Pages

ૐ સહનાવવતુ


 ૐ  સહનાવવતુ , સહનૌ ભુનક્તુ ,સહવીર્યમ કરવા વહૈ : તેજસ્વીનાવધીમસ્તુ, મા  વિદ્દ વિષાવહૈ :

આ શ્લોક વિશેની મારી સમજણ આવી છે. સહુથી પહેલાં  આપણે" સહનાવવતુ'  શબ્દ સમજીએ।
આ શબ્દ 3 શબ્દોથી બન્યો છે. સહ =સાથે ,    નૌ =આપણે બન્ને  અને અવતુ =રક્ષણ 
નૌ  + અવતુ  મળીને   નાવ શબ્દ બન્યો છે। 
       આવી જ રીતે " તેજસ્વીનાવધીતમસ્તુ " 4 શબ્દોથી બન્યો છે।     તેજસ્વી=હોંશિયાર, પ્રતિભાશાળી , નૌ = આપણે બન્ને , અધીતમ =જે મેળવવા યોગ્ય છે તે   અને અસતુ=મેળવીયે। 
અહીં પણ નૌ +અધીતમ ==નાવ થાય છે। 
    હવે પહેલું ચરણ  લઈએ .: ૐ સહનાવવતુ 
ૐ એટલે બ્રહ્મ કે પરમાત્મા સહ અમારા બન્નેનું આવતું રક્ષણ કરો।   આ ગુરુ શિષ્ય પરંપરાવખતે લખાયેલો શ્લોક છે માટે સાદો અર્થ આવો થાય; "હે પરમાત્મા ,અમારા બન્નેનું રક્ષણ કરો " પણ જો બહોળા અર્થમાં જોઈએ તો, ગુરુશિષ્યની જોડી તો ખરી જ, સાથે દરેક બે પ્રકારના સંબંધી ,જેમ કે ;  માવતર-સંતાન,પતિ-પત્ની, ભાઈબંધો, બહેનપણીઓ, ભાઈ-બહેન, સાસુવહુ, સસરો-જમાઈમાં-દીકરી, વિગેરે તે બધાનું જરક્ષણ કરો. 
   શાનાથી રક્ષણ કરો ? તો, કુવિચારો, માંગણી, અધર્મ, મોહ, માયા, મત્સર, લોભ, અહંકાર, વેર દ્વેષ વિગેરેથી તથા લાગણીના સંબંધોનું, પ્પ્રેમસંબંધોનું,શેઠ-નોકરના (આમાં જમીનદાર, ણ દુકાન કે ઑફિસના શેઠ કે પછી ઘરકામકારવાવાના શેઠ-શેઠાણી)સંબંધનું પણ રક્ષણ કરો.બધા જ સંબંધો સારી રીતે નિભાવી શકીએ।

પછી આવે છે ; " સહનૌ ભુનક્તુ "આ ચરણ પણ સંબંધોને ધ્યાનમાં રાખીને જ છે. "સહ" =સાથે, નૌ =બન્ને , "ભુનક્તુ"=સરળ અર્થ થાય ભોજન કરીએ ભૂક ઉપરથી ભોજ અને ભોજ ઉપરથી ભોજન।.શેનું   ભોજન ? તો, સત્વબુદ્ધિ મેળવવાનું , નરિશમેન્ટ-શક્તિ મેળવવાનું, જ્ઞાનને સમજીને ઉપયોગમાં લેવાનું ભોજન। આપણે કહીએ છીએ ને કે જ્ઞાન પચાવવું જોઈએ, યશ, કીર્તિ,ઉચ્ચ આસન-પદ -વિગેરે પચાવવું। દરેક પ્રકારના ભોગો: સુખ-દુ:ખ , આનંદ-પ્રમોદ, ઉત્સવોવિગેરેનુ ભોજન સાથે કરીએ। પણ સાત્વિક રીતે। 
       આ પછી આવે છે, " સહ વીર્યમ કરવાવહૈ:"  "સહ"= સાથે, વીર્યમ=પરાક્રમકરીએ, એનર્જી-શક્તિ-મેળવીએ,તંદુરસ્ત બનીએ।" કરવાવહૈ;' એ માટે કર્મો કરીએ।કાર્યકર્તા બનીએ, કાર્યોનું વહન કરીએ।  
   પછી આવે છે " તેજસ્વીનાવધીતમસ્તુ " તેજસ્વીબનીએ, પ્રતિભાશાળી બનીએ,સમજશક્તિવાળા, વિવેક બુદ્ધુવાળા,જ્ઞાનનું તેજ ધરાવનાર બનીએ। આપણે  ક્યારેક હોઈ કોઈ વ્યક્તિના કપાળ તેજવાળા  જોઈએ છીએ.મોં ઉપર એક આભા હોય છે જેને અંગ્રેજી માં ઑરા  કહે છે। મેં શ્રી  મકરંદ  દવે ના મસ્તક પાછળ એવી ઑરા  જોઈ હતી।  અને પૂજ્ય ડોંગરે મહારાજનો ભાલ પ્રદેશ ને ચમક્તો જોયો હતો. 
         અધિતમ = જે મેળવવા જેવું છે તે।  એટલે કે જ્ઞાન, સમજણ સમત્વ, ચતુરાઈ, -ચાતુર્ય- ધીરજ।  " અસ્તુ" = થઈએ. આમ તો અસ્તુ નો અર્થ "થાઓ" થાય. "તથાસ્તુઃ" =તેમ થાઓ " પણ અહીં હું "થઈએ" અર્થ સમજી છું.      અસ્તુ  એક બીજો અર્થ અંત પણ થાય છે।  જો આપણે અહીં અંતના અર્થમાં લઈએ તો આમ લેવાય ;" અંતમાં પ્રાર્થના  છે કે ' અંતિમ ચરણ સાથે જોડીને, માં વિદ્દ  વિષાવહૈ;= વેર, ઈર્ષા અથવા ગેરસમજણ, અમારા કોઈની વચ્ચે ના થાઓ .
     આવી આ પ્રાર્થના છે; યાચના નથી. યાચના સ્વાર્થી=સ્વ+ અર્થી હોય જ્યારે પ્રાર્થના જનહિતકારી હોય. આ શ્લોક "તૈત્તરીય" ઉપનિષદમાં છેલ્લે આવે છે.તેથી તેને વેદાન્તશ્લોક પણ કહેવાય છે. હમેશા કોઈ પણ પ્રસંગે, અંતમાં આ બોલવાનું સૂચન છે, એનાથી ચિત્ત શુદ્ધિ થાય છે. ઘણા શરૂ અને અંત બન્ને સમયે બોલે છે. 
 ત્યાર પછી આવે છે ; " ૐ શાંતિ: શાંતિ: શાંતિ: "  હે પરમાત્મા ! અમારા ત્રણે પ્રકારના, આધિ ભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુ:ખોનો નાશ થાય આધિ , વ્યાધિ અને ઉપાધિનો નાશ થઈને શાંતિ પ્રસરે। 
          આવી સમજણ  મારી છે।  અસ્તુ। 
           ઈદમ પરમાત્માય  ,ઇદમ ન મમ 

જપયજ્ઞ વિષે


     જપ કે જાપ એટલે કોઈ એક જ વસ્તુ કે નામ ઉપર ધ્યાન સ્થિર કરી એનું  રટણ કરવું તે, આ સાવ સાદો સીધો અર્થ।  આપણી સંસ્કૃતિમાં આ શબ્દને  ઈશ્વર સાથે જોડીને એની કક્ષા ઊંચી કરી છે।  આપણે જેનું પણ રટણ કરીએ - પછી તે પૈસો,પ્રતિષ્ઠા કે ભક્તિ જે હોય તે - અને એને વધારવાના પ્રયત્ન ડટીને  દ્રઢતાથી કરતા રહીયે તો ક્યારે તો મળે જ છે। જપની  ખૂબી એની સાતત્યમાં છે।  એ પ્રતિક્ષણ ચાલે, તો ,એની અસર જીવનમાં , ભાવમાં ,અંતરમાં અને ચેતનામાં ઘૂંટાય છે।  ભાવની એકાગ્રતાથી ભાવ દ્રઢ બને અને અંત સમયે એ દ્ર્ઢ બનેલો ભાવ ચિત્તનો કબ્જો લઇ શકે.માટે , જો આપણે ઉર્ધ્વગામી બનવું હોય તો , અને , અંત સમયે પ્રભુનામ જ જીભ ઉપર તથા મનોમષ્તિષ્કમાં રાખવું હોય, તો, પૂર્ણ ભાવથી ,ઓતપ્રોત થઇ પ્રભુના નામનો જાપ કરવો જોઈએ। 

      જાપથી પવિત્ર કંપનો (વાઈબ્રેશન) ઉપન્ન  થાય છે અને તે જાપનીકનું ઉર્ધ્વીકરણ કરે છે।  જપ સાધના છે। શરૂઆત ભલે યાંત્રિક રીતે થાય, મન થોડું ભટકે, તો એને  પાછું પકડીને બેસાડીયે। અને એમ કરતાં  કરતાં  ,મોટેથી જપતાં રહેતાં  દ્રઢતા આવતી જાય. આમ ધીરે ધીરે ઉચ્ચારણ મનમાં જશરૂ થાય. આમ એક સ્થતિ એવી આવે કે દરેક શ્વાસે અને ઉચ્છશ્વાસે જાપ કે રટણ  થતું જાય. અહીં  ચતવાણી - ચાર પ્રકારની વાણી જીવનમાં વણાઈ જાય છે. 

પહેલી, વૈખરી વાણી।  એમાં મોટેથી બોલવાનું હોય.      બીજી --- મધ્યમા  , જે મનમાં બોલવાની હોય।     ત્રીજી પશ્યન્તિ , જેમાં બોલવાનુંબંધ થઇ જેનું ધ્યાન ધરતા હોઈએ તે દ્રશ્યમાન થતા થતા જાપ ચાલુ રહે . અને ચોથી  અપરાવાણી ।  આમાં હવે જોવા કે રટવાનું રહે જ નહીં; આપોઆપ જ દરેક શ્વાસ અને ઉચ્છશ્વાસ સાથે જાપ અહર્નિશ અવિરત થતો રહે. આમ જ્યારે વાણીની 4થી કક્ષાએ જાપનીક પહોંચે ત્યારે એ તેનો જપયજ્ઞ થયો કહેવાય। આ સ્થતિમાં જાપનીક પોતાના અહંની , વિકૃતિની , કામનાની .ટૂંકમાં ષડ્રરિપુની આહુતિ આપતા પોતાને સમર્પિત કરે છે. આંતર ખીલવવાનું છે।  યજ્ઞ એટલે જ સમર્પણ। 
     માનવીને જપ કરવા શું પ્રેરે છે? જિજ્ઞાસા।  હું કોણ છું ?  કોણ ધરણીધર  છે ? કોણ પરમાત્મા છે,  અને ત્યાં પહોંચવાની તિતિક્ષા ; એને પામવાની, જાણવાની   આકાંક્ષા ,. આ બધું ,જપ કરી ને જ્ઞાનનો ઉજાસ પામવા પ્રેરે છે।   
     કિન્તુ એટલે જ્યારે ઈચ્છા થઇ, જે જગ્યાએ ઈચ્છા  થઇ ત્યારે અને ત્યાં જપ કરવા ના બેસાય એવી શસ્ત્રાજ્ઞા છે. ( જો કે શ્રીલ ચૈતન્ય મહાપ્રભુએ એમનાં  ગુરુને અનુસરતાં  જણાવ્યું છે કે કલિયુગમાં એટલે કે આજના સમયમાં શુદ્ધ શરીર અને શુદ્ધ આત્મા સાથે હર સમય અને હર સ્થળ અનુકૂળ છે ) આપણે   વિધિયુક્ત જપની વાત કરીએ .સૌ પ્રથમ   સ્થળ વિષે વાત કરીયે-- . મંદિર, નદીકિનારો, યજ્ઞ  એ શાળા, વૃક્ષ નીચે  અથવા ઘરમાં શાંત જગ્યા  અને ચહલ-પહલ   ના હોય એવી જગ્યા યોગ્ય છે।     પછી આવે આસન -- સ્વ્ચ્છ જગ્યામાં કમલાસન (જે ઊનમાંથી બનાવેલ હોય ) , કુશાસન --- જે ઘાસમાંથી બનાવ્યું હોય , દર્ભાસન --જે એક જાતના પવિત્ર  મનાતા ઘાસ માંથી બનાવ્યું હોય।  કેટલાક લોકો વ્યાધચર્મનું આસન પણ  રાખે છે , હું વ્યક્તિગત રીતે એની વિરુદ્ધ છું. મૃતજીવના ચર્મ ઉપર બેસીને પ્રભુનામનું રટણ મારા   મતે  શુદ્ધ નથી। ખેર !   પછી આવે માળાની વાત।  જાપ માટે ઘણા પ્રકારની માળાઓ છે।  રુદ્રાક્ષ, સ્ફટિક , ચંદન , ગૂંજા કે વૈજયંતી , કમળબીજ કે કમળકાકડી, પરવાળાના મણકાની માળા। વિગેરે . કેટલાક ભક્તોએ  જુદા જુદા દેવ દેવીઓ માટે જુદી જુદી માળાઓ તારવી છે; જેમ કે શિવજીના જાપ માટે ,,રુદ્રાક્ષની, સરસ્વરતજી માટે સ્ફટિકની , સૂર્યદેવ માટે પરવાળાની , કૃષ્ણ ભક્તિ માટે તુલસી ચંદન ગુંજા  કે કમળકાકડીની માળા।  મારા મતે  કોઈ પણ ચાલે। નામજાપમાં ભાવ અને એકાગ્રતાનું મહત્વ છે નહીં કે માળાનું . માળા તો નામસ્મરણમાં રત રહેવા માટેનું સાધન છે; પછીથી તો જાપનીક પશ્યન્તીમાં કે પરામાવાણીમાં ત્યારે માળાની જરૂએ જ નથી રહેતી . 
      આ માળામાં 108 મણકા હોય છે અને એક મેરુનો મણકો હોય છે. મેરુનો મણકો એ ગુરુ અથવા ઇષ્ટદેવનું પ્રતીક મનાય છે. દરેક મણકો અખન્ડ  હોવો જોઈએ।  તિરાડ કે બટકેલો ના હોવો જોઈએ।  હવે 108 મણકા વિષે  કહેવાય છે કે 27 નક્ષત્રો એને 4 દિશા સાથે ગુણીયે તો 108નો આંકડો આવે. આમ 108 વખત મણકા ફેરવતા તે દરેક સ્થળે જઈને જાપ કરીયે છીએ એવો ભાવ આવે . અણુ એ  અણુમાં રહેલા પરબ્રહ્મને યાદ કરતા જપ થાય એવો ભાવ હું સમજી છું.   હવે માળા કેવી રેતે ફેરવવી તે જાણીયે। માળા ફેરવતાં  તર્જની (અંગ્રેજીમાં-પોઇન્ટર ) આંગળી વર્જ્ય છે, એને ટાળવી  જોઈએ।                                 બીજી એટલે કે મધ્યમા આંગળી  અને અંગુઠાથી અંદરની તરફ મણકો લેવો જોઈએ। મેરુને આંખે અડાડી માળા ફેરવવાનું શરૂ કરી જ્યારે પાછા મેરુ પાસે આવીયે ત્યારે ફરી મેરુને આંખે લગાડી લેવો જોઈએ। પછી એ મેરુના મણકાને ઓળંગવાનો નહીં ,પરંતુ માળાને ફેરવી લેવી જોઈએ। અને ફરી માળા ફેરવવી શરુ કરવી। 
          જપ આપણે માટે વાણીથી પર થવા, ષડરીપુથી મુક્ત થવાનું સાધન છે। જ્યારે જાપ કરતાં કરતાં  જ પયજ્ઞની કક્ષાએ પહોંચીયે, સંતોષી થઈએ  ત્યારે એ આહુતીઓથી આપણે જપયજ્ઞ કર્યો કહેવાય . જપયજ્ઞ અનાયાસે (ઓટોમેટિકલી )સ્વસ્થ, પૂર્ણ સમજણ શક્તિ સાથે ચિત્તને ઉર્ધ્વગતિ માટેનો પ્રકાશ આપે છે. શ્વાસે શ્વાસે સોહમ નો નાદ સંભળાવો શરૂ થાય છે. 
                                                                                    અસ્તુ। ઈદમ કૃષ્ણાય ઈદમ ન મમ 

મ્હેકતા રહેશો




-----માનવી છું, નહીં રહું સદાયે ,
-----કિન્તુ "બેલા"ની ફોરમની  સુગંધે ;
-----દોડતાં  વાયુને હલકે   હલકે  હલકારે ,
-----મહેકતા રહેશો, જીવતા જન, સદાયે।  
                                      11\10\2020 
                                            8.00.એ.એમ.

દિલનો દીવો




-----છતે દીવડે , આ અંતર અંધારે ,
-----જ્યોતિ ઝળકે , તો યે કોડિયું અંધારે ! 
-----કાળાશ વળગે , મતિ મૂંઝાય ધુમ્ર્સરે ;
-----દર્પણ હૃદયનું , જો , અહંમથી સ્વચ્છ ઉભરે ,
-----ઝાંખપ જાય ,ને , અંતરે પ્રકાશ ઉજ્જવળે। 
-----"બેલા", ઝણકાવી દે , અંતરના એકતારાને ;
-----મળશે જ્યોતિ , જે , પ્રકાશને સંવારે ;
-----નિખારશે  કોડિયાને , સિતારી  ઝગમગાટે।
                                                6\10\2020 
                                                   10.40.એ.એમ.

मम जन्मदिने



-----जन्मदाता ! चतुर्थ अष्टादश जन्मदिनआगमने ,
-----भक्त्याश्रु अभिषेकेन , ब्रह्ममुरारि  !  वंदनस्तु  ते | 

-----शुभाशीष वर्षा च तनमन आरोग्य दायिके ,
-----यथावत कृपा स्तव  आकाङ्गक्षी ,  जगन्नाथ पितामहे ! 
                                                   ६\९\२०२० 
                                                    २.. पि.एम्. 

મારા જન્મદિને યાચના

 


3  અ                   

-----જન્મદાતા ! ચોર્યાસીમાં જન્મદિન આગમને ,
-----ભક્ત્યાશ્રુના અભિષેકથી ,બ્રહ્મામુરારિ ! વન્દુ  આપને  ;
-----શુભાશિષ વર્ષાથી તથા  આરોગ્ય સંપદા અર્પીને  ,
-----ધન્ય કીધી જ્યમ, ભાવિમાં ય , યાચું ,સર્વદા, ચરણે  નમીને .
                                                                 8.15.એ.એમ 
3બ 
-----ચોર્યાસીમાં જન્મવર્ષે , લખચોર્યાસીના ફેરા ટળે ,
----મુજ કર્મ સંચિત  કર્મ, પ્રારબ્ધ થકી ,નવાવતાર  જ્યા મળે ;
-----તુજ ભક્તિ શક્તિ ,જ્ઞાન વિપુલ, એ જીવને મળે ,
-----વધે તુજ પગથી પર પગલે પગલે, એ આશિષ મળે .

-----વન્દુ  શરણભાવથી , આ જન્મનાં  પાપો ટળે ,
-----હે શામળા ! "બેલા"લતા તારી, તુજ થડને વળગવા વલવલે। 
                                                               25\9\2020 
                                                                  8.40. એ.એમ. 

રહેવું તારે દ્વારે



-----જાપ તારા નામનો કરવો છે , મારે તારું  સાધન બનવું છે ,
-----મારે ષડરિપુ મુક્ત બનવું છે ,મારે નિત્યયુક્ત બનવું છે। 

-----મારે તારે આસરે  રહેવું છે , મારે તારે ચરણે રહેવું છે ;
-----મારે તારે શરણે રહેવું છે ,મારે તારે દ્વારે રહેવું છે.

-----આ જીવન તને ધરવું છે, મારે તારા પથ પર ધોડવું  છે ;
-----મારી ચેતનાને જાગ્રત કરવી છે, "બેલા"ની મ્હેક  તને ધરવી છે। 
                                                                      15\9\2020 
                                                                           10.45 એ.એમ.

પગદંડી-ચી. સોનલના જન્મદિને




-----પ્રેમે પધારી , પા પા પગલી પાડી ,
-----વ્હાલપનાં નાદની  વાંસળી વગાડી ;
-----સંસારે સુખ -સમૃદ્ધિ સાંપડી ,
-----કિરતાર કરે કલ્યાણ ,કંટકો સૌ કાપી। 
                                         8 ઑગષ્ટ 2020 
                                             1.40.એ.એમ.