Pages

તું ક્યાં છે ?



મારી આંખ્યુમાં વસનારા ,મારાં હૈયાને હરનારા ;
મારાં શામળા ! તું ક્યાં છે ?

તારી વાંસળીના સૂરમાં ડુબાવનારા ,
પનઘટ પર મટકી ફોડનારા ,માખણ ચોર ;
મારાં શામળા ! તું ક્યાં છે ?

ગ્વાલો સંગે ખેલનારા ,અસુરોને મારનારા ,
બ્રહ્માને ભરમાવનારા ! 
મારાં શામળા તું ક્યાં છે ?

કુંજ વનમાં રાધાજીને રીઝાવનારા ,
માં યશોદાજીના દુલારા ;
બલરામજીના ભૈયા ,
મારાં શામળા ! તું ક્યાં છે ?

"બેલા"ની ડાળે ઝુલનારા , 
બંસીવટ પર રાસ રમનારા; 
નંદજીના પ્યારા ,
મારાં શામળા ! તું ક્યાં છે ?
                   બેલા \૩\૪\૧૪ 
                       ૯.૨૦.પી.એમ.

કોઈ કહી દો













કાનુડાને કહી દો કોઈ જઈને રે ,
કે ,તારી બાવરી ઘૂમે છે ,તટ કાલિન્દીને રે .

કદંબને જોતાં જું એ છે ,કાલીયનાથ રે ,
ચીર ઘાટે તડપાવે છે એને ,લહેરાતાં ચીર રે .

બંસીવટ ને શરદની ચાંદની ,
તરસાવે રમઝટ રાસની રે .
"આવીશ પાછો "ગયો કાનુડો ,કહીને રે,
"બેલા" સુકાઈ રહી ,ઝૂરતી રે .
                            બેલા ૩૧ \૩\૧૪ 
                                  ૯.૪૫.પી.એમ.

વહી ગયાં



જમનાનાં જળ કેટલાં વહી ગયાં ?!
તારાં વાયદાનાં વાયરા ય વહી ગયાં !
ગણી ના શકાય તરંગ ને લહેરો ,
કિન્તુ , મેં તો પળ, દિવસ ને ગણ્યાં વરસો !

હજી ય ના આવ્યાં ,વાવડ કાનુડાના ,
હજી ય ના આવ્યો મારો કાનુડો !
       હે મારાં શામળા !
જમનાની ધારા ને આંસુની ધારા ,
સરતી જ રહેશે ; અવિરત .!
ક્યારેક તો જમના જળ ભળશે સાગરમાં ;
અને "બેલા" ની આંસુ-ધારા ઝીલાશે ;
વન માળીનીક્યારીમાં !
                                બેલા ૧\૪\૧૪ 
                                 ૮.૫૫. પી.એમ.

પવન











મસ્તીમાં મસ્ત બની ,અવધૂત પવન એક ચાલ્યો,
સુગંધ હવામાં ભરી ,સૌને મલકાવતો ચાલ્યો.
ક્ષણે ક્ષણે,અંતરમાં આનંદ એ ભરી ચાલ્યો,
નિજાનંદમાં મસ્ત ,બસ એ ઊડી  ચાલ્યો.

ના રોકશો કોઈ એને, ના ટોકશો કોઈ એને ,
એ તો બસ, એની ઘુમરીમાં વહી ચાલ્યો !
એનાં આનંદે, મન "બેલા'નું હરખ્યું ,
ઓ ! જુઓ ! પવન આ કેવો ખુશનુમા ચાલ્યો !!
                                    બેલા ૬-૫-૨૦૧૪ 
                                        ૮.૨૦.એ.એમ.