રાધે ! તારું દર્શન ક્યાં ?, તું તો માધવની મનોમૂર્તિ !
તારું નામ ભાગવતમાં ક્યાં ,?તું તો આનંદ સ્વરૂપમૂર્તિ !
અસલ માધુર્ય મૂર્તિ ! રાધે ! ,તું તો હરિ અંગની પ્રકાશ મૂર્તિ !
કલ્યાણી,મધુરા ,મંગલ મૂર્તિ !, જેના વિણ હરિ આધા, તે રાધા !
ધીરા ,ગંભીરા ,ક્ષામ્ય મૂર્તિ !,
ના કોઈ તારું નામ ઉચ્ચારે ,ના કોઈ તારું રૂપ વર્ણવે !
સંકેતોથી તું સમજાણી,એવી હે રાધે !
"બેલા"ની તું ,હરિ-મિલન મૂર્તિ !
30 નવેમ્બર 2022
5.00.પી.એમ .
No comments:
Post a Comment