-----મારા ચિત્તને છ શોન્તી હવે ,શ્યામ !
----ઢૂંકડું આવ્યું છ તારું ધામ !
-----ઓ દેખાય ,તારા મ્હેલની ધજા !
----અન ચળક છ હોનાનાં નોળિયાં ;
-----દોઢીએ વાજ છ શરણાઈ ને તૂરી ,
-----અન તબલાં ય હંગાથ દેતાં થાપ !
-----મારાં હૈયા ના હાર ,તું હૂતો હો તો જાગ ,
-----કહેણ મેલ દરવાજે જરા ,
-----મોકળા કરીને મેલે દ્વાર ,કે ,
----"બેલા"તારી ધોડતીકને ધસી આવશી માંહ્ય !
----હાલી હાલીને પાવલાં ચેરાયાં ,ને,
-----સંસાર-ગાડે ગળે પાડી છ કાંધ ;
-----નામ-રસ પી પીને ખૂટાડી છ વાટ ,
-----હાવાં આઈ પુગી છ આ મિલનને ઘાટ !
-----પ્રેમે લગાડજે ગળે ,ઓ વાલમા !
-----ભૂલી ,મારાં અકર્મણ્ય કામ ;
-----પ્રાછત કીધા છ બહુ,ને,
----વિનવ્યા છ બહુ,. કરવાને સૌ માફ.
-----"બેલા" અધીરી થઇ છ ,દેખી તારું ધામ ,
-----હાવાં મળશી એને ,એનો વાલોજી શ્યામ !
8\5\2018
10.50.પી.એમ.ઇન્ડિયા
No comments:
Post a Comment