Pages

દડાની વ્યથા


-----મારું નામ છે ,દડો। 
-----કેટ -કેટલી જાતનો હું દડો !?
-----નાનો,મોટો,પોચો,કડક ,
-----ગોળ,લંબગોળ,લાલ,સફેદ,કાળો-પીળો 
-----રબર,પ્લાસ્ટિક,કે ચામડાનો,
-----પિટાઉ  હરેક ચીજ થી હું , એવો દડો !

-----ક્રિકેટવાળા બેટથી મારે ,
-----હોકી વાળા સ્ટીકથી દડવે ,
-----ફૂટબોલમાં લાતો મારે ,
-----ટેનિસ-સ્કવોશમાં ,રેકેટ થી મારે  ,
-----વૉલીબૉલ માં ઉછાળી ફેંકે ,
-----ગોલ્ફમાં, મને , નાનક્ડાને,ક્લબથી ધકેલે !
-----દરેક રમતવીર મુજને મારે ,
-----કેટલું વાગ્યું ,કોઈ ના વિચારે !
-----સિક્સરથી સૌ ચિચિયારે  !
-----પણ, હું તો દર્દનો માર્યો પડું કિનારે !
-----ગોલ થી સૌ કોઈ હરખે ,અને ,
-----હું પટકાઉં ,વગર સહારે !
-----ક્લબ ધકેલે હોલમાં  મને,
-----જઈ  પડ્યો ખીણમાં , એવું લાગે મને !

-----મારી મારી, સોથ વાળે ,
-----પછી,ફેંકી દે ઉકરડે !
-----કોઈ તો સુણો  ,મારી વાત ! 
-----રાખો રહેમ ને કરો પ્યાર। ! ! ! 
               બિચારો બાપડો ,હું દડો ! 
                                              બેલા 
                                      29\8\2018 
                                        12.00 નૂન યુ.એસ.એ. 

No comments:

Post a Comment