Pages

દર્શન



જીવડો હાલ્યો રે , દર્શન લેવા રે .

હાડ-ચામની પૂતળી રે લીધી ,
સંસારની સૌ વ્યાધી ય લીધી ;
જપ માળા ,ધૂપ-બત્તી ય લીધી ,
હાલ્યો ફૂલથી વધાવા રે .

મંદિર દ્વારે ઘંટ વગાડ્યો ,
ગર્ભ -ઘરમાં દીપ સજાવ્યો ;
સાથે મંત્ર શબ્દ ઉચ્ચાર્યો ,
પ્રભુનાં ગુણ-ગાન ગાવા રે .

સમરથ જીવડા ,! સમજછ  કે તું ?
ઘંટનાદ શું કહે છે તુજને ?
છોડ સંસારની વ્યાધી ,ને 
ઘંટ ટકોરે ખોલ અંતરની બારી .
અંધારા ગર્ભ ગૃહમાં આવી,
પ્રગટાવ શગ ,જ્ઞાન-દીપની માંહ્યલી !
સહારો લઇ મંત્ર-ધ્વનીનો ;
દીપ-શિખા જ્યમ ઊંચે જા તું .
ફૂલની ફોરમ હૈયું હુલાવે ,
ધૂમ્રસેર મનને લલચાવે ,
ઉજાળ  જીવન ઉર્ધ્વ-ગતિથી ,
મંદિર-દર્શન ક્રિયા, એ શીખવાડે.!

જીવડા ! દર્શન લીધાં કેવાં રે ?!
પ્યાસ બુઝાવી ,હૈયાં ઠાર્યા રે .!
                      બેલા -૨૫\૧\૨૦૧૪ 
                         ૨.૪૫.પી.એમ.

લાગી રટણ



મને લાગી રે રટણ ,હરિ ! તારાં નામની ,!
સંસાર છોડ્યો ,સમધી છોડ્યાં ;
હવે જપતી, માળા , તારાં નામની !------

તારાં મિલનનાં સપનામાં રાચું ,
વાટ નિહાળું તારાં આગમનની ! 
પૂજા થાળ ને આરતી લઈને ,
હું તો ઊભી દ્વારે ,ખડકીની ! ---------

ઢોલિયો સજાવ્યો ,હરિ !મશરૂ તળાઈએ ,
જમના જળની ઝારી રે ભરી !
"બેલા"ઉન્મત્ત થઇને ઝૂલે ,
પાથરે ફૂલ ,બિછાતે તારી !--------
                     બેલા -૪\૪\૨૦૧૪ 
                        ૮.૪૫.એ.એમ.

હોરી ખેલત નંદલાલા



બીરજમેં હોરી ખેલત નંદલાલા .

ભરી પિચકારી મારી ,કુંવર કન્હૈયાને ,
ભીગી ,ભાગી ,બ્રીજબાલા ----બીરજ મેં .....

કેસરી પાઘ ,પીતામ્બર સોહે ,
ગલે બેજન્તીમાલા --બીરજ મેં ......

મોર મુકુટ ,કટી, ધરી બાંસુરિયા ,
પગ બાજે પેજનીયા ---બીરજ મેં ....

રાધા સંગ ,લાલીતાદિક સખિયા ,
ડારે રંગ ગુલાલા -------બીરજ મેં ....

"બેલા" દેખી ઉર હરષાયે ,
ડોલે લેત હિલોરા ---બીરજ મેં ...
                   બેલા -૨૧\૩\૨૦૧૪ 
                      ૭.૧૫.પી.એમ .