ઓ જગ નિયંતા !,વિશ્વ રૂપ !,મનમોહન ,!જગત-આધાર ,!
ધરા,ગગન,વારિ ,વાયુ ,કણ કણ ને જીવ સર્વમાં વસનાર !
માનું છું ,તું વસે છે ,મુજમાં ;છતાં ,હું અનુભવું નિરાધાર !
શી રીતે પધરાવું તુજને ,મુજ હૈયે ઓ મારાં કિરતાર ,!
છટપટુ છું,તડપું છું ,આંખે આંસુની ધાર !
વલવલાટ અને તલસાટ ,માગે તારો આધાર ;
"બેલા"તરસી ,માગે પાણી ,વરસો અનરાધાર ;
ઝુલાવો ,ડોલાવો .એને ,વસી હૈયે ,તારણ હાર .!
બેલા\૨૫-૩-૨૦૧૪
૯.૩૦.પી.એમ.
No comments:
Post a Comment