"પ" પતિ-પત્નીનો "પ"
"પ' પુત્ર-પુત્રીનો "પ"
"પ" પૈસા -પરિવારનો "પ"
સૌ આ "પ"ની પાછળ ઘેલાં,
સૌ આ "પ" ની પાછળ મેલાં !
આ "પ" કરાવે પાપ !
આ "પ" લાવે પતન !
આ "પ" બને પાપ અને પતનનો "પ" .
કિન્તુ ,જે ,-
"પ" પરમેશ્વરનો ,પરમાત્માનો "પ"
પાછળ ઘેલો . એની પાછળ મેલો
એ નહી પડે ;
પસ્તાવા અને પતનના "પ"માં ;
એ પડશે
પરમાત્મા-મિલનના -પરમાનંદના "પ"માં !!!
બેલા \૨૨-૩--૨૦૧૪
૫.૪૫.પી.એમ.
No comments:
Post a Comment