Pages

અલિ ,જીસસ.હરિ



  અલિ ,જીસસ,હરિ 
  પુકારો ભલે જે નામે 
        "એને " પણ 
  સંબંધો તો એક જ 
  "એ" સર્વ-શક્તિમાનને જ ને ?

  દુઆ માગે છે સૌ "એ"ની 
  હાથ જોડીને કે ફેલાવીને .
  અને આભાર પણ માને છે ;
સૌ ઉપર નજર ઉઠાવીને .
 શો ફરક છે ;"એ"ની આરાધનામાં ?
 ઈબાદત ખો ,પ્રાર્થના કે માસમાં ?
 ભજવા તો છે;"એ "એક પરમ-તત્વને જને ?
  આમીન ! ;ઓ માય! કે ઓમ !
  શું ફરક છે શાંતિ પાઠમાં ?
            તો પછી ;
  શાં માટે આ ધર્મના નામે 
  નોતરાય  છે ઝગડા ?
  હણાય છે વિશ્વ-શાંતિને ?
  શાં માટે આ ઘમસાણ ?

જ્ઞાનની જ્યોત જલાવ ,
            હે 
 અલિ!,ઓ માય ! ઓ હરિ !
               બેલા \૩૦\૧\૨૦૧૩ 
                         ૭.૦૦ એ. એમ .

કુંતી અને નિયતી




    જીવન સંધ્યાના કેસરી,ગુલાબી 
               ઉજાસમાં 
   અવકાશને નીરખતી બેઠી છે કુંતી .
                વિચારે છે :
  શું રચ્યું જીવન નિયતિએ મારું ?!
  બાળપણમાં કૌમાર્ય છીનવ્યું,
   વરદાન રૂપી શ્રાપે ;
  યૌવન વહ્યું,પાંડુ રોગી 
  પાંડુ રોગી પતિ સાથે ,વનમાં .
  મોહાંધ -કામાતુર પતિએ 
         દીધું વૈધવ્ય .
  પતિ -સંગ પ્રયાણ પણ 
  છીનવાયું, શોક્યથી .
  બની ,કુરુપુત્રોની ઓશિયાળી .
  ધર્માદા રાજ્ય પણ ગયું ,
યુધિષ્ઠિરના ચ્સર-ખેલમાં !
નિયતિએ ફરી વનવાસ દીધો.
અંતે જીવન ટકરાયું ,-મહાભારતના યુદ્ધમાં .
શું નીયતીને આજ સુઝ્યું ?
મને જીવન-ધનની ભેટ આપવામાં ?
                      બેલા\૧૯\૧\૨૦૧૩ 

જીવન -નદી




   જીવન તો વહેતી નદી !
મૂળ સાથેના સંબંધો 
વહેતા જાય સરી .!
સંબંધો વ્હેણમાં ધપે ;
લાકડા જેમ તરે .
થોડો સમય જોડાજોડ 
અને છુટા પડે ,જ્યાં ;
ગોળ નદી ફરે !
જીવનનાં દરેક વળાંક પ્રે;
વહેતા સંબંધો છૂટે .
ફરી ન મળે ક્યાર ય ;
નદી પાછું વળી ના જુએ 
એમ જ જીવન પાછું વળી ના જીવાય .
અંતે મળે બેઉ પોતાના સાગરને .
                    બેલા\૮\૧\૨૦૧૩ 
                      ૯.૧૫.એ.એમ.

પત્ર


 


  ખોવાઈ ગયો એ પત્ર લખવાનો આનંદ !.
  પત્ર ,ઊર્મિઓનો ખજાનો .
આ ખજાનાનો આનંદ ,આ 
કમ્પ્યુટરની યુવાની કદીય યે નહી માણી શકે .

ટપાલીની રાહ જોવી ,પત્ર હાથમાં આવતાં જ 
વાંચવાની તાલાવેલી ,અને ,પછી ,
એક ખુણામાં છુપાઈ ,શાંતિ થી 
એ વાંચવાની લિજ્જત !
અક્ષરો ઉકેલવાની મહેનત !
            અને 
આનંદાશ્રુ સાથે ચૂમી ,
હૃદય-સંગમ કરવાની 
સુવર્ણ -તક !
ઈ -મેઈલમાં ક્યાંથી?

વડીલોએ સાચવેલાં એ પત્રો !
આજના યુગમાં ગત યુગની 
દર્શાવે છે ઝાંખી !
વડીલોના હ્રદય-સંબંધની ઝાંખી .
એ વખતના વિષયોની ઝાંખી .
             યુવાનો !
હાથેથી લખેલ પત્રો ,
ઈ મેઈલ કરતાં જીવંત છે 
એક વખત માણી જુઓ .
              બેલા\૧૪\૧૨\૧૨.
                         ૧૨.૧૦ પી.એમ.