Pages

દિલથી




----આવ્યું,મળ્યું ,જે ,સ્વીકારી લીધું ,------------------દિલથી 
----કૃપા વરસી શ્યામની ,તો ,પલળી લીધું,----------દિલથી 
----કદીક પવન ફર્યો, તો  સહી પણ લીધું ,----------દિલથી  
----દરેક પરિસ્થિતિમાં હસતા રહેવું ,શીખી લીધું ,--દિલથી। 
----ઘમંડને ઊંચક્યો નહિ ,વિનયને વિસર્યો નહિ ,--દિલથી 
----આદેશ શ્યામના ,જે આવ્યા ,માથે ચડાવ્યાં ,----દિલથી 
----સજાવ્યો , સોંપેલો સંસાર ,કરી મહેનત ,---------દિલથી 
----હવે મરજી શ્યામની ,શરણે ગઈ , તોય ,----------દિલથી 
----હાથમાં લીધાં ,"બેલા"ફૂલ,ચરણે  ધર્યાં  છે ,-------દિલથી।
                                                     બેલા   28 ઓક્ટ।2016 
                                                             9.10એ.એમ.યુ.એસ. એ 

વછૂટી




----વછૂટી ગઈ ,શ્યામ ! તારાથી  ,         હું તો .
----અટવાણી ભવની ભવાઈમાં ,           હું તો .
----તારી સાથે કરતી'તી મીઠી ગોઠડી ,  હું તો .
----મહેકતા મધુવનમાં મહેકતી'તી ,     હું તો .


----બંસરીનાં નાદમાં ડૂબતી'તી ,          હું તો .
----ફરફરતા મોર પીંછે મોહી'તી ,         હું તો .
----તારી  સંગ સુખમાં મ્હાલતી'તી ,         હું તો .
----મારાં વ્હાલમના વ્હાલમા નહાતી'તી ,હું તો .


----સુણે છે ? "બેલા"ની ડાળની કહાણી ! 
----હવે ફૂલો વેરાયાં ને સુકાઈ ,            હું તો .
----વછૂટી , છતાં ના ભૂલી તને ,           હું તો .
----શ્યામ ! તને હૈયામાં ધારીને જીવું છું,હું તો .

                                              બેલા  ૮ ઓગસ્ટ ૨૦૧૬ 
                                                    ૭.૦૦ એ.એમ. યુ. એસ. એ .

હાથ તારો દેજે



----હું તો થાકી હારીને તારે શરણે આવી ,
----હાથ તારો દેજે ,ગિરિધારી .
----ઉગારી લેશે આ સર્વ બંધનોથી ,
----આશા મને એક છે તારી .


---જીવન વૃક્ષની ડાળી એ ડાળી ,
----કર્મ બંધનમાં અટવાણી .
----બેસે તો બેસે ક્યાં ? શાતાનું પંખી ,
----અટવાયું છે ,દેખી આ જાળી !


----"બેલા"ના વૃક્ષની શોભા ક્યાં રહી ?
----કેવળ ફોરમ વાયુ સંગ વહી ! 

                              બેલા   ૮ ઓગસ્ટ ૨૦૧૬ 
                                   ૫.૫૫ એ. એમ .યુ એસ . એ .