Pages

જિંદગીની સિલાઈ

 


પ્રભુ  સાથે  સીવી  લેવી  છે,આ જિન્દગાની,

ભલેને  લાગે,ભવોભવની આવાગમની !
સોયમા દોર પરોવવી છે, છુછા વિનાની;
અને,પૂરવી  છે  ,ખાલી  જગ્યા  બોબિનની !
વિતૃષ્ણ બની, છોડી, લાહ્ય,મૃગતૃષ્ણાની;
કરુ  સેવા,મનમા બેસાડી  છબી  શ્યામની,
તવ,ક્વચિત સીવી  શકુ ચાદર,હરિ-મિલનની ?!

"બેલા " પીશે ,રસધાર ,અમી-માધુર્યની;
કરશે બેડો  પાર, સૂણી ધૂન  બ્રહ્મનાદની ! ! !
          18 માર્ચ 2021
                11.25.એ.એમ.


ફાગણની ફોરમ


વાસંતી વાયરાની વેણુ વાગી ,ને કેસૂડા ઊઠ્યા ડોલી;

ફાગણની ફોરમ ફોરી ઊઠી,ને ભમરાની ગુન્જી આ બોલી !
રસભ્યા યૌવનના પાયલના ઠમકારે, 
રૂપમતિ રસિલાના રુપ  ઝબકારે, રસિયાએ દોટ જોને મેલી !
રંગી નાવલિયે રેલી  પિચકારી, સંગ અબીલ ગુલાલની  ઝોળી,
  મધુ-મિલનની આ ઋતુ  અલબેલી, ફાગણિયે જુઓ કેવી ફોરી!  !
  વાસંતી  વાયરે "બેલા "ઊઠી  મહેંકી, ને,નાચંતી ઝૂલી ઝૂલી!
              16 માર્ચ 2021
                      11.30.