આજ કોકિલ જોને! કેકારવ કરે ,
મન સુણીને કોળે,હૈયું ધીરો કલરવ કરે.
શીત જાતાં વસંતના આગમને ,
બાગે જોને ! ફૂલ કેવાં ઝૂલ્યાં કરે !
છડી પુકારે ફાગણ કેરી,
ધડકન કેવી ધબક્યા કરે !
પિયુ પધારશે , વાવડ લાવે ,
અનિલ કેવો ઝૂમ્યા કરે !
કેસુડો ફાલ્યો ,પલાશ ચળક્યો ,
ભ્રમર ગુંજન ગુંજ્યા કરે।
ડાળે ડાળે ફૂલે ફૂલે
તિતલી હવામાં સરક્યા કરે।
રંગ રંગી ફૂલ ,ને, રંગ રંગી તિતલી
એકબીજા સંગ કેવાં શોભ્યાં કરે !
રાધા બેઠી કુંજની વચ્ચે,
વડવાઈઓ જોને ! ઝૂલ્યાં કરે ,
"બેલા'ના ફૂલે ગૂંથી હિંડોળો,
કાં'ના સંગ રાધા ઝૂલ્યાં કરે। !
૧૦\૨\૨૦૧૪
૫.૨૦ પી.એમ
No comments:
Post a Comment