Pages

ક્યાં સુધી ?



-----હજી કેટલાં છે શ્વાસ બાકી ?
-----દેહ ખખડ્યો ને હામ હું હારી ! 
-----ડગલું મંડાય ના ,ને માળા ઝલાય ના ,
----ઝંખાયેલ દીવડે શેં  પરોવું મોતી ?

-----બોખી આ ડાબલીમાં ,નામે ય અટવાય તારું ,
-----ગોટાળા વાળી  વાળી  થાકી ;
-----કર્મોનો ઘડો હજી ફૂટ્યો નથી ?
-----કે, આમ જિંદગીની નાવ ઘસડાણી ? ! 
-----કાં  પછી તારાં  ગમતીલાં ને મહેકાવવા ,
-----આ "બેલા"ને રહ્યો તું , ઝંઝોડી ?! 
                                           4 જુલાઈ 2018 
                                                 3.00 એ.એમ. યુ.એસ.એ। 

No comments:

Post a Comment