Pages

સપનાની હાટ



----સપના વીણીને બેઠી ,ભરી બજાર ,
----આવોને વ્હાલા ! ખરીદો બે-ચાર ;
----સાજણ ,હાટડી વચાળે બેઠી ,નેજવાં કરું ,
----મારી ખૂટવા લાગી છે ,હવે હામ .
----(હામ ખૂટી, લાગે છે , પામી હું હાર .)


----પીટ્યા, આ અળવીતરા ,સપનાનાં તોખાર ,
----જો ને, ઢીલી ના મેલવા દે ,રાશ લગાર .!
----થનગન થનગન  નાચે રોયા ,ગજવે છે બજાર .
----મારો વા'લો કરું તને ,આવને બની મદદગાર ! 
----ગોપીયું હારે તો બહુ ખેલ્યો ,કિરતાર ,પણ ,
----જોજે , "બેલા" નઠોરનાં સપનાં નાં રોળાય ,
----------------ઓ જગદાધાર ! ------------
                                            ૧૬ માર્ચ ૨૦૧૮ 
                                                   ૯.૩૫.એ.એમ.યું.એસ.એ. 

તેડાં ની વાટ



----શ્યામ ! મારાં જીવનની આ કિતાબમાં ,
----ક્યારે તમે આગમનની સૂચી પાઠવશો ?
----કહો ને શ્યામ ! ક્યારે માયા-મોહના પટ ચીરાશે ,
----ને ક્યારે ડોકિયું કરી, તમે મલકશો ?

----અહં ગ્રસે  છે ,અભિમાન ચડી જાય  છે,જલન છે ,
----ક્યારે શીળી પૂનમની છાંય બની આવશો ?
----મારે તે બાઈ ,કેટલો વિરહ,હવે વેઠવો ?
----ક્યારે મિલનનાં સંદેશા  પાઠવશો ?

----"બેલા"ની વાડી  જુઓ ,સૂકી પડી ,
----એને ક્યારે તમ અમીધારે ખીલવશો?
----શ્યામ ! હવે ક્યારે મનને મેળવશો ,
----ને કહોને શ્યામ ! ક્યારે તમ ધામ તેડાવશો?
                                        ૧૪ માર્ચ ૨૦૧૮        
                                            ૧૧.૪૦.એ.એમ.યું.એસ.એ. 

બૃહદ્દ-જોડાણ



----ક્યાંક કોઈક ફૂલ ખીલ્યું ,ને,
----આંહી અંતર આપણું કોળ્યું .!
----ક્યાંક વર્ષા થઇ ,વાદળ ઉમટ્યું ,
----ને, આપણું ચમન આંહી ફોર્યું .! 

----ક્યાંક કોઈ ફૂલ કરમાયું ,ને,
----આંહી અંતર ઉદાસીથી ભર્યું .! 
----ક્યાંક દુકાળે રણ સર્જાયું ,ને,
----આંહી દિલ જોને ઉજડી ગયું .! 

----ક્યાંક કોયલ કુકે ,ને ,હિલોળે ચડે હૈયું ,
----ક્યાંક શ્વાન રડે ને, મન જોને હિજરાયું .!
----આ તે કેવાં અને ક્યાંના છે તાર ? ! 
----દુરની અનુભૂતિ સાથે ,આંહી અનુભવાયું ! ? 

----નક્કી જ છે કોઈ અદ્રશ્ય,અદ્ભુત ,બૃહદ જોડાણ !
----આત્મા -પરમાત્મા ના બૃહદ જોડાણ જેવું ! ! 
                                      ૧૩ માર્ચ ૨૦૧૮ 
                                           ૯.૧૫.પી.એમ. યું.એસ.એ .

શ્રદ્ધાંજલિ


----एक जीव शिव में समाया,
----छोड़ ये जग कि माया |
----स्वीकारो उस जीव को ,
----अपने मंगल द्वार |

----जीवन बिताया जीवने ,
----कर्मफल अनुसार |
----अब रहे उस पर सदा ,
----आप परमात्मा कि छाया |

----शीतल शांत रहे वो आत्मा ,
----जो गोलोक में आया ,
----झूले कुंजवन में झूला ,
----ले "बेला" कि डार  का सहारा |
                                         १ मार्च २०१८ 
                                             १०.३० ए.एम्. यु. एस.ए . 

સુખ-દુઃખ



----------એક ભક્ત કવિની પહેલી પંક્તિ છે :-
----સુખ દુઃખ મનમાં ન આણીએ ,ઘટ સાથે રે ઘડિયા ,
----ટાળ્યાં તે કોઈનાં નવ ટળે ,રઘુનાથના જડીયાં .
----------પરંતુ સુખ આપણે શેને કહીશું ? દુઃખ ક્યાંથી આવે છે ? આ ,સુખ ને દુઃખ મનની લાગણીઓ છે .કિન્તુ એક હકીકત છે કે ,જો પહેલાં દુખની લાગણી ના હોય તો સુખ અનુભવાતું નથી 
----સુખ ત્યારે જ પ્રાપ્ત થાય છે ; જ્યારે દુઃખનું અસ્તિત્વ હોય છે . એક દાખલો આપું .
----------આપણી સંસ્કૃતિમાં ,વ્યક્તિ બહારથી આવે એટલે એને  પીવા માટે પાણી આપવામાં આવે છે . આ એક ભારતીય સંસ્કાર છે .ક્યાંક સાદું પાણી ,તો ક્યાંક લીંબુનું શરબત તો વળી 
----ક્યાંક ગોળનું પાણી આપવામાં આવે છે . બહારથી આવેલી વ્યક્તિ એ પાણી પીને સુખની -હાશની -અનુભૂતિ કરે છે . આ પાણી એને  સુખદાઈ કેમ લાગ્યું ? કારણ ,એ તડકામાંથી 
----આવી હતી ,તરસનું દુઃખ અનુભવતી હતી ,શ્રમ કરીને આવી હતી ,તેથી થાકનો અનુભવ કરતી હતી .સાદા  પાણીથી તરસ બુઝાઈ ,લીંબુના પાણીથી (સીકંજી)ઠંડક વર્તાઈ અને ગોળના પાણીથી થાક ઓછો થઇ સ્ફૂર્તિ વર્તાઈ અને સુખ અનુભવ્યું .!તો સુખ ક્યારે અનુભવ્યું? જ્યારે દુખની અનુભૂતિ હતી ત્યારે .
----------એ જ રીતે ઈચ્છાની પૂર્તિ ન થતી હોય તો દુઃખ થાય છે અને એ ઈચ્છા પરિપૂર્ણ કરવા મહેનત કરીને પૂરી કરીએ ત્યારે જે આનંદ થાય  તે સુખ છે .તો સુખની પરિભાષા શું ?
----વ્યાખ્યા શું ?તો કે ,આપણી ઈચ્છા ફળીભૂત થઇ તે નો આનંદ તે સુખ અને જ્યાં સુધી ઈચ્છા પૂરી ના થઇ ત્યાં સુધી દુઃખ ! તો કોણ મોટું ?કોણ કોની છાયામાં ?દુખની છાયામાં 
----સુખ વસે છે .અપેક્ષાઓ દુઃખનું મૂળ છે .સુખ દુઃખ જોડીયા ભાઈ જેવાં છે ;એકબીજા સાથે સંલગ્ન .દુખને પ્રેમથી  સ્વીકારી આદરભાવ આપશો તો એ ચાલ્યું જશે ;અને તરત જ સુખ તાળી આપવા કૂદી પડશે .એની તાળી લીધી ના લીધી ,અને આનંદનો ઓડકાર ખાધો ન ખાધો ત્યાં તો ફરી -એ સુખથી વધુ સુખ મેળવવાની અપેક્ષાઓ ઉમટી પડશે અને વળી દુઃખ હાજર 
----થઇ જશે .સુખની હાજરી ક્ષણિક અથવા થોડા સમય માટે જ હોય છે .જ્યારે દુઃખ હમેશા આસપાસ ફરતું જ રહે છે .
----------માટે જ્યાં સુધી મન સંતોષી નહી થાય અને અપેક્ષાઓની વણઝાર નહી અટકે ત્યાં સુધી સુખ દુખની  ખો ખોની  આ  રમત ચાલુ જ રહેશે .તેથી અપેક્ષા છોડો. જે મળ્યું છે તે સ્વીકારી 
----સંતોષી બનો તો હમેશા આનંદી-સુખી રહેશો.સુખને શોધવા નીકળશો તો દુઃખ જ ભટકાશે અને જો દુખને ભેટી પડશો તો,;પાછળ,પેલું સંતાઈને ઉભેલું સુખ મલકીને ખભે ચડી જશે 
----દુઃખ દરિયો છે અને સુખ એમાં રહેલી મોતી-સીપ છે.એ સુખનું મોતી તો દુખના દરિયામાં ડૂબકી મારો ત્યારે મળે અને એક મોતી મેળવી સંતોષ રાખો તો દુઃખ જખ મારશે.
----------દુઃખ સુખ તો છાયો-પડછાયો,
----------દુઃખ મોટું ,સુખ નાનું ;
----------દુઃખ તો દોડે હર એકને મળવા ,
----------સુખ બિચારું આંગળીએ ટીંગાય  ! 
----------ક્યાંક  કોકને ટપલી મારે ,ત્યાં તો 
----------દુઃખ પછવાડે ઘસડાય ! 
----------દુઃખ સુખના આ ચક્કરમાં ;
---------જો ને માનવ કેવાં ફસાય ! ! 
----જેમ ઈશ્વરને પામવા ભક્તિ અને અષ્ટાંગ યોગને વળગીએ છીએ ને ? એમ જ સુખ પામવા સંતોષને ગળે વળગાડવો પડે .સંતોષ અનંત સુખ આપે છે ;ત્યાં દુક્છ ફરકી પણ શકતું નથી .
                                                                                                                                                                           
 ૨ માર્ચ ૨૦૧૮ 
                                                                                                                                                                           ૧૦.૩૦.\૧૧.૦૦ એ.એમ. યું.એસ.એ .

વૈરાગ્ય


(મુંબઈ, યોગા ક્લાસમાં )

----------વૈરાગ્ય એટલે શું ?વૈરાગ્યનો અર્થ ,ભગવા કપડાં પહેરી, સંસાર છોડી જવો એ નથી થતો .વૈરાગ્ય તો મનથી હોવો જોઈએ .જેવો જનક વિદેહીએ લીધો હતો .
----જનક-સીતાજી ના  પિતા -દુનિયામાં ,સંસારમાં રહીને સંસારથી અલિપ્ત હતાં .દુનિયાદારીની બધી જ રસમ નિભાવતા .રાજકાર્ય પણ કુશળતાથી કરતાં ,છતાં ય 
----એમનાં આત્માને એ કોઈ જ ક્રિયાઓ નો સ્પર્શ થતો નહોતો .દૈહિક કાર્ય કરવા છતાં તેઓ વિદેહી હતાં .કારણ ? કારણ ફક્ત એટલું જ કે તેઓ સંપૂર્ણ પણે જાણતાં
----હતાં કે તેઓ જે કાંઈ કરે છે તે દેહધર્મ છે ;કર્મબંધન છે .આત્મા અને દેહ જુદાં છે .આત્માને કોઈ કર્મબંધન હોતાં નથી ,અને એ જ વૈરાગ્ય .મનને એ રીતે કેળવીને 
----વૈરાગ્ય પળાય .કર્મ કરો , પૂરી નિષ્ઠાથી કરો ; પરંતુ આસક્તિ ન રાખો .Do your duty with full devotion & dedication,but don't involve your self with 
----affection .માતા-પિતા , પતિ-પત્ની ,બાળકો, ગુરુ ,ભાઈ-બહેન વિગેરે પ્રત્યેની તમારી ફરજ પૂર્ણ ખંતથી નિભાવો ,પરંતુ ,આ સર્વ સગાં-સંબંધી સાથે લાગણીઓથી  ન બંધાવ 
----એમને  એની ભનક પણ ના આવે એ રીતે . જાણો ,કે આ સર્વ સાથેનો સંબંધ એ કર્મ-બંધનથી ઉત્પન્ન થયો છે ;દૈહિક છે .આત્માને આ સંબંધો સાથે કોઈ જ બંધન નથી. 
----------કિન્તુ આ માનસિક પરિસ્થતિ છે .ત્યાં ક્યારે પહોંચાય ? એને  માટે ઈશ્વરનું ધ્યાન ધરવું પડે .હવે, આ ધ્યાન એટલે શું ? ઈશ્વર શું છે ? તો , ઈશ્વર એક એવું
----પરમતત્વ છે જેને આપણે અનુભવીએ છીએ પરંતુ ,અધિકારી નથી ,તેથી પામી શકતા નથી. ઈશ્વર ,જેને અંગ્રેજીમાં ઓલમાઇટી કહે છે .આપણે એણે સર્જનહાર તરીકે 
----પણ ઓળખીયે છીએ . ઈશ્વર વિષે તો બહુ મોટું પ્રકરણ થાય .પરંતુ આપણે બધાં ઈશ્વરમાં માનીએ છીએ પછી તે કૃષ્ણ રૂપે હોય ,રામ રૂપે હોય ,મહેશ કે બજરંગબલી 
----મહાવીર,કે બુદ્ધ ,ઈસુ ખ્રિસ્ત કે ગુરુ ગ્રંથ સાહેબ કે પછી જરથોસ્ત .;પણ એ અલૌકિક તત્વને આપણે પૂજીએ છીએ ;તો ધ્યાન પણ ,જેમાં માનતા હોઈએ તેનું જ કરવાનું .
----------બે ભ્રમરની વચ્ચે ,નાકની ઉપર મધ્યમાં મનને કેન્દ્રિત કરીને "ઓમ"  અથવા ઇષ્ટ દેવનું નામનું  , સુખાસનમાં કે  પદ્માસનમાં બેસીને રટણ મનમાં કે મોટેથી કરવું .
----એને  ધ્યાન  ધર્યું કહેવાય . શરૂઆતમાં મન આમતેમ ભટકે નહી માટે મોટેથી સારું પછી થોડા અભ્યાસ પછી મનમાં આસાનીથી થાય છે . રોજ  ફક્ત બે મીનીટ મનને કેન્દ્રિત કરી ,
----સંસાર-જાળથી મુક્ત કરી વિચાર શૂન્ય થઇ ધ્યાન ધરી શકીએ તો મનને શાંતિ મળે છે ;આપણે સાચુ -ખોટું વિચારી શકીએ છીએ .અને  પછી સત્કર્મ ભણી વળીએ છીએ 
----જો વધુ સમય બીજાં કોઈ જ વિચારો સિવાય ધ્યાનમાં બેસી શકીએ તો ઈશ-કૃપા  જ સમજવી .
----------હવે , આ ,જે સત્કર્મની વાત કરી ,તો  એ વિષે પણ જાણીએ .સત્ એટલે સાચું-સારું .સાચાં અને સારાં કર્મ.આપણા કાર્યથી કોઈને લાભ થાય,આનંદ થાય,કોઈને ય મનદુઃખ 
----ના થાય.શારીરિક ઈજા ન પહોંચે ;પછી તે માનવ હોય કે પશુ-પંખી ;તો એ સત્કર્મ કહેવાય .એટલે એ કર્મ અહિંસાની જોડે જોડાય. અહિંસાનો અર્થ પ્રત્યક્ષ હિંસા ન કરવી 
----તે નથી .માનસિક ચોટ પહોચાડીયે તો એ પણ હિંસા છે .કોઈના કાર્યમાં રોડા -અવરોધ- નાખીએ કે એનું કાર્ય બગાડીએ કે કેરીયર બગાડીએ તો એ પણ હિંસા જ છે .જુઠું 
----બોલીને હાની પહોચાડી યે તો ય હિંસા ને ચોરી કરીને દુખ આપીએ એય હિંસા ! 
----------આમ સત્કર્મ સાથે હિંસા અને અસ્તેય(ચોરી ન કરવી, જુઠું ન બોલવું )એ પણ જોડાય .
----------તો આ રીતે આપણે સત્કર્મ,અહિંસા,અને અસ્તેયથી શરુ કરી ઈશ્વરનું ધ્યાન ધરી ,તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી વૈરાગ્ય સુધી પહોંચી શકીએ અને ત્યારે જનક વિદેહીની 
----જેમ દુનિયામાં રહીને દુનિયાથી પરનું જીવન વિતાવી શકીએ. ---ઈશ્વરને પામવાનાં આ પગથીયા છે .સત્કર્મ,અહિંસા,અસ્તેય,ધ્યાન,જ્ઞાન અને વૈરાગ્ય ત્યારે કર્મ બંધનથી 
----છૂટીએ અને પ્રભુ કૃપાએ પરમ તત્વને પામીએ .  અસ્તુ .



                                                                                                                                                                                       ૩૧ જુલાઈ ૨૦૦૦
                                                                                                                                                                             
 ૧૦.૦૦ થ ૧૦.૩૦ એ.એમ. 

ફાગ



----કળીએ મુસ્કાન વેરી,ને સુંદર ફૂલ ઉઘડ્યાં,
----તિતલી નાચી રંગ બિરંગી,ને અલીગણ ફૂલ પર ગુંજ્યા .

----વસંત આવી, સંગ  ફાગ લાવી ,કેસુડાં જુઓ આ હસ્યાં!
----રવિ કિરણો લાગે, જાણે વૃક્ષો પરે  મઢ્યા ! 

----ફૂલ-ફોરમે ને કેસરી ફાગે ,વન-પ્રાણી હરખાયાં ,
----કેસૂડાનાં રંગે જુઓ ,માનવ-હૈયાં રંગાયા !

----કેસુડો ઘૂંટી ને ભરી પિચકારી ,ફાગ મધુર ખેલ્યાં,
----"બેલા" રાચે ,પેખી ,રાધે-શ્યામને  ,હોળીનાં ખેલૈયા ! 
--------------------------------------------૨૮ ફેબ ૨૦૧૮ 
                                                        ૧૧.૦૦ એ.એમ. યું.એસ.એ.

પ્રેમ વિષે



----------"પ્રેમ એટલે એક જીવે બીજામાં લુપ્ત થવું તે ".આ વાક્ય સ્વ. શ્રી સુરેશ દલાલનું છે .પ્રેમના  ઘણાં પ્રકાર છે .એક તો આગળ વિ. લખ્યું તે અને બીજાં પ્રકાર એટલે ,:-
----સ્નેહ,વ્હાલ ,વાત્સલ્ય ,મમતા,વિ.     એકબીજામાં લુપ્ત થવાનો પ્રેમ પતિ-પત્ની વચ્ચે હોઈ શકે . . શારીરિક અને માનસિક (પ્લેટોનિક  લવ ),સાયુજ્ય કહી શકાય .
----સ્નેહ ,મિત્રો વચ્ચે હોઈ શકે . વ્હાલ બાળકો પ્રત્યે હોય,. વાત્સલ્ય પોતાના સંતાનો પ્રત્યે હોય   અને મમતા- ;જેમાં ક્યારેક કદાચ દયાભાવ અને અંગ્રેજીમાં સિમ્પથી કહિયે છીએ -
----એ ભાવ ;કોઈક વ્યક્તિ માટે કે બાળક માટે ઉભરે .એ મમતા. કેટલીક વખત કારુણ્ય ભાવ  સાથે પણ મમતા ભળી જાય છે .
----------કેટલીક વાર આપણે" ચાહ ;ચાહવું" શબ્દનો ઉપયોગ પ્રેમના પર્ય્યાય તરીકે વાપરીએ છીએ ચાહ એ ગુજરાતી શબ્દ નથી ,પરંત ગુજરાતીમાં વણાઈ ગયો છે 
----"ચાહ" નો અર્થ થાય છે ઈચ્છા "હું તને ચાહું છું "નો અર્થ આમ થઇ શકે ; " હું તારી સંગતીની ,સાથની  ઈચ્છા રાખું છું "ક્યારેક કહિયે છીએ ને  કે "હું ચાહું છું કે મને બઢતી મળે, 
----પહેલું ઇનામ મળે ,મારી પણ ગણના થાય .વિગેરે વિગેરે "આ  ઈચ્છા છે પ્રેમ નહી .ચાહું અને પ્રેમ  ભિન્ન અર્થ ધરાવે છે .
----------કેટલીક વખત ,ખાસ કરીને કિશોર  અવસ્થામાં ,કુદરતી,શારીરિક ફેરફારોને લીધે વિજાતીય આકર્ષણ થાય છે ત્યારે એ અબૂઝ બાળકો એણે પ્રેમ  સમજી  બેસે છે અને 
----એ આકર્ષણમાંથી ક્યારેક  ભૂલ કરી બેસે છે .એવે સમય વડીલોની ડ્યુટી બને છે કે એમની માનસિક પરિસ્થતિ સાંભળી લે. વઢવાને બદલે કે શિખામણો આપવાને બદલે .અહીં મમતાની .અને વાત્સલ્યની જરૂર પડે છે .  
                  અહીં મને પ્રેમ વિષે લખેલ એક રચના યાદ આવે છે 
---------------------પ્રેમ-------------------
----પ્રેમતો શાશ્વત છે ,
----પ્રેમ હ્રદયમાં સમાયેલો છે ,
----પ્રેમ અંતરથી થાય છે ,
----પ્રેમ શરીરિક  સ્તરથી પર છે 
----પ્રેમ દેહનાં દેખાવથી પર છે 
----પ્રેમ માનસિક અને ચૈતસિક છે .
----પ્રેમ એટલે હૃદયનું આંદોલન ! 
----પ્રેમ એટલે મનનું મોહન ! 
----પ્રેમ એટલે વ્હાલનો અફાટ દરિયો  ! 
----પ્રેમ  એટલે અનંત વહેતાં તરંગો! 
----પ્રેમ કદી ખૂટતો નથી 
----પ્રેમ કદી તૂટતો નથી .
----હું તમને પ્રેમ  કરું છું  શ્યામ! 
----દેહ અને તન લથડી ગયાં ,તેથી ,
----પ્રેમ સુકાયો નથી શ્યામ 
----ઝુકેલી,તૂટેલી "બેલા" હજીયે પ્રેમથી ડોલે છે ,
----ડાળ-પાંદડાથી વછુટેલી બેલા 
,----હજી યે ફૂલની સુગંધ વેરે છે !
----પ્રેમ બેલા ને ડોસી બનાવી શક્યો નથી ! 
----શ્યામ ! હજી ય બેલા તને પ્રેમથી પોકારે છે ,
----હજી યે પ્રેમભરી બેલા તારા ઉપર ન્યોછાવર છે .
                                       ૨૩ ફેબ.૨૦૧૮\૫.૩૦.એ.એમ. યું.એસ.એ. 



ગઈ કાલે એટલે કે ૮ માર્ચ ૨૦૧૮ વ્હોટ્સ એપમાં  પ્રેમ વિષે આ મળ્યું ,જે અહીં ઉતારવાની ઈચ્છા થઇ છે .
----આનંદની તૃપ્તિ એટલે -------------------------------પ્રેમ 
----ઝરમર ઝરમર વરસતો વરસાદ એટલે ------------પ્રેમ 
----વસંત સાથે નવી કુંપળો ડોકિયા કરે એ -------------પ્રેમ 
----ગોધૂલી ઉડે ને બને  પાંડુરંગ ,એ --------------------પ્રેમ 
----મીરાની ભક્તિ ને રાધાની પ્રીતિ એ ------------------પ્રેમ 
----વિંધાયેલી વાંસ, તોય અંતરમાં મીઠાસ એ -----------પ્રેમ 
----કિનારા છોલોછ્લ ને અંતરમાં પ્યાસ એ --------------પ્રેમ 
----બંધ આંખે કાનમાં થતું મીઠું ગુંજન એ -----------------પ્રેમ 
----ભરી મેદનીએ તાલબદ્ધ પડતો સૂર એ પ્રેમ ------------પ્રેમ 
----પરમાનંદ નિજાનંદ ,આનંદની તૃપ્તિ  એ ----------------પ્રેમ 
----જગત આખું પ્રેમ કરવા જેવું લાગે તે --------------------પ્રેમ .

आनन्द कैसे ?



---------------तुम जानते हों ?
----ये फूल क्यों और कैसे खिले ?
----ये चंद-तारे क्यों और कैसे घूम रहे है ?
----इन्हें देख हमे आनंद क्यों मिलता है ?
------------------क्यों कि---------------
----फूल खिलते है अपने ही आनंद से ,
----और फूल महकते है अपने ही आनंद से |
----ये चंद-तारे गगन में घूम रहे है ;
----अपने ही आनंद में मस्त ! 
----हवा चलती है अपने ही आनंद से |
-----------------और ----------------
----यही तो है ,हमारे  जीवन का आनंद ! 
----ये ही फूल , चंद-तारे ,हवा,
----अपना आनंद हम में भर देते है ,
----तभी तो हम ये सब देख के 
----आनंदित होते है .|


----खुद आनंद बनो ,तो दुनिया भी ;
----आनंदमय हों जायेगी |
----तुम्हारे मुस्कु राने से दुनिया मुस्कुरायेगी |
----शीत मानस कि शीतलता कि लहरी ;
----दुनिया को भी शीतल और सुंदर बनाएगी |
----आनंद ही आनंद को खिचेगा |
                                         १७ फेब. २०१८ \८.१५.पी.एम्. यु.एस.ए .

ચિન્મયા વિઝન સેન્ટર માટે


----One fine morning at 4 o,clock a thought came in my mind .i should say question . Why Krishna tells about these Gunas on battle field ? ! He was 
----trying to make Arjuna to be ready to fight ! after a while another thought came that ,वे समझाना चाहते थे की ये युद्ध अधर्म के विरुद्ध धर्म का है |और अगर अर्जुन 
----अपनी ना समझी में ऐसा सोचता है , की , अपनों को नहीं मारना है ; वो अज्ञान का गुण -अज्ञान के अँधेरे -तमस गुण उस पर हावी हों गया है .उसे इस तमस गुण से दूर रहेना चाइये. पर अर्जुन नहीं जानता ये भाव वो तामस गुण कहलाता है .
----दूसरी बात  , वो सोचता है की , अपने वडील , संबंधियो और गुरु को कैसे मारू ? तो, ये माया ,या, राजस् गुण है जो अर्जुन अनजाने में पाल रहा है .इसीलिए शायद कृष्ण पहेले 
----गुण क्या होता है ;और वे किस तरह हावी होते है ,समझा रहे है .और बादमे समझाना चाह्ते 
 है की ,"जो तुम लड़ोगे -धर्म के लिये -और जीतोगे तो सत्व गुण जीतेगा .
---------मुझे लगता है शायद गुणों का ये पिष्ट-पेशण इसी लिये किया गया है ,वरना लड़ाई के मेदान में ये गुणों का समझाने का क्या 
अर्थ है ?
                                                                                                                                                 
१० फेब्रुवरी२०१८ \४.४५ ए.एम्. यु एस. ए .

આધ્યાત્મિક જીવન



----આધ્યાત્મિક , વિરક્ત જીવન જીવવાનો અર્થ સોગીયું જીવન જીવવું એવો નથી થતો .ઈશ્વરે આ સુંદર સૃષ્ટિનું સર્જન કર્યું છે, 
એમાં આનંદ ભર્યો છે ;એ માણવા , આ જીવન પણ 
----દીધું છે . હા , એ સૌદર્ય અને આનંદ-ઊર્મિ ,એણે સર્જેલું સંગીત , માણતાં માણતાં "એ"ને ભૂલી ન  જવાય એ ખ્યાલ રાખવો એ આધ્યાત્મ. 
          આધ્યાત્મિક જીવન એટલે જિંદગીનાં રસ સુકવી નાખવા એમ નથી , આ જીવન, ઈશ્વરે રચેલી સૃષ્ટિમાં ,ઈશ્વરને યાદ રાખી , આનંદથી વિતાવવા માટે છે . વિરક્ત થવું 
----અને નીરસ થવું બે અલગ વસ્તુ છે .વિરક્તિ આસક્તિથી દૂર થવાનું કહે છે ,રસિકતા કે આનંદથી નહી .રસિકતા અને આનંદનો બહોળો અર્થ છે .શબ્દાર્થ ન પકડો ,ગુઢ  અર્થ 
----સમજો .નરસિંહ મહેતા વિરક્ત હતાં છતાં ય સંગીતથી, રસિકતાથી દૂર નહોતાં .મીરાં તો પદમાં શ્રુંગાર રસ પણ લાવતા .
સુરદાસજી રાધા-કૃષ્ણના સૌદર્યનું વર્ણન પદોમાં 
----કરતાં .બધાં જ વિરક્ત હતાં છતાં ય મનમાં આનંદ અને રસિકતા ધરાવતા ત્યારે જ આ પદો લખીને ગાતા પણ .
----------તેથી વિરક્તિ નીરસતા તથા સોગીયાપણું નથી લાવતી .
------અસ્તુ .
                                                                                                                                                                    

૬ ફેબ્રુઆરી૨૦૧૮ \૧૧,૧૫ એ.એમ.\યું.એસ.એ.

શું રે કરું ?



-----(મેરી આખોમે બસ ગયાં કોઈ રે )

----મારી આંખ્યુમાં વસી ગયો શ્યામ રે ! પલકારે નીંદ સરી જાય છે 
----હું શું રે કરું ? શ્યામ શું રે કરું ?

----નભે તારકના હર ઝબકારે ,આંખ મિચોલી ખે શ્યામ રે  (૨)
----ખોળી ખોળી હું થાકે મરું...(૨) 
-----શ્યામ શું રે કરું ?

----ચાંદની રાતે દુરથી બોલાવે ,બંસીના નાદે નાચ નચાવે (૨)
----આ નર્તન છે અતિ ન્યારું રે (૨)
-----હું શું રે કરું ?શ્યામ શું રે કરું ?

----શ્રદ્ધાના દીપ ને ધીરજને કોડીયે ,"બેલા"ની માળ, ને આશની વાટડી એ (૨)
----કીર્તન કરું હર પલ રે (૨)
-----હું શું રે કરું ? શ્યામ શું રે કરું ?
                                   ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ 
                                        ૧૧.૩૦.એ.એમ. યુ.એસ.એ .

ચલ મન



----ચલ મન , ભવ સાગર તરી જઈએ .
----ભજી કિરતાર ,પેલેપાર વહીને જઈએ .
----દેહ તુંબડી, કંકર ઝાઝાં,
----ચાલ ફગાવી દઈએ ,--ચલ મન ----

----છો રહે, સાગર તટ ઉપરે,
----ધન ,વૈભવ, ખ્યાતી, બદનામી ;
----લાલચ મોહના મત્સ્ય ત્યજીને 
----ચાલ નાવ ખેવી લઈએ --ચલ મન ----

----છોડો રજસ તમસના છીપલાં ,
----સત્યના મોતી વીણી લઈએ ;
----ત્રિગુણાતીતને દોરે એને -
----પરોવી માળ બનાવી લઈએ .-ચલ મન ----

----શુદ્ધાત્મ થઇ પરમાત્માને ,મળવા ,
----ચાલ સામે તીર જઈએ ;
----કૃષ્ણ નામ-જાપના હલેસે ,-
----ભવ પાર ઊતરી જઈએ .ચલ મન ---

----અહર્નિશ ગોકુલ,ને રાધાના,
----ચાલ, દર્શન કરી લઈએ ;
----કન્હૈંયાની બંસીના સુરે ,
----ચાલ, રમણ કરી લઈએ ,ચલ મન ----

----કુન્જવન  ,મધુવનમાં ,ચાલને ,
----આનંદે ભ્રમણ કરી લઈએ ,
----"બેલા"ના ફૂલ ચરણે ધરીને ,
----ચાલને, "એ ":નામાં ઓગળીએ .!

ચલ મન ભવ સાગર તરી જઈએ ! 
                                ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ 
                                            ૧.૫૦. પી.એમ. યુ.એસ.એ .

વસંત વ્હાલી




----આ આવી , વસંત વ્હાલી ,ને 
----કોકિલના કંઠ જુઓ કોળ્યાં ! 

----મત્ત  મત્ત વાયુ ઝોલે ,વલ્લરી ઝૂલે ,
----લઇ જોબનીયાના લહેરાતાં ફૂમતાં;
----આંબે આંબે મ્હેકી ઊઠી, મંજરીઓ ,
----તીતલીના  તાલે ભ્રમર કરતાં રે કેલીઓ ! ----કોકિલના--

----સિતાર છેડે છે વાસંતી વાયરા ,
----મોગરાની કળીઓ તલસી ઉઘડવા;
----રાચે, ચંપા ને જૂઈ સંગે ફોરવા ;
----"બેલા" ઉન્મત્ત બની લાગી છે હીંચવા ! 
----કે કોકિલના કંઠ જુઓ કોળ્યાં ! 
                                   ૨૨ જાન્યુઆરી૨૦૧૮ 
                                             ૧૦.૩૦.એ. એમ. યુ.એસ.એ. 

વાહ રે પુરુષ--વાહ નારી--સાતત્ય


A--વાહ રે પુરુષ

----પ્રેમે પહેરાવી પાયલ ! 
----ઝણકારે તેના, તું પકડી શકે વાટ ,
----કાચની બંગડીઓના રણકારે ,
----જાણે તું ,છે કાર્યાન્વિત હાથ ! 
----લાંબા કેશ,તુજ છાતી પર પ્રસરાવી 
----મસ્તક ચાંપી,વીટાળી રાખે છે હાથ !
----ના જાણી ,સ્ત્રીની અભિપ્સા,-
----બસ, "પ્રેમમાં આત્મસાત છું "કરી 
-----વધાર્યો ,વસ્તાર! બાંધી ઘરને દ્વાર ! 
----પાયલનો ઝંકાર ચાડી ખાય ,
----બંગડીનો રણકાર ચાડી ખાય 
----બાળકોનો શોર ચાડી ખાય .
----વાહ રે પુરુષ! વાહ રે તારો પ્યાર ! 

B
વાહ નારી ! --------

---- વાહ નારી !   શો તારો  બદલાવ !
----બહુ નિભાવ્યો, પતિ-પરમેશ્વરનો સાથ !
----આજે વાગે છે તારી હાક !
----પાયલ ગુમ, હાથ છે અડવા ,
----કેશ થયાં વ્હેંત હાથ ! 
----ઘોડીયા ગયાં ,ને ડે કેર આવ્યાં 
----જ્યાં છે ફક્ત એક બાળકનો વ્યાપ ! 
----પતિ પત્ની કમાય સંગાથ .
---- ચુલા ચોકા બંધ થયાં ,ને ક્લબ કલ્ચરના થાટ !
----પી ઝા, બર્ગર શરાબની સૌએ પકડી વાટ ! 
----પતિ કોણ ? પત્ની કોણ? સૌ નાચે ,-
----લઇ મનગમતો સાથ ! 
----વાહ! એક ધ્રુવ છોડી બીજે ધ્રુવ દોડી ! 
----ગુલામી ને સ્વ્યાયત્તતાના છેડા--
----છોડાવે છેં  છેડા -છેડીની ગાંઠ.! 
----વાહ રે નારી ! વાહ તારી મુક્તિ ! 
----વાહ રે પુરુષ ! વાહ તારો પ્યાર ! 

C
-------સાતત્ય ------
----હે નર નારી !, કિન્તુ ,-
----ના ભૂલો , કે ,"હું" નથી,કે "તું" નથી ,
----"આપને" છીએ , પરસ્પર નિર્ભર .
----જીવનને ઉજાળો ,જાળવી ,સાતત્ય .

                                    ૨૧ જાન્યુઆરી૨૦૧૮ 
                                             ૮.૩૦.એ.એમ. યુ.એસ.એ.

સપનું









----એક સપનું જોયું છે ,મે , શ્યામ !
----જ્યારેતું મને તેડીશ તારે ધામ !


----મારી ડોલી ફાટકથી અંદર આવશે 
----ગુલાબ, લાલ સફેદ પીળાં ,લહેરાશે ,
----મોગરો, ચંપો ને રાતરાણી મહેકશે ,
----વૃંદાના છોડ મલકશે ,હે શ્યામ !


---સોને મઢેલો ચંદનનો ઝૂલો ,
----મખમલી મુલાયમ રવેશીયા '
----ગાશે ,કચુડાટે ,વધાઈના ગીતડાં
----તારાં ને મારાં પ્રેમ તણા વ્હાલા !


----હું તો હરખાતી ઘેલી બની જઈશ ,
----વીસરીશ સૌ આયામ !
----"બેલા"ના ફૂલની પાથરી પછેડી ,
----વ્હાલા !આનંદે રાચીશ ક્હાન !
----જ્યારે તું મને તેડીશ તારે ધામ !
----એક સપનું જોયું છે , મે શ્યામ ! 
                              ૨૦ જાન્યુઆરી૨૦૧૮ 
                                   ૨.૩૦.પી.એમ. યુએસ એ 

तुम ही तुम








----मेरी आँखों में तुम , मेरी नींदों में तुम 
----मेरे सपनो में तुम ,मेरी साँसों में तुम |
----हर जगह में हों तुम, हर हवा में हों तुम 
----फूल की खुशबू में तुम हर लहर में हों तुम |
----तुम ही हों तुम ही तुम ,तुम ही हों तुम ही तुम |

----विश्व चालाक हों तुम ,संहारक भी तुम ,
----मेंरे जीवन का एक ही सहारा हों तुम ,
----चरणों में तेरे क्याँ मै आरत करू ?
----स्वीकारना ,"बेला"की भक्ति को तुम |

----हरे कृष्ण हरे कृष्ण ,कृष्ण कृष्ण हरे हरे '
----हरे राम हरे રામ  राम राम हरे हरे |
                              १९ \११\२०१७ 
                                 ८.१० ए.एम्. इंडिया