Pages

મારા હરિને


-----મારાં  સપનામાં આવે હરિ તો શમણે તો ઝાંખી કરું ! 
-----કર્યાં  ધ્યાન કે ધારણા નથી ,કર્યાં  નામરૂપ ધ્વનિ નથી ,
-----છતાં આશ આ હૈયે ભરી ,કે શ્યામ ! શમણામાં ઝાંખી કરું ! 

-----શ્રદ્ધાછે, પ્રેમની ટમટમતી જ્યોત,તને  ખેંચી લાવશે ખરી ,
-----હું તો મીણની  જેમ પીગળતી ગઈ  ,તો યે  આશ છે ,કે ઝાંખી કરું ! ! 
                                                                                   29\1\2020
                                                                                       4.00.એ.એમ    

હરિ


-----મારાં  રુદિયામાં  આવ્યાં હરિ ,મારાં  નયનોમાં વસિયા  હરિ ,
-----મારી ધડકનમાં ધબકે હરિ ,મારી વાણીમાં વહેતા હરિ.

-----મારાં  શ્વાસોમાં શ્વસે હરિ ,મારાં  હાસ્યમાં હસતાં  હરિ ,
-----હરિ હરિ રટતાં ,ભેટે  જો  હરિ ,મારા જીવનની એ જ આશ, ખરી ! 
-----હરિ હરિ હરિ હરિ, હરિ હરિ હરિ હરિ.
                                                               27\1\2020 
                                                                  8.20એ. એમ. 

પારસ મણિ પેલે પાર



અ -----રાત પૂરી  માર્યાં  હલેસાં ,નાવ તો ના  પાર  પહોંચી !
---------રે ! જીવ ! તારાં  શાં  ઉધામા ? કે ચેતના તવ નવ ચેતી ? !
---------ડૂબ્યો સુખ-શૈયાના નશા માં ,છોડી ના ઘાટેથી દોરી ? !  
---------બંધાયો તું ,આ પાર ગાંઠમાં ,પામે શ્યામ, જો તું શકે તોડી। ! !
                                                                        25\1\2020 
                                                                            4.50. એ. એમ. 
બ -----તારો પારસમણિ  તો બંધાયો ચીંથરે ,
---------પડ્યો, તારી લોખંડી કાયાને પીંજરે ;
---------ફેંક ઉડાડી ચીંથરાને ,છોડી મોહ -માયાને ,
---------પામી જઈશ જગદાધરને ,ચીંથરે વીંટયા એ રતનને  ! ! ! 
                                                               25\1\2020 
                                                                    11.15. એ.એમ. 

પતંગ



-----નથી વાયરો સંગી, નથી ડોરનો સાથ,
-----મારો પતંગ બ્રહ્માણ્ડમાં ઝોલાં  ખાય !

-----હરિ,! આવોને, ફીરકી ઝાલવાને ;
-----જુઓ, ઢીલ-ખેંચની રમત , રમાય  ! 
-----પેચ લડાવે કામનાઓ ,આપી લપેટ ઝોલા માંહ્ય ! 
-----થર  રહે ના દોર સઁયમની ,ને પતંગ જોને અટવાય ! 

-----કાપશે શું વાસના ?નહીં અવકાશે અંબાય ? ! 
-----ટુક્કલ જોડી ,ચડાવો ને હરિ !,ઉજાસ કાંઈક ફેલાય ! 
-----શરણે તારી આવી બેઠી ,આશ રુદિયા માંહ્ય,
-----જોજે શ્યામ ! "બેલા"ના ;   પતંગ ના જાળે  સપડાય ! 
                                                    12\1\2020
                                                            7.20.પી.એમ. 

મારા વા'લા



-----મારા હૈયામાં આવીને શ્યામ !
-----આ મૂંઝારો આઘો ઠેલને , મારા વા'લા !
-----હું તો બરકું  છું ,તને મારા શ્યામ !
-----મારો હાથ ઝાલીને ખેંચી લે ને , મારા વા'લા !

-----વાટડી  જોઈને મારગે  ય  સુકાણાં ,શ્યામ ! 
-----જીવનની પાનખરે, હેમાળા વાયરા વીંઝને  ,મારા વા'લા ! 
-----નથ આંખ્યું ચૂતી ,કે નથ હોઠ રોતાં , શ્યામ ! 
-----હવે દાઝયા દલડાંનાં ડામ  રૂઝવ ને , મારા વા'લા !

-----"બેલા"ફૂલે ય તે મૂરઝાયાં  આ શીતમાં , શ્યામ ! 
-----ક્યારે ફાગણની ફોરમ  ફેલાશે? મારા વા'લા  ! ?
                                                 11\1\2020
                                                     11.25 પી.એમ. 

मचलन



-----चाहे कितने भी लोग मिले ,
-----चाहे कितनी भी मशरूफ रहुँ ;
-----मन का अकेलापन और मचलन ,
-----ना जीने दे शांत जीवन ! 
                            ११\१\२०२० 
                               ४.पि.एम्. 

ह्री कृपा




सपने जो , मैंने देखे ,हरि  ! उसे तुम संजोना ,
मधुबन में डाल  पे  हिंडोला, हरि  ! उसे तुम झुलाना | 

झोंके से हर्षित मैं , हरि  ! तुम मुस्कुरा देना ,
ऊँचे  गगन पहुँचा  कर ,हरि ! मुझे उठा लेना | 

तुम्हारे गोलोक में हरि  ! मुझे छोटा सा स्थान देना। 
महकाऊँगी वहाँ  की बगियाँ ,"बेला" के पेड़ लगा देना | 

अनिल संग मैं  गाती  रहूंगी ,हरि ! तेरा गाना ,
कृपा-दृष्टि से ,करुणा हरि ! तुम बरसाते रहना ! | 
                                             २०\१\२०२० 
                                                 ९.. ए। एम् 

कृष्ण -जाप




कृष्ण कृष्ण जपत रहो ,कृष्ण कृष्ण जपत रहो  ,
हर सांस में कृष्ण जपो, हर पलक में कृष्ण जपो | 

मैं  कृष्ण पर वारि ;कृष्ण पे बलिहारी ,
हर  चलन में कृष्ण जपो ,हर डोलन  में कृष्ण जपो ;
रात्रि जपो, दिन में जपो ,और सुबह शाम जपो , 

चिड़िया की चहक जपे, "बेला" की महक जपे ,
सूना है धाम ;  बिना नाम कृष्ण जपे ;

कृष्ण कृष्ण जपत रहो ,कृष्ण कृष्ण जपत रहो 
कृष्ण कृष्ण कृष्ण कृष्ण ,कृष्ण कृष्ण जपत रहो 
                                               २०\१\२०२० 
                                                    ४. ए .एम्

परदा



श्याम ! तेरे मेरे बिच का ये मख़मली  परदा ! 
कितने साल बीत गये , ना हटा ये परदा ! 
कितनी मिन्नतें , आरझु की , हटाने ये परदा ! 
अब तो कुछ   जलवा दिखादे , हटाने को ये परदा !

तेरी हिक़मत  हो तो ,क्या चीज़ है ,ये परदा ! 
मैं  तो झुक गई ,हार गई ,कशिश बना है ये परदा !
काँटे  की तरह चुभता है ,ये मुलायम सा परदा ! 
मेरी नज़रों  का नूर लूट लेता  है ये परदा  ! 

आप के पास किसी को आने नहीं देता ये   परदा ! 
आप खुद तो आने से रहे ,हटा के ये परदा ! 
श्याम ! तेरी"बेला" की बेताबी बढ़ा रहा है ये परदा !
अब तो रेहमत कर उस पे, हटा के ये परदा ! 
                                              २\१२\२०१९ 
                                                 ११। ३० ए। एम् 

પાનખરનાં હૈયામાં ટહુકે વસંત

અંત માં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયા માં ટહુકે વસંત…
આજે તો વનમાં કોનાં વિવાહ
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા…
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત..

આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલી આ કાવ્યપંક્તિઓ સાથે સૌ ને વસંત ના વધામણાં ! વસંત પંચમી અને જ્ઞાન પંચમી નો આ વાસંતી ઉત્સવ આપના જીવનમાં અવિરત માધુર્યસભર અને ઉષ્માપૂર્ણ સાર્વત્રિક સુખોનું કારણ બની રહે તેવી અનેક શુભકામનાઓ !

કેવી અદભુત લીલા છે આ કુદરતની..!  જેણે નયનરમ્ય પ્રકૃતિને માણસની લાગણીઓના તાણાવાણાઓમાં પણ બેખૂબ વણી લીધી છે.

સુખના  ઉન્મુક્ત સ્વપ્નોને મુઠ્ઠીમાં બાંધીને સતત દૌડતા રહેતા માનવીને જ્યારે અવસ્થા કે અસ્વસ્થતાની ઠોકર વાગે ત્યારે ‘જીવનની વસંત’માં કસમયે પાનખર પ્રવેશી જાય છે.!..અને આવી ઘડીએ પોતાના હૃદયના કોઈક ખૂણે કે પોતાના સાથીના હુંફાળ સ્પર્શના અહેસાસે “પાનખર”ના અનેક પર્વતોને તોડી નાંખવાનું પ્રચંડ સાહસ જ, એ પાનખરમાં વસંતનું આગમન બની જાય છે અને જીવનને પણ વાસંતી ખુશ્બુઓથી ભરી દે છે.

કેવું અચરજ છે, નહી..? લાગણીના સંબંધોની વસંતક્યારીમાં શુષ્ક પાનખરને કોઈ સ્થાન જ નથી.! પ્રત્યેક ક્ષણ જાણે નવપલ્લિત વસંતની સુવાસ પ્રસરાવે છે. જ્યારે વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક સંઘર્ષોનો એક સાથે સામનો કરતો હોય, ત્યારે પોતાના સાથીના સહકારથી  યુગલ-સંબંધમાં  જીવનભર “વસંત” મહેકતી હોય છે.

જેનું તન ભલે અસ્વસ્થ થયું  છે, પણ મન ‘વસંત’ છે..!

જેની વાણી ભલે અસ્વસ્થ થઈ છે, પણ લાગણી ‘વસંત’ છે..!

જેનું હૃદય ભલે અસ્વસ્થ થયું છે, પણ પ્રેમ વસંત છે..!

જેનુ હાસ્ય ભલે અસ્વસ્થ થયું છે, પણ હરખ વસંત છે. ..!

..આ વસંત જ જીવન છે..!!
..આ વસંત જ જીવન છે..!!

એડલાઈફ ફાઉન્ડેશનના તમામ સ્નેહીજનો, કેન્સર વિજેતાઓ  - આપ સર્વે “વસંત”ના પ્રતિનિધિ છો. લાઈફમાં આવેલી “પાનખર”ને “વસંત”નો સ્પર્શ કરાવી ખરા અર્થમાં તમે પ્રકૃતિને સન્માની છે.