-----દેહ મિલન થી પર છે ;
-----આત્મા- પરમાત્માનું મિલન।
-----ઝંખે આ સૂનું ચિત્ત સઘન ,
-----પ્રભુ ! દ્યોને ,એને આશીર્વચન !
-----જરા અમથી ઠેસ રડાવે છે બહુ ,
-----આળાં દિલને ઝુરાવે છે બહુ ;
-----જુદાઈ હવે નથી થાતી સહન ,
-----પ્રભુ ! માંગુ હું ,બસ ,તુજ આલિંગન !
-----ક્યારેય ના ભૂલશો મને ,
-----અને હું ય ના ભૂલું તમને ;
-----સદા રમીએ એકમેકમાં મગન ,
-----પ્રભુ ! દ્યો ને એ સુખનું વચન !
-----જાણો છો ,"બેલા" ના ફોરે ,અનિલ વિણ ,
-----ફૂલની ફોરમ ના વહે ,અનિલ વિણ ;
-----ઊંચે પહોંચાડે ,એ , તુજ ભવન ,
-----પ્રભુ ! દ્યો ને ,હવે મિલન -સુખનું સદન ! !
8\8\2018
4.05 એ.એમ. યુ.એસ.એ.
No comments:
Post a Comment