શામળાજીનું નામ મારી મોટી મિરાત ! તારામાં પામું હું તો મસમોટી નિરાંત !
તારા નામ સાથે સંધાયા મારાં દિનરાત ! તારું રટણ એ જ મારી મિરાત ને નિરાંત !
ફૂલ ઉપરની ઝાકળ પરે ,તું કરે તારો સાથ ! ને રાતરાણીની સંગે વહે તુજ મદિર સુવાસ !
પંખીના ટહુકામાં ય તે તારો જ વસે સાદ ! અને અદ્રશ્ય વાયુમાં ય તારો જ આવાસ !
નામ તારું રહે વહેતુ, પંચભૂતને એકાંત ! શામળા તારું નામ-રટણ "બેલા"ની મોટી મિરાત !
24 એપ્રિલ 2022
3.07 પી એમ
No comments:
Post a Comment