Pages

ધન્ય થઇ હું -2



કાળાં સ્કંધ સુધી લહેરાતાં વાંકડિયા વાળ !
ઉપર નાનો શો નમણો શો સુવર્ણ મુકુટ !
કાને લંબગોળ લટકતાં મોતી સાથેના કર્ણફૂલ !
કમાન જેવી અણિયાળી ભ્રમરની નીચે 
કમળની પાંદડી જેવાં ચક્ષુ ! અસીધાર જેવી નાસિકા !
ગુલાબની ઉઘડતી કળી જેવાં ગુલાબી ઓષ્ટ !
સ્મિતમાંથી દેખાતી સુંદર ધવલ દંત પંક્તિ !
હંસલા જેવી ગૌર મરોડદાર ડોક !
એ ગ્રીવામાં શોભતા મોતીના હાર !
કદલી સ્તંભ જેવાં બાહુ ઉપર શોભતાં બાજુબંધ !
કમળની દાંડી જેવી આંગળીઓમાં ઝૂલતી વાંસળી ,!
શિર મુકુટ સાથે બાંધેલ ધવલ પાઘ !
પાઘ ઉપર સફેદ જરિયન નીલી પટ્ટી !
ધવલ શુભ્ર ખેસ ,ભૂરી સફેદ જરિયન પટ્ટી સાથે,
અનુપમ ખેસ અને પાઘની લહેરાતી જોડ !

તારાં આ સસ્મિત મુખારવિંદ ઉપર 
ઓષ્ટ ઉપર શોભતી વાંસળી ઉપર 
રમતી તારી અંગુલીઓથી નીકળતો 
નિનાદ ! ,સૂર !,બ્રહ્મ નાદ !
આહા  ! આ  દર્શન ! આ નાદ !
ઓ ! મનમોહન ! ઓ સખા !
તું નથી કાળો કાનુડો ,
તું નથી લાડલો કનૈયો ,
બસ ,તનને મનને શાંતિ અર્પતો 
આનંદ અતિ આનંદિત કરતો હૃદયાધીશ છે .
મનમાં અંકિત થયો ,તનનાં રોમ રોમમાં સમાઈ ગયો !
 ધન્ય ધન્ય કરી દીધી,સખા ,મનમોહન !
 અને છેલ્લે કહું ;-મારાં શામળા ! 

બેલા \૩૧\૭\૨૦૧૫ 
૫.૧૫\પી.એમ.

આજે મને જે દર્શન મળ્યાં ,ઘરમાં જ એનું વર્ણન હું કરી શકતી નથી .
ફક્ત મારી લાગણી અને આનંદ શબ્દોમાં મુકવાનો પ્રયત્ન કર્યો છે .છતાં યે મન તૃપ્ત થયું નથી . 

ધન્ય થઇ હું -1




છોને લોક કહે તને ઘનશ્યામ ,
છોને લોક કહે તને કાળો કહાન .
મેં તો દીઠો અવકાશમાં 
સંગેમરમર જેવો ધવલ કમલાક્ષ .
સુંદર શીતલ સ્મિત રેલવતો કાં'ન 
સફેદ પાઘ ,ધવલ જરિયન ,ભૂરી પટ્ટી સાથે .
મોરપિચ્છ સોહામણું શોભે માથે 
ખેસ ઉડતો અનિલ સહારે;
લહેરાવી અવકાશી ભૂરી છાંટ !

આહા ! સૂર મધુરાં ,તારી બંસીનો નાદ ,
અર્પે છે તુજ દર્શન અને તુજ વાદ્ય 
અલૌકિક અનહદ આનંદની થાપ ! 
શબ્દો માં ન ઊતરે ,તારાં આ દર્શનની ઝાંય ! 

મન હી મન રાચું સ્મરી એ રૂપ વારંવાર ,
ના તને કાનુડો કહેવાય ,ન શ્યામ , ન કાન્હા .
આ તો દીસે છે ,મનહારી શાંત ,સ્મિત ભર્યો 
                      સખા .
બસ છાયો આનંદ આનંદ,ચિત્તડું શાંત શાંત .
આહલાદક રૂપ તારું મોહિની મુરત 
અંકાયું મુજ જીગરમાં .

બેલા \૩૧\૭\૨૦૧૫ 
૪.૫૦.પી. એમ 
આજે મને જે દર્શન મળ્યાં ,ઘરમાં જ એનું વર્ણન હું કરી શકતી નથી .
ફક્ત મારી લાગણી અને આનંદ શબ્દોમાં મુકવાનો પ્રયત્ન કર્યો છે છતાં યે મન તૃપ્ત થયું નથી . 

ગુંજારવ


અનિલ તો લઈને વહ્યો કહેવાયેલી વાતોની ફોરમ '
સુગંધી એની લાવી, આજ આ ભ્રમરનો ગુંજારવ .
ગુન ગુન કરતાં કરતાં ઉડે ,ચમન ની ચોગમ , 
 વાયુ હરખે દેખી રજનો આનંદનો લહેરાવ . 
07-31-2015

અધુરપ


માનવી ,જગત , સંસાર ,સર્વ કાંઈ અધૂરાં છે ;
પૂર્ણ તો ફક્ત પૂર્ણ પુરુષોત્તમ જગદાધાર છે .
                      પરંતુ 
અધુરપને આવકારવી ,એનો સ્વીકાર કરવો ,
એ જ મહાનતા છે .:-આમ જોઈએ તો ,----
ભક્ત વગર ભગવાન પણ અધૂરાં છે ,
પંખી વગર વૃક્ષો ,અને ટહુકા વિનાના પંખી અધુરા છે .
પનઘટ ઉપર પનીહારીના ખીલખીલાટ હાસ્ય ,
અને ચૂડીઓના ખનકાર વગર પનઘટ અધૂરાં છે .
મંદિરે નિયમિત જવાય ,પણ આસ્થા વગરના 
દર્શન અધુરા છે .
મસમોટાં સજાવેલાં ઘર ,મહેલો ,સ્નેહ વગર અધૂરાં છે .
વાદળ પાણી વગર, બાગ ફૂલ વગર ,ફૂલ સુવાસ વગર 
અધૂરાં છે .
નારી નર વગર અને નર નારી વગર અધૂરાં છે .

આ અધુરપ સ્વીકારી,એક બીજાને અવલંબન આપી ,
ખપ માં આવી ,જીવન સજાવવા એ જ સૃષ્ટી છે .

અધુરપને મધુરપ બનાવી "બેલા"ની જેમ મહેકવું ,
આપણા જ હાથમાં છે .

બેલા \૩૦ \૬ \૨૦૧૫ 
૮. એ.એમ. 

श्याम रटन



मेरी आँखे भई यमुना ,मेरे मन में एक ही नाम ;
मेरे अंग अंग में व्रज बसा है ,मेरे रोम रोम में श्याम !

घूमती रही गोकुल में ,घन बदला दिल छाया ;
साँस साँस बनी है मुरली ,सुनो हे मनमोहन श्याम !

श्याम श्याम रटना हों रही ,मोरपिच्छ सपनों में आया ;
कुंजवन के  झूले पे देखा ,राधे संग झूल  रहें हैं श्याम !

मैं तितली बन ,बैठी ,"बेला"की डाली पे झूली  ;
मेरे पंख की हर ताली ,बजावे नाम ,श्याम श्याम ! ! 

बेला \२६ \६ \ २०१५ 
८.३०.ए.एम्.