-----"હે કૃષ્ણ ! સરખાવો આપણા જીવનને "
-----ઉચરે કર્ણ , -"પાંડવ છે તું " જાણીને .
-----" તમે ક્ષત્રિય, હું પણ ક્ષત્રિય, ઉછર્યાં ,
-----ગોવાળ અને સૂતપુત્ર થઈને !
-----યશોદાના કાળા "કા'ના " થઈને ,અને રાધામા ના વ્હાલા "વસુ "થઈને !
વિસાર્યાં તમે , !
-----ગોપબાળ, વ્રજને ,ગોકુળને ,અને રાધિકાને !
કિન્તુ કૃષ્ણ !
-----હું સૂતપુત્ર રહીશ, આપથી જુદો બનીને !
-----જીવીશ, રાધેય રહીને જ , ન "પાંડુપુત્ર થઈને .
-----માત , સ્ત્રી, મિત્રોનો સારથી થઈને .
-----હું કર્ણ છું , માધવ ! ના રહું , "સ્નેહદ્રોહી " થઈને .
-----કર્તવ્ય આપણાં જુદાં, ઉછર્યાં ભલે, નમી વિધિને ;
-----ભાવના ન આવે આડે , એક ક્ષત્રિયને !
-----તમે " ધર્મ " નિભાવ્યો, તમારું કર્તવ્યપાલન કરીને ;
-----હું "ધર્મ " નિભાવીશ મારું કર્તવ્યપાલન કરીને .
14\1\2021
1.50 પી. એમ .
No comments:
Post a Comment