Pages

હે શામળા


ક્યાં ખોવાઈ ગયો છે ,મને આ માયાજાળમાં ફસાવીને ?

તારી આ માયાજાળ જ તો મને ,
તારાથી દૂર કરી રહી છે ,
તારું  સામિપ્ય ગયું ક્યાં ખોવાઈ ?
યાદમાં ફક્ત આ આંકડા ! અને 
ભૌતિક ગતિ વિધિઓનો સાગર !
રહેશે અંતે મને ડુબાડીને .

હવાતિયાં સપાટી પર આવવાનાં
તારો હાથ પામવાનાં વરશે સફળતાને ?
અને , "બેલા" અર્પી શકશે ફોરમ તને ?
                                      ૧૮\૫\૨૦૧૬ 
                                    ૮.૪૫ એ . એમ .