ઇન્દ્રિયોને તુણ !
---ગમે તારું રૂપ,જે  સોહાવે આ જીવન વેલ,
---"બેલા"ફૂલ મ્હેકે ,તુજ સંગે, રાખી તુજને ઉર ! 
                                            27\12\2022
                                                11.15 એ.એમ.

ગીતા સ્ટડી ગ્રુપ-કેનેડા-વક્તવ્ય-7-12 માર્ચ 2023-અધ્યાય-2-શ્લોક-16-17-18

 


        જય  શ્રી કૃષ્ણ .
હતાશ થઈને બેઠેલા અર્જુનને ફરી સ્ફૂર્તિવાન બનાવવા માટે કૃષ્ણ એક મનોવૈજ્ઞાનિક તરીકાથી ચિકિત્સક બની , તેને ઝંઝોરવાના પ્રયત્નો શરૂ કરે છે . અત્યાર સુધી તેમણે  દેહ અને દેહી, એટલે કે શરીર અને આત્મા વિષે કહ્યું .હવે નિત્ય અને અનિત્ય વિષે કહે છે . 
     પ્રાણી માટે , જન્મ પહેલાંની સ્થિતિ અજાણ છે , અપ્રગટ છે .અને જન્મ પછીની- મૃત્યુ પછીની - પણ અજાણ -અપ્રગટ- છે . જેનું અસ્તિત્વ છે ,તેનો અચૂક નાશ છે . શરીર ઇન્દ્રિયો દ્વારા સુખ-દુ:ખ, ગરમ ઠંડુ  વિગેરે અનુભવે છે ; પણ આગળ જણાવ્યા પ્રમાણે શરીર-દેહ અને આત્મા-દેહી જુદા છે ,તેથી આ બધું આત્મા ને સ્પર્શતું નથી . ઉલટાનું આત્મા તો નિત્ય-અનિત્ય જાણીને-સમજીને શોક કે મોહમાં નથી ઘેરાતો .આ , નિત્ય- અ -વિનાશી અને અ -નિત્ય -ક્ષણભંગુર વિષે સમજાવવા, કૃષ્ણ ,16માં શ્લોકમાં વાત કરે છે . "ન + અસતો " =નશ્વર વસ્તુનું ,"ભાવ:"=હોવાપણું કે અસ્તિત્વ ,"ન વિદ્યતે "=નથી જણાતું . એટલે કે નશ્વર વસ્તુનું હોવાપણું અસ્તિત્વ  હોતું જ નથી .ભલે દેખાય પણ એ આભાસ માત્ર છે . તે તો નાશ પામે છે .અને , તે જ રીતે "સત"= નિત્ય-અ વિનાશી વસ્તુનો "અ ભાવ:" =ન હોવાપણું એટલે કે એ નથી એવો ભાવ-લાગણી-હોતી નથી ન.અ સત વસ્તુના-નશ્વર વસ્તુના હોવાપણાનો; અને "સત "=અ  વિનાશી વસ્તુના ન હોવાપણાનો કદી નાશ થતો નથી . અર્થાત, અસત  વસ્તુ , જેવી કે દેહ, સુખ-દુ:ખ, સૂકું-ભીનું,ગરમ-ઠંડુ, જાડુ -પાતળું, આ બધું અ નિત્ય છે ; સદા રહેતું નથી .જે રીતે મોબાઇલ ફોન એક ને એક મોડેલ નો કાયમ રહેતો નથી, કપડા અને તેની ડિઝાઇન , ઘરેણાં  , આ બધુ બદલાય છે;તે અ સત  છે તેથી , તેનો .સત ઉપર -આત્મા ઉપર કોઈ પ્રભાવ કે તેની સત્તા નથી . આવાં  ,ઇન્દ્રિયોના અનુભવ આત્માને કાંઈ પણ અસર કરી શકતાં  નથી . અસત  કે મિથ્યા વસ્તુનું અસ્તિત્વ કે ભાવ -હોવાપણાનો ભાવ થતો નથી . ;તેમજ સત નો -આત્માનો ન હોવાપણાનો ભાવ- તેના વિષે અભાવ થતો નથી .આત્માના અસ્તિત્વ વિષે નકારાત્મક ભાવ થતો નથી . માટે જ મૃત્યુ પામેલ વ્યક્તિ માટે સામાન્ય રીતે "તેના આત્માને શાંતિ મળો " એમ કહીયે છીએ . તે વ્યક્તિને માટે નથી બોલતા . માટે આત્મા શાશ્વત છે , સત  છે તે સ્વીકાર્યું છે . 
        સતનો  સામાન્ય અર્થ છે ; જે અવિનાશી છે તે , જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં રહે છે તે ,જે દેશ, કાળ અને વસ્તુથી મુક્ત છે તે સત  છે. તેનો કદી અભાવ હોતો નથી . અસત  અર્થાત ,જે કાંઈ દેશ,કાળ અને વસ્તુથી બંધાયેલ હોય તે . જે આ બધા સાથે પરિવર્તન પામે -નાશ પામે તે .
        આગળ વધતા સત  શું છે તે સમજાવે છે . "યેન ઇદં "=જેના વડે આ ,"સર્વમ "=બધું ,"તતમ "= વ્યાપ્ત થયેલું છે ,"તત "=તેને "તું"= તો "અવિનાશી વિદ્ધિ "=અવિનાશી જાણ .અને "અસ્ય "=એ , "અ વ્યયસ્યૈ  "=અખંડના- અવિનાશીના ,"વિનાશકાળ " =નાશનો , "કરતૂમ"=કરવા માટે ,"કશ્ચિત" =કોઈ "અર્હતિ "= યોગ્ય ન થી ; એટલે કે , જેના વડે આ જગત વ્યાપ્ત થયેલું છે , તેને તું અવશ્ય રીતે અવિનાશી જાણ ; અને એ અવિનાશી એવા અખંડ બ્રહ્મનો નાશ કરવાને કોઈ પણ યોગ્ય નથી . અર્થાત, એ કોઈનાથી પણ નાશ પામી શકે એવું નથી . 
     શ્લોક 18 ."નિત્યસ્ય "=નિરંતર અસ્તિત્વવાળા , "અનાશીન"= નાશરહિત ,"અ  પ્રમેયસ્ય"= અનુમાન કે પ્રમાણોથી , એટલે કે દાખલાઓથી ન પામી શકાય --જ્યોમેટ્રીમાં પ્રમેયને દાખલાઓ સાથે સિદ્ધાંતને પુષ્ટ કરવાનો હોય છે - ઇતિ સિદ્ધમ , કહીને એમ જ અહીં , સતને -આત્માને કોઈ પ્રમેય- દાખલો આપી એનું સતીત્વ સિદ્ધ ન કરી શકાય એવો કહ્યો છે .પ્રમાણપત્રની જરૂર નથી . એ "અ  પરિચ્છેદય "= જેનું વિભાજન ન કરી શકાય તેવા ,"શરીરિણઃ" આત્માના ,"ઈમે "= આ ," દેહાહા"= શરીરો --આત્માએ ધારણ કરેલા શરીરો -"અંતવત:"= નાશવન્ત ,"ઉકતા:"-=કહયા છે .હે ભારત- અર્જુન, "યુદ્ધસ્વ"= તું યુદ્ધ કર . શ્લોકનો ભાવાર્થ  છે; નિત્ય, નાશરહિત  અને  કોઈનાથી પણ માપી ન શકાય , કોઈ પણ માપમાં લાવી ન શકાય તેવા ,આત્માના આ બધા શરીરોને નાશવન્ત કહેવામાં  આવ્યા છે . અર્થાત, પ્રાણીમાત્રના જે દેહો છે ,તે , કાળાંતરે નાશ પામવાના જ છે . માટે તું શોકનો ત્યાગ કર અને યુદ્ધ કરવા ઉભો થા. 
          આની પહેલા દેહ અને દેહી આત્મા અને શરીર વિષે જે કાંઈ કહેવાયું હતું તેને બીજા શબ્દોમાં કૃષ્ણ આ 3 શ્લોકમાં ,અભ્યાસ માટે ફરીથી કહે છે . શરીર જન્મ પહેલા પણ નથી અને મૃત્યુ પછી પણ નથી , અને વર્તમાનમાં પણ, તેનો પળેપળ  નાશ થતો જાય છે , તેનું અ સતીત્વ- તેનો ભાવ નાશ પામતો જાય છે . એટલે કે આ શરીર વિષેનો જે ભાવ છે, ધારણા છે , મમત્વ છે ,તે , ત્રણે કાળમાં કદિ  સ્થાઈ નથી; તેથી તે "અસત " છે . એ જ રીતે સંસાર પણ અસત -મિથ્યા છે . તેના ભાવ વિશેનો- અસ્તિત્વ વિશેનો ભાવ અસ્તિત્વમાં નથી . શરીર કે સંસાર બન્ને ત્રણે કાળમાં  અસ્તિત્વ ધરાવતાં નથી માટે તેની સત્તા પણ નથી અને ભાવ પણ નથી ,તે જાણી લેવું જોઈએ .
       દેહ નષ્ટ થયા પછી પણ દેહી-આત્મા- તો રહેશે જ અને શરીર-દેહ - ભલે પરિવર્તન પામે છતાં દેહી- આત્માનું તો એ જ અચલ, અવિનાશી અસ્તિત્વ જ રહે છે ; માટે એ સત  છે અને તેનો કદી અભાવ થતો નથી . તે જાણી  લેવું જોઈએ . સમજવું જોઈએ . આ વાત , નિર્વિશેષ  વાદી -નિર્ગુણવાદી  તથા નિરાકારવાદી  અને સગુણવાદી  એમ બન્ને પ્રકારના તત્વદર્શીઓ દ્વારા સાર રૂપે કહેવાય છે . "ઉભયોરપી દ્રષ્ટ:"
       અર્જુન ભૌતિક સમ્બન્ધોથી મોહિત થઇ  અજ્ઞાની થઇ ગયો છે, તેને કહેવાની સાથે કૃષ્ણ દરેક દેહધારીને આ કહે છે .આરાધ્ય- જેની આરાધના કરવાની છે તે - = પરમ અને આરાધક- જે આરાધના કરે છે તે - = અંશ પ્રાણી, બે વચ્ચેના સમ્બન્ધને સમજાવે છે . જેને જેને આકાર છે ,નામ છે , તે સર્વનો નાશ છે, અને , તેથી તે "અસત " છે . તેમાં કોઈ કાળે  હોવાપણું હોતું નથી. આ હોવાપણું અને અસ્તિત્વ માટે ભાવ શબ્દ વપરાયો છે ; અને ; "સત " જે કદિ  નાશ પામતું નથી, ક્યારે ય પરિવર્તન પામતું નથી, કોઈ પણ કાલે જેમનું તેમ જ રહે છે ; જેનું ન હોવાપણું થાતું નથી, તેને માટે "અભાવ" શબ્દ કહ્યો છે .
     આ "સત "ના લગભગ 21 લક્ષણો છે . એના નામ ઉપરથી જ સમજાય છે કે તે સત  છે; અને દેહ અસત છે . આપણે ઝડપથી આ લક્ષણોના નામ જોઈએ . 
     અવિનાશી , અવ્યય , નિત્ય , અપ્રમેય , --જેને પ્રમાણની જરૂર નથી -- , સ્થાણું =સ્થિર , અવ્યક્ત= જોઈ કે સ્પર્શી ન શકાય , આ નાશીન , અ  જન્મા , શાશ્વત , પુરાતન , અચ્છેદ્ય , અચલ , અચિંત્ય , અ  વધ્ય  , અ  દાહ્ય , અ  ક્લેદય= ભીંજવી ન શકાય , આઅ શોષ્ય = સુકવી ન શકાય કે સુકાઈ ન જાય તેવો , સર્વગત::= બધે વ્યાપ્ત , સનાતન , અ  વિકારી અને અ હન્ય .
     આમ આ લક્ષણો ઉપરથી જ થોડી સમજ તો પડી જ જાય કે , તે નિત્ય છે ;માટે સત  છે અને દેહ, જેનો ક્રમે ક્રમે નાશ થાય જ છે તે અસત  છે .   એક પદ છે ; " સતનું ચિંતન રે કરવું , સતવાયક નિષ્ચય ઉચ્ચરવું " આખા  પદ માં સત્ય  વિષે જણાવ્યું છે . સત્ય કર્મ કરવું, જૂઠું ન બોલવું વિગેરે . 
       તો , હું જે સમજી છું તે અહીં કહ્યું અને તે કૃષ્ણાર્પણ  કરીને વિરમું છું . 
     જય  શ્રી કૃષ્ણ . 

કેનેડાના ગીતા સ્ટડી ગ્રુપમાં આપેલ વક્તવ્ય-6-અધ્યાય-6-શ્લોક-36-37-38


તા. 15 જાન્યુઆરી 2023 

   જય  શ્રી કૃષ્ણ .
ગઈ વખતે, અર્જુનના તેમ જ આપણા મનનો પ્રશ્ન હતો ,- કે , આ અસ્થિર ,ચંચળ મનને શી રીતે વારવું ,ઉડતું શી રીતે રોકી, તેને દ્રઢ કેમ બનાવવું ? જવાબ  મળ્યો ,કે , અભ્યાસ અને વૈરાગ્યથી .સર્વ પ્રકારની ઇંદ્રિયોની, સર્વ પ્રકારની આસક્તિ, કામેકચ્છા  છોડવાથી.   અહીં કામેકચ્છા ને વિશાળ અર્થમાં લેવાની છે .કામના- દેહસુખ સિવાય પણ હોય છે . યશ, કીર્તિ , કદર , વખાણ , સાથે ઇર્ષ્યાભાવ, મનભાવન આહારમાં અતિરેક, વિગેરે. આ બધી આસક્તિ, કામેકચ્છા  પ્રત્યે અનાસક્તિ -તેના પ્રત્યે વિ -રાગ =વૈરાગ્ય કેળવવાની વાત કરી .
    આ જ વાત આપણે , પાછળ ફરીને જોઈશું , તો , દેખાશે; 2જા અધ્યાયના  60/61માં શ્લોકમાં . " યતતો હ્યપિ કૌંતેય , પુરુષસ્ય વિપશ્ચીત:। ઈંદ્રિયાણિ પ્રમાર્થિની , હરણતી પ્રસભં મન:।। પ્રમાર્થીની  શબ્દ 34માં શ્લોકમાં પણ આવે છે . અર્થ- વિપશ્ચીત પુરુષ= બુદ્ધિમાન વ્યક્તિના મનને પણ પ્રમથાની = મથી નાખનાર -વિચલિત કરનાર , વલોવી નાખનાર "ઇન્દ્રિયો" "વિષય = આસક્તિ તરફ ખેંચી હણી  નાખે છે .
   61માં શ્લોકમાં કહે છે , છતાં , જે "મતપર "=મારામાં ,મારામય રહીને " સંયમ્ય "= તેને વશ કરીને સ્થિર રહે , તેની , બુદ્ધિ, પ્રજ્ઞા સ્થિર થાય છે . મેં ગઈ વખતે કહ્યું હતું  ,કે, આ ગ્રન્થમાં અભ્યાસને મહત્વ આપ્યું છે , અને તે આ રીતે જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા શબ્દોમાં એક જ વાતની પુનરુક્તિ આવે છે . આમ અનાયાસે આપણને અભ્યાસ કરાવે છે . 
    તો, આ સંયમ, અભ્યાસ અને વૈરાગ્યની વાત કરતાં ,આગળ આજના 36માં શ્લોકમાં કહે છે :- "અસંયત આત્મના "= જેણે  આત્માના =મનને વશ કર્યું નથી , તેને "યોગ: દુષ્પ્રાપ્ય "= યોગ પ્રાપ્ત કરવો અઘરો છે .મનને સંયત કરવા મેં વ્રતનો દાખલો આપ્યો હતો . વ્રત, એ , સ્વયં લીધેલો નિર્ણય છે ; અને તે તોડવાથી સંકલ્પબળ ઓછું થાય છે. તેથી મન નબળું પડે છે . આપણે બાળપણથી આ રીતે વ્રત કરી , મનને મજબૂત કરીએ છીએ. નિર્ણયશક્તિ વધારીએ છીએ. સાથે ખૂબ જ સમર્પણભાવથી પૂજા કરી , એ ગુણ  પણ ખીલવીએ છીએ . મનોબળ, શિસ્ત અને સમર્પણ; જે , ધ્યાનસ્થ થવા માટે જરૂરી છે , તે અનાયાસે કેળવાય છે .તેથી સ્ત્રીઓને સાસરીમાં સમર્પિત અને બધા સાથે એકાત્મ થતા બહુ કષ્ટ થતું નથી . હવેની પેઢી ને થાય છે ,કારણ તેઓ આ રીતે મોટા થતા નથી . ખેર ! 
    બ્રહ્મમિલનનો યોગ પામવા સમદર્શી, સમભાવી, દરેકમાં સ્વને દેખવું અને સવમાં દરેકને દેખવા- આને સંયત આત્મા કહે છે .અહીં સુધી પહોંચવું અઘરું છે; પણ, અશક્ય નથી . માટે આગળ કહે છે ; "તું"= પરંતુ , "વશયાત્મના"=જેણે  મનને વશ કર્યું છે , જે મનને ઉડાઉડ કરવામાંથી ખેંચીને સ્થિર કરવામાં સફળ છે , તેઓ " યત તાં "=યત્નશીલ,પ્રયત્ન કરતા રહેવાથી , યોગ્ય  ઉપાય દ્વારા પ્રયત્ન કરવાથી ,મનને સ્થિર કરી શકે છે .યોગ્ય  ઉપાય એટલે, મનનાં વિચારો ,અથવા ઉભરી આવતી આસક્તિઓને , ઈચ્છાઓને સમજી, વિચારી દૂર કરી , અને ધ્યાનમાં  પરોવવાના પ્રયત્નો કરવા . આ રીતના અભ્યાસથી મનને સ્થિર કરી યોગ પ્રાપ્ત કરવો શક્ય બને છે .આમ કહીને કૃષ્ણ મત્તુ નથી મારતાં અને કહે છે .કે ,"ઇતિ મેં મતિ :" = એવો મારો મત છે/ મારી બુદ્ધિ  માને છે . 
    જે રીતે ધસમસતી ટ્રેઈનને ચાલક , લાલ સિગ્નલ દેખાતાં ગતિ ધીમે પાડી દે છે ,તે જ રીતે મનના ઘોડાને લગામ ખેંચી ધીમો પાડવાના પ્રયત્નો છેવટે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે .અને અંતે સ્થિર ઉભા રહી જશે . અહીં આપણે કાર ચલાવીએ છીએ, પીળી લાઈટ દેખાતાં જ કારની ગતિ ધીમે કરીએ છીએ  એજ રીતે અસંયમિત મનને સંયમિત કરવું દુર્લભ છે/ દુષ્કર છે ; પરંતુ અશક્ય નથી . 
   કૃષ્ણની વાત અર્જુનના મનમાં ઉતરી, ત્યાં જ પાછા પ્રશ્નો ઉભા થયા ! પૂછે છે , હે કૃષ્ણ , જુઓ, અહીં સંબોધનમાં વ્યાસજીએ "કૃષ્ણ " શબ્દ વાપર્યો છે . "કૃષ "એ સત્તાવાચક ; એટલે , સત, સતની સત્તા જ સાચી સત્તા છે , અને એ અવિનાશી છે . અને "ણ " એટલે આનંદ. માટે સત+આનંદ સ્વરૂપ . એ પરબ્રહ્મ છે અને તેથી તેઓ સર્વજ્ઞ છે . અહીં તેમનો સર્વજ્ઞ તરીકે ઉદ્દેશીને પ્રશ્ન પુછાયો છે .મેં પહેલા કહ્યું છે કે , વ્યાસજી સંબોધનો બહુ જ અર્થવાળા મૂકે છે . અર્જુનને ખાતરી છે કે કૃષ્ણ બધાની ગતિ વિષે જાણે  છે અને તેથી તેઓ પોતાનો સંદેહ દૂર કરી જ શકશે, માટે પૂછે છે કે ,"અ -યતી "=જે યોગમાં સંપૂર્ણ રીતે આરૂઢ -જોડાયેલો નથી , નવો સાધક છે; પણ સિદ્ધ થયો નથી , છતાં સિદ્ધ થવાની જિજ્ઞાસાવાળો છે , અને હજી સમ્યક્જ્ઞાનવાળો, સમદર્શી, સમભાવી નથી થયો પરંતુ, થઇ શકશે એવી શ્રદ્ધાવાળો છે ,"શ્રદ્ધયા ઉપેત  "છે,કિન્તુ ચલિત માનસવાળો છે ; તેથી તે યોગસિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે; તો એવાની શી ગતિ થાય ? સાદા  શબ્દોમાં , તેના ચલિત માનસથી  તે યોગસિદ્ધિ માટેના પ્રયત્નોમાં એકાગ્ર થઇ શકતો નથી. યોગસિદ્ધિ માટે યોગ્ય છે, છતાં યોગપ્રાપ્તિ આ કારણસર નહીં થાય ; તો એનું શું થશે ? એવા અસફળ યોગીની શી ગતિ થાય છે ? જે શરૂઆતમાં શ્રદ્ધાપૂર્વક આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને ગ્રહણ કરે છે ,પરંતુ , પછીથી ભૈતિક આકર્ષણોથી વિચલિત થઇ જાય છે અને તેથી યોગસિદ્ધિ પામી શકતો નથી ,તેની શી ગતિ થાય છે ?મને એનો એક સીધો દાખલો યાદ આવે છે . જડ ભરતનો .  તેમનો આ જન્મ થયો તેના બે જન્મ પહેલાં તેઓ વનમાં ઋષિ જીવન જીવતા હતાં . યોગ સાધના કરતા હતાં. એક સમયે એક ગર્ભવતી હીરિણી  નદીકાંઠે પાણી પીવા આવી. ત્યાં પાછળ વાઘ જોયો. તેથી ભયભીત થઇ નદી ઑળનગવા  કૂદકો માર્યો . સામે તીરે તો જઈ  પડી; કિન્તુ ગર્ભ છૂટી ગયો અને તે મૃત્યુ પામી . આ જોઈ ઋષિએ એ મૃગબાળ ને સાચવવા માંડ્યું. ધીમે ધીમે મૃગબાળ માં એટલા આસક્ત થઇ ગયા કે મૃત્યુ સમયે પણ તેની ચિંતા કરતા મૃત્યુ પામ્યા ! આથી તેમનો જન્મ મૃગ તરીકે થયો અને જૂની યોગસાધનાને લીધે મૃગયોનિમાંથી જલ્દી છુટા થયા. ફરી મનુષજનમ મળ્યો. ભરત નામ મળ્યું. પોતાની યોગસાધનાના કારણે તેઓને ગત બન્ને જન્મ યાદ હતા . તેથી આ ભરત નામના જન્મમાં તેઓ મૌન જ રહેતા અને પ્રભુમસ્તીમાં મસ્ત રહેતા. ફક્ત શરીરનું પોષણ કરતા . તેથી તેઓ જડ ભરતના નામે ઓળખાવા લાગ્યા. આ તેમની ચલિત માણસની ગતિ વિશેની કથા છે . 
  સ્વામી તદ્રુપાનંદ લખે છે ; " સતનામ કડવા લાગે ,મીઠો લાગે દામ ;દુવિધામે દોનો ગયે , ન માયા મિલી ન રામ ." આવા યોગીની શું ગતિ થાય ? આવા મૂઢ થયેલા, જે , જીવનને સ્વ્પ્ન માને પણ છોડી ન શકે , તે યોગસાધનામા જાગ્રતિ જાણે , છતાં પૂર્ણપણે મેળવી, પૂર્ણ જાગૃતિ પણ ન પામે ,તો હે મહાબાહો !બ્રહ્મપ્રાપ્તિના પથે ભ્રાંતિમાં પડેલો/વિમૂઢ; કર્મ અને જ્ઞાનના ફળથી દૂર રહેલા; છુટા  પડેલા વાદળ જેવો નાશ તો નથી પામતોને ? અહીં અર્જુન સામાન્ય સાધકની અધૂરપને વાચા આપે છે અને દાખલો આપે છે . વાદળોના સમૂહમાંથી એક વાદળું છૂટું પડી બીજા વાદળમાં ભળવા/જોડાવા જાય છે પણ હવાની અસરથી વચ્ચે જ વિખરાઈ જાય છે, એક સમૂહનો સાથ તો છોડ્યો જ પણ બીજા સમૂહમાં પહોંચતાં પહેલાં જ નાશ પામે છે.તે જ રીતે જે "બ્રહ્મન પથિ :"= જ્ઞાન માટે, જ્ઞાનપ્રાપ્તિના પથે નીકળી પડ્યો છે ,અને ચિત્તની ચંચળતા ને લીધે  તેમાં સફળ થઇ શકતો નથી તેથી યોગપ્રાપ્તિનું ફળ પણ મેળવી શકતો નથી . આમ મન જ્યાં સરી  ગયું  છે ત્યાંનો ભૌતિક સુખ કે આનંદ ; અથવા કર્મસન્યાસ લાઈનું ફળ તે મેળવી શકતો નથી . આવો "અ તો ભ્રષ્ટ તતો  ભ્રષ્ટ " સાધકની શું ગતિ થાય ? આ પ્રશ્ન , નિષ્ફ્ળતાના ડરમાથી  પેદા થયો છે . અધ્યાત્મની સાહસયાત્રામાંથી ચલિત થવાનો ડર  છે અને તો શું થાય ? અનિષ્ટ તો નહીં થતું હોય ને ? યોગભ્રષ્ટ આત્માનું શું થાય ? 
    આવા પ્રશ્ન ના ઉત્તર માટે કૃષ્ણ  શા માટે યોગ્ય વ્યક્તિ છે તે 39માં શ્લોકમાં અર્જુન જણાવે છે . 
 અંતમાં આટલું કહીશ કે ધ્યાન યોગ અથવા આત્મસંયમ યોગ એટલે , શ્રી ગુણવંત શાહના શબ્દોમાં " અંદરની આનંદધારામાં ,શ્રધ્ધાથી ભરેલા યોગીનું સ્નાન ." અને મારા મતે  એ સ્નાનથી શુદ્ધ થઇ મુક્ત મન તે મોક્ષ . સર્વ કામેચ્છા ,એષણા , ફળની પ્રાપ્તિની ઇચ્છામાંથી મુક્તિ,તથા સર્વ કાંઈ  પ્રભુ ચરણે અર્પણ કરવાથી મળતો આનંદ ,તે જ બ્રહ્મમિલનનો-મોક્ષનો આનંદ ! પરમાનંદનું મિલન તે જ  બ્રહ્મમિલનને તે જ મોક્ષ. સબરી સદેહે સ્વર્ગએ સંચરીનો અર્થ એ ,કે, તે શ્રી રામની વાટ  જોતી, રટતી જ જીવતી હતી . પ્રત્યક્ષ દર્શન પામી , પોતાના હાથે ખવડાવ્યું અને પછી આનંદમાં હાર્ટ ફેઈલ  થયું અને રામના ચરણોમાં ઢળી પડી . સ દેહે મુક્તિ પામી તે જ તેનો મોક્ષ ! પૂર્વના બે  જન્મોના પુણ્ય અને આ જન્મની સાધનાનું ફળ તેને મળ્યું . મીરા મૂર્તિમાં સમાઈ ગઈ ? ના . મન્દીરના ગર્ભગૃહમાં ગઈ કૃષ્ણુ દર્શન કરતા મૂર્તિને ભેટી પડી અને ઢળી પડી ત્યારે વસ્ત્ર  નો ટુકડો ફાટીને મૂર્તિ સાથે ચોંટી ગયો ! એ મોક્ષ પામી ગઈ . એને પણ જીવનભરની  સાધનાનું ફળ મળ્યું . 
   હવે પછીના શ્લોકોમાં તો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ યોગી કે આત્માની શી ગતિ થાય કે કેવી ગતિ થાય તે વિષે જાણીશું . 
 જય શ્રી કૃષ્ણ . 

કેનાડાના ગીતા સ્ટડી ગ્રુપમાં આપેલા વક્તવ્યો-5-અધાય-6-શ્લોક-33-34-35

  તા. 8 જાન્યુઆરી  2023 

      સર્વને જય  શ્રી કૃષ્ણ અને નવા વર્ષની શુભકામના .સર્વે સંતુ નિરામયાઃ એવી પ્રભુને પ્રાર્થના . 
પંદર દિવસની ધૂળ ખંખેરીએ . અત્યાર સુધી આપણે જોયું કે ,ધ્યાનસ્થ થવા માટે કેવી જગ્યા, કેવું આસન, બેસવાની રીત વિગેરે વિષે જાણ્યું. ધ્યાન એટલે શું તેનો એક દાખલો આપું. અહીં બધી બહેનો જ છે તેથી આ સમજવામાં સરળ થશે . રસોઈ કરતાં દાળ-શાકમાં મસાલો કેટલા ધ્યાનપૂર્વક કરીએ છીએ? રોટલી વણતાં કેટલું ધ્યાન રાખીયે છીએ, કે, એમાં ચપટી ન આવે ; નહીં તો ફુલશે નહીં . બસ, આજ રીતે પ્રભુમાં ધ્યાન પરોવવાનું છે. રસોઇમાં  આપણે પોઝિશન વ્યવસ્થિત રાખીયે છીએ, અનુકૂળ થઈને કરીએ છીએ; એ જ રીતે પ્રભુના ધ્યાન વખતે પણ ,અનુકૂળ થવા વિષે જાણ્યું.  
    પછી જોયું કે માનવીએ કેવી રીતે પોતાના મનને પ્રશાંત કરીને સમદર્શી થવું જોઈએ. 32માં શ્લોકમાં કૃષ્ણ કહે છે કે , જે , પોતાના વ્યક્તિગત અનુભવ ઉપરથી , પોતાના સુખ-દુ:ખ અને લાગણીઓ ના દૃષ્ટાન્તથી , પ્રત્યેક પ્રાણીના સુખ-દુ:ખ અને લાગણીઓ પ્રત્યે "સ-ભાન" બનીને "નિરંતર", ""મારામય રહીને કર્મ કરે છે , તે , મારા મટે પૂર્ણ ઉત્તમ યોગી છે .
      આ, પ્રશાંત મનની અને સમભાવની વાત સાંભળીને અર્જુનના એટલે કે એના મુખેથી આપણા મનનો જ પ્રશ્ન  33 અને 34માં શ્લોકમાં . પુછાયો છે . યો યં = ય:+અયં , વચ્ચે જે એસ જેવી સંજ્ઞા છે , તે , ય પછીના વિસર્ગ અને અયં ની સંધિને લીધે છે . છુટ્ટી પાડીએ તો ય: ના બે  મીંડાનો ઉચ્ચાર "હ" થાય, ય: = જે અયં =આ, ત્વયા = તમે/તમારાથી, સાંયેન=સમ્ભાવયક્ત, યોગ= યોગ ,પ્રોક્તં= કહ્યો/કહેવાયો ; "ચંચલ ત્વાત "=તે ચંચલ એટલે કે તે (મન) ચંચલ  છે -તેની ચંચળતાને લીધે - "એતસ્થ= એની/મનની " સ્થિરામ= " લાંબા સમય સુધીની સ્થિરતા "સ્થિતિમા"= સ્થિતિને , "ન પશ્યામિ "=હું જોતો નથી . હે મધુસુદન ! -મધુ નામના રાક્ષસને હણનારા, (અહીં આ સંબોધન કેમ મૂક્યું ? કારણ, અહીં મનની અસ્થિરતાને/ ચંચળતાને હણવાની રીત શીખવાની છે , તે માટે શ્રેષ્ઠ હણનારની મદદ જોઈએ, માટે મધુસુદન. )આગળ કહે છે હે મધુસુદન , તમે , જે યોગની સ્થિતિ જણાવી /સમદર્શી-સમભાવી; દરેકમાં પોતાને જોવાની અને સ્વમાં  બધાને જોવાની; તથા સ્થિર ,દ્રઢ મનોબળ, આ બધું મને અશક્ય લાગે છે . કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે . 
   અહીં આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણએ , 11માં શ્લોક શુચોઔ દેશે "થી શરૂ કરી 32માં શ્લોક "યોગી પરમો મત:"સુધીમાં , જે યોગ પદ્ધતિ બતાવી કે શીખવાડી છે , તેમ કરવા , અર્જુનના મતે  , માનવ અસમર્થ છે ; મનની ચંચળતાને લીધે . પછી ભલે એકાંત માટે વન, નદીકાંઠો  કે ઘરનો ખૂણો હોય. આત્મા ઉપમ્ય કેળવવા માટે પ્રથમ મનને કાબુમાં રાખવું જરૂરી છે . તેથી 34માં શ્લોકમાં પ્રશ્ન છે . 
   " ચંચલમ હિ ", "હિ "= કેમ કે ચંચલ મન "બળવંત+દ્રઢમ"= બળવાન અને દ્રઢ છે . તથા "પ્રમાથિ =" વિચલિત / વિચલિત કરનારુંછે . પછી 3જા  ચરણમાં કહે છે ;"તસ્ય"=તેને ,"નિગ્ર્હમ "=વશ કરવું , "વાયુ:+ ઇવ " વાયુની જેમ "સુદુષ્કરં "= સુ= અત્યંત દુષ્કર=અઘરું છે . સુ ઉપસર્ગ છે , તે વિશેષતા બતાવવા માટે. જેવી રીતે પ્ર +શાંત , સુ+ નિશ્ચિત અ +પાર  વિગેરે . કહે છે , જેમ હવાને મુઠ્ઠીમાં પકડી શકાતી નથી ,કે , બાંધી શકાતી નથી ; કે તેની સાથે વહેતી સુગંધ-દુર્ગંધને પકડીકે દૂર કરી શકાતી નથી , તે જ રીતે મનને પણ પકડીને બાંધી શકાતું નથી. મનને મર્કટની ઉપમા આપી છે . જેમ વાનર એક ડાળી ઉપર સતત સ્થિર બેસી શકતો નથી એ જ રીતે મન પણ એક જ વિચાર ઉપર સ્થિર રહેતું નથી.એક મિનિટમાં તો મન ક્યાંથી ક્યાં ફરી આવે છે ! અત્યારે જ આ સમયે જ આપણામાંથી દરેકના ,મન ,ફક્ત મારી આ વાત સાંભળતા સાંભળતા પણ મનોવિહાર કરતા હશે , ભલે એક સેકન્ડ માટે; પણ અહીં જ સ્થિર નહીં રહ્યું હોય . તો , મનને કેળવવું શી રેતે ? તેને દુશમન  ગણી  દમન ન કરતાં , ઓળખવાનો પ્રયત્ન કરવો . આપણે મનના ગુલામ બનવું છે કે સ્વામિ  ?મન સાથે લડવાથી કાંઈ નહીં વળે . તેની સાથે લડવાથી ,સંઘર્ષ કરવાથી તો કોઈ ને કોઈ સવરૂપે  અહંકાર ઉત્પ્ન્ન થઇ લડવાનું નવું ક્ષેત્ર ઉભું કરી દેશે ; એટલે સૌ પ્રથમ મન સાથે પરિચય કેળવવો- પ્રયત્ન કરવો /વિચાર કરવો ,કે , સવારથી  સુધી શું શું બન્યું ?શાં કર્યો કર્યા.? તેનો મન ઉપર પ્રભાવ કેવો પડ્યો ?તેમાં ગમો છે કે અણગમો ? સંમતિ  /સંગતિ છે કે અસંમતિ / વિસંગતિ ? કાર્યથી કે બનાવથી મનને /ચિત્તને શાંતિ મળી? આનંદ મળ્યો / સુખ મળ્યું ? કે તેથી વિપરીત લાગણી થઇ ? કાર્ય કે બનાવ સાથે સમન્વય, સામન્જસ્ય  એટલે કે એકરૂપતા થઇ ? સ્પન્દનો સમજો; ફક્ત પરીક્ષણ કરો . પછી વિકસો , તો, મન કેળવાશે .સતત અભ્યાસથી વૃત્તિઓ ઉપર વૈરાગ્ય- વિ +રાગ = વિશેષ અનાસક્તિ આવશે . આ બધું મેં , દ્વારિકાના શ્રી પુષ્કર ગોકાણીના પુસ્તક, નામે " મન ગંગોત્રી "માંથી લીધું છે . મન ઉપર તેમના બીજા પુસ્તકો પ્રગટ થયા છે ;" માનવીના મન, ભાગ 1/2 ; મનની આરપાર , અને મન તેવા માનવી "ઓબ્ઝર્વ ઘ  એવરી મોમેન્ટ ઓફ માઈન્ડ . "
       આ તો થઇ મનને કેળવવાની વાત ! પરંતુ, મન ચંચળ છે, તેને સ્થિર કરવું અશક્ય છે ? ના , અઘરું છે . સ્થિર કરવાનો અભ્યાસ નથી કર્યો માટે મુશ્કેલ છે . જો કોઈ મૂક માનવી એમ કહે કે વાણી જ નથી , અથવા કોઈ પ્રજ્ઞાચક્ષુ એમ કહે કે પ્રકાશ જેવી કોઈ ચીજ જ નથી ; તો , એ વાત સાચી નથી , એ તર્ક છે .જેમ ડોક્ટરી ઉપાયથી કે વૈજ્ઞાનિક સાધનોથી આ ક્ષતિ સહ્ય બનાવી શકાય કે દૂર કરી શકાય તે જ રીતે મનને સ્થિર કરવાનો પણ ઉપાય છે . દા .ત. બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે પગ પહોળા રાખી ધીરે ધીરે ડગ માંડે છે , પછી બેલેન્સ આવી જતાં ઝડપથી ચાલે છે અને પછી દોડવા લાગે છે. એ જ રીતે કુંભાર માટીનો લોન્દો લઇ ચાકડે ચડાવીને , ટપલા મારી મારીને ઘડો બનાવે છે ; પછી ભઠ્ઠામાં  પકવે છે ત્યારે ઘડો સંપૂર્ણ થાય છે ; એ જ રીતે મનને પણ ,જિંદગીમાં પળે  પળે  સંગ અસંગના સંગ્રામથી - મોહ આસક્તિ વિગેરે રાગને ધીરેથી થપથપાવી, ઘડીને નિ :સંગ કરવાનું છે . આત્મ સંયમ તો આપણે વ્રતો , ઉપવાસો કરીને કેળવીએ જ છીએ . મોટા ભાગે સ્ત્રીઓ તો બાળપણથી જ કરતી આવે છે , ગૌરી વ્રત, જયા પાર્વતી  વ્રત, વડ સાવિત્રી, નવરાત્રી વ્રત, વિગેરે એકાદશી, જન્માષ્ટમી, શિવ રાત્રી વિગેરે ઈગેરે . જાગરણ પણ . આ બધાથી તેઓ મનને સંયમમાં રાખતા શીખી જ જાય છે . મને લાગે છે આથી સ્ત્રીઓનું મનોબળ સારું દ્રઢ હોય છે. તે મુસીબતોથી ઝટ મૂંઝાતી નથી . 
   જ્યારે સંપૂર્ણ નિ :સંગ - વીતરાગી થૈયે ત્યારે કંથા ધારણ કરાય , શનૈઃ શનૈઃ કંથા , શનૈઃ શનૈઃ પાંથાવાળી વાત અહીં લાગુ પડે છે . અને આ વાત ગીતાજીના આ અધાયનાં 35માં શ્લોકમાં કરી છે . અહીં કૃષ્ણ અર્જુનને મહાબાહોનું સંબોધન કરે છે . તેનું કારણ છે કે તેઓ અર્જુનને સમજાવવા માગે છે કે , તારામાં મન ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય છે . તું એવા મહાબાહવાળો -મહાન ભુજાવાળો છે . અર્જુનના હાથ ઘૂંટણ સુધી પહોંચતા હતા તેથી તેનું એક નામ આજાનબાહુ છે . આજાન= જહનુ સુધી . આપણે કોઈક મનથી મજબૂત વ્યક્તિને ,જોરદાર ખભાવાળોછે એમ કહીયે છીએ. કોઈ પણ પરિસ્થિતિનો ભાર ઉપાડી શકે તેવો . એ જ અર્થમાં અહીં અર્જુનને મહાબાહો કહ્યો છે .
 કૃષ્ણ કહે છે ,"મનો"=મન, "ચલં "=ચંચળ, અને "દુનિગ્રહં" વશ કરવું મુશ્કેલછે ,"તું" =પરંતુ, હે કૌંતેય, "અભ્યાસેન "=યથા યોગ્ય અભ્યાસ= પ્રેક્ટિસ અને "વૈરાગ્યેણ "= વીતરાગ દ્વારા-અનાસક્તિ દ્વારા વશ કરવું "ગૃહયતે"= શક્ય છે .અભ્યાસ એટલે પ્રેક્ટિસ. એ માટે હમણાં જ આપણે જોયું. મનોવિશ્લેષણ કરી ,મનથી પ્રેરાઈને, કરેલાં કાર્યોમાંથી ,ન કરવા યોગ્ય -અયોગ્ય, નકરવા જેવા,નો ત્યાગ કરીને મનને ધીરે ધીરે "શનૈઃ શનૈઃ " વિચારોના ખડકલાને અને તેની પ્રતિક્રિયાના જોખમથી બચાવી શકાય. યોગ્ય અયોગ્યને સમજતાં વિચારોનો જે દ્વંદ્વ થાય તેને ધીરે ધીરે દૂર કરી શકાય અને પછી ધ્યાન તરફ વળી શકાય . ત્યારે ચંચળ મનને સ્થિર અને દ્રઢ બનાવી શકાય . પેલા કરોળિયાની જેમ પ્રયત્ન કરતા રહેવું. એ કેટલીયે વખત નીચે પછડાય, તો એ ફરી ફરી જાળું બનાવવા લાગી પડે અને અંતે જાળું તૈયાર કરીને જ રહે. એ જ રીતે મનને પણ કેળવવું પડે . 
       વૈરાગ્ય વિષે વાત થઇ ગઈ. મનનો સ્વભાવ છે , રાગ-રાગી થવાનો. મોહ, લોભ , મત્સર, એવાં અનેક રાગોથી મુક્ત થવું તે વૈરાગ્ય. ડોક્ટર જ્યારે એન્ટિબાયોટિક દવા આપે છે ત્યારે, સાથે દૂધ જરૂરથી લેવાનું કહે છે; તે પેલી દવાની આડઅસરનું શમન કરવા. તે જ રીતે રાગનું શમન-તેવા ભાવપ્રતયે ઉપેક્ષા દાખવીને તથા અનાસક્તિ કેળવીને -કેળવવાની પ્રેક્ટિસ કરીને વૈરાગ્ય કેળવાય. 
   આમ આં 5માં શ્લોકમાં ચંચળ મનને સ્થિર કરવા વિ +રાગ== વિશેષ રેતે આસક્તિથી છૂટવા સતત અભ્યાસ કરવો જરૂરી છે તે સમજાવ્યું છે . આજના 3 શ્લોકમાં અર્જુનની ,મનની ચંચળતા વિષે ની શંકાને  ,કૃષ્ણ , અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી,  દૂર કરવાની રીત સમજાવે છે . 
        આવતી વખતે કૃષ્ણની  યોગ વિશેની વાત જોઈશું.
                        જય શ્રી કૃષ્ણ .

કેનેડાના ગીતા સ્ટડી ગ્રુપમાં કરેલી રજુઆત-4---અધ્યાય-6-શ્લોક-30-31-32

8 ડિસેમ્બર 2022,

       આપણે જોયું કે , જે વ્યક્તિ , બધી બાધાઓથી , અડચણોથી મુક્તિ મેળવે છે , તેને બ્રહ્મમિલનની અનુભૂતિ થાય છે . આત્મભાવને વ્યાપક બનાવતી જતી વ્યક્તિ અંતે અંતરના સૂક્ષ્મભાવ સાથે ભળી જાયછે; અને તેને જ "બ્રહ્મસ્પર્શ" થયો કહેવાય છે . જે વાત આગળના શ્લોકમાં કરી છે ,તે જ વાત 30માં શ્લોકમાં દોહરાવી છે . જેનો શ્રી ગુણવંત શાહે ગુજરાતીમાં આ રીતે ભાવાનુવાદ કર્યો છે . 
   "જે સર્વત્ર મને દેખે, સર્વને મુજમાં વળી ,
    તેને વિયોગ ન મારો, મને તેનો ય ન થતો ."
બીજા શબ્દોમાં કહીયે તો , જે કોઈ સર્વ ભૂતોમાં - જીવમાં - બ્રહ્માજીથી માંડીને તણખલા સુધીમાં - મને ,એટલે કે પરબ્રહ્મને જુએ છે ; અને મારાંમાં  જ સર્વભૂતોને -જીવોને - જુએ છે ,તેને માટે હું "ન પ્રણશ્યામિ "એટલે કે પરોક્ષ- નજરોથી કે હૃદયથી દૂર નથી ; એની સાથે અદ્વૈતરૂપ છું ,અને પણ  તે મારા માટે અદ્વૈતરૂપ છે . મતલબ કે જે કોઈ સમદર્શનવાળી વ્યક્તિ છે ,તેની અને ભગવાનની વચ્ચે ઐક્ય છે .-અભેદ છે . તમામ શરીરોમાં હું છું અને તમામ શરીર મારામાં છે ,તેવું જાણી જનારાથી હું દૂર, અદ્રશ્ય નથી ; અને તે પણ મારાથી દૂર કે અદ્રશ્ય નથી . જેમ દીપક અને પ્રકાશ બન્ને એક જ છે ; એકબીજામાં સમાયેલા છે તેમ યોગી અને હું એક જ છીએ . 
    આ જ વાત આગળ વધારે છે  અને કહે છે; શ્રી ગુવણંત શાહના શબ્દોમાં જોઈએ ,
            "જે ભજે એકનિષ્ઠાથી, સર્વ ભૂતો રહયા મને ,
             વર્તતા સર્વ રીતે ય , તે યોગી મુજમાં રહ્યો "
  સાદા  વાક્યમાં આ રીતે કહી શકાય - જે યોગી એકનિષ્ઠાથી, સર્વભૂતોમાં રહેલા મને ભજે છે, તે કોઈ પણ રીતે વર્તાતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે , એ વર્તન વખતે પણ મને જ અથવા મારા બ્રહ્મસવરૂપને જ ભજતો હોય છે .
     શ્રી કૃષ્ણને ભજવા એટલે શું ? મૉટે મોટેથી મંત્રનું રટણ કરવું , કે પછી ખંજરી અને મન્જીરા સાથે નાચતા નાચતા ભજનો ગાવાં ? ના  ,  અહીં "ભજવું " નો અર્થ થાય છે ; એકત્વનું દર્શન કરવું . એકાત્મભાવમાં સ્થિત થવું , સર્વાત્મદર્શી થવું. જેને , મન્દિર કે પૂજાના રૂમની બહાર પરબ્રહ્મ કે પરમાત્માની પ્રકૃતિનું દર્શન નથી થતું તે વ્યક્તિ ભજન નથી કરતી . શત્રુમાં પણ પરમાત્માનું દર્શન થાય તે ભજન છે.શ્વાસે શ્વાસે હરિ સ્મરણ આપોઆપ થતું રહે અને સર્વ આત્મામાં ઐક્યનું જ્ઞાન નિરંતર રહે તે ભજન છે . સતત આત્મ સ્મરણ અને સંસારનું સંપૂર્ણ વિસ્મરણ એજ સાચું ભજન છે .  દરેક કાર્ય કરતાં હૃદયમાં હરિ સ્મરણ, સમભાવ , નિ :સ્વાર્થ , નિષ્કામ ભાવના હોય તો તે ભજન છે . 
     તેથી, કૃષ્ણ કહે છે કે , આવી વ્યક્તિ -યોગી - જો ક્યારે બાળક જેવું કે મૂઢતાભર્યું; ઇષ્ટ કે અનિષ્ટ જેવું વર્તન કરતાં લાગે ,તો પણ , અંતે તો તે મારામાં જ રહેલો હોય છે આપણે જેમને ગાંડા ગણી હસી કાઢીયે છીએ તે ઈશ્વરની વધુ નજીક હોય છે . વર્તન માટે સ્વામિ  તદ્રુપાનંદે સંત નામદેવ અને વિસોબાનો પ્રસંગ વર્ણવ્યો છે . નામદેવ વિસોબા પાસે આત્મજ્ઞાન મેળવવા ગયા ત્યારે  તેમણે  જોયું કે , વિસોબા તેલથી લથપથ ચંપલ પહેરીને , શિવલિંગ ઉપર પગ રાખીને સૂતાં હતાં . નામદેવને શંકા થઇ ,કે , આ મને શું જ્ઞાન આપશે ? તેમણે  વિસોબાને આ રીતે કેમ સૂતાં છો એમ પૂછ્યું  . જવાબમાં વિસોબાએ કહ્યું ,"જ્યાં શિવલિંગ ન હોય ત્યાં તું પગ મૂકીને સુઈ જા . જ્યારે નામદેવ શિવલિંગ વગરની જગ્યા શોધવા લાગ્યા ત્યારે એમને દરેક પગલે પોતાના પગ નીચે શિવલિંગ દેખાયું ! ઈશ્વર વિનાની કોઈ ખાલી જગ્યા નથી એવું જ્ઞાન આ રીતે વિસોબાએ આપ્યું .વિસોબાનું આ રીતે સુઈ જવું આમ તો મૂર્ખતાભર્યું લાગે અને આવા વર્તનને માટે ગીતામાં કહ્યું છે , કે , મારામાં રહીને જો યોગી ગમેતેવું વર્તન કરે તો પણ તે મારામય જ હોય છે નામદેવ નો બીજો સવાલ હતો , ' આટલી મોડી  સવાર સુધી કેમ સૂતાં છો ? બ્ર્હ્મમૂહર્તમાં  ઉઠવું જોઈએ " તો વિસોબાએ જવાબ આપ્યો " હું ઉઠ્યો પણ નથી અને સૂતો પણ નથી , જયારે બ્રહ્મની ઊંઘ ઉડે છે ત્યારે જ બ્રહ્મમુહૂર્ત હોય છે . હું જ બ્રહ્મ છું ,તું પણ બ્રહ્મ છે . હું બધામાં બ્રહ્મને જોઉં છું. તું આવત જાણતો નથી; પણ આ જ આત્મજ્ઞાન છે ." જે એકાત્મભાવમાં સ્થિત ,વિસોબા વર્ત્યાં ; લિંગ ઉપર પગ રાખવા કે ફાવે ત્યારે ઉઠ્યા અને જે આત્મજ્ઞાન શીખવાડ્યું તે બતાવે છે કે આત્મજ્ઞાની  જો ગમેતેમ વર્તે તો પણ તે પરબ્રહ્મ સાથે જ જોડાયેલ રહે છે . ગમેતેવું વર્તન એટલે ચોરી, લૂંટફાટ,હત્યા જેવાં અધર્મી કાર્યો  નહીં .
       હજી ,32માં શ્લોકમાં જણાવે છે ; યોગીઓમાં કયા યોગી શ્રેષ્ઠ, ઉત્તમ ગણાય. "આતમ+ઉપમ્ય " પોતાના = દૃષ્ટાન્તથી જુએ . આ એટલે શું ?સર્વને પોતાના સમાન જુએ, સમબુદ્ધિથી જુએ. બધાં પ્રાણીઓના સુખ અને દુ:ખને પોતાના જ ગણે . એટલે કે જેમ ,મને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે તેમ જ સર્વ પ્રાણીઓને પણ એવી જ લાગણી હોય છે ;તેવું માનીને કોઈને પીડા આપતો નથી ,તે, મારા માટે શ્રેષ્ઠ, ઉત્તમ ,પરમ યોગી  છે જે એમ માને છે કે , જેમ મને રુચિ અરુચિ છે તેમ જ બીજા જીવોને પણ છે . જે કઈ મારા માટે ઇષ્ટ -અનિષ્ટ છે તેમ બીજા માટે હોય છે માં-અપમાન , દંડથી પીડા થાય  છે, મને ચીમટો ભરવાથી દર્દ થાય છે ,તે જ રીતે આ બધી લાગણીઓ સર્વ જીવોને થાય છે ; માટે ., મારે કોઈને આવી કોઈ હાનિ ન પહોંચાડવી જોઈએ . આવા આત્મ ઉપમ્ય જ્ઞાનવાળો યોગી શ્રેષ્ઠ છે . જે શુભ-અશુભને જુદા ગણતો નથી , સમ અને વિષમ પરિસ્થતિમાં પણ મનથી સ્થિર રહે છે તેવી વ્યક્તિ કૃષ્ણના મતે , બ્રહ્મસ્વરૂપ જ છે . 
      આત્મ ઉપમ્ય નો બીજો અર્થ થાય છે ; ભગવાન સાથેનું પ્રેમપ્રકરણ . સર્વત્ર ભગવદ્દભાવ ઉભરાય તેવી સ્થતિ. 
   આમ કૃષ્ણ, અર્જુનને તેના આત્માને પોતાની સાથે ભળી જવા સુધી લઇ જાય છે . આ અધાયમાં આમ આત્મભાવથી સમત્વબુદ્ધિની વાત કરી . કેવી રીતે બધી ઇન્દ્રિયોને કેળવીને, પ્રશાંત થવું અને સમભાવ કેળવવો. સમદ્રષ્ટિ રાખવી . કાકદ્રષ્ટિ, દોષ દ્રષ્ટિ ન રાખતાં ગુણગ્રાહી થતાં શીખવ્યું. કાનેથી સદવચનો સાંભળવા અને   હાથેથી સતકર્મ કરવા, અન્યના ભલા માટે પગેથી દોડવું . સાધના કરવા કે ધ્યાનસ્થ થવા કઈ અને કેટલી તૈયારી કરવી, કેવી રીતે ક્યાં અને શેના ઉપર બેસીને ધ્યાન ધરવું, કેવાં સંયમ્ય થવું એ સમજાવ્યું છે . આત્મા સાથે ઐક્યભાવ કેળવવાની વાત કરી છે .અત્યાર સુધી આટલું  કહ્યા પછી  ,હવે આગળ સંયમમાં, ફાંટાબાજ મનને કેમ સાંભળવું તે , અર્જુનના પ્રશ્નથી બતાવ્યું છે .                              જય  શ્રી કૃષ્ણ 

કેનેડાના સ્ટડી ગ્રુપમાં વક્તવ્ય-3 -અધ્યાય 6-શ્લોક 27-28-29

       અત્યાર સુધીના શ્લોકમાં જોયું કે , મન પરના ઇન્દ્રિયોના આધિપત્યને , ધીરજવાળી બુદ્ધિથી દૂર કરી , મનને બ્રહ્મ વિચારમાં - બ્રહ્મમય કરવું . આ માટે ધીરે ધીરે - શનૈઃ: શનૈઃ: - સતત  અભ્યાસ કરતાં  રહેવું. આ બહુ ધીરજનું કામ છે ; વિષયવાસનામાંથી ઇન્દ્રિયોને મુક્ત કરવાનું . ! પણ, એ સ્થિતિએ પહોંચ્યા પછી  બ્રહ્મ સાથે તદાકાર તો થવાશે , કિન્તુ , ચંચળ મનને અસ્થિર રાખનારા કારણો ઉપર વિજય મળે , તો , પૂર્ણ બ્રહ્મમય થવાય . મનને ચલિત કરનારા કે ધ્યાનમાં  વિક્ષેપ કરનાર મુખ્યત્વે ચાર-4- પ્રકાર છે . 

   1 - લયદોષ. ધ્યાનમાં બેસનાર મન્ત્રના લય સાથે કયારેક તંદ્રામાં જતાં રહે છે, અને  સામાન્ય રીતે જનસમાજ તેને સમાધિ લાગી એવું માને છે . આવા આ લય દોષથી કયારેક ધ્યાનસ્થ વ્યક્તિ પોતે પણ એ જ લાગણી અનુભવે  છે અને પોતાને  સમાધિ લાગી હતી એવું માની ઈતરાય છે . 
   2 વિક્ષેપ દોષ . આત્મ ચિંતન કે મન્ત્રોચ્ચાર માં મન સ્થિર ન રહેતાં , ધ્યેયથી  જુદાં વિચારો સાથે , સંસારની વાતો મનમાં ઉભરાવા લાગી , લક્ષ્યમાં વિક્ષેપ કરે છે . સાદો દાખલો લઈએ. એક મન્ત્રના જાપ માટે માળા લઈને જાપ શરૂ કરીએ અને એ પુરી થતા સુધીમાં મનમાં બીજા વિચારો આવી જાય છે ને ? ફક્ત 108 નામ જાપ પણ વિક્ષેપ વિના થતો નથી ,આપ સૌએ અનુભવું હશે . એજ વિક્ષેપ દોષ . 
  3 કષાય દોષ .- મન, ઇંદ્રિયોની , વાસનાની ભોગેચ્ચ્છા વિષે વિચારવા લાગે ત્યારે આ દોષ થયો કહેવાય . મને ખ્યાલ છે ત્યાં સુધી ઋષિ ભારદ્વાજ નદી પાસેથી પસાર થતાં હતાં, ત્યારે એમને અપ્સરાઓને સ્નાન કરતાં જોઈ .અને પલભર માટે આસક્ત થયાં. વીર્ય સ્ખ્લન થયું; તે એમણે  પડિયામાં ઝીલી લીધું, એમાંથી દ્રોણ  ઉત્પન્ન  થયા.  પડિયાને સઁસ્કૃતમા દ્રોણ  કહે છે . આ ઋષિનો કષાય દોષ થયો .
    4 રસાસ્વાદ દોષ .  ઉપરના ત્રણે દોષથી મુક્ત થઇ , મન, ધ્યાનમાં મગન થતાં આનંદની અનુભૂતિની શરૂઆત થાય છે . આ આનંદ રસને અનુભવવામાં અને એનું રસપાન કરવામાં મૂળ બ્રહ્મને જ વિસરી જાય ત્યારે આ દોષ લાગે છે . 
    આ કક્ષાએ પહોંચવું એ અતિ ધીરજનું કામ છે . માટે કહ્યું છે કે ;- 
શનૈઃ: શનૈઃ: કંથા , શનૈઃ: શનૈઃ: પંથા  ,શનૈઃ: શનૈઃ: પર્વત મસ્તકે ।
શનૈઃ: વિદ્યા, શનૈઃ: વિત્તમ,  પંચતાની શનૈઃ: શનૈઃ: ।।
    કંથા = ગોદડી . ધીરે ધીરે ટાંકાં લઈને બનાવીએ તો સુંદર બને .સાધુના વસ્ત્રને પણ કંથા  કહે છે ; જે કંતાનમાંથી બન્યા હોય છે .ગોદડીની જેમ જ મનને ધીરે ધીરે સંયમના ટાંકાંથી  સીવતાં જઈએ તો એ કંથા યોગમાં આગળ વધવામાં મદદરૂપ બને . પંથા- ધીરે ધીરે આગળ વધતા જઈએ તો લાંબો રસ્તો  પંથ કપાય . એ જ રીતે ધીરે ધીરે પર્વતના શિખરે પહોંચાય . વિદ્યા પચાવવા તેનું ધીરજથી મનન કરવું જરૂરી છે .અને વિત્તમ- ધન- માટે પણ ધીરજથી મહેનત કરવી પડે છે . લોટરીથી આવેલું ધન  કે ચોરીનું ધન , અપ્રામાણિકતાથી મેળવેલું ધન પડતી જ લાવે છે. ધીરે ધીરે રે મનવા ધીરે ધીરે સબ કુછ હોય, માળી  સીંચે સો ઘડા , રૂત  આયે ફલ  હોય . ઉતાવળે આંબા ન પાકે . એ જ વાત અહીં સજાવે છે . ધીરે ધીરે ધ્યાનાસનથી મન વશ થશે " અભ્યાસેન તું કૌંતેય , વૈરાગ્યેન ચ ગૃહયતે " મનોજય કે મનોનિયંત્રણ માટે અભ્યાસ  અને વૈરાગ્ય જરૂરી છે . આટલું અત્યાર સુધી જણાવ્યા  પછી 27 માં શ્લોકમાં અનુસંધાન માં જ કહે છે . ; " પ્રશાંત મનસમ હિ "થી શ્લોક શરૂ થાય છે . "હિ " = કારણકે , "પ્રશાંત", પ્ર  ઉપસર્ગ છે જે અતિ "શાંત" =શાંત "મનસં" = મનવાળા એટલે કે અતિ શાંત થયેલા મન વાળા ,"શાંત રજસમ"= જેનો રજોગુણ શાંત પડી ગયો છે ; (માનવમાં 3 જન્મજાત ગુણો  હોય છે રજસ, તમસ અને સત્ય ). તેમાંથી રજસ= કીર્તિ, માં, પ્રશંશા વિગેરેની ઇચ્છાનો ગુણ  નાશ પામ્યો છે તેવા અને જે ,"બ્રહ્મભૂતઃમન" = બ્રહ્મમય થેયા છે "એનમઃ યોગીનમ" એવા યોગીને ," ઉત્તમમ " = ઉત્તમ , " સુખમ"= સુખ ,"ઉપૈતિ"= પ્રાપ્ત થાય છે .આ સ્થિતિએ પ્હોચેલ ધ્યાની કે યોગી પાપરહિત થાય છે આમ લય , વિક્ષેપ અને કષાય દોષોથી મુક્ત યોગી બ્રહ્મ સાથે જોડાવા અતિ લાયક બન્યો હોવાથી રસાસ્વાદના દોષથી પણ મુક્ત થઇ જાય છે . તેનું મન બ્રહ્મ વિચાર સિવાય બીજો આનંદ રસ માણતું  નથી તેથી તેને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે . 
   આગળ 28 માં શ્લોકમાં આવા યોગીને " વી ગત કલ્મષઃ: ' કહ્યો છે .આવો વિ ગત જેના પાપ જતાં રહયાં છે એવો , "એવમ સદા  નિરંતર આત્માનમ" = એવું સદા નિરંતર ચિત્તને ; અહીં આત્મા શબ્દ ચિત્ત માટે વપરાયો છે . ગીતામાં આત્મા શબ્દ આત્મા માટે, ચિત્ત માટે , મન માટે, શરીર માટે અને બ્રહ્મ માટે પણ વપરાયો છે . શ્લોકના સન્દર્ભમાં સમજીને અર્થ લેવાના હોય છે . જેના પાપ જતાં રહયા છે અને જે ચિત્તને સદા નિરન્તર "યુનજન" જોડીને "સુખેન"= સુખથી એટલે કે બ્રહ્મમય થયા પછી શાંતિથી વિના વિઘ્ન સુખથી "બ્રહ્મસંસ્પર્શ "=પરમાત્માની પ્રાપ્તિરૂપ "અત્યંતમ" = અત્યંત "સુખમ" સુખને "અશનુતે "અનુભવે છે .અહીં એશ્નુતે કહ્યું છે; પ્રાપ્યતે નહિ; કારણ કે સુખ અનુભવાય છે એ કઈ સ્પર્ધાના કંપની જેમ પ્રાપ્ત કરીને પકડી શકાતું નથી . વ્યાસજી ની આ જ કાળા છે .; સંસ્કૃત ઉપર પકડ છે . કયો શબ્દ ક્યાં વાપરવો તે બહુ જ સારી રીતે જાણે છે . અર્જુનને ક્યારેક મહાબાહો કહી, વીરતાનું ભાન કરાવવું,ક્યારે કૌંતેય કહીને સહનશક્તિ, સમજશક્તિ વિષે સમજાવવું,ક્યારેક ગુડાકેશ કહી ઈન્દ્રીઓ ઉપર કાબુ રાખનાર કહવો ; પરન્તપઃ ભરતર્ષભ વિગેરે નામથી સંબોધવો અને અર્જુનના મુખમાં પણ કેશવ, માધવ, મધુસુદન, અચ્યુત વિગેરે સંબોધનો બહુ જ યોગ્ય જગ્યાએ યોગ્ય અર્થમાં મુક્યા છે . 
    આ શ્લોકમાં અશનુ શબ્દ અનુભૂતિના અર્થમાં છે 5માં અધ્યાયમાં 8માં શ્લોકમાં પણ આજ ઉચ્ચાર સાથે પણ જુદા લખાણ સાથે આવે છે .અહીં શાહમૃગનો શ છે અને ત્યાં ઊંધા ચોગડા  સાથે છે . 
    હવે જોઈએ , બ્રહ્મસંસ્પર્શ એટલે શું ? હું અને બીજું સર્વ કાંઈ બ્રહ્મ જ છે ."સર્વમ ઈદમ ચ બ્રહ્મા એવમ  ઇતિ ' આવી અખંડાકાર વૃત્તિથી, અદ્વૈત ભાવનાથી બધે જ બ્રહ્માને જુએ છે; બધાંમાં   જ બ્રહ્મનો - સ્પર્શ અનુભવે છે તેને બ્રહ્મસંસ્પર્શ થયો કહેવાય; સ્પર્શની અનુભૂતિ થઇ કહેવાય ." અત્યન્તમ  સુખમ " - જેનાથી મોટું કોઈ સુખ નથી તેવું સુખ બ્રહ્મસંસ્પર્શ થયા પછી મળે છે .સન્તોષથી મોટી કોઈ સમ્પત્તી નથી. આત્મ સુખથી મોટું ધન નથીં જ્ઞાનથી મોટો કોઈ વૈભવ નથી એવું સમજાય તે જીવન મુક્ત થઇ અનંત સુખને પામે છે .જેને સર્વ પરિસ્થતિમાં બ્રહ્મ દેખાય છે અનુભવાય છે; તે પરમ યોગી થાય છે .
      આગળના શ્લોકમાં જણાવે છે ; યોગમાં યોગસ્થ થવાથી તેનું જે ફળ મળે  અથવા સમજ ઉદભવે છે, તેનાથી યોગીને સર્વત્ર , બધે, બધામાં સમદર્શનરૂપ સમજ આવે છે . આ શ્લોકમાં કહે છે કે , યોગયુક્ત આત્મા એટલે કે યોગથી પરમાત્મા સાથે જોડાયેલ વ્યક્તિ , સર્વત્ર - સર્વ પ્રાણીઓમાં , માનવમાં, વનસ્પતિમાં ,જળસ્થળ આકાશ બધામાં જ સમદર્શન- સમદ્રષ્ટિવાળો આત્મા- વ્યક્તિ બને છે . અહીં આત્મા નો અર્થ યોગેસ્થ વ્યક્તિ તરીકે લેવાયો છે . બીજી વખતનો આત્મા શબ્દ ચિત્તના અર્થમાં છે . " સર્વભૂતસથમ" =બધા જીવ માત્રમાં "સ્થ"= રહેલો,'ચ"= તથા "સર્વભૂતાની "=સર્વજીવોને, "આત્મનિ "=પોતાનામાં; "ઇક્ષતે"= જુએ છે .કોમ્લીકેટેડ લાગે છે ?આપણે સમજવાનો પ્રયત્ન કરીએ . જેનું ચિત્ત પરમાત્મા સાથે જોડાયેલું હોવાથી તેનામાં સમ્યક્ભાવ- બધા માટે સમભાવ ઉદભવ્યો છે, તે વ્યક્તિને યોગયુક્ત આત્મા કહ્યો છે . તેનું મન- ચિત્ત બ્રહ્માકાર જ થઇ ગયું છે . બ્રહ્મની જેમ તેનું અંતર પણ નિરાકાર, અવિકારી થઇ ગયું છે. પ્રાણી માત્રમાં આત્મા એક જ છે તે સમજ એ જ સમદર્શનભાવ. આ ભાવથી સર્વ આત્માને ,પોતાના આત્મા તરીકે જુએ છે અને પોતાના આત્માને જ દરેક આત્મામાં જુએ છે ; તેને પરબ્રહ્મ પ્રાપ્ત થાય છે . 
    હજી સરળ વાક્યમાં સમજીએ . યોગયુક્ત અંત:કરણવાળી વ્યક્તિ, બધા જ પ્રાણીઓમાં સ્વયંને અને સ્વંયમમાં બધા પ્રાણીઓને રહેલા જુએ છે . પ્રત્યેક જીવમાં રહેલો આત્મા આપણને આત્મીયતા કેળવવા પ્રેરે છે . દાખલો આપું . રબારી ઘેટાં બકરાં પાળે , ક્ષત્રીય ઘોડા પાળે ગૃહસ્થી કૂતરાંકે બિલાડી પાળે. આ બધા જીવો સાથે આપણો  આત્મા કેટલી સહજતાથી તેઓના આત્મા સાથે લાગણીથી -પ્રેમથી એકાકાર થઈ જાય છે ! આપણને ઠંડી લાગે તો એમને પણ ઓઢાડીએ અને ગરમીમાં એ. સી. શરુ કરીએ . ગાય, ઘેટાં, બકરા ઘોડા માટે છાપરાવાળા , ઘાસથી છાવરેલા તબેલા, વાડા  રાખીએ .આવો જ આત્મભાવ સર્વ પ્રાણીઓ માટે જીવો માટે આવી જાય ત્યારે યોગયુક્ત થવાય . હિંસા ભાવ તો આવે જ નહિ . અરે ! ફૂલ તોડતાં પણ છોડને દુ:ખ થશે એવી લાગણી  થાય કારણકે વનસંપત્તિમાં ય  જીવ છે .અને એટલા માટે જ કહેવાયું છે કે પ્રભુના ભોગ ઉપર મુકવા તુલસીપત્ર ચૂંટતાં  પહેલાં તુલ્સીછોડની ક્ષમા માગીને ચૂંટવું .અહીં એ સમજાવવામાં આવ્યું છે કે , જે આત્મા - વ્યક્તિ -, યોગી, સર્વત્ર સમાનતા દેખે અને સમદ્રષ્ટિભાવ રાખે તે શ્રેષ્ઠ યોગી કહેવાય છે . 
      આમ કૃષ્ણ મનોવૈજ્ઞાનિક બનીને ,અર્જુનના મનને શાંત કરી બ્રહ્મમય થવા પ્રેરે છે અને સમદ્રષ્ટિ આણવાનો પ્રયત્ન કરે છે . છતાં યે હવે આપણે જોઈશું કે અર્જુન, જે અત્યારે વિદ્યાવાન  યોદ્ધો નથી પણ મોહગ્રસ્ત સામાન્ય માનવ જેવો છે , તે , હજી પ્રશ્ન કરે છે  અને એક સાચા શિષ્ય તરીકે ઉભરે છે .4થા અધ્યાયના  34માં શ્લોકમાં જણાવ્યું છે ; "પ્રણિપાતેન" પ્રણામ કરીને ; જે તો અર્જુને 2જા  અધ્યાયથી  જ શિષ્યત્વ  સ્વીકારીને જાહેર કર્યું છે ("શિષ્યસ્તે હમ શાધી મામ તવામ પ્રપન્નમ ",)અને "પ્રતિ પ્રશ્નેન " પ્રશ્નો પૂછીને જ્ઞાન પ્રાપ્ત કરવું . આ જ વાત ફરીને આગળના શ્લોકમાં આવે છે . 
    યોગ  એટલે પરમતત્વ સાથેનું અનુસન્ધાન , તે માટેના પગથિયાં એટલે , આસક્તિ વગરનું કર્મ  તે કર્મયોગ; તેવા કર્મયોગી થવા માટે યોગ-અનુસન્ધાન કેવી રીતે કરવું તે, આ અધ્યાયમા સંયમનું મહત્વ સમજાવીને જણાવ્યું છે. સમદ્રષ્ટિ, કપટરહિત, થઇ, મોહમાયાની, કામ-ક્રોધની લપેટને સંયમથી દૂર કરવા તે 
'આત્મસંયમ યોગ " 
         જય શ્રી કૃષ્ણ 

કેનેડાના સ્ટડી ગ્રુપમાં આપેલા વક્તવ્યો -2-શ્લોક-16-17-18

   આપણે 10થી 14 શ્લોકમાં યોગમાં બેસવા માટે શી અને કેવી તૈયારી કરવી તે , અને કેવી રીતે બેસવું તે જોયું .પછી 15માં શ્લોકમાં મન:સ્થિતિ કેવી હોવી જોઈએ તે જોયું . જેમ કે જે વ્યક્તિ ચિત્તને સદા બ્રહ્મ સાથે જોડાવાની લગની રાખનાર,તથા એ ચિત્તને "નિયત માનસ :" એટલે વશમાં રાખનાર છે; તે મારામાં રહેલી "મતસનસ્થાનમ" મોક્ષરૂપી "નિર્વાણમ પરમામ"પરમ શાંતિને પામે છે "અધી  ગચ્છતિ " 

     હવે, આગળ 16માં શ્લોકમાં ચિત્તને વશમાં રાખવા શું કરવું જોઈએ તે આવે છે .અત્યાર સુધી ધ્યાનમાં કેવી રીતે , કઈ મન:સ્થતિમાં અને ક્યાં બેસવું તે જણાવ્યું. એ થયો ધ્યાન યોગ . હવે આવે છે; આત્મસંયમ .
સૌ પ્રથમ, આપણી અગત્યની ટેવ ઉપર સંયમ જાળવવાનું કહ્યું છે . આપણે જાણીએ છીએ કે શ્લોક 4 ચરણનો હોય છે . આ શ્લોકના પહેલા જ 2 ચરણમાં જણાવે છે કે "ન +અતિ +અષનત ' એટલે કે અતિશય ખાવું નહીં . આ અ श्न  શબ્દ આપણે 5માં અધ્યાયના 8માં શ્લોકમાં પણ વાંચ્યો છે "નૈવ કિંચિતકરોમિતિ ,યુક્તો મનવેત તત્વવિત ;પશ્યં શૃણ્વન સ્પૃશન  જિઘનન અશન  ગચ્છન સ્વપ્નન શ્વશન " અતિ ખાવું નહીં .તેમજ "એકાન્તમ અનશન " એટલે કે બિકુલ ન ખાવું .આવા લોકોને "યોગો ન અસ્તિ " યોગ પ્રાપ્ત થતો નથી . તે જ રીતે , અતિ સ્વ્પ્નશીલ એટલે કે ઊંઘનારને પણ યોગ પ્રાપ્ત થતો નથી . આ સ્વ્પ્ન શબ્દ પણ પહેલા આવી ગયો છે . ઊંઘ માટે સ્વ્પ્ન વાપર્યો છે; કારણ કે તે ઊંઘમાં જ આવે . સઁસ્કૃત ભાષાનું આ સૌંદર્ય છે ;અને વ્યાસજીએ એ સુંદરતાને અહીં વણીને તેઓની કાવ્ય રચનાની પ્રતિભાનુ  પ્રમાણ પણ આપ્યું છે . 
એ જ રીતે આગળ કહે છે "અતિ જાગ્રત " વધુ પડતું જાગનાર પણ યોગને પામતો નથી . હવે જોઈએ , અતિ ભોજનથી શું થાય ? અજીર્ણ. જેમ જેમ અજીર્ણ વધે તેમ તેમ કામેચ્છા વધે ; અને એના અસંતોષથી ક્રોધ ઉત્પ્ન્ન થાય . અને એક વખત કદાચ કામ પામી પણ જાય તો વધુ માટે લોભ ઉત્પ્ન્ન થાય . માટે અતિ આહાર વર્જ્ય છે . 
      આગળ જોઈએ, બહુ જ ઓછું ખાવાથી કે ન જ ખાવાથી અશક્તિ આવે અને તેથી તમસ તમસ  તથા તામસી ગુણમાં વૃદ્ધિ થાય .માટે , "અતિ સર્વત્ર વર્જયેત ".    કહેવાય છે કે ,-
"અતિ કા  ભલા ન બોલના ,અતિ હી ભલી ન ચૂપ ;
અતિ કા  ભલા ન બરસાના , અતિ કી ભલી  ન ધૂપ " 
વધુ પડતું બોલવાથી ક્યારેક અજુગતું બોલાઈ જવાય તો સંબન્ધોમાં હાનિ થાય . વળી જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં ન બોલીને પણ કાર્ય નિષ્ફ્ળ થાય કે સંબન્ધ  બગડે . વધારે પડતાં ભલા ,દયાળુ કૃપાળુ પણ ન થવાય . એનો ગેરલાભ લેવાય અથવા મૂર્ખ બનાય. વધુ પડતું કઠોર પણ ન થવાય. એથી થતા કામ પણ ક્યારેક બગડે . શેઠ નોકરનો સંબન્ધ  બગડે. અને કુટુંબમાં પણ નારાજગી ઉદ્ભવે .માટે દરેક બાબતમાં સંતુલન રાખવું . આ જ વાત આપણને 16માં શ્લોકમાં કહી છે . બધી રીતે સમત્વ- સ્ન્તુલન રાખી  શકે તે વ્યક્તિ યોગ માટે બેસવાને લાયક બને છે . જીવનવિણાના  તાર બહુ કસવાથી  કે  બહુ ઢીલા રાખવાથી સુર સરખા નીકળતા નથી .
    હવે 17માં યુક્ત આહાર-વિહાર વિષે આવે છે . યુક્ત એટલે યોગ્ય. "યુક્ત ચેષ્ટા કર્મસુ " યુક્ત= યોગ્ય, ચેષ્ટા= રીતથી કરેલા , કર્મસુ = કર્મોમાં તથા " યુક્ત +સ્વપ્ન +એવ+ બોધાય " યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર , ( સ્વપ્ન ઊંઘ માટે વપરાય છે; એ હવે આપ સૌ જાણો છો ) તેમ જ "બોધાય " = જાગનારને "દુ:ખ+હા " દુ:ખનો નાશ કરનાર ,"યોગ ભવતી " યોગ સિદ્ધ થાય છે . એટલે કે ધ્યાન ધારણાથી , ઈશ્વરીય તત્વ સાથેનું જોડાણ સિદ્ધ થાય છેવ . યોગનું ધ્યેય તો જોડાણનું જ છે ને ? 
    આ, યોગ્ય આહાર-વિહાર , ઊંઘ કે જાગરણ કોને કહેવાય તે જોઈએ . તો દરેક વ્યક્તિએ ,પોતાની શારીરિક પ્રકૃતિ,(વાત, પિત્ત અને કફ ) આબોહવા, અને રુચિ જોઈ, સમજીને આહાર નક્કી કરવો .પાચન શક્તિને અનુરૂપ . મનને દબાવ્યા વિના ,સહજ અનુભવના આધારે નિત્યક્ર્મ ગોઠવવો જોઈએ .ખોરાકની સમતુલા માટે કહેવાયું છે કે ," જઠરનો અર્ધો ભાગ ભોજનથી ભરવો, બાકીના અર્ધામાંથી  અર્ધો પાણીથી ભરવો અને બાકીનો જે પા ભાગ બચે તે વાયુ માટે છોડવો,તો જ પચન માટેની , ચયાપચયની ક્રિયા માટે જગ્યા રહેશે " આપણે વલોણું કરીએ ત્યારે પણ છાશનો ગોળો પોણો જ ભરીયે છીએ ,જેથી વલોણું બરાબર થાય .  હવે વિહાર તરફ વળીએ .  વિહાર એટલે ચાલવું . જૈનોના મહારાજ સાહેબ જયારે જયારે એક સ્થળેથી બીજે સ્થળે જાય ત્યારે વિહાર કરે છે એમ કહેવાય છે . આ વિહાર કેટલો કરવો જોઈએ ? એક દાખલો આપું . એક માણસ બહુ જ ખાતો હતો. તેને પૂછ્યું, :ભાઈ, આટલું બધું કેમ ખાવ છો ?"તો કહે " હું બહુ ચાલુ છું ને તે માટે શક્તિ મેળવવા "   "તે તમે એટલું બધું કેમ ચાલો છો ? તમારું કામ એવું છે જેમાં બહુ ચાલવું પડે ? " જવાબ મળ્યો," અરે નારે , આ તો આટલું ખાઉં પછી એ પચાવવા ચાલવું તો પડે ને ?" આમ અતિ હાર અને એને લીધે અતિ વિહાર ; એમ વિષચક્ર ચાલ્યા કરે . એટલે શાસ્ત્રમાં જણાવ્યું છે કે એક સાથે 2 કોસથી વધુ ન ચાલવું . 1કૉસ એટલે 1.8 માઈલ . એટલે કે લગભગ 5 માઈલ થાય .એક વખતે એટલું જ ચાલવું .માટે મોટા ભાગે  ચાલવાની મેરેથોન 5 માઈલની હોય છે .ભગવાન બુદ્ધને પણ  કષ્ટયુક્ત તપ કર્યા પછી અતિરેક વ્યર્થ લાગ્યો હતો . યોગમાર્ગમાં સન્તુલનનું મહત્વ છે .અચલમ સ્થિર  અને અર્ધ નિમિલિત આંખોમાં પણ આ જ સ્ન્તુલન શીખવ્યું  છે .સન્તુલન  ખોરવાય તો બધું જ ખોરવાઈ જાય . 
         આગળ, 18માં શ્લોકમાં સાધક ક્યારે યોગસ્થ થયો કહેવાય તે જણાવ્યું છે ."યદા "= જ્યારે "વિનયતમ"=અત્યન્ત વશ કરેલું . નિયત એટલે વશ કરેલું એની આગળ "વિ " ઉપસર્ગ લાગ્યો તે વિશેષ પણું બતાવે છે જો "ન નિયત " હોય તો નકાર નો અર્થ લેવાય . શું વશ કરેલું ? તો, ઈન્દ્રીઓ, વિષયો વશમાં કરી તેનાથી મુક્ત થયેલ વ્યક્તિ.વશમાં શી રીતે કરવી તે કહેવાય ગયું છે. દ મીને નહિ પણ સમજીને . પછી આવે છે "ચિત્તમ+આત્માની +એવ+અવતિષ્ઠતે " ચિત્ત = ચિત્ત, આત્માની =પરમાત્મામાં એવ =જ,અવતિષ્ઠતે=સારી રીતે સ્થિર થી જાય છે ; ત્યારે તે વ્યક્તિ પરમાત્મામય "સર્વ કામેભ્યઃ"=સંપુર્ણરીતેકામનાઓથી "નિસ્પૃહ "=સ્પૃહા રહિત થી ,"યુક્ત "=યોગ સાથે જોડાયેલો "ઇતિ" =એમ "ઉચ્યતે "= કહેવાય છે .આખું વાક્ય આમ થશે ,'જ્યારે અત્યન્ત વશ કરેલું ચિત્ત પરમાત્મામાં જ સ્થિર થઈ  જાય છે ત્યારે સર્વ કામનાઓથી નિસ્પૃહ બની સ્પૃહા રહિત થયેલ વ્યક્તિ યોગ સાથે જોડાય છે, એમ કહેવાય છે .
    આમ, આ 3 શ્લોકોમાં મન:સ્થિતિ કેવી રાખવી, તથા શારીરિક સ્ન્તુલન  વિષે સમજાવ્યું છે . અહીં પણ આપણે જોઈએ છીએ કે કૃષ્ણ કેવી રીતે એક પછી એક પગથિયાં ચડાવે છે . ગીતા , મોક્ષની-મુક્તિની-, પ્રભુના મિલન માટેની સીડી છે .દરેક અધ્યાય આ સીડીના પગથિયાં છે તથા દરેક શ્લોક, એ પગથિયાંના કઠેડા છે જેથી લપસી ન પડાય ,વ્યાસજીએ કેટલી સહજતાથી અને સરળતાથી સમજાય એ રીતે આ ગ્રન્થની રચના કરી છે ! કે આટલા વર્ષો ,યુગો વહી ગયાં , પણ , ગ્રન્થમાં જણાવેલી વાતો, જ્ઞાન, સમજણ તેમ જ ગ્રન્થની  ગરિમા, અસ્મિતા ગૌરવ અને મહત્વ જેમના તેમ લીલાંછમ  છે .ઝળહળતાં  ! માનવીને દરેક પ્રકારની રોશની આપતાં  પૂર્ણ જગતમાં ઝળહળ ઝગમગે છે . 
                   જય શ્રી કૃષ્ણ 

ગીતા સ્ટડી ગ્રુપમાં આપેલાં વક્તવ્યો -1-અધ્યાય 6 શ્લોક 11-12-13

 




     જય શ્રી કૃષ્ણ 
આપણા આ સ્ટડી ગ્રુપમાં મને જોડીને અને આજે થોડા શ્લોકોનું વિશ્લેષણ કરવાનો મોકો આપ્યો તે માટે સૌનો આભાર .
    ગીતાજીમાં ,આ, 6 અધ્યાયને આત્મસંયમ યોગ નામ આપ્યું છે . આનું બીજું નામ ધ્યાન યોગ પણ છે . હવે, આ ધ્યાનનો અર્થ શું ? તદ્દન સામાન્ય રીતે જોઈએ. આપણે હમેશાં  આવાં વાક્યો બોલતા હોઈએ છીએ ."જરા ધ્યાન રાખીને કામ કરજો ,ધ્યાન રાખીને બોલવું , તમારી તબિયતનું ધ્યાન રાખજો " વિગેરે. તો એ સમયે ધ્યાન શેનું ? તો, કાર્યનું કે તબિયતનું . જે રીતે આપણા કાર્ય ઉપર કે વાણી ઉપર કે શરીર સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવાની વાત કરી છે ; તે જ રીતે પોતાના આત્માનું ધ્યાન રાખવાનું છે . આત્મા,  આ શરીર-વૃક્ષનું બીજ -થડ છે . જેમ આપણે ગાર્ડનમાં વૃક્ષના સડેલાં પણ, સૂકી ડાળી દૂર કરીને વૃક્ષને જાળવીએ છીએ ,તે જ રીતે આ આત્માનું સંયમ દ્વારા ઉન્નતિ માટે ધ્યાન રાખવાનું છે .
    આ અધ્યાયમાં એ  સમજાવ્યું છે,અને એને માટે સંયમ, મન ઉપર અને ઈન્દ્રીઓ ઉપર કેળવવાનો છે . એ થાય પછી જ ધ્યાનમાં મગ્ન થવાય .સૂર્યોદય થતો જોયો છેને ? આકાશના કોઈક એક ખૂણામાંથી પ્રભા પ્રસરે છે અને પછી ધીરે ધીરે જગતના ખૂણે ખૂણે પહોંચી જાય છે ; અંધકારમાંથી અજવાળા તરફ જતી આ ક્રાંતિ દ્રશ્યમાન છે; એ જ રીતે એવી ક્રાંતિ ,આપણી અંદરથી -ભીતરથી લાવવા માટે , ગીતાજીમાં પગથિયાં બતાવ્યા છે . મન તું ભીતરને અજવાળ. હિમાલયના શિખરે પહોંચવા જેમ સ્થળે સ્થળે બેઝ કેમ્પ હોય છે એ જ રીતે અહીં "સાંખ્ય યોગ"થી શરૂ કરી આત્મા નું જ્ઞાન અને પછી કર્મનું જ્ઞાન આપ્યું . ત્યાર પછી ના અધ્યાયમાં કર્મના સમર્પણનું અને પછી સમર્પણની ઈચ્છાના ત્યાગનું જ્ઞાન આપ્યું .
     આટલું જાણ્યા પછી, અર્જુન હવે વધુ જાણવાને  ઉત્સુક થયો છે , આરુરુક્ષ થયો છે  એ કૃષ્ણે જોયું, એટલે એ પરમ સખાએ આ અધાયમાં યોગારૂઢ થવા માટે શું કરવું જોઈએ તે સમજાવવાનું શરૂ કર્યું .10 અને 11માં શ્લોકમાં આપણે જોયું કે ધ્યાનથી પ્રભુ સાથે જોડાવા માટે કેવી જગ્યા હોવી જોઈએ, કેવું આસન હોવું જોઈએ, કેવી મન;સ્થિતિ હોવી જોઈએ. અતિ ઊંચી કે અતિ નીચી જગ્યા નહીં ,પણ, બેસવા ઉઠવામાં પણ સહુલિયત (કમ્ફર્ટ) રહે તે જગ્યા શોધવી. પહેલાના જમાનામાં નદી કિનારે કે જંગલમાં જતા. ત્યાં જમીન ઉબડ ખાબડ હોય તેને વ્યવસ્થિત કરી ઓટલા જેવું સ્થાન બનાવતા, અથવા એવો પથ્થર કે જેના ઉપર આરામથી બેસી ઉઠી શકાય એવું સ્થાન તૈયાર કરતા . એની ઉપર દર્ભ કે મૃગચર્મ પાથરતા .મને એક વિચાર આવ્યો કે  મૃગચર્મ કેવી રીતે પવિત્ર ગણાતું હશે ? મૃત શરીરની ચામડી શી રીતે વપરાય ? પછી ધ્યાનમાં આવ્યું કે એ જમાનામાં ઋષિ-મુનિઓ માંસાહારી હતા, અને મૃગ નો શિકાર બહુ થતો;તેથી આસાનીથી મળી રહેતા હશે  વળી બીજું કારણ એ ઠંડી અને ગર્મી માંટે સમ વાહક હોવાથી પથ્થરથી સુરક્ષા પણ થાય . વળી એ પણ યાદ રાખવા કે મૃગ જેવા સુંદર પ્રાણી પણ અંતે  નાશ પામે છે .  તો આ શરીર પણ નાશવન્ત છે . ઘાસ અને દર્ભ કરતા સુંવાળું પણ હોય જેથી પણ લાંબો સમય બેસવામાં સારું રહે . .ખેર ! આગળ વધીએ. આપણે ગણપતિ ઉત્સવમાં કે નવરાત્રી દરમિયાન ઘરમાં મૂર્તિ પધરાવવા પણ આવું જ આસન તૈયાર કરીએ છીએ . જમીનથી થોડો ઊંચો પાટલો કે બાજોઠ અને તેની ઉપર રેશમી વસ્ત્ર પાથરી ને મૂર્તિ ની એની ઉપર સ્થાપના કરીએ છીએ ; તે આજ નિયમ, જે , 11માં શ્લોકમાં દર્શાવ્યો છે , તેને આધીન છે . 
   હવે વિચારીએ કે સ્થાન ઉપર પગ વાળીને  શા માટે બેસવાનું ? વિજ્ઞાનના નિયમ મુજબ ધરતી વીજળી વાહક છે (ઇલેકટ્રીકસીટી કન્ડકટર )છે;જે ગ્રેવિટેશનલ નિયમન આધારે  ,ધ્યાનમાં બેઠા પછી મન્ત્રોચ્ચારથી જે ઉર્જા મળે તે ધરતી માં ન ખેંચાઈ જતાં પોતાનામાં જ રહે . માટે જ જે સ્થાન તૈયાર કર્યું હોય , જંગલ,નદી કે ઘર; તે સ્થાન ઉપર દર્ભ, ઘાસ કે રેશમી વસ્ત્ર --જે બદ્ધાં જ વીજળીના અ  વાહક છે --પાથરવામાં આવે છે . અને જો પગ નીચે રાખીને બેસવું હોય તો પગ નીચે ઊનનું આસન કે ચટાઈ (જે એક પ્રકારના ઘાસમાંથી જ બની હોય છે )રાખવું . અહીં પરદેશમાં કદાચ દર્ભ વિષે માહિતી નહીં હોય ,પણ, વૈષ્ણવજન અને આજથી પચાસેક વર્ષ પહેલાં ; ગ્રહણ વખતે અનાજના ડબ્બામાં , કબાટ (ક્લોઝેટ)માં દર્ભ મુકવામાં  આવતું , જેથી ગ્રહણ વખતના જીવાણુ (માઇક્રોબ્સ) એમાં જાય નહી.
        આમ 11માં શ્લોકમાં આ જણાવીને , આવા તૈયાર થયેલા આસન ઉપર મનને એકાગ્ર-પ્રભુ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત થઈને ; મન અને ઈન્દ્રીઓ ઉપર કંટ્રોલ કરીને ; આમતેમ ભટકવા ન દઈને બેસવું ;તે 12માં શ્લોકમાં જણાવે છે . "એકાગ્રમન: કૃતવા,યતચીતતેન્દ્રિય ક્રિય:"નો અર્થ એ થયો કે અંત:કરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ શરૂ કરવો . જ્યારે ચિત્ત-મન- અને ઈન્દ્રીઓ વશમાં આવે ત્યારે એકાગ્ર થવાય . આ મન અને ઈન્દ્રીઓ માંકડા જેવા છે , ઉછળતા કૂદતાં ફરે છે .  તોફાની બાળકને મારીને કે ધમકાવીને વશ ન કરાય . એને પુચકારી, લાડથી થપકીઓ આપી ,સમજાવીને વશમાં કરાય , અથવા રડતા બાળકને થપકીઓથી શાંત પાડીએ તે રીતે ઈન્દ્રિયોનું પણ દમન ન કરાય એને ધીરજથી સમજીને વશમાં કરવી .
 હજી આગળ 13-14માં શ્લોકમાં બેસવાની રીત બતાવી છે . "સંમકાય શિરોગ્રીવ "સમમ એટલે એકદમ સીધા બેસવું .કરોડરજ્જુને વળાંક આપવો નહીં .એમ પોટલાની જેમ બેસવાથી રજ્જુમાં રહેલી ઇડા  અને પિંગલા અને સુષુમ્ણા નાડીઓ  સીધી ન રહેતા , તે સારી રીતે ક્રિયાશીલ(એકટીવ) થતી નથી .સિદ્ધિ, ટટ્ટાર હોય તો , મેળવેલી ઉર્જા ગ્રહણ કરી શરીરના બધા ચક્રોમાં પહોંચાડે . વળીને બેસવાથી ઉચ્છશ્વાસ દ્વારા પણ નીકળી જાય છે . માટે ટટ્ટાર બેસવું જોઈએ . 
    "શિરોગ્રીવ". આમાં કહે છે કે શિર -મસ્તક -માથું ઊંચું  રાખવું . દાઢી ગળામાં ન હોવી જોઈએ . એનાથી પણ , એ જ રીતે ઉર્જાનો નાશ થાય છે .તો ડોક કેટલી ઊંચી રાખવી ? મેં ક્યાંક વાંચ્યું છે કે ડોક 45 ડિગ્રી ઉંચી રાખી ટટ્ટાર બેસવું જોઈએ ;જેથી ગળું પણ આપોઆપ સીધું રહેશે .
   પછી કહે છે "અચલમ સ્થિરમ " હલ્યા વગર.- અ ચલ બેસવું. કેટલીક વાર આપણે મન્ત્રોચ્ચાર કરતા કરતા આગળ પાછળ અથવા ડાબે જમણે ડોલીએ  છીએ , એવું ન કરવું. તે થી નકારાત્મક ઉર્જા આવે છે . માટે અચલ સ્થિરમ કહ્યું છે. ત્યાર પછી આંખ  ક્યાં ઠેરવવી એ જણાવ્યું છે." સઁમ્પ્રેક્ષ્ય નાસિકાગ્રમ "નાકના અગ્ર ભાગને જોતા. અહીં બે મત છે . કેટલાંક નાકના ટેરવાને  અગ્ર - આગળનો ભાગ કહે છે તો કેટલાંક બે ભ્રમરની વચ્ચે ,જ્યાથી નાક શરૂ થાય છે તેને અગ્ર ભાગ મને છે .. પણ મૂળ અર્થ એ છે કે આંખ પૂર્ણ બંધ કરવી નહીં . જો ટેરવું લઈએ તો , એ અર્ધનિમિલિત -અડધી બંધ અને જો ઉપરનો ભાગ લઈએ તો -ભ્રમર વચ્ચેનો - તો અર્ધ ઊનમિલિત  અડધી ઉંઘાડી  આંખ, એમ થાય . પણ પૂર્ણપણે બંધ તો નહીં જ . શા માટે આવું ? એનું કારણ છે . કેટલીક વખત આપણા મન્ત્રોચ્ચારના રટણથી  ધ્વનિ રણકાર થાય  છે અને એ એક સરખો રણકાર ક્યારેક હાલરડું બની જાય તો ઊંઘ આવી જાય ! પણ ,જો અર્ધ ખુલ્લી કે બંધ રાખવાની હોય તો ઑટમૅટિક  સતર્કતા આવી જાય ;જે આંતરિક હોય; પ્રયત્ન વિનાની  . વળી, આમ બેસવાથી આજુબાજુનું અવલોકન ન થાય . આજુબાજુ દ્રષ્ટિ ન ફરે તેથી ચિત્ત-મનનાં  ઘોડા આમતેમ દોડી ન જાય . ઘોડાની આંખે ડાબલા બાંધે છે ને એમ અર્ધ આંખ મનના ઘોડા માટે ડાબલાનું કામ કરે છે . 
       મારે આજે 14મોં શ્લોક લેવાનો નથી પરંતુ તે પણ આના અનુસંધાનમાં જ છે . મનને શાંત શી રીતે રાખવું વિગેરે. ધ્યાનમાં લીન શી રીતે થવાય તે વિષે એક વાક્ય મારી જાણમાં છે " સતુ દીર્ઘકાલ નૈરત્યરમ ,સત્કારા સેવિતઓ દ્ર્ઢભૂમિ"  લાંબા સમય સુધી નિરંતર  અભ્યાસ અને દ્રઢતાથી ધ્યાનસ્થ થઇ શકાય છે . 
      આટલેથી વિરમુ  વક્તવ્ય પૂરું કરું છું . જય શ્રી કૃષ્ણ 

નવીન વર્ષ --જીવનનું અને જગતનું


આયુષ્ય એટલે એક કિતાબ ,
અને ઉંમર ,તેનાં  સોનેરી પાન ;
પાછલા સંદર્ભોનું  રાખી ધ્યાન ,
મહેકાવીએ  જીવન ઉદ્યાન ! 

વીત્યાં વર્ષોનો માની આભાર ,
નવા વર્ષનું કરીયે જતન ,
નીવડે સુખી આવતાં  દિવસો ને વર્ષ ,
કરી પ્રભુનું નિત્ય સ્મરણ ! 
                           ??

પનઘટ- મરઘટ

  


કાચી રે માટીમાંથી ઘડ્યો એક મઝાનો ઘટ ,
એની રે ભીતર મેલ્યો આંતરદીપ ઝગમગ ! 
લાગી કાળખ  અંતરે ,ને અણધાર્યો એ ઘટ ,
વહી ચાલ્યો નિર્મલ  થાવા, પનઘટ પર એ ઘટ .
ધોવાં  દર્શન-નીરથી એ ઘેરાં  કાળખ ;
બુડી  બુડી  દર્શન-રટમાં  રમી રહ્યો એ ઘટ .
 કાળખ  કોરાણે ગયું ,ને ઊજળી  ઉઠ્યો ઘટ ,
ત્યાં યમ તણા  ધક્કાથી પહોંચી ગયો મરઘટ ! 
ફૂટ્યો, જાતાં  પહોંચતાં ,પનઘટથી  મરઘટ ,
ઘટાકાશ બની ગયું ,વ્યાપતાકાશ ,છોડી ઘટ ! 

જોઈ યાત્રા , સમજી "બેલા" મરમ  બે ઘટનો .
સત્ય છે બ્રહ્મઘટ ,ને, મિથ્યા  છે જગઘટ . 
                                           4\1\2023
                                             4.40.પી.એમ. 

એક પ્રશ્ન


અલખના ધણી ! તને પૂછું એક જ વાત ,
શાને રાવડાવે ભૂલોકની તારી આ જમાત ! ? 
શી ખોટ છે તારે ? તારા ભર્યેપૂર્યે  ધામ ?
બેસે વહેંચવા ,તો, વહેંચે આખું ધામ ! 

સુદામો ને દ્રૌપદી , પામ્યાં  પરમ -પ્રેમધાર ! 
નરસૈયોં  ને મીરાં તો , તરી  ગયાં ભાવ પાર  ! 
"બેલા"ને તો ધરવી, આપી સુગંધ અપાર ! 
તો યે  શાને રાખી અળગી તુજથી મારા નાથ ! ?
                                            21\12\202
                                                 11.30. પી.એમ. 

मन चीझ क्या है ?



 मन चीझ क्या है , कुछ समझ न आये ,
कभी तितली बन उड़े , कभी भ्रमर बन  गुनगुनाये ;
कभी मधुमक्खी बन पुष्प से लिपट रसपान   करे ,
कभी हवा का झोंका बन ,आसमान पे लहराए ;
"बेला", छोड़ सोचना , और संग अनिल के -
मेहकाती  चल , हર  जीव के प्राण सारे  ! 
                                    २२\१२\२०२२ 
                                           ५. ४० ए एम 

बे रंग जीवन

 



जिस दिल में छुपा के रक्खा तुम्हें ,
वो दिल तो टुकड़े टुकड़े हुआ ;
अब कैसे, कहाँ मिले तुम से ,
ये सोचते सोचते डूब  गया ! 

माना की कठिन है पाना तुम्हें ,
मैंने फिर भी बहोत यत्न किया ,
पर न जाने किस कारण से 
तूने छल से कनारा किया ? ! 

मिल गए जिसे तुम , भाग उस के खील गये ! 
मैं अभागी, क्यों न अपना तुम्हें  कर पाया ?! 
"बेला"फूल की माला सुखी ,और दिये  आस के बुझ गए ! 
अब रो रो कर जीवन बेरंगी यूँही बीता जा रहा ! ! ! 
                                              ??