અનિલ ધીમો લહેરી રહ્યો ,ને ,
જુઓ કોકિલ પુરાવે સાથ ;
આયા રે દન ઢુંકડા ,વરસશે ઉનાળુ તાપ ,
માણી લ્યો છેલ્લી હવે ,તાપણાની આગ .!
મીઠાં મીઠાં પંચમ સાથે ,હૈયું ગાયે ગાન ,
ખરજ મયુરનો નચાવે ,એની કળા સાથ ;
ભ્રમર ગુંજારવ બજાવે ,દલડાની સિતાર ,
છડી પુકારે ઋતુઓ કેરી ,જુઓ હરિનાં તાલ !
વસંતે ભ્રમર ગુંજે ,ઉનાળે કોયલનાં ગાન ,
મેઘ ઘટા સંગ ગહેકે મયુર ,નાચે થનગનાટ ;
"બેલા" હર ઋતુઓમાં ડોલે ,દેતી સૌને સાથ ,
આનંદી આનંદી ગાયે ,હવા સંગ ,હરિનાં ગુણગાન .!
બેલા \૨૭-૩-૨૦૧૪
૭.૩૦.એ.એમ.
No comments:
Post a Comment