-----જીવનનાં સુક્કાં ભટ્ઠ રણમાં પ્રભુ !
-------વાદળની ધાર બનીને આવો ,
-----કાંટાળા થોરિયા ઉખાડીને પ્રભુ !
-------લીલાં છમ ઝાડવાં વાવો।
-----મૂંઝાયેલા મનડાંના કોરા આ પટમાં ,પ્રભુ !
-------વર્ષાની અમીધાર બની આવો।
-----ચીમળાયેલ ચિત્તમાં ગહેકાટ કરી પ્રભુ !
-------થનગનતા મોર બની આવો।
-----ઉજડેલી આ બગીચાને ,લુમ્બે -ઝુંબે કરી પ્રભુ !
-------ફરી કોકિલના ગીત વહેવડાવો।
-----"બેલા" ચમેલીની ફોરમની સાથ વહી ,પ્રભુ !
-------અનિલ અદકેરાં બની આવો।
-----મારાં હૃદયના આધાર ની ,પ્રભુ !!
-------હાથ ઝાલી ભવ-સિંધુ તારો।
4 જુલાઈ 2018
2.30.એ.એમ. યુ.એસ.એ।
No comments:
Post a Comment