Pages

સુની અટારી


    સુના આ હૈયાની સુની અટારીમાં 
    સૂનો પડ્યો છે મારો ઝૂલો !
    હીંચતી વસંત અને હીંચતો ફાગણ ,
    ત્યાં ખાલી પડ્યો એનો ખૂણો !

   અવ કાયા ,પિંજર લાગે જીવડાને ,
   માંહ્યે પારેવું ફફડાવે પાંખો !
   ઊંચી ઉડાન ભરી ખલકને પામવા ;
   આકળ-વિકળનો ચૂંથારો !

    સપરમા ટાણાની વાટ જોતી આંખડીમાં ,
    ઝૂરી રહ્યો કેવો ઝૂરાપો !
    ક્યારે ઉઘડે આ પિંજરનું દ્વાર ,
    અને ક્યારે આવે મિલનનો વારો !

    સુની અટારીમાં સુનો પડ્યો છે મારો ઝૂલો !

                                        બેલા \૧૦-૭-૨૦૧૪ 
                                         ૧૨.૩૦.એ એમ.

        સુના હૈયાની સૂની અટારીમાં ,
        એક પારેવું કાંઈ મુંઝાય ;
        કાયાનું પિંજર છોડી જાવાને ,
        એની પાંખો ફડ ફડ થાય !

No comments:

Post a Comment