મારી વાટમાં ન કોઈ રાહી ,
મારી કેડીમાં ન કોઈ ઉજાસ ;
હું તો નીકળી ,બસ સેવી આત્મ વિશ્વાસ !
અંધારી રાહ અને અણજાણી વાટ ,
મળશે જો કોઈ ,લઇ દીવડો હાથ ;
ઝાલી કર એનો ચાલીશ સાહી સાથ ;
ન મળે કોઈ ,તો ,ધોખો ય નહીં ,
ચાલતી જ રહીશ જીવનમાં ,નિતાંત .!
અને
જે ચાલતું રહે છે ,તેને મળી જ રહે છે ,
રાહ, વાટ અને સાચી કેડી .
તથા
આંતર -તેજ અને "એ "નો સાથ .!
બેલા \૨૧-૩-૨૦૧૪
૫.૩૦.પી.એમ.
No comments:
Post a Comment