આ હોળીના દિવસ આવ્યાં ,
ખેતરનાં મોલ ઉતાર્યાં ,બજારમાં વેચાયા ,
અને
જીવનમાં આનંદના દિન આવ્યાં .
ખળાંનાં સૂકાં સાંઠા ઝગાવી ,હોળી પ્રગટાવી .
હોળી, આનંદ અને રંગનો તહેવાર ;
એમાં વળી ભળી ,ભક્ત પ્રહ્લ્લાદની વાત !
આનંદ બેવડાયો .!
કાન્હા તો આનંદ -સ્વરૂપ !
એ રંગ રસિયા સંગ રંગોની છાકમછોળ ;
એટલે જીવનો બ્રહ્મ સંબંધ !
"બેલા"ની મંછા રહી ,આ જ ,કે ;
હોળી ખેલે કાન્હાની સાથ .
બેલા \૧૫-૩-૨૦૧૪ \૧૧.૦૦ પી.એમ .
કાં'ના સંગ રંગોની છાકમછોળમાં ન્હાવું ,
એટલે ,જીવનો બ્રહ્મ સંબંધ ,!
હે બંસીધર ,; તમે પામ્યાં ,આ શુભ સંબંધ ;
જ્યારે લીધી વિદાય ,આ દિવસે,અને જોડ્યો કૃષ્ણ સંબંધ .!
૧૫-૩-૨૦૧૪ \૧૧.૨૦.પી.એમ.
No comments:
Post a Comment